મિત્રો, આજની દોડ ધામ વાળી જીંદગીમાં મનુષ્યની કાર્ય રચના ને આધારે એની ખરાબ અસર એના શરીર પર પડતી હોય છે. જેમ કે થાકી જવું, વધારે પડતા શ્રમ ને કારણે માથુ દુખવું, પ્રદુષિત વાતાવરણ માં કામ કરતા શ્વાસ લેવામાં તકલીફ પાડવી, વગેરે વગેરે... આમ નાની મોટી તકલીફ ને કારણે આપણને 50% ખબર પડી જાય છે કે આપણા શરીરના કયા અંગ માં સમસ્યા છે.
આવીજ, રીતે શ્વાસ લેવામાં પડતી તકલીફ નો સીધો સંબંધ ફેફસા સાથે જોડાયેલો હોય છે. એના ઉપર થી આપણ ને અંદાજો આવી જતો હોય છે કે હાલ, આપણા ફેફસાની શું પરિસ્થિતિ છે. ફેફસાનો સીધો સંબંધ આપણા શ્વાસ સાથે જોડાયેલો છે. શ્વાસ લેવા ની સાથે સાથે ફેફસા આપણા શરીરની અંદર રહેલી રક્તવાહિનીઓ માં લોહી પહોંચાડવાનું પણ કામ કરે છે.
જો તમને ખાંસી શરદી હોય અને જો થોડા ભીડવાળા વાતાવરણમાં કે પોલ્યુશન વાળા કે ધૂળ વાળા વાતાવરણ માં જતા નાક માં પાણી આવવું, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, તમારો શ્વાસ ચડતો હોય, અને પગથિયાં ચડતા ચડતા તમારો શ્વાસ ફૂલી જતો હોય કે ચાલતા ચાલતા તમે થાકી જતા હોવ તો હોઈ શકે છે કે તમારા ફેફસામાં કંઈક તકલીફ હોઈ શકે છે.
હાલ ના સમયમાં દુષિત ખાવાનું અને દુષિત વાતાવરણ ની સમસ્યા એટલી બધી વધી ગઈ છે કે જેને લીધે આપણે આપણા શરીરનું ખાસ ધ્યાન રાખવાનું જોઈએ અને એમાં આપણા ફેફસાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ એ આપણી જવાબદારી બને છે.
તો આજે અમે તમને જણાવીશું કે એક એવો આયુર્વેદિક ઉપાય કે જેના દ્વારા તમે તમારા ફેફસામાં જમા થયેલી વર્ષો જૂની ગંદકી ને ધીમે ધીમે દુર કરી દેશે અને તમારા ફેફસા ને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ થશે. આ ઉપાય કાર્ય બાદ માત્ર ૧૫ કલાકમાં જ તમને એનું સકારાત્મક પરીણામ જોવા મળશે. આ ઉપાય તમારા ફેફસામાં રહેલી ગંદકીને દૂર કરવામાં મદદરૂપ તો થશેજ. તદુપરાંત, તમારા ફેફસાને Detoxify કરશે અને શ્વાસ લેવામાં પડતી તકલીફને દૂર કરવામાં મદદરૂપ થશે અને તમારા ફેફસા સારી રીતે કામ કરશે.
શું છે ઉપાય ?
મિત્રો, આ આયુર્વેદિક ઉપાયમાં વપરાતી સામગ્રી તમને ક્યાંય બહાર થી લાવવાની જરૂર નથી તમને એ સામગ્રી દરરોજ તમારા રસોડામાં વપરાતી સામગ્રીમાંથી જ મળી જશે અને એ પણ એકદમ ફ્રીમાં એક પણ રૂપિયો ખર્ચ્યા વગર.
જરૂરી સામગ્રી :-
- 1 લીટર પાણી
- 50 ગ્રામ સૂંઠ પાવડર
- 1 મોટી ચમચી હળદર
- 1 મીડીયમ સાઈઝ ની ડુંગળી
- 2 મોટી ચમચી મધ
રીત :-
સૌ પ્રથમ એક સ્ટીલ ની તપેલી માં એક લીટર પાણી લેવાનું છે અને એમાં 50 ગ્રામ જેટલી થોડી સૂંઠ લઇ ને પાણી માં મિક્સ કરો. સૂંઠ નો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કે સૂંઠ માં રહેલી એન્ટિઓક્સિડેન્ટ (Antioxidants) પ્રોપર્ટિઝ ફેફસામાં રહેલી ગંદકી ને દૂર કરવામાં મદદરૂપ થાય છે. (નોંધ:- સૂંઠ નો ઉપયોગ તમારા શરીર ની તાસીર ને આધારે વધતો ઓછો કરી શકો છો.)
ત્યાર બાદ, એક ચમચી હળદર લઇ ને એ મિશ્રણ માં ઉમેરો અને હળદર પાણી માં ઓગળી જાય ત્યાં સુધી હલાવો. હળદરનો ઉપયોગ એટલા માટે કરવાનો છે કે સિગરેટના ધુમાડા કે બહારના વાતાવરણના ધુમાડા ને કારણે ફેફસામાં ભેગી થતી ગંદકી ને દૂર કરવામાં તેમજ ફેફસા સુધી શુદ્ધ લોહી પોચડવામાં હળદર મદદરૂપ સાબિત થાય છે. હળદરની બીજી વિશેષતા એ પણ છે કે ફેફસાંમાં અને ગળામાં વારેવારે જમા થતો કફ ને દૂર કરવામાં મદદરૂપ થાય છે.
ત્યારબાદ એક મિડીયમ સાઈઝ ની ડુંગળી લઇ ને તેના ઝીણા ઝીણા ટુકડા કરી ને સૂંઠ અને હળદર વાળા પાણી માં ઉમેરો. ડુંગળી નો ઉપયોગ એટલા માટે કરમાવામાં આવે છે કે ડુંગળી માંથી મળતું એલિસિન (Allicin) ફેફસામાં થતી કોઈપણ જાતની બળતરા કે ફેફસાના સોજા ને ઓછો કરવામાં મદદરૂપ થાય છે. આ બધી સામગ્રી સ્ટીલ ની તપેલી માં ભેગી થયા બાદ એને ગેસ પર મૂકી ને ગેસ ની ધીમી આંચ પર એ મિશ્રણ ને હલાવતા હલાવતા ગરમ કરો.
આ મિશ્રણ સારી રીતે ઉકાળો અને મિશ્રણ ને ત્યાં સુધી ઉકાળો કે જ્યાં સુધી કે એમાં રહેલું પાણી અડધું થઇ જાય. બધું સારી રીતે મિક્ષ થઇ ને પાણી અડધું થઇ ગયા બાદ તપેલી ને ગેસ પર થી નીચે ઉતારી ને પાણી ને એક ચોખ્ખી ગરણીથી ગાળી લો. ત્યાર બાદ એ મિશ્રણમાં 2 ચમચી મધ ઉમેરો. મધ નો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કે ફેફસાંમાં અને ગળામાં થતી તકલીફ અને જમા થતો કફ દૂર કરવામાં ઉપયોગી છે.
આ રીતે તમારું તમારું આયુર્વેદિક ડ્રીંક્સ તૈયાર થઇ જશે.
કઈ રીતે આ ડ્રીંક્સ ઉપયોગ કરવો
જયારે પણ, આ આયુર્વેદિક ડ્રીંક્સ નો ઉપયોગ કરવાનો હોય ત્યારે એ દિવસ દરમિયાન સમયાંતરે પાણી પીવાનું રાખો કેમ કે જેટલું પાણી શરીર માં જશે એટલું આપણને ફેફસાને Detoxify કરવામાં મદદરૂપ થશે.
જયારે પણ આ ડ્રીંક્સ નો ઉપયોગ કરવાનો હોય એને સહેજ હુંફાળું કરવું અને 500 ml બનેલા ડ્રીંક્સનો અડધો ઉપયોગ (250 ml) કરવો અને બાકી વધેલા (250 ml) ડ્રીંક્સ નો ઉપયોગ બીજી વાર કરવો. પણ, જયારે પણ બીજી વાર એનો ઉપયોગ કરવો હોય ત્યારે બંને વચ્ચે 15 કલાક નો ગેપ રાખવો. ધારોકે, આજે રાત્રે તમે 9 વાગે પહેલી વાર આનો ઉપયોગ કર્યો છે તો બીજા દિવસે બપોરે 12 વાગે બીજી વાર એનો ઉપયોગ કરવો.
15 કલાક બાદ ધીમે ધીમે તમારા શરીર આ ડ્રીંક્સ ની અસર થવાની શરૂઆત થશે અને ધીમે ધીમે આ ડ્રિંક્સ ના સેવન થી તમારા ફેફસાં માં રહેલી બધીજ ગંદકી દૂર થઇ જશે અને એમ થતા તમારા ફેફસાં ધૂળ અને દુષિત વાતાવરણ થી પણ બચશે. આ ઉપાય દર દસ દિવસે કે એક વાર કરવો. ત્રણ ચાર મહિનામાં તમારા ફેફસાં પહેલાની જેમ સારી રીતે કામ કરતા થઇ જશે. અને તમને શ્વાસ લેવામાં પડતી તકલીફ અને શ્વાસ ફૂલી જવાની તકલીફ માં ફાયદો થશે.
નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.
આ પણ વાંચો....
- માથાના વાળથી લઈને પગની પાની સુધીના 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર
- મોંઘી દવાઓ કરતા પણ ખુબ ફાયદાકારક છે આ તેલ નાની મોટી દરેક સમસ્યાનો છે આ રામબાણ ઈલાજ
- વૃદ્ધાવસ્થામાં મગજ ઝડપી દોડવું હોયતો અત્યારથી જ નિયમિત દરરોજ ખાવાનું ચાલુ કરીદો આ ગુણકારી વસ્તુ
- શરીરમાં વારંવાર થાક લાગતો હોય, નબળાઈ લગતી હોય તો આજથી રોજ ખાવાનું ચાલુ કરીદો આટલી શક્તિ વર્ધક વસ્તુઓ
- ફણગાવેલા કઠોળ એટલે આરોગ્ય નો અદ્ભુત ખજાનો..!! જાણો એના 10 ઉપયોગી ફાયદાઓ
- માત્ર ૧૫ કલાકમાં જ તમારા ફેફ્સામાં રહેલી વર્ષો જુની ગંદકીને દૂર કરી દેશે આ ઉપાય....
- કાળા મરી કેટલા પ્રમાણ માં કઈ રીતે ખાવા થી શું ફાયદા થાય છે. જાણો, કાળા મરી ની ઐતિહાસિક અને આયુર્વેદિક વિગત...
- માત્ર આટલુંજ કરશો તો કોઈ પણ દવા ની ગોળી વગર ઇમ્યુનિટી આપોઆપ વધી જશે.
- 10+ ઉપયોગમાં આવે એવી ઘરગથ્થુ હેલ્થ ટિપ્સ અને ઘરગથ્થુ સલાહ
આવાજ સરસ લેખો અને આવનારા લેખો ની અપડેટ મેળવવા માટે અમારા ફેસબુક પેજ "આયુર્વેદિક ખજાનો - Ayurvedic Khajano" લાઈક કરો. ને લાઈક કરી ને સાથે સાથે Following માં જઈ ને See First કરશો તો તમને અમારા લેખો ની અપડેટ સૌથી પહેલા તમને જોવા મળશે.
3 ટિપ્પણીઓ
Su aa upay successful chhe ?
જવાબ આપોકાઢી નાખોGood
જવાબ આપોકાઢી નાખોKhub sarad
જવાબ આપોકાઢી નાખો