Head Ads

આ 7 સરળ કુકીંગ ટિપ્સ જે તમારી રસોઈને બનાવશે એકદમ લિજ્જતદાર - Useful cooking tips in gujarati, kitchen tips in gujarati

 

Useful cooking tips in gujarati

સ્વાદિષ્ટ ભોજન બનાવવું એ પોતાનામાં એક કળા છે. ઘણા લોકોના હાથમાં એટલો બધો સ્વાદ હોય છે કે તેઓ જે પણ બનાવે છે તે ખાવામાં અદભૂત લાગે છે. જો એક જ ઘરમાં અલગ-અલગ લોકો અલગ-અલગ ભોજન રાંધતા હોય, તો તેમના દ્રારા તૈયાર કરાયેલા ભોજનના સ્વાદમાં ઘણી વખત તફાવત જોવા મળે છે.

ઘરે બનાવેલો સામાન્ય ખોરાક પણ એટલો સ્વાદિષ્ટ બને છે કે તેની સામે બેસ્ટ વાનગીઓ પણ ઝાંખી પડવા લાગે છે. વાસ્તવમાં રસોઈમાં થોડો ફેરફાર કરીને પણ આ બધું મેળવી શકાય છે. રસોઈમાં થોડો ફેરફાર કરવાથી આ જ વસ્તુનો સ્વાદ સંપૂર્ણપણે બદલાઈ શકે છે.

આજે અમે તમને એવી જ કેટલીક કુકિંગ ટિપ્સ વિષે જણાવીશું કે, જેનો ઉપયોગ કરીને તમે ઘરે બનતા સામાન્ય ભોજનનો સ્વાદ અનેક ગણો વધારી શકો છો. ઘરના બધા સભ્યો તમારા દ્વારા બનાવેલા ભોજન પર આંગળીઓ ચાટવા લાગશે અને વખાણ કરતાં નર્હીં થાકે. 

તો, આજે આપણે આજના આર્ટિકલમાં નાની-નાની રસોઈને લગતી ટિપ્સ, kitchen tips in gujarati, rasoi tips in gujarati, gujarati recipe tips, gujarati rasoi tips, ઉપયોગી કિચન ટિપ્સ, ઉપયોગી રસોઈ ટિપ્સ લઈને આવ્યા છીએ. જેનાથી ચોક્કસપણે તમને ફાયદો થશે.   

7 ઉપયોગી એવી કિચન ટિપ્સ | 7 Useful Kitchen Tips in Gujarati 

આમતો, દરેકના ઘરમાં અઠવાડિયામાં એક થી બે વાર પરોઠા બનાવવામાં આવતા હોય છે. જો તમારે પણ પરાઠાને સ્વાદિષ્ટ બનાવવા હોય તો એક બાફેલા બટેટાને છીણીને મિક્સ કરો. આ સાથે ઘી કે તેલને બદલે જો તમે પરાઠાને માખણમાં શેકી લો. તેનો સ્વાદ ઘણો વધી જશે.

જયારે તમે ઘરે હોવ અને પકોડા બનાવતા હોવ ત્યારે પકોડાને ને વધુ ક્રિસ્પી અને ટેસ્ટી બનાવામાટે તેના બેટરમાં થોડું ગરમ તેલ અને ૧ ચમચી આરાનો  લોટ ઉમેરો. તેનાથી પકોડાનો સ્વાદ વધુ સારો બનશે. અને પકોડા પીરસતી વખતે ઉપર થોડો ચાટ મસાલો છાંટવો જેનાથી પકોડા વધુ સ્વાદિષ્ટ બનશે.

સબ્જીની ગ્રેવીને જાડી બનાવવા માટે લોકો ઘણા અખતરા કરતા હોય છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે જાડી ગ્રેવી તેઓ ઈચ્છે તે રીતે બની શકતી નથી. તેનાથી બચવા માટે ગ્રેવીમાં થોડું સત્તુ ઉમેરો. એનાથી માત્ર ગ્રેવી ઘટ્ટ થઈ જશે અને તેનો સ્વાદમાં પણ વધારો થશે. 

બાળકોને ભાવતા નૂડલ્સ જો તમે ઘરે બનાવતા હોવ અને નૂડલ્સ બનાવતી વખતે ચોંટી જવાની સમસ્યા રહેતી હોય તો નૂડલ્સને બાફતી વખતે પાણીમાં થોડું તેલ અને મીઠું નાખીને લગાવો. ત્યારબાદ નૂડલ્સને પાણીમાંથી કાઢ્યા બાદ નૂડલ્સને ઠંડા પાણીથી ધોઈ લો. નૂડલ્સ ચોંટશે નર્હી. 

નાના બાળકોને ભાવતી ક્રિસ્પી પુરી બનાવવા માટે જયારે તમે કણક બનાવોછો ત્યારે તેમાં એક ચમચી ચોખાનો લોટ અથવા સોજી ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. તેનાથી પુરીઓ ક્રિસ્પી બનશે. અને બાળકોને ખુબજ ભાવશે. 

ઘણાખરા ઘરોમાં લગભગ દરરોજ ભાત બનાવવામાં આવે છે. પણ અમુક લોકોની સમસ્યા એ છે કે ભાત સરસ બનતા નર્થી. તો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે જયારે તમે ભાત રાંધો ત્યારે એ વખતે પાણીમાં લીંબુનો નો રસ ભેળવો. તેનાથી ચોખા વધુ સરસ, સફેદ અને સ્વાદિષ્ટ બનશે.

જો તમે ભીંડાની ખરીદી મોટી માત્રામાં કરો છો, ત્યારે તમે ભીંડાને લાંબા સમય સુધી સ્ટોર કરવામાં માટેની સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ તો ચિંતા કરશો નહીં. બજારથી લાવેલા ભીંડા ઉપર થોડું સરસવનું તેલ લગાવીને મુકીદો. આમ કરવાથી ભીંડા લાંબા સમય સુધી તાજા રહેશે. 

 

Recipe Whatsapp Group

બીજી અન્ય રેસિપી જે તમને જરૂર ગમશે 

ટિપ્પણી પોસ્ટ કરો

4 ટિપ્પણીઓ