મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમને કાળા મરી વિશે ની એક મહત્વ પૂર્ણ જાણકારી આપવાના છીએ. જેમાં તમે મરી વિશે ની ઐતિહાષીક વાતો તેમજ તેની રસોઈ અને આયુર્વેદિક ઉપયોગીતા માટેની વિશેષ જાણકારી આપવાના છીએ. તો ચાલો, સૌ સાથે મળીને જાણીયે મરી વિશે ની ઐતિહાસિક અને ઉપયોગીક આયુર્વેદિક માહિતી અને સાથે સાથે કાળા મરીના ફાયદા, કાળા મરી ખાવાના ફાયદા, kala mari na fayda, benefits of black pepper વિશે પણ જાણીશું
કાળા મરીની ઐતિહાસિક માહિતી :-
કાળા મરીનો ઉદ્દભવ મૂળ ભારતમાં થયો છે. પ્રાચીન યુગના સમયથી ભારતમાં તેજાનો તરીકે મરીનો ઉપયોગ થાય છે. તેના સ્વાદ માટે અને ઔષધ એમ બંને હેતુથી મરીનો ઉપયોગ થતો આવ્યો છે. વર્ષોથી ભારતની રસોઈકળામાં મરી નો ઉપયોગ થતો આવ્યો છે. પ્રાચીન સમયમાં મરી એટલા કિંમતી હતા કે ને "કાળા સોના" તરીકે પણ ઓળખવા આવતા હતા. મરી એટલી હદે કિંમતી હતા કે વારંવાર તેનો ઉપયોગ ગૌણ અથવા ચલણ સુદ્ધા તરીકે થતો હતો.
ઐતિહાસિક સમયમાં કાલા મરી નું વાવેતર થાઈલેન્ડ અને દક્ષિણ મલેશિયામાં થતું હતું. એ સમય ભારતનું કેરળ રાજ્ય અને એમાં પણ માલાબાર તટ સૌથી અગત્ય નો સ્ત્રોત હતો. મરી ખાસ કરીને દક્ષિણ ભારતમાં કર્ણાટક અને કેરાલાના જંગલોમાં થાય છે. ત્યાંની વાડીઓમાં મરીના વેલાઓને સોપારીના વૃક્ષો ઉપર ચડાવીને ઉછેરવામાં આવે છે.
મધ્યયુગ યુગ પૂરો થતા સુધી માં કાળા મરી માલાબાર તટથી યુરોપ, મધ્યપૂર્વ અને ઉત્તર આફ્રિકામાં મળવા લાગ્યા હતા. ભારત તેમજ કેટલાક પૂર્વીય પ્રદેશોમાં કાળા મારી અને બીજા અન્ય તેજાનાઓ એ ઇતિહાસ ની દિશા બદલી નાખી. અને આ કિંમતી એવા કાળા સોના તરીકે જાણીતા એવા તેજાના ની શોધમાં વિદેશીઓએ ભારત તરફનો દરિયાઈ માર્ગ શોધવા માટે પ્રયાસો શરૂ કર્યા.
મરી ના વેપાર અર્થે પોર્ટુગિઝો ભારત તરફના દરિયાઈ માર્ગ પર આગળ વધવા લાગ્યા અને 1498માં વાસ્કો દી ગામા દરિયાઈ ખેડાણ કરીને ભારત ના કેરળના કાલીકટ તટે પહોંચનારો પ્રથમ વ્યક્તિ બન્યો. તેજાના અને મરી મસાલાના ના વેપાર પર પોર્ટુગિઝો લાંબા સમય સુધી પોતાની પકડ જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યા હતા અને 17મી સદીમાં પોર્ટુગિઝો હિંદ મહાસાગરના રસ્તે થતો મોટાભાગનો કિંમતી વેપાર ગુમાવી ચુક્યાં હતા.
1580 થી 1640 ના સમય ગાળા દરમિયાન સ્પેને પોર્ટુગલ પર સાશન જમાવતા ડચ અને અંગ્રેજોએ આ વિસ્તારના મોટાભાગના પોર્ટુગિઝ સ્થાનો પર બળપૂર્વક કબ્જો મેળવી લીધો. 1660 થી 1663 ના સમય ગાળા દરમિયાન મલબારના મરી બંદરો વધારે અને વધારે વેપાર કરવા લાગ્યા. યુરોપમાં મરીનો પુરવઠો વધતા એનો ભાવ માં પણ ધટાડો થયો.મધ્યયુગના શરૂઆતના સમયમાં ધનિકોની વિશિષ્ટ વસ્તુ હતી તે મરી સામાન્ય વર્ગનો રોજીંદો તેજાનો બની ગયો હતો.
આ સિવાય પ્રાચીન માં ભારત થી નાઇલ મારફતે ઈજિપ્તમાં મરી ના અન્ય ઉપયોગો થવા લાગ્યા, ઈજિપ્તમાં એનો ઉપયોગ મૃતદેહને મમી બનાવીને સાચવી રાખવાના હેતુથી કરવા લાગ્યા. કાળા મરીના દાણા નસકોરામાં ભરતા હતા. સામાન્યતરીતે એવું માનવામાં આવતું હતું કે, મધ્યયુગમાં થોડા સડી ગયેલા માંસના સ્વાદને છુપાવવા માટે પણ મરીનો ઉપયોગ થતો હતો. પરંતુ, હજુ સુધી આ દાવા ના સમર્થન માં હજુ સુધી કોઈ વાસ્તવિક પુરાવા મળ્યા નથી. હાલ ના સમય માં વિશ્વના તેજાનોના કુલ વેપારમાં મરીનો હિસ્સો એક પંચમાંશ જેટલો છે. માહિતી સ્ત્રોત :- વિકિપીડિયા
કેટલા દાણા ખાવા જોઈએ ?
વહેલી સવારે ઉઠી રોજ ૪ થી ૫ કાળા મરીના દાણા ખાવા જોઇયે. Amazing Benefits Of Black Pepper For Skin, Hair, Health, Teeth and High Blood Pressure
આયુર્વેદિક તરીકે કાળા મરીના ફાયદા :- Kala mari na fayada
કાળી મરીમાં પિપરીન, આયરન, પોટેશિયમ, મેગ્નેશિયમ, મેગજીન, જિંક, ક્રોમિયમ, વિટામિન-C, વિટામિન-A, વિટામિન-D, એવા એન્ટી ઑક્સીડેંટ અને બીજા અગત્યના ઘણા પોષક તત્વ હાજર હોય છે. જેનાથી અનેક પ્રકારના રોગોના નિદાન માં મદદરૂપ થાય છે - કાળા મરીના ફાયદા
સ્કિન પ્રોબ્લેમ માં રાહત : Black Pepper Benefits For Skin
કાળી મરી ને બારીક પિસી ને ઘી મા મિકસ કરી ને લેપ બનાવી તે લેપ લગાડવા થી સ્કિન ની સમસ્યા દૂર થઇ જાય છે. કાળા મરી નું સેવન કરવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ જેવી કે ચામડી પાર પડતા કાળા દાગ કે નિશાન કે મોં પર થતા ખીલ વગેરે દૂર કરવામાં મદદરૂપ થાય છે. કાલા મરી થી બનેલ તેલ ની માલિશ નિયમિત રીતે માથામાં કરવા આવે તો ખરતા વાળની સમસ્યા થી છુટકારો મળે છે. વાળ ને પોષણ મળતા વાળ માં કુદરતી ચમક આવે છે. અને વાળ નો ગ્રોથ અને વાળ વધુ ચમકીલા બને છે - કાળા મરી ખાવાના ફાયદા ( kala mari khava na fayada )
દાંતોની સમસ્યામાં ઉપયુક્ત : Black Pepper Benefits For Teeth
દાંતમાં દુ:ખાવો થાય ત્યારે કાળામરીના 4 - 5 દાણાને ખુબ ચાવવા જોઈએ, આનાથી દાંતના દુ:ખાવામાં રાહત થાય છે. એ ઉપરાંત દાંતોની તમામ પ્રકારની સમસ્યાઓ જેવી કે દાંત ખરાબ થવા વગેરે કાળામરીથી સારું થઇ જાય છે. દાંતોમાં પાએરિયાની સમસ્યા હોય તો મરીના પાઉડરને મીઠા સાથે મિક્ષ કરીને દાંતો ઉપર લગાવો. એના થાકી પાએરિયામાં થાકી તકલીફો માં રાહત મળશ - Benefits Of Black Pepper
શરદી અને ખાંસીમાં ઉપયોગી :
આયુર્વેદ માં વારંવાર ખાંસી થવા પર અડધી ચમચી કાળા મરીનું ચૂર્ણ અને અડધી ચમચી મધ મિક્ષ કરીને એને દિવસમાં 3 થી 4 વાર ચાટવાથી ખાંસી દૂર થાવનો ઉલ્લેખ કરેલો છે. કાળા મરીની તીખાશ ગળા અને નાકની સાથે જોડાયેલી સમસ્યાને થોડા સમયમાં દૂર કરી દે છે. કાળા મરી શરદીમાં ખુબજ ફાયદા કારક હોય છે, એટલા માટે દૂધમાં કાળામરી નાખીને નિયમિત પીવાથી શરદીની સમસ્યા દૂર થાય છે - કાળા મરી ખાવાના ફાયદા
ગેસની સમસ્યા થી છુટકારો :
જેને વારંવાર ગેસ ની સમસ્યા રહેતી હોય એને એક કપ પાણીમાં અડધા લીંબુનો રસ નીચવીને, અને એમાં અડધી ચમચી કાળા મરીનું ચૂર્ણ અને અર્ધી ચમચી કાળું મીઠું(સિંધવ) મિક્ષ કરીને નિયમિત પીવું જોઈએ અને એના પરિણામ સ્વરૂપ થોડા દિવસ માં ગેસની તકલીફ દૂર થઇ જાય છે.
ગળું બેસી જવું : Black Pepper Benefits For Tonsils
ગળું બેસી જવા પર કાળામરીને ઘી અને સાકર સાથે મિક્ષ કરી ને ચાટવાથી બંધ ગળું ખુલી જાય છે, અને ગળું ખુલતા અવાજ પણ સૂરીલો થઇ જાય છે. 8-10 કાળી મરી ના ભુકા ને પાણીમાં ઉકાળીને એ પાણીથી કોગળા કરવામાં આવે તો ગળામાં થતા ચેપી સંક્રમણ દુર થાય છે.
પેટ સંબંધિત સમસ્યા (કરમિયા, કીડા) દૂર કરવા :
કાળા મરી ખાવાના અન્ય ફાયદા એ પણ છે કે નાના છોકરાઓ ને જો પેટમાં કિડાની (કરમિયા) સમસ્યા હોય તો થોડી માત્રામાં કાળા મરીના પાઉડરને એક ગ્લાસ છાસમાં મિક્ષ કરીને પીવડાવાવથી આ સમસ્યા માંથી રાહત મળે છે એ ઉપરાંત દ્રાક્ષની સાથે કાળી મરી દિવસમાં 3 વાર લેવામાં આવે તો પણ ફાયદો થશે તેનાથી પેટના તમામ કીડા મરી જશે - Kala mari na fayda
પેટમાં થતો ગેસ અને એસીડીટીની સમસ્યા : Black Pepper Benefits For Acidity
જો તમને વારે વારે પેટમાં ગેસ અને એસીડીટીની સમસ્યા તહતી હોય તો તમે તમારે તરત લીંબુના રસમાં કાળામરીનું પાઉડર અને મીઠું મિક્ષ કરી ને પીવું જોઈએ. એનાથી તમને પેટમાં થતો અપચો અને ગેસની સમસ્યામાં રાહત મળે છે - Benefits Of Black Pepper
આંખ માટે કાળા મરી : Black Pepper Benefits For Eyes
જો તમારી આંખ ની દ્રષ્ટિ નબળી હોય, તો કાળા મરીને પીસીને એનો પાઉડર બનાવી લો. અને પાવડર દેશી ગાયના ઘીની સાથે મિક્ષ કરી ને તેનું નિયમિત સેવન કરવું એનાથી તમારી આંખની કમજોરી દૂર થઇ જશે - કાળા મરી ખાવાના ફાયદા
ગઠિયા રોગમાં ઉપયોગી :
જે લોકો ગઠિયા જેવા ગંભીર રોગથી પરેશાન છે, તે લોકો એ તલના તેલને ગરમ કરીને તેમાં કાળા મરી મિક્ષ કરી અને એને ગઠિયા વાળી જગ્યા પર માલીસ કરવું જોઈએ, આવું કરવાથી દુ:ખાવામાં આરામ મળશે.
ચહેરા માટે : Black Pepper Benefits For Face
કાળા મરી ખાવાથી ચહેરાની ઘણી બધી સમસ્યાઓ જેવી કે દાગ-ધબ્બા, સ્કિન પ્રોબ્લેમ તેમજ અન્ય પ્રકારની સ્કિનની બીમારીઓ સારી થઇ જાય છે.
હરસમાં પણ ફાયદાકારક :
હરસથી પરેશાન લોકો માટે કાળી મરી દવાથી ઓછા નથી. જીરું, સાકર અને કાળામરીના દાણાને પીસીને પાઉડર બનાવી લો અને આને સવાર સાંજ ખાવો આ પાઉડરથી હરસની સમસ્યા દુર થાય છે. પરંતુ આના માટે તમારે જંકફૂડ અને ઓઈલી ફૂડ ખાવાથી દૂર રહેવું પડશે - kala mari na fayda
નબળી યાદશક્તિ : Black Pepper Benefits For Memory
જો તમને યાદશક્તિ નબળી થવાની સમસ્યા છે, કાંઈ યાદ રહેતું ના હોય, વારે વારે ભૂલી જવાતું હોય તો મધમાં કાળામરીનો પાઉડર મીક્ષ કરી દિવસમાં 2 વાર સેવન કરો. તમને જરૂર લાભ થશે.
હાઈ બલ્ડ પ્રેસરમાં ફાયદાકારક : Black Pepper Benefits For High Blood Pressure
કાળામરી બ્લડ પ્રેસરને નિયંત્રિત કરવા અને શરીરને આરામ અપાવવામાં ઘણા ફાયદાકારક છે. જો તમને હાઈ બ્લડ પ્રેસરની સમસ્યા છે, તો રોજ જમ્યા પછી એક ચમચી કાળામરી એક ગ્લાસ પાણી સાથે પીવો તો તમારું બ્લડ પ્રેસર કંટ્રોલમાં આવી જશે.
કાળા અને ધોળા એમ બે પ્રકારના મરી થાય છે. મરીના અડધા પાકા દાણા ને સુકવીને વેચે છે, એ કાળા રંગના હોય છે. મરી સંપૂર્ણ [પણે પાક્યા પછી તેના ફોતરા સરળતાથી દૂર થાય છે અને તે સફેદ બને છે. મરી પૂરેપૂરા પાકવાથી તેની તીખાશ ઓછી થાય છે.
નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.
આ પણ વાંચો.....
- માથાના વાળથી લઈને પગની પાની સુધીના 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર
- મોંઘી દવાઓ કરતા પણ ખુબ ફાયદાકારક છે આ તેલ નાની મોટી દરેક સમસ્યાનો છે આ રામબાણ ઈલાજ
- વૃદ્ધાવસ્થામાં મગજ ઝડપી દોડવું હોયતો અત્યારથી જ નિયમિત દરરોજ ખાવાનું ચાલુ કરીદો આ ગુણકારી વસ્તુ
- શરીરમાં વારંવાર થાક લાગતો હોય, નબળાઈ લગતી હોય તો આજથી રોજ ખાવાનું ચાલુ કરીદો આટલી શક્તિ વર્ધક વસ્તુઓ
- ફણગાવેલા કઠોળ એટલે આરોગ્ય નો અદ્ભુત ખજાનો..!! જાણો એના 10 ઉપયોગી ફાયદાઓ
- માત્ર ૧૫ કલાકમાં જ તમારા ફેફ્સામાં રહેલી વર્ષો જુની ગંદકીને દૂર કરી દેશે આ ઉપાય....
- કાળા મરી કેટલા પ્રમાણ માં કઈ રીતે ખાવા થી શું ફાયદા થાય છે. જાણો, કાળા મરી ની ઐતિહાસિક અને આયુર્વેદિક વિગત...
- માત્ર આટલુંજ કરશો તો કોઈ પણ દવા ની ગોળી વગર ઇમ્યુનિટી આપોઆપ વધી જશે.
- 10+ ઉપયોગમાં આવે એવી ઘરગથ્થુ હેલ્થ ટિપ્સ અને ઘરગથ્થુ સલાહ
નોંધ :- અમારો નિઃસ્વાર્થ પણા નો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહિતી પહોંચાડવા નો છે. કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી નો પ્રયોગ કરતા પહેલા તમારા ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો SHARE કરવાનું ભૂલશો નહી. તમારી કોઈપણ સલાહ કે સૂચન હોય તો કોમેન્ટ કરી ને અમને જણાવશો.
0 ટિપ્પણીઓ