આપણે સૌ પપૈયાને તો ઓળખીએ જ છીએ. કેરીની જેમ પપૈયું કાચું અને પાકું એમ બન્ને રીતે ખાઈ શકાય છેં. આપણા ગુજરાતીઓ ફાફડા સાથે કાચા પપૈયાંનોં સંભારો ખુબ જ હોંશે હોંશે ખાય છેં. પાકેલું પપૈયું પણ સ્વાદમાં ખુબ જ મીઠું લાગે છેં. તેં સ્વાદની સાથે સાથે આપણા શરીર માટે પણ ખુબ જ સ્વસ્થ્યકારક છે. આજે આપણે Papaya na fayda, Benefits of papaya in gujarati, પપૈયા ખાવાના ફાયદા વિશે જાણીશું.
ઘણાં લોકો પેટને સાફ રાખવા માટે પપૈયું ખાતા હોય છેં. પપૈયું માત્ર પેટને જ સાફ નથી રાખતું પણ તેં આપણા આખા શરીરને સ્વસ્થ રાખે છેં. પપૈયાના સેવનથી આપણા શરીરના હાડકા મજબૂત થાય છેં અને હૃદયને પણ સ્વસ્થ રાખે છેં.આપણે જોઈએ છીએ તેમ ડાયેટીશિયન દરોજ્જ અહારમાં પપૈયું ખાવાની સલાહ આપે છેં. આથી તમને પણ જો પપૈયાનો સ્વાદ ન ગમતો હોય તો પણ તમારા શરીરના તંદુરસ્તી માટે તમારે પણ પપૈયું ખાવાનું ચાલુ કરી દેવું જોઈએ.. જેના સેવનથી શરીરને અઢળક લાભ થાય છેં.
પપૈયા ખાવાના ફાયદા । Papaya na fayada
પપૈયું એકાંદરે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી છેં :-
આપણા શરીરને સ્વસ્થ્ય રાખવા માટે પપૈયું ખાવામાં આવે છેં. તેં આપણા શરીરના પાચનતંત્રને મજબૂત બનાવે છેં અને પેટને પણ સાફ રાખે છેં.પપૈયાંની અંદર છ કરતા પણ વધુ પોષકતત્વો આવેલા હોય છેં.આથી આ ફળને ખાસ ગણવામાં આવે છેં. જે શરીરમાં ઘણા પોષક તત્વોની ઉણપને દૂર કરે છે.
હાડકા નબળા પડતા નથી :-
પપૈયાંના સેવનથી આખા શરીરને ખૂબ જ ફાયદો થાય છે. જે આપણા હાડકા પણ મજબૂત બનાવે છે. પપૈયામાં કેલ્શિયમ અને આયર્નની ઉણપ આવેલી હોય છે છતાં પણ તેમાં રહેલું ફોસ્ફરસ આપણા હાડકાને મજબૂત બનાવે છે.આમ પપૈયાનું દરોજ્જ સેવન કરવું જોઈએ. જેનાથી તમારું શરીર એકદમ તંદુરસ્ત રહે છેં. અને બીમારી પણ તમારાથી કોશો દૂર ભાગે છે.
પપૈયાનું દૂધ સાથે સેવન ન કરવું :-
આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે ક્યારેય પણ પપૈયું દૂધ કે દૂધની બનાવટો સાથે ન લેવું જોઈએ. કારણકે જો પપૈયાને દૂધ સાથે લેવામાં આવે તો તેં એસીડીક બને છેં. અને તેનાથી આપણા શરીરને પણ નુકશાન પોંહચે છેં. આથી દૂધ અને પપૈયું લેતી વખતે બન્ને વચ્ચે અડધો કલાકનો ગેપ રાખવો ખુબ જ જરૂરિ છેં.
હૃદય માટે ફાયબર :-
પપૈયામાં પોટેશિયમ ફાઇબર અને એન્ટિઓક્સિડન્ટના તત્વ આવેલા હોય છે. જે આપણા શરીરના હૃદય માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. પપૈયામાં રહેલું ફાયબર કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રાખે છે. જો કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં હોય તો હૃદય રોગ થવાની સંભાવના ખૂબ જ ઓછી થઈ જાય છે. આમ પપૈયામાં રહેલું ફાઇબર આપણા હૃદયને સ્વસ્થ બનાવે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે છેં :-
કોરોનાકાળ બાદ આપણે સૌ જાણી ગયા છે કે આપણા જીવનમાં વિટામીન સી નું કેટલું મહત્વ છે. વિટામિન સી આપણા શરીરની ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે અને શરીરના રોગને દૂર કરે છે. પપૈયામાં વિટામીન સી નામનુ તત્વ ખૂબ જ આવેલું હોય છે. વિટામીન સી લેવાથી આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ જળવાઈ રહે છે. જ્યારે પણ શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી થઈ ગઈ હોય ત્યારે ડોક્ટર આપણને પપૈયું ખાવાની સલાહ આપે છે. આમ પપૈયું એ આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારનાર ફળ છે.
રંગોમાં છુપાયેલા છેં સ્વાથ્યના રહસ્યો :-
કેટલીક વાર ફળોના રંગમાં પણ ફળના પોષકતત્વો છુપાયેલા હોય છે. પપૈયાના ફોનમાં પણ કેટલાક સ્વાસ્થ્યને ઉપયોગી એવા પોષક તત્વો આવેલા હોય છે. પપૈયાનો રંગ કેસરી અને પીળો જોવા મળે છે. તેમાં હાજર એન્ટી ઓક્સિડેન્ટ નામનું તત્વ હોય છેં જેમાં બળતરા વિરોધી ગુણધર્મ આવેલા હોય છે. ઉપરાંત પપૈયામાં વિટામિન સી,વિટામીન એ,બીટા કેરેટીન, પોટેશિયમ આવેલ હોય છે જે આપણી ત્વચા માટે ખૂબ જ ઉપયોગી છે.
ટોક્સીન દૂર કરો અને આંખોને સ્વસ્થ્ય બનાવો :-
પપૈયા માં વિટામિન એ નામનુ તત્વ ખૂબ જ ભરપૂર આવેલું હોય છે. જે આપણી આંખોની રોશની માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. પપૈયાને પેટ સાફ કરવા માટેનુ ફળ ગણવામાં આવે છે. તેમાં ફાઇબર નામના તત્વો આવેલા હોય છે જે શરીરના ટોક્સીનને દૂર કરે છે અને શરીરને સ્વસ્થ રાખે છે. આમ પેટમાંથી ઝેરી તત્વો દૂર કરવા માટે પપૈયું ખુબ જ ઉપયોગી છેં. પપૈયાના સેવનથી કબજિયાત થતી નથી.
પપાઈન છેં ત્વચાનો મિત્ર :-
પપૈયામાં પપાઈન નામનો એન્ઝાઈમ આવેલો હોય છે. જે આપણી ત્વચા માટે ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે.આ એનઝાઈમ આપણે ત્વચા ને વૃદ્ધ થવા દેતું નથી અને કરચલી પણ પડવા દેતું નથી. તે આપણી ત્વચા ને હેલ્ધી રાખે છે. પિમ્પલસ ની સમસ્યા પણ દૂર થાય છેં. પપૈયા નો પલ્પ ફેસ ઉપર લગાવવાથી ડેડ સ્કિન દૂર થાય છેં અને ત્વચા એકદમ નીખરી આવે છેં અને હેલ્થી પણ બને છેં.
પપૈયું 275 ગ્રામથી વધુ ન ખાવું જોઈએ :-
પપૈયાનુ કદ મોટું હોય છે આથી પપૈયું માપસરનુ ખાવું જોઈએ. આમ મધ્યમ કદનુ પપૈયું એટલે કે 275 ગ્રામ પપૈયું લેવું જોઈએ. પપૈયું ખાવાથી વિટામીન એ નામનું તત્વ ભરપૂર પ્રમાણમાં મળે છે. અને આપણો આખો દિવસ એનર્જીમય જાય છે. સરેરાશ 275 ગ્રામથી વધારે પપૈયું ખાવું જોઈએ નહિ.
પપૈયાનો ફેસ માસ્ક કેવી રીતે બનાવવો :-
સૌપ્રથમ પપૈયાની મેશ કરી પલ્પ બનાવી લો અને તેમાં બે ત્રણ ટીપા લીંબુનો રસ નાખો. ત્યારબાદ તેને ફેસ પર લગાવીં દો. જેનાથી મૃત ત્વચા દૂર થાય છે અને આપણી સ્કિન પણ ગ્લોઇંગ બને છે. ઉપરાંત આપણી ત્વચા પણ હેલ્થી બને. આપણે સૌએ પપૈયાનું સેવન કરવું જોઈએ.
નોંધ :- અમારા
દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના
આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ
પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા
પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની
સલાહ અવશ્ય લો.
આ પણ વાંચો....
- માથાના વાળથી લઈને પગની પાની સુધીના 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર
- મોંઘી દવાઓ કરતા પણ ખુબ ફાયદાકારક છે આ તેલ નાની મોટી દરેક સમસ્યાનો છે આ રામબાણ ઈલાજ
- વૃદ્ધાવસ્થામાં મગજ ઝડપી દોડવું હોયતો અત્યારથી જ નિયમિત દરરોજ ખાવાનું ચાલુ કરીદો આ ગુણકારી વસ્તુ
- શરીરમાં વારંવાર થાક લાગતો હોય, નબળાઈ લગતી હોય તો આજથી રોજ ખાવાનું ચાલુ કરીદો આટલી શક્તિ વર્ધક વસ્તુઓ
- ફણગાવેલા કઠોળ એટલે આરોગ્ય નો અદ્ભુત ખજાનો..!! જાણો એના 10 ઉપયોગી ફાયદાઓ
- માત્ર ૧૫ કલાકમાં જ તમારા ફેફ્સામાં રહેલી વર્ષો જુની ગંદકીને દૂર કરી દેશે આ ઉપાય....
- કાળા મરી કેટલા પ્રમાણ માં કઈ રીતે ખાવા થી શું ફાયદા થાય છે. જાણો, કાળા મરી ની ઐતિહાસિક અને આયુર્વેદિક વિગત...
- માત્ર આટલુંજ કરશો તો કોઈ પણ દવા ની ગોળી વગર ઇમ્યુનિટી આપોઆપ વધી જશે.
- 10+ ઉપયોગમાં આવે એવી ઘરગથ્થુ હેલ્થ ટિપ્સ અને ઘરગથ્થુ સલાહ
મિત્રો, જો તમને આમરો આ લેખ સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી ને અમને તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો અને તમારા મિત્રો અને સાગા સંબંધીઓ સાથે આ ઉપાય જરૂર થી શેર કરજો.
આવાજ સરસ લેખો અને આવનારા લેખો ની અપડેટ મેળવવા માટે અમારા ફેસબુક પેજ "આયુર્વેદિક ખજાનો - Ayurvedic Khajano" ફોલો કરો અને ને લાઈક કરી ને સાથે સાથે Following માં જઈ ને See First કરશો તો તમને અમારા લેખો ની અપડેટ સૌથી પહેલા તમને જોવા મળશે.
0 ટિપ્પણીઓ