Head Ads

શિયાળાની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પીવો આ ઇમ્યુનીટી બુસ્ટર જ્યુસ આ રીતે બનાવો જ્યુસ

શિયાળાની ઋતુમાં અને એમાં પણ પવન સાથેના ઠંડા વાતાવરણમાં આપણને અનેક પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે. ખાસ કરીને એ બીમારીઓમાં વાયરલ તાવથી માંડીને ચામડીની એલર્જી સુધીની બીમારીઓનો પણ સમાવેશ થતો હોય છે. અને અધૂરામાં કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેર પછી લોકોમાં બીમારીઓ થવાનો ભય વધ્યો હતો. આવી કપરી પરીસ્થિતિમાં, દરેક વ્યક્તિ પોતાની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવામાં વ્યસ્ત છે.

આયુર્વેદ અને ડોક્ટરનુ માનીએ તો જો આપણી રોગપ્રતિકારક શક્તિ સ્ટ્રોંગ હોય તો કોઈપણ પ્રકારના વાયરલ ઈંફેક્શનથી બચી શકાય છે. શારીરિક ઈમ્યુનિટી આપણી શરીરનુ એક એવુ કાર્ય છે કે જો એ નબળી પડી જાય તો ઘણાખરા લોકો અનેક પ્રકારની બીમારીઓના શિકંજામાં આવી જાય છે. આવા લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાના કારણે તેઓ રોગોથી પીડાય છે ઘણા લોકો તો નાની નાની તકલીફ તેમજ ઉધરસ અને શરદીથી આખું વર્ષ પીડાય છે. 

આનું એકમાત્ર ને માત્ર કારણ રોગપ્રતિકારક શક્તિ જ છે. જે ખૂબજ નબળી પડી ગયેલ છે એ બતાવે છે. આપણા શરીરને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવવા માટે સ્વસ્થ ખોરાકની જરૂર પડતી હોય છે. આ ઉપરાંત આયુર્વેદમાં એવા કેટલાક મસાલા અને આયુર્વેદિક ઉકાળા અથવા તો આયુર્વેદિક કાઢા અને આયુર્વેદિક જ્યુસ પણ છે, જે આપણા શરીરને મજબૂત બનાવે છે. 

તો આજના આ લેખમાં અમે તમને એક એવાજ આયુર્વેદિક જ્યુસ વિશે માહીતે આપીશું કે, જેના સેવન માત્રથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે. અને, સાથે સાથે આ વરસાદના ઠંડા વાતાવરણમાં તમારા શરીરમાં એનું સેવન કરીને અલગજ પ્રકારની શારીરિક સ્ફૂર્તિનો અનુભવ કરી શકશો. અને નાના બાળકોને એનો ટેસ્ટ પણ ખુબજ ભાવશે 

શિયાળાના ઠંડા વાતારણમાં આ જ્યૂસનું સેવન તમે દરરોજ પણ કરી શકો છો. અને તમે શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓથી પણ દૂર રહી શક્શો, અને આ ઠંડા દિવસોમાં થતા રોગોથી પણ બચી શકશો. એ ઉપરાંત આવા  શિયાળુ વાતાવરણના લીધે થતા વાયરલ રોગો સાથે લાડવા માટે આ જ્યુસ તમારી શારીરિક ઇમ્યુનીટી મજબૂત બનાવશે.

મિત્રો અમે તમને જે જ્યુસની માહિતી આપવા જય રહ્યા છે એ જ્યુસ છે ટામેટાનો જ્યુસ

આપણા શરીરને ઈમ્યૂનિટી સિસ્ટમ અથવા તો રોગ પ્રતિકારક શકિતને મજબૂત બનાવનારુ આ ડ્રિન્ક છે ટોમેટો જૂસ કે ટામેટા જ્યુસ અથવાતો તમે એને ટોમેટો સૂપ પણ કહી શકો છો. ટામેટામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સીનું જોવા મળે છે. અને આ વિટામિન સી આપણા શરીરમાં એન્ટી ઓક્સિડન્ટ તરીકે કામ કરતુ હોય છે. 

અને, વિટામિન સી ની એન્ટીઓકિસડન્ટ પ્રવૃત્તિને કારણે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. એટલું જ નહીં, કાચા ટમેટા અથવાતો તેના રસનું સેવન કરવાથી પણ તમારી રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય છે. તો ચાલો, આપણે વધારે સમય ગુમાવ્યા વગર ટામેટાંમાંથી કઈ રીતે ઇમ્યુન બુસ્ટર જ્યુસ બનાવી શકાય એની વિગત વાર માહિતી જોઈશું. 

આ રીતે ટામેટાનો જ્યુસ બનાવવો

ટામેટાનો જ્યુસ બનાવવા માટેની સામગ્રી

  • ૧ કપ ચોખ્ખું પાણી
  • ૧ ચપટી મીઠું અઠવાના તો સ્વાદાનુસાર
  • ૨ પાક મોટા ટામેટાં
  • ૩ થી ૪ નંગ કાળા મરી
  • 3 થી ૪ નંગ ફુદીનાના પાન

ટામેટાનો જ્યુસ બનાવવાની રીત
સૌ પ્રથમ ટામેટાંને ચોખા પાણીથી સારી રીતે ધોઈને એ ટામેટાને સ્વસ્છ કરીલો. ટામેટાને સ્વચ્છ કાર્ય બાદ એને  નાના નાના ટુકડાઓમાં કાપીને એ ટુકડાઓને જ્યુસર જારમાં મૂકો. ત્યારબાદ જ્યુસરના જારમાં એક કપ પાણી, તેમજ તમારા સ્વાદ અનુસાર મીઠું અને મરીનો ભૂકો તેમજ ફુદીનાના પાન ઉમેરીને તેને 3 થી ૪ મિનિટ સુધી ક્રશ કરીલો. 

જેથી, બધો રસ સારી રીતે એકરસ બની શકે. ત્યાર બાદ એકરસ થેયલા જ્યૂસને ગ્લાસમાં કાઢીને એને ગાર્નિશ કરવા માટે તમે ફુદીનાના પાન પણ મૂકી શકો છો. હવે આપણો આ ઇમ્યુન બસ્ટર જ્યુસ તૈયાર છે. અને તમે એનુ સેવન કરી શકો છો. 

આ હતું આપણું ઇમ્યુન બુસ્ટર ટામેટાનું જ્યુસ. જેના, સેવન માત્ર થી તમે વરસાદના ઠંડા વાતાવરણ ને લીધે થતી બીમારીઓ સામે લાSવામાં મદદ મળશે. મિત્રો, જો તમને આ અમારી પોસ્ટ પસંદ આવી હોય તો આ આર્ટિકલ માટેનો તમારો અભિપ્રાય જરૂરથી આપશો.

નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે  લોકો  સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.

આ પણ વાંચો.....


ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ