ખજૂર એક પ્રકારનું ડ્રાયફ્રુટ છે. ખજૂર ખાવાથી શરીરને ઘણા બધા લાભ થાય છે. સ્વાદમાં ગળ્યું અને એકદમ લાલાશ કથ્થાઈ કલર નું જોવા મળે છે. ખજૂર ની અંદર વિટામિન,મિનરલ્સ,પ્રોટીન અને ફાઇબર ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે. રોજ થોડુ થોડું ખજૂર ખાવાથી તમારા શરીરની ઇમ્યુનીટી વધે છે અને જો શરીરમાં લોહી ઓછું હોય તો તે પણ વધે છે. ખજૂર ખાવાથી કેટલીક બીમારીઓ પણ જડમૂળથી દૂર થાય છે.
તો ચાલો આજે આપણે આજના આર્ટિકલમાં જાણીએ ખજૂર ખાવાના ફાયદા, ખજૂરના ફાયદા, ખજૂર ખાવાના ગેરફાયદા, khajur khava na fayda, benefits of dates અને ખજૂર ખાવાથી કયા કયા ફાયદા થાય છે.
ખજૂર ખાવાના ફાયદા:-
શરીરની ઇમ્યુનિટી વધારે છે
ખજૂરમાં વિટામીન ખૂબ જ પ્રમાણમાં હોય છે આજે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે ખજૂર ખાવું જોઈએ. જે લોકોના શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તે લોકોને જલ્દીથી શરીરમાં ઇન્ફેક્શન અથવા તો બીમાર જાય છે. જે લોકો વારંવાર બીમાર પડી જતા હોય તે લોકોએ નિયમિતપણે ખજૂરનું સેવન કરવું જોઈએ જેનાથી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધે છે.
શારીરિક નબળાઈને દૂર કરે
જે લોકો વારંવાર થાકી જતા હોય અથવા તો શરીરમાં ખૂબ જ કમજોરી આવી ગઈ હોય તે લોકોએ રાત્રે સૂતાં પહેલા દૂધ માં ખજૂર નાખીને પીવું જોઈએ. ખજૂર અને દૂધ સાથે લેવાથી શરીર ની નબળાઈ ની સમસ્યા દૂર થઈ જાય છે. શરીરની માંસપેશીઓને પણ મજબૂત કરે છે. જો તમને પણ શરીર દુખતું હોય, મસલ્સ દુખતા હોય તો તમારે પણ નિયમિત પણે ખજૂર ખાવું જોઈએ. ખજૂર ખાવાથી શરીરની નબળાઈ દૂર થાય છે અને શરીરમાં તાકાત આવે છે.
જૂની કબજિયાત દૂર થાય છે
ખજૂર ખાવાથી આપણી પાચન ક્રિયા સારી બને છે. જે લોકોને કબજિયાત હોય તે લોકોએ ખજૂર ખાવું જોઈએ. જે લોકોનું પેટ સાફ નથી રહેતું અને હંમેશા કબજીયાતની ફરિયાદ કરતા રહે છે તે લોકોએ સવારે ખાલી પેટે 4 થી 5 ખજૂર ખાવા જોઈએ. તેનાથી પેટ ના આંતરડા ની ગંદકી સાફ થાય છે અને પેટ સાફ રહે છે જેનાથી જૂની કબજિયાત પણ મટે છે.
શરીરમાં લોહી વધારે છે
ખજૂર ની અંદર આયર્ન નામનું તત્વ વધારે પ્રમાણમાં આવેલું હોય છે. આપણા શરીરમાં આયર્ન હોવું ખૂબ જ જરૂરી છે જે આપણા શરીરમાં લોહી બનાવે છે. આથી જે લોકોને શરીરમાં લોહીની કમી હોય તે લોકોએ નિયમિત પણે સવારે ચાર થી પાંચ ખજૂર ખાવા જોઈએ. ખજૂર ખાવાથી શરીરમાં લોહીની ઊણપ દૂર થાય છે.
આંખો માટે પણ ફાયદાકારક છે
ખજૂરમાં ઘણા બધા પ્રકારના વિટામિન આવેલા હોય છે. એમાં વિટામીન એ નામનું તત્વ પણ આવેલું છે જે આપણી આંખની રોશની માટે ખૂબ જ ફાયદાકારક છે. આથી ખજૂર ને આંખો માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. માટે આંખોની દ્રષ્ટિ સારી રાખવા માટે ખજૂરનું સેવન હિતાવહ છે.
હાડકાને મજબૂત રાખે છે
ખજૂરમાં ફોસ્ફરસ, પોટેશિયમ,કેલ્શિયમ અને મેગ્નેશિયમ નામના તત્વો આવેલા હોય છે જે આપણા શરીરના હાડકાni મજબૂતાઈ માટે ખૂબ જ જરૂરી છે. જે લોકોને હાથ પગ દુખતા હોય તે લોકોએ ખજૂરનું સેવન કરવું જોઈએ.જેનાથી શરીરના હાડકા મજબૂત થાય છે અને દુખાવાની સમસ્યા પણ દૂર થાય છે.
વજન વધારવા માટે પણ ઉપયોગી છે
ઘણા લોકોના શરીર એકદમ દુબળા પતલા હોય છે. અને આને લીધે થઈને તેઓ શરમ અનુભવતા હોય છે. વજન વાંદરાવા માટે ખજૂર ઉત્તમ માનવામાં આવે છે. જો તેઓ નિયમિતપણે ત્રણ અઠવાડિયા સુધી દૂધમાં ખજૂર નાખીને પીવે તો તેમનું વજન આસાનીથી વધી જશે.
ત્વચાને નિખાર આવે છે
ખજૂર ખાવાથી ચેહરા પર કરચલીઓ પડતી નથી અને ચેહરા પરની સ્કિન ટાઈટ રહે છે.નિયમિતપણે ખજૂર ખાવાથી આપણો ચહેરો સ્વસ્થ રહે છે. ખજૂર ખાવાથી ચહેરાને લગતી બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે. તમારે પણ જો તમારી ત્વચાને નિખારવી હોય તો તમારે ખજૂરનું સેવન કરવું પડશે.
હૃદયને સ્વસ્થ રાખે છે
દરરોજ સવારે ખજૂર ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ જમા થતું નથી.
જે લોકોને હૃદયની બીમારી હોય તે લોકો પણ નિયમિત પણે ખજુર ખાઇ શકે છે.
ખજૂરમાં બિલકુલ કોલેસ્ટેરોલ હોતું નથી. આથી ખજૂર ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે.
ખજૂરનું સેવન કેવી રીતે કરવું અને ખજૂરનો ઉપયોગ કેવી રીતે કરવો
ખજૂર ઘણી રીતે ખાઈ શકાય છે અને આ પદ્ધતિઓ નીચે મુજબ છે. તમે ખજૂર સીધા ખાઈ શકો છો અથવા તેને દહીંમાં ઉમેરીને પણ ખાઈ શકો છો. ખજૂરનું સેવન દૂધ સાથે પણ કરી શકાય છે. ખજૂરની ખીર પણ બનાવીને ખાઈ શકાય છે. જ્યારે તેને દૂધમાં ઉમેરીને મિલ્ક શેક બનાવીને પણ મેળવી શકાય છે.
ખજૂર કેટલુ ખાવું
તમે દરરોજ ખજૂરનું સેવન કરી શકો છો. જો કે, તેનું વધુ માત્રામાં સેવન ન કરવું જોઈયે. અને દિવસમાં માત્ર પાંચ પેશી જ ખજૂર ખાઓ. કારણ કે વધુ ખજૂર ખાવાથી શરીરમાં ગરમી વધી શકે છે અને ગરમી વધવાને કારણે શરીરને અનેક પ્રકારના શરીરને નુકસાન થઇ શકે છે.
ખજૂર ખાવાના ગેરફાયદા :-
મિત્રો, અત્યાર સુધી તમે ખજૂરના ફાયદા વાંચ્યા તો હશે, હવે તમારે ખજૂર સાથે જોડાયેલા ગેરફાયદાઓ પર પણ એક નજર નાખવી જોઈએ જે નીચે મુજબ આપેલ છે.
- વધુ ખજૂર ખાવાથી પેટ ખરાબ થઈ શકે છે, ડાયેરિયાની ફરિયાદ થઈ શકે છે.
- ખજૂર ખૂબ જ મીઠું હોય છે. તેથી તેને વધુ માત્રામાં ખાવાથી શુગરની બીમારી પણ થઈ શકે છે.
- નાના બાળકોને ખજૂર ન આપો કારણ કે નાના બાળકોના આંતરડા વિકસિત હોતા નથી અને તેને ખાવાથી આંતરડાને નુકસાન થાય છે.
આ લોકોએ ખજૂરનું સેવન ન કરવું જોઈએ
- જે લોકોને શુગરની બીમારી હોય તેમણે ખજૂરનું સેવન કરવું જોઈએ.
- જે લોકો મેદસ્વી છે તેમણે ખજૂર ન ખાવુ જોઈએ કારણ કે ખજૂરમાં વધુ કેલરી જોવા મળે છે.100 ગ્રામ ખજૂરમાં 227 કેલરી હોય છે.
- આ સિવાય ઉનાળાની ઋતુમાં વધુ ખજૂર ન ખાઓ. કારણ કે તેઓ ખૂબ જ ગરમ છે. ખજૂર ખાવાનો શ્રેષ્ઠ સમય શિયાળો છે.
આ પણ વાંચો.....
- દરરોજ સવારે હુંફાળા પાણી સાથે માત્ર અડધી ચમચી લેવાથી નખમાં પણ રોગ નહિ રહે
- માથાના વાળથી લઈને પગની પાની સુધીના 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર
- મોંઘી દવાઓ કરતા પણ ખુબ ફાયદાકારક છે આ તેલ નાની મોટી દરેક સમસ્યાનો છે આ રામબાણ ઈલાજ
- વૃદ્ધાવસ્થામાં મગજ ઝડપી દોડવું હોયતો અત્યારથી જ નિયમિત દરરોજ ખાવાનું ચાલુ કરીદો આ ગુણકારી વસ્તુ
- શરીરમાં વારંવાર થાક લાગતો હોય, નબળાઈ લગતી હોય તો આજથી રોજ ખાવાનું ચાલુ કરીદો આટલી શક્તિ વર્ધક વસ્તુઓ
- ફણગાવેલા કઠોળ એટલે આરોગ્ય નો અદ્ભુત ખજાનો..!! જાણો એના 10 ઉપયોગી ફાયદાઓ
- માત્ર ૧૫ કલાકમાં જ તમારા ફેફ્સામાં રહેલી વર્ષો જુની ગંદકીને દૂર કરી દેશે આ ઉપાય....
- કાળા મરી કેટલા પ્રમાણ માં કઈ રીતે ખાવા થી શું ફાયદા થાય છે. જાણો, કાળા મરી ની ઐતિહાસિક અને આયુર્વેદિક વિગત...
- માત્ર આટલુંજ કરશો તો કોઈ પણ દવા ની ગોળી વગર ઇમ્યુનિટી આપોઆપ વધી જશે.
- 10+ ઉપયોગમાં આવે એવી ઘરગથ્થુ હેલ્થ ટિપ્સ અને ઘરગથ્થુ સલાહ
1 ટિપ્પણીઓ
ગૂડ
જવાબ આપોકાઢી નાખો