Head Ads

આ ઉનાળાની ગરમી માં ઘરેજ બનાવો પાન ફ્લેવર નો આઈસ્ક્રીમ, પાન ફ્લેવર નો આઈસ્ક્રીમ બનાવવાની રીત | Pan Flavour Ice Cream Recipe in Gujarati



લંચ હોય કે ડિનર જમ્યા પછી દરેકને પાન ખાવાની ઇચ્છા થતી હોય છે. ઘણા લોકોને જમ્યા પછી ડિઝાર્ટ ખાવાની ઇચ્છા થતી હોય છે. જો એ ડિઝાર્ટ પાન ના સ્વરૂપમાં મળે તો મોજ પડી જાય. તો આજે અમે તમને એક ડિઝાર્ટ સ્વરુપે પાન નો આઇસક્રીમ ઘરે કઇ રીતે બનાવી શકાય એ જણાવીશુ. જેમાં ઉપયોગ કરેલ નથી ફક્ત અને ફક્ત દૂધનો ઉપયોગ કરીને આઇસ્ક્રીમ બનાવેલ છે તો ચાલો આપણે આગળ જોઈશું કેવી રીતે દુધનો ઉપયોગ  કરીને આ પાન ફ્લેવારનો આઈસ્ક્રીમ બનાવી શકાય છે. - Pan Flavour Ice Cream 

પાન ફ્લેવરનો આઇસક્રીમ બનાવવાની રીત :- 

પાન આઇસક્રીમ બનાવવાની સામગ્રી 

  • દૂધ 1 કપ
  • કોર્નફ્લોર પાવડર 1 ચમચી 
  • ખાંડ 1/4 કપ 
  • કપુરાઇ પાનના 4 પત્તા 
  • એલચી પાવડર 1/2 ચમચી 
  • વરીયાળી 1 ચમચી 
  • ગુલકંદ  2 ચમચી 
  • તાજી મલાઈ 2 ચમચી 
  • ખાવાનો કલર ગ્રીન
પાન આઇસક્રીમ બનાવવાની રીત :- Pan Flavour Ice Cream Recipe

એક મોટી અને સ્વચ્છ કઢાઇમાં થોડું દૂધ અને મકાઈનો લોટ મૂકી તેને સારી રીતે મિક્સ કરી લો. દૂધમાં થોડો થોડો કરીને મકાઈનો લોટ ઉમેરીને હલાવતા જવું ને મીક્સ  કરતા જવું જેથી કરીને દૂધમાં લમ્પસ ના રહે. હવે ગેસ સ્ટવ ચાલુ કરીને દૂધને ઉકળવા માટે મીડીયમ ફ્લેમ પર રાખો. અને તેને સતત હલાવતા રહો જેથી કરીને દૂધ કઢાઈમાં ચોટી ના જાય. 

જો તમારી પાસે કોર્નફ્લોર પાવડર ના હોય તો કસ્ટર્ડ પાવડર હોય તો તમે એ ઉમેરી શકો છો. જ્યારે દૂધ સારી રીતે ઉકળવા લાગે ત્યારે એમાં થોડી ખાંડ ઉમેરો. અને જ્યારે, ખાંડ સારી રીતે ઓગળી જાય અને દૂધ થોડું ઘટ્ટ જાડું  થઇ જાય ત્યારે તો ગેસ સ્ટવ બંધ કરીદો. ત્યાર બાદ એને ઠંડુ પાડવા માટે એક બાજુએ રાખીદો - પાન આઇસક્રીમ

જ્યાં સુધી દૂધ ઠંડુ પડે ત્યાં સુધી આપણે થોડા કપુરાઇના પાન લઈને તેના દાંડી વાળા ભાગને દૂર કરો અને પાંદડાને કાપી નાખો. ત્યારબાદ એક મિક્સી જાર લો. તેમાં થોડી એલચી, વરિયાળીના બીજ, ગુલકંદ ઉમેરીને તેને પીસી લઈ ને પાનની પેસ્ટ બનાવી લો.  ત્યારબાદ અન્ય એક મિક્સરની જારમાં થોડું કેળું, ફ્રેશ મિલ્ક ક્રીમ મૂકી તેને ગ્રાઇન્ડ કરી લો. 

તમેને એમ થતું હશે કે કેળું લઈશુ તો એનો સ્વાદ આવશે પણ ના એવું નથી. આપણે જે પાન ની પેસ્ટ બનાવી એ સ્ટ્રોંગ છે એટલે કેળાં નો સ્વાદ નહિ આવે. કેળાનું જે ટેક્સ્ચર છે એ ફક્ત આઇસક્રીમને ક્રીમી બનાવવા માટે જ કરવાનો છે. પછી તેમાં થોડી મલાઈ ઉમેરીને એને ગ્રાઈન્ડ કરીલો. તેમાં આપણે બનાવેલી પાનની પેસ્ટ ઉમેરીને તેને ફરીથી ગ્રાઇન્ડ કરો. 

ફરીથી ગ્રાઇન્ડ કરેલી સામગ્રીમાં થોડો ખાવાનો લીલો કલર ઉમેરીને ફરી તે બધાને ગ્રાઇન્ડ કરો. ત્યારબાદ આઇસક્રીમના મિશ્રણને એક બોક્સમાં મૂકીને તેને ૭-૮ કલાક માટે અથવા આખી રાત માટે ફ્રીઝમાં રાખો અને તેને રંગીન ટુટી ફ્રુટી અને કેટલાક વરિયાળીના બીજથી ગાર્નિશ કરો. સ્વાદિષ્ટ પાન આઇસક્રીમ ઘરે સરળતાથી તૈયાર થઈ જશે. - Pan Flavour Ice Cream Recipe in Gujarati 

અહીંયા બતાવેલ વડીયો દ્વારા તમે Pan Flavour Ice Cream Recipe તમે જોઈ શકશો 


જો તમને આ રેસિપી વીડિયો ગમ્યો હોય તો તમે Youtube માં Masala Kitchen સર્ચ કરીને ચેનલ સબક્રાઈબ કરી શકો છો. Recipe and content images credit :- Youtube/Masala Kitchen

બીજી અન્ય રેસિપી જે તમને જરૂર ગમશે 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ