Head Ads

ઢાબા સ્ટાઇલ પંજાબી સ્પેશિયલ દાળ તડકા રેસિપીથી વધારો થાળીનો સ્વાદ | Dal Tadka Recipe Rit In Gujarati

Dal Tadka Recipe

 

જો તમે ઢાબા પર, રેસ્ટોરન્ટમાં જમવા માટે જતા હોવ ત્યારે દળ તડકા અને જીરા રાઈસ જરૂરથી મંગાવતા હશો. ઘર પર લંચ અથવા ડિનરમાં જ્યારે કંઈપણ ખાવાની વાત આવે તો પણ સૌથી પહેલા દાળ તડકાનો વિચાર મનમાં આવી જાય છે. દરેક ઘરમાં બધા પોતપોતાની સ્ટાઈલથી દાળમાં તડકો લગાવે છે, પરંતુ પંજાબી તડકાની વાત જ અલગ હોય છે. 

મિત્રો, તમે પણ જો પંજાબી સ્ટાઈલ દાળ તડકાનો સ્વાદ માણવા ઇચ્છો છો, આ રેસિપી તમારા માટે છે જ નોંધી લો. શારીરિક પાચન તંત્રને મજબૂત બનાવવાથી લઇને ડાયાબિટીસને પણ ઘટાડવા માટે તુવેર દાળ ખાવાની સલાહ આપવામાં આવે છે. આજે અમે તુવેરની દાળમાં પંજાબી ટ્રિસ્ટ લાવી રહ્યા છીએ. આવો જાણીએ આ હેલ્ધી દાળને સૌથી સ્વાદિષ્ટ કેવી રીતે બનાવી શકાય. 

પંજાબી દાળ તડકા બનાવવા માટેની સામગ્રી
૧-૧/૨ કપ તુવેર દાળ, ૧/ર કપ ચણાની દાળ, ૧ મોટી બારીક સમારેલી ડુંગળી, ૨ મીડિયમ બારીક સમારેલા ટામેટાં, ૧ ચમચી ધાણા પાવડર, ૧/ર ચમચી હળદર, ૨ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, ૨-૩ બારીક સમારેલા લીલા મરચા, ૧ ચમચી ગરમ મસાલો, ર આખા લાલ મરચા,
૧ ચમચી કોથમીર (બારીક સમારેલી), ૧ ટીસ્પૂન સરસવ, ૧ ટીસ્પૂન જીરું, એક ચપટી હીંગ, ૧ ચમચી આમચૂર પાવડર, સ્વાદ અનુસાર મીઠું, જરૂરીયાત મુજબ ઘી, જરૂરીયાત મુજબ પાણી 

પંજાબી દાળ તડકા બનાવવાની રીત | Punjabi Dal Tadka Recipe
દાળને એકવાર પાણીથી ધોઈ લો. ફૂકરમાં દાળ, હળદર, મીઠું અને પાણી નાખી, ઢાંકણું બંધ કરી ગેસ પર રાખો. પહેલી સીટી વાગે ત્યાં સુધી આંચ તેજ રાખો. ત્યારબાદ મીડિયમ ગેસ પર ૪-૫ સીટી વગાડવી. ૫ સીટી વગાડ્યા પછી, ગેસ બંધ કરો અને કૂકરનું પ્રેશર પૂરું થવા દો. 

જ્યાં સુધી કૂકરનું પ્રેશર પૂરું થઈ રહ્યું છે, ત્યાં સુધી તડકાની તૈયારી કરી લો. આ માટે પેનમાં ઘી નાખો અને ધીમા તાપે ગરમ કરવા રાખો. ૧ ટીસ્પૂન ઘી નાખવું. ઘી ગરમ થાય એટલે તેમાં હિંગ, રાઈ, જીરું અને લીલા મરચાં નાખીને જુ બરાબર ફાય કરો. આ પછી ડુંગળી ઉમેરીને ૧ લાઈટ બ્રાઉન થાય ત્યાં 7 સુધી સાંતળો. 

ડુંગળી તળ્યા પછી તેમાં ટામેટા, લાલ મરચું, ધાણા પાવડર, હળદર, જ આામચૂર પાવડર, ગરમ મસાલો ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. મસાલાને શેકવા માટે, ૧/૨ નાનો કપ પાણી ઉમેરો અને ૪-૫ મિનિટ માટે ફ્રાય કરો. પ મિનિટ પછી દાળનો તડકો તૈયાર થઈ જશે. 

તૈયાર તડકાને દાળ પર નાખી બરોબર મિક્સ કરી દો. જો દાળ જાડી હોય તો તેમાં થોડું પાણી ઉમેરીને મિક્સ કરી લો અને કૂકરને આંચ પર મૂકીને તેને ઉકાળી લો. ઉકળ્યા પછી દાળમાં કોથમીર નાખીને મિક્સ કરો. 

ગેસ બંધ કરો અને દાળ પર તડકો લગાવો. આ માટે એક તડકા પેન અથવા નોર્મલ પેનમાં ઘી નાખીને ગરમ કરો. ઘી ગરમ થાય એટલે ગેસ બંધ કરી દો અને તેમાં લાલ મરચાં અને કાશ્મીરી લાલ મરચાં નાખીને મિક્સ કરો. આ તડકાને દાળ પર નાખો. તૈયાર છે પંજાબી સ્ટાઈલ દાલ ફાય. લીલા ધાણા અને આદુના ટુકડાથી ગાર્નિસ કરી સર્વ કરો. 

બીજી અન્ય રેસિપી જે તમને જરૂર ગમશે


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ