ફક્ત 5 જ મિનિટમાં તૈયાર થતી દહીંની ચટણી બનાવવાની સરળ રીત | Dahi chutney banavani rit recipe in gujarati

Curd chutney recipe in gujarati
 

ભારતીય રસોડામાં ભોજનને સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનાવવા માટે ઘણી બધી રીતો છે, અને એમાં પણ કોઈ પણ પ્રકારના ભોજનનો સ્વાદ વધારવા માટે તો ચટણીનું અગ્રણી છે. ભારતીય ભોજન વ્યવસ્થામાં ચટણી એક એવી વાનગી છે, જેને મોટેભાગે દરેક વાનગી સાથે આરોગી શકાય છે. અને નાનાથી લઈને મોટાઓને ચટણીઓ ખુબજ ભાવતી હોય છે.

ચટણી, એ સ્વાદ વગરના કોઈ પણ ભોજનને મસાલેદાર સ્વાદવાળું ભોજન પણ બનાવી શકે છે. અને એમાં મજાની વાતતો એ છે કે જેટલી ચટણી ખાવામાં સ્વાદિષ્ટ અને મસાલાઈડર લગતી હોય છે, તેટલીજ ચટણીને બનાવવી પણ સરળ હોય છે. પણ, બસ જરૂરત હોય છે એમાં વપરાતા મસાલાનું સચોટ માપ - Dahi chutney banavani rit 

આમતો, ચટણીઓ ઘણા બઘી જાતની અને અલગ અલગ પ્રકારની હોય છે. જેવીકે, લસણની ચટણી, કેરીની ચટણી, ટામેટાની ચટણી વગેરે વગેરે. પરંતુ, આજે અમે તમને દહીંની ચટણી બનાવવાની એક અલગજ અને સરળ રીત વિશે જણાવીશું. જેને તમે સમોસા, ભજીયા, ચિલ્લા, ઈડલી, ઢોસા, સેન્ડવીચ અને બીજી ઘણીબધી વાનગી સાથે પીરસી શકો છો - Dahi chutney banavani recipe

દહીંની ચટણી બનાવવાની રેસિપી

દહીંની ચટણી બનાવવા માટેની સામગ્રી :- 

  • 1 કપ મોળું દહીં
  • અડધો કપ સમારેલી કોથમીર
  • ૪ થી ૫ નંગ ફોલેલું લસણની કળીઓ
  • 3 નંગ લીલા મરચા ( સહેજ તીખા )
  • 1/2 નાની ચમચી જીરું પાવડર
  • સ્વાદ મુજબનું મીઠું

દહીંની ચટણી બનાવવાની રીત :-  Dahi Chutney Recipe In Gujarati

દહીંની ચટણી બનાવવા માટે સૌ પ્રથમ તાજી અને સ્વચ્છ કોથમીરને લઈને એને સારી રીતે ધોઈ લેવી. જેથી કરીને બજારમાંથી લાવેલી કોથમીરમાં જો માટી ચોટેલી હોય તો એમાંથી નીકળી જાય. ત્યારબાદ એ કોથમીરને એક મિક્ચર બાઉલમાં ઉમેરો અને એમાં લીલા મરચા, લસણની કળીઓ, અને બાકી વધેલ અન્ય સામગ્રીને પણ મિક્સર ગ્રાઇન્ડરમાં ઉમેરો.

હવે આ બધી સામગ્રીને સારી રીતે એક રસ થઇ જાય એ રીતે બરોબરપીસી લો. તમારી ઈચ્છા મુજબ તમે તેમાં થોડું પાણી પણ ઉમેરી શકો છો. બધી સામગ્રી સારીરીતે પીસાઈ ગયા બાદ એ પીસાઈ ગયેલ સામગ્રીને એક સ્વચ્છ મોટા બાઉલમાં કાઢી લો. અને એને ૫ મિનિટ બહાર એમજ રહેવાદો. 

ત્યાર બાદ આ સારી રીતે પીસાઈ ગયેલા મિશ્રણમાં દહીં ઉમેરો. અને તેને સારી રીતે હલાવીને બધું એક રસ થઇ જાય એમ મિક્સ કરી લો. હવે તેમાં તમારા સ્વાદ અનુસાર મીઠું નાખીને ફરીએક વાર મીઠું મિક્સ થઇ જાય એ રીતે હલાવી લો. હવે આપણી દહીંની ચટણી તૈયાર છે અને એને થોડીવાર માટે ફ્રિજમાં મૂકી દો. આ ચટણીને તમે ફ્રિજમાં ૧ અઠવાડિયા સુધી સાચવી શકો છો  - Chutney recipe in gujarati

જયારે પણ તમે ઘરે પરોઠા, સમોસા, ભજીયા, એ બીજી અન્ય સ્વાદિષ્ટ વાનગી બનાવી હોય ત્યારે તમે એ વાનગીને આ ચટણી સાથે સર્વ કરી શકો છો. નાના બાકળો થી લઈને મોટાઓને આ ચટણી ખુબજ ભાવશે. અને બદલામાં તમને એમના વખાણ જરૂર સાંભળવા ગમશે.

Gujarati Recipe Whatsapp Group 
  
બીજી અન્ય રેસિપી જે તમને જરૂર ગમશે 


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ