60 વર્ષની ઉંમરે પણ હાડકાની સમસ્યા, સાંઘાના દુખાવા કે કેલ્શિયમની ઉણપ ના લાવવી હોય તો આજથી આ વસ્તુ ખાવાની શરુ કરી દો



આપણા શરીરને સૌથી મહત્વપૂર્ણ પોષક તત્વોને વધારે પ્રમાણમાં જરૂર પડતી હોય છે. આપણા શરીર માટે કેલ્શિયમનો ગુણવત્તાયુક્ત સ્ત્રોત હોવો ખૂબ જ જરૂરી છે. જ્યારે આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપ થાય છે ત્યારે આપણને વિવિધ બીમારીઓ થવા લાગે છે. કેલ્શિયમની ઉણપથી સાંધાનો દુખાવો, ઢીંચણનો દુખાવો, કમરનો દુખાવો અને મચકોડ થઈ શકે છે. આ બધી સમસ્યાઓ હવે 40-45 વયના લોકોમાં પણ હવે જોવા મળે છે. મતલબ કે આ બધી સમસ્યાઓ હવે નાની ઉંમરમાં પણ કેલ્શિયમની ઉણપ સાથે સંકળાયેલી જોવા મળતી હોય છે.

આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું જે લાંબા સમય સુધી એની અસર કરશે. આ બધું વસ્તુઓ આહારનો એક ભાગ છે. 55-60 વર્ષની ઉંમર પછી પણ તમે જોશો કે જો તેનું નિયમિત સેવન કરવામાં આવે તો તેના પૂરા ફાયદા થાય છે. જો તમે 60 પછી પણ તમારા હાડકાંને મજબૂત રાખવા માંગતા હોવ તો અમે તમને જણાવીશું કે તમારા આહારમાં શું સામેલ કરવું જોઈએ.

જ્યારે આ બધું નિયમિતપણે લેવામાં આવે છે, ત્યારે શરીર ખૂબ સારી રીતે વધે છે અને શરીરના તમામ હાડકાંને અંદરથી મજબૂત રાખે છે. તેથી, આહારમાં દરેક વસ્તુનો સમાવેશ કરવો જોઈએ. આનું સેવન કરતા પહેલા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ બધી વસ્તુઓ એક સાથે ખાવાની નથી. પણ, દરેક વસ્તુનું નિયમિત અંતરે સેવન કરવું જોઈએ.

આપણા શરીરમાં કેલ્શિયમની અછત હોય તો ડોક્ટર પણ આપણને કેલ્શિયમની ગોળીઓ લેવાનું માટે સજેશન આપે છે. પરંતુ જો તમે કેલ્શિયમની ગોળીઓ લેવાનું બંધ કરી દો અને આ બધી વસ્તુઓ તમે તમારા રોજિંદા કેલ્શિયમથી ભરપૂર ખોરાક ખાશો તો શરીરમાં કેલ્શિયમની ઉણપ દૂર થઈ જશે અને તમારા કેલ્શિયમ પણ નહીં ઘટે. અને લાંબા સમય સુધી શરીરમાંથી કેલ્શિયમનો  ઘટાડો પણ નહિ થાય. 

તો આજે આપણે એ જાણીશું કે એવી કઈ વસ્તુનો આપણે આપણા રોજિંદા આહારમાં સમાવેશ કરવો જોઈએ જેથી આપણા શરીરમાં કેલ્શિયમની અછત સર્જાય નહિ.  

Image Source :- www.indiamart.com

દૂઘ પીવો :- 
દૂધ એક પૌષ્ટિક ખોરાક છે. દૂધમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. જે આપણા નબળા હાડકાંને મજબૂત બનાવે છે. તેથી, તમારે રાત્રિભોજન પછી હંમેશા એક ગ્લાસ દૂધ પીવું જોઈએ. જેથી હાડકાંને પૂરતું કેલ્શિયમ મળે છે. નાના બાળકોને નાની ઉંમરથી જ તેમના હાડકાં મજબૂત રાખવા માટે ખાસ દૂધ આપવું જોઈએ. તેનાથી બાળકોના શારીરિક વિકાસમાં પણ ફાયદો થાય છે.

દહીં ખાઓ :- 
દહીંને પણ કેલ્શિયમનો સારો સ્ત્રોત માનવામાં છે. દહીંના સેવનથી આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપ દૂર થાય છે. 
દહીંનું સેવન હંમેશા ભોજન સાથે જ કરવું જોઈએ. તેથી તે શરીરના હાડકાંને અંદરથી મજબૂત કરવાનું કામ કરે છે. તેથી, તમારા રોજિંદા આહારમાં દહીંનો સમાવેશ કરવાથી તમને કેલ્શિયમની પીડામાં રાહત મળે છે.

કેળા ખાઓ :-
કેળામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ રહેલું હોય છે. તે આપણા સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક એક ખોરાક છે. તેથી દરરોજ કેળા ખાવાથી આપણા હાડકાં મજબૂત બને રહે છે. તદુપરાંત 70 વર્ષની ઉંમરે પણ હાડકાં 
નબળા નથી પાડવા દેતા. તેથી, દૈનિક ખોરાકમાં કેળાનો સમાવેશ અવશ્ય કરવો જોઈએ.  રોજ એક કેળું તો અવશ્ય કહેવું જોઈએ. આ ઉપરાંત કેળા સિવાય બીજા ઘણા ફળોનો પણ આહારમાં સમાવેશ કરી શકાય છે.

Image Source :- www.allhealthsite.com

લીલી શાકભાજીનો ઉપયોગ :-
રોજ આહારમાં ખવાતા લીલા શાકભાજીમાં પણ પુષ્કળ માત્રામાં કેલ્શિયમ હોય છે. તેથી, શરીરમાંથી કેલ્શિયમની ઉણપથી છુટકારો મેળવવા માટે આપણે રોજિંદા ખોરાકમાં લીલા શાકભાજીનો સમાવેશ અવશ્ય કરવો જોઈએ. રોજ લીલા શાકભાજી ખાવાથી આપણાં હાડકાં તો મજબુત થાય જ છે સાથે સાથે આપણી આંખોમાં પણ તેજ આવે છે. જેથી આંખો લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે. અને આખોમાં નંબર પણ નહિ આવે.

સંતરા અને મોસંબીનું સેવન :-
સંતરા અને મોસંબીમાં માં વિટામિન - સી મળી આવે છે. સંતરાનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે. શરીરમાં કેલ્શિયમની માત્ર ટકાવી રાખવા માટે સંતરા અને મોસબીને ચાવી ચાવી ને ખાવી જોઈએ. જેથી આપણા ખોરાક દ્વારા મળેલું કેલ્શિયમ આપણું શરીર ઓબઝર્વ કરી શકે. અને કેલ્શિયમની ઉણપ થતી અટકાવે.

કાળા તલનું સેવન :-
કાળા તલ કેલ્શિયમથી ભરપૂર હોય છે. તેથી, તે ભોજન પછી અથવા દિવસના કોઈપણ સમયે લઈ શકાય છે. તેને આપણી રોજિંદી દિનચર્યામાં સામેલ કરવાથી હાડકાંમાં થતી પીડામાં રાહત મળે છે અને સાથે સાથે જરૂરી કેલ્શિયમ પણ મળે છે. આ ઉપરાંત તેને જમ્યા પછી લેવાથી પાચનક્રિયા સુધરે છે અને પેટ સાફ થાય છે.

જો તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ છે ગોળ પણ ખાવો જોઈએ. ગોળ ખાવાના ફાયદા ઘણા બધા છે. તો તમારે તમારા દૈનિક આહારમાં ઉપરોક્ત જણાવેલ ખાદ્ય પદાર્થનો સમાવેશ કરવો જોઈએ. જો તમને હજી પણ તમારી 30 થી 40 વર્ષની ઉંમરે સાંધાના દુખાવા, પીઠનો દુખાવો, કોઈ પણ પ્રકારના ખેંચાણ કે ઢીચણના દુખાવાની ફરિયાદથી પીડાતા હોવ, તો આ કેલ્શિયમ સમૃદ્ધ ખોરાકને તમારા દૈનિક આહારમાં ઉમેરો. આનાથી 70 વર્ષની ઉંમર પછી પણ હાડકા મજબૂત રહે છે, જે સાંધાના દુખાવામાં રાહત આપે છે.

નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.


આ પણ વાંચો.....



ટિપ્પણી પોસ્ટ કરો

3 ટિપ્પણીઓ