Head Ads

ધરે બનાવો હોટલમાં મળતા ક્રિસ્પી પેપર ઢોસા | ક્રિસ્પી પેપર ઢોસા બનાવવાની રીત | Crispy Paper Dosa Recipe In Gujarati


આજે આપણે રેસિપીમા જોઇશુ કે હોટલમાં મળતા ક્રિસ્પી બટર પેપર ઢોસાની રેસિપી વિશે, Paper Dosa, Crispy Paper Dosa, Crispy Paper Dosa Recipe In Gujarati, પેપર ઢોસાની બનવવાની રીત ગુજરાતીમાં

ક્રિસ્પી પેપર ઢોસા એક એવી સુપર વાનગી છે, જે આજે દક્ષિણ ભારતથી શરૂ કરીને સમગ્ર વિશ્વમાં સુપરસ્ટાર્સની જેમ લોકપ્રિય છે. આ વાનગીના નામ પ્રમાણે જ આ ઢોસા ગોલ્ડન બ્રાઉન કલરના, કે પછી કરકરા અને એટલા પાતળા બને છે કે એક મોટો ઢોસો બનાવવા માટે એક કે બે ચમચા ખીરા વડે બનાવી શકાય છે. નાના બાળકો દ્વારા પસંદ કરવામાં આવતા ઢોસા સામાન્‍ય રીતે હોટલમાં કોણ આકારમાં બનાવામા આવતા હોય છે. દક્ષિણ ભારતીય ભોજન, આ ઢોસાને ચટણી અને સાંભાર સાથે પીરસવામાં આવે છે. Crispy Paper Dosa Recipe In Gujarati

કિસ્પી પેપર ઢોસાની રેસિપી :- Crispy Paper Dosa Recipe 

સામગ્રી :-

  • 3 કપ ચોખા
  • 1 કપ અડદ દાળ
  • સ્વાદ મુજબ મીઠું 
  • બટર લગાવવા માટે તેમજ શેકવા માટે 

કિસ્પી પેપર ઢોસા બનાવવાની રીત :- How To Make Crispy Paper Dosa

ચોખા અને દાળને બે અલગ અલગ ઊંડા બાઉલમાં જોઈતા પાણીમાં 3 થી 4 કલાક પલાળી રાખ્યા બાદ એ પાણીને ગાળી લો. ત્યારબાદ આ પલાળેલા ચોખા, અડદની દાળ અને ચોખાના લોટમાં દોઢ કપ પાણી ઉમેરીને મિક્સરમાં ફેરવી ખીરૂ ઘટ થાય એ પ્રકારનું તૈયાર કરો. આ ખીરામાં મીઠું ઉમેરીને ખીરાને સારી રીતે હલાવીને બરાબર મિક્ષ કરી લો - કિસ્પી પેપર ઢોસા બનાવવાની રીત

ત્યારબાદ ઢોસાના નોન-સ્ટીક ફ્રાઈંગ પેનને ગરમ કરો અને ઘી વડે થોડું ગ્રીસ કરો. ત્યાર બાદ પછી ઢોસાના તવા ઉપર થોડું પાણી છાંટવું અને મલમલના સ્વચ્છ કપડાથી પેનને સરખી રીતે લૂછી લો. ત્યાર બાદ તેના પર એક ચમચામાં ખીરું લઈને ને ઢોસાના તાવ ઉપર એને રેડો. એ ખીરાને ચમચાની મદદ થી ગોળાકારમાં ફેરવીને સરસ ઢોસાને સરસ મજાનો ગોળ આકાર આપો - Paper Dosa Recipe In Gujarati 

આ ઢોસાની કિનારે થોડું બટર લગાવી લો અને ઢોસા સોનેરી અને ક્રિસ્પી ન થાય ત્યાં સુધી ઢોસાને  મધ્યમ તાપ પર શેકી લો. આમ તૈયાર થયેલા ઢોસાને અર્ધગોળકાર અથવાનો શંકુ આકારમાં માં વાળી લો. આ જ પ્રમાણે બાકી રહેલા ખીરા વડે તમારી જરૂરિયાત મુજબના ઢોસા બનાવીને સાંભર અને નારિયેળની ચટણી સાથે તરત જ સર્વ કરો.

કિસ્પી પેપર ઢોસા બનાવવાની રીતનો વિડિઓ :- Paper Dosa Recipe Video 


જો તમને આ રેસિપી વીડિયો ગમ્યો હોય તો તમે Youtube માં Recipeana Recipes સર્ચ કરીને ચેનલ સબક્રાઈબ કરી શકો છો. 

બીજી અન્ય રેસિપી જે તમને જરૂર ગમશે 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ