ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણા જીવનમાં તહેવારોનું એક આગવું સ્થાન હોય છે. તહેવારો આપણા જીવનમાં આનંદની લાગણીઓ લઇને આવે છે. આપણા તહેવારોમાં અવનવી વાનગીનું મહત્વ હોય છે. અવનવી વાનગીનો આહાર પણ આપણા તહેવારોનો શ્રેષ્ઠ ભાગ છે. ભારત જેવા દર 2 મહિને કોઈ ને કોઈ અવનવા તહેવારો આવતા હોય છે.
આજે અમે દરેકને ગમતી એક રેસીપી લઈને આવ્યા છીએ જે દરેક તહેવારમાં નાના મોટા કોઈને ભાવે. આજે અમે તમને બજારમાં મળે એવી ક્રિસ્પી મૂંગ દાળ કચોરી ( Moong Dal Kachori ) પરફેક્ટ માપ સાથે કઈ રીતે બનાવી શકાય એ જાણવાના છીએ.
મગ દાળની કચોરી એટલે શું ?
મગ દાળ કચોરી એક તળેલો નાસ્તો છે, જેમાં સ્ટફિંગમાં અંદર મગની દાળ ભરેલી હોય છે. અને તેની બહાર ઘઉં કે મેંદાના લોટનું લેયર આવેલું હોય છે. આ મગની દાળનું પૂરણ અન્ય મસાલા સાથે બનાવેલું હોય છે. જે એકદમ ટેસ્ટી હોય છે. મસાલા અને ક્રિસ્પનેસનું આ મિશ્રણ મોંમાં પાણી લાવી દે તેવો નાસ્તો એકલે મગ દાળ કચોરી - Moong Dal Kachori
મગ દાળ કચોરી કઈ રીતે બનાવવી
તે મેંદાના એક સ્તરથી બનેલું હોય છે જે તળેલું હોય છે. તેમાં દાળનું પૂરણ પણ હોય છે. અમે મેંદાનો કણક એવી રીતે બનાવીએ છીએ કે તળવામાં આવે ત્યારે તે કરકરા બની જાય. કચોરીની ક્રિસ્પનેસ જાળવવા માટે ધીમા તાપે તળવામાં આવે છે. આ રેસીપીનું સૌથી અગત્યનું પાસું એ તેની ક્રિસ્પનેસ હોય છે. - મૂંગ દાળ કચોરી
મગની દાળની કચોરીની રેસીપી માટેની સામગ્રી | Khasta Moong Dal Kachori Recipe
લોટ બાંધવા માટેની સામગ્રી :-
મેંદાનો લોટ
સ્વાદ પ્રમાણે મીઠું
5 ચમચી ઘી
અજમો 1/2 ચમચી
ખસ્તા કચોરી કચોરીમાં સ્ટફિંગ બનાવવાની સામગ્રી :-
તેલ - 3 મોટી ચમચી
હિંગ - 1/4 નાની ચમચી
ચણાનો લોટ - 1/2 કપ
ખમણેલું આદુ - 1 નાની ચમચી
મગની દાળ - 2 કપ
લાલ મરચાંનો પાવડર - 1 નાની ચમચી
હળદરનો પાવડર - 1/2 નાની ચમચી
ધાણાજીરું પાવડર - 1 નાની ચમચી
આમચૂર પાવડર - 1 નાની ચમચી
સ્વાદ પ્રમાણે મીઠું
સંચળ - 1/2 નાની ચમચી
ગરમ મસાલા - 1 ચમચી
કસૂરી મેથી - 1 મોટી ચમચી
મગ દાળની કચોરી બનાવવાની રીત । Moong Dal Kachori Recipe
પરફેક્ટ ખસ્તા કચોરી એટલે કે મગની દાળ કચોરી બનાવવા માટે સૌથી પહેલા 2 કપ મગની દાળ લો. ત્યારબાદ મગની દાળને ધોઈને 2-4 કલાક પાણીમાં પલાળી રાખો. જ્યાંસુધી એ પલળી રહે ત્યાંસુધી આપણે મગ દાળ કચોરી બનાવવા માટે નો એનો લોટનો કણિક તૈયાર કરી લઈએ. લોટનો કણિક બંધાવા માટે એક બાઉલ લો અને તેમાં 2 કપ લોટ ઉમેરો. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું, અજમો , પીગળેલું ઘી લઇ ને આ બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી લો.
તેને મિક્સ કર્યા બાદ તમારા હાથમાં થોડો લોટ લઈને એને તમારી આંગળીઓ વચ્ચે સજ્જડ રીતે દબાવો. જો કણક આકાર ધરાવે છે, તો તેનો અર્થ એ છે કે ઘી બરાબર રીતે ઉમેરાઈ ગયું છે. અથવાતો એમાં વધુ ઘી ઉમેરો. તેમાં ધીરે-ધીરે પાણી ઉમેરાતા જઈને લોટને નરમ તૈયાર કરો. ત્યારબાદ એ લોટને એક કોટનના ભીના કપડાથી ઢાંકીને એને 15 મિનિટ સુધી રહેવા દો. હવે આપનો લોટ તૈયાર થઇ ગયો છે - મૂંગ દાળ કચોરી ખસ્તા કચોરી
હવે મગ દાળ કચોરી નું સ્ટફિંગ તૈયાર કરવા માટે આપણે પલાળેલી મગની લઈને એમાંથી પાણી નિતારી લો. ત્યાર બાદ એક ગ્રાઇન્ડીંગ ની મદદથી એને બરછટ રહે એ રીતે પીસી લો. ત્યારબાદ એક નાના ગ્રાઈન્ડ બાઉલમાં કોથમીર, મરીના દાણા, વરિયાળી, જીરું, ચાર સૂકા લાલ મરચાં મેળવી સારી રીતે પીસીને બરછટ પાવડર બને એ રીતે પીસીલો. ત્યારબાદ ગેસ ઉપર એક કઢાઇ મૂકો, તેમાં તેલ ઉમેરો, અને સારી રીતે ગરમ કરો. હવે તેમાં તૈયાર કરેલો મસાલો ઉમેરો, સારી રીતે મિક્સ કરી લો અને ધીમા, મધ્યમ આંચ પર શેકો - Moong Dal Kachori
હવે તેમાં હીંગ ઉમેરીને એને સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ એમાં ચણાનો લોટ, ખમણેલું આદુ ઉમેરીને એને સારી રીતે મિક્સ કરીને શેકી લો. ચણાના લોટને સારી રીતે શેકાઈ ગયા બાદ પછી તેમાં મગની દાળનો પાવડર ઉમેરીને એને સારી રીતે મિક્સ કરી મધ્યમ આંચ પર શેકી લો. મગની દાળ મિક્સ કર્યા પછી તેમાં લાલ મરચાં પાવડર, ટીસ્પૂન હળદર, ધાણાજીરું પાવડર, સૂકા કેરીનો પાવડર, સ્વાદ મુજબ મીઠું, ટીસ્પૂન કાળું મીઠું, ગરમ મસ્લા, મોટી ચમચી કસુરી મેથી મેળવી સારી રીતે મિક્સ કરી લો - મગ દાળ કચોરી , ખસ્તા કચોરી
સ્ટફિંગ બરોબર રીતે શેકાઈ જાય અને એમાં મોઈશ્ચર સંપૂર્ણપણે જતું રહે ત્યારબાદ ગેસ સ્ટોવ બંધ કરી દો અને સ્ટફિંગને એક બાઉલમાં અલગથી કાઢીલો. સ્ટફિંગ ઠંડુ થઈ જાય ત્યારબાદ, સ્ટફિંગના લીંબુના સાઈઝના નાના-નાના બોલ તૈયાર કરી લો. ત્યાબાદ આપણે બનાવેલો લોટ લઈને એના ના નાના ટુકડા કરી લો. ત્યાબાદ લોટના કણિકનો એક ભાગ લઈને એને તમારી આંગળીઓ વડે વણી લો, અને તેને કટોરી જેવો આકાર આપો અને એની વચ્ચે એપબે બનાવેલો સ્ટફિંગ બોલ મૂકો. ત્યારબાદ બધી ધારોને ભેગી કરીને પૂરણને અંદરથી બંધ કરીને કચોરી બનાવી લો.
હવે બાકી રહેલા લોટમાંથી અને સ્ટફિંગમાંથી તમારી જરૂરિયાત મુજબની કચોરી તૈયાર કરી લો. ત્યારબાદ ગેસ સ્ટોવ ઉપર એક કઢાઇ મૂકીને તળવા માટે એમાં તેલ ઉમેરો, કઢાઈને સારી રીતે ગરમ કરો. તેલ મધ્યમ ગરમ કરીલો, ત્યારબાદ એમાં તૈયાર કરેલી કચોરી તળાવ માટે ઉમેરો અને એ કચોરીઓને ધીમા તાપે સારી રીતે તળી લો. થોડીવાર પછી કચોરી તરવા માંડે ત્યારબાદ તેને બીજી બાજુ પલટાવીને મગ દાળ કચોરી ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં મગ દાળ કચોરીને સારી રીતે તળી લો - Khasta Kachori Recipe
ખસ્તા કચોરી ગોલ્ડન કલરની અને થોડી ક્રિસ્પી થઈ જાય ત્યારબાદ એને એક પ્લેટમાં કાઢી લો. હવે આપણી મગની દાળ કચોરી ખાવા માટે તૈયાર થઈ ગઈ છે, અને તમે તેનો આનંદ માણી શકો છો. આ મૂંગ દાળ કચોરી ટોમેટો સોસ, ખજૂર આમલી ની ચટણી તેમજ ગ્રીન ચટણી સાથે તમે સર્વ કરી શકો છો. થોડો વધારે સ્વાદનો આનંદ માનવા માટે ઉપરથી સેવ અને ડુંગળી નાખીને પણ ખાવામાં લઇ શકો છો.
મગ દાળ કચોરી રેસિપી વિડીયો । Khasta Moong Dal Kachori Recipe Video
બીજી અન્ય રેસિપી જે તમને જરૂર ગમશે
- 4 અલગ અલગ પ્રકારની લસણની ચટણી બનાવવાની રીત
- ધરે બનાવો હોટલમાં મળતા ક્રિસ્પી પેપર ઢોસા બનાવવાની રીત
- આ ઉનાળાની ગરમી માં ઘરેજ બનાવો પાન ફ્લેવર નો આઈસ્ક્રીમ, પાન ફ્લેવર નો આઈસ્ક્રીમ બનાવવાની રીત
- ફરસાણની દુકાને મળતી એક દમ ફૂલેલી અને ક્રિસ્પી મગ દાળ કચોરી , ખસ્તા કચોરી પરફેક્ટ માપ સાથે બનાવવાની રીત
- ટેસ્ટી ટેસ્ટી પનીર ભુરજી બનાવવાની રીત
- વાટી દાળ ના ભરેલા કારેલા ના રવૈયા
- બજાર જેવા ક્રિસ્પી વેજ પફ બનાવવાની એકદમ સરળ રીત
- બહાર તૈયાર પેકેટમાં મળતો ચાટ મસાલો આ સરળ રીતે ઘરે જાતે જ બનાવો
- એકદમ ટેસ્ટી લીંબુ મરી મસાલાથી ભરપુર જુવાર પોંક જાતેજ ઘરે બનાવો સુરતી પોંક બનાવવાની આસાન રીત
0 ટિપ્પણીઓ