Head Ads

ઉનાળામાં લાગતી લૂ થી બચવા માટે અજમાવો આ ઉપાય. ઉનાળામાં પણ રેહશો એકદમ સ્વસ્થ.


ઉનાળો શરૂ થતાં જ કેટલાક લોકોને વધુ પડતો પરસેવો, વારંવાર પેશાબ લાગવો અથવા વારંવાર ઉબકા આવવા જેવી સમસ્યાઓ થવા લાગે છે.કેટલાક લોકો ઉનાળાની ગરમીમાં પણ સુસ્તી અનુભવે છે અને સુન્નતા અનુભવે છે.  આ સિવાય ઉનાળામાં લૂ લાગવાને કારણે બીજી પણ ઘણી સમસ્યાઓ થાય છે.ચાલો લૂ થી બચવાના કેટલાક સરળ ઉપચાર જાણીએ. 

ઉનાળાની ઋતુમાં ગરમ ​​હવાનું પ્રમાણ વધે છે અને તાપમાન વધે છે. જે સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જો શરીરનું તાપમાન અચાનક વધી જાય અથવા માથામાં અચાનક તીવ્ર દુખાવો શરૂ થાય, ચક્કર આવે, ઉલ્ટી, ઉબકા આવે તો તો સાવચેત રહો.  આ બંને લૂ લાગવાના લક્ષણો છે. 

લૂ લાગવાને આપણે બહુ ગંભીરતાથી લેતા નથી પરંતુ લૂ લાગવાથી શરીરના ઘણા અંગોને નુકસાનકારક અસરો થઈ શકે છે.જેમ કે કિડની, મગજ અને હૃદય ના કામના સંચાલનમાં ખેલલ પોંહચે છે.લૂ લાગવાથી હૃદયના ધબકારા અને શ્વસનના ધબકારા પણ વધે છે. જે શરીર માટે હાનિકારક છે.ઘણીવાર એવું પણ જોવા મળે છે કે ત્વચા પર લાલ કે સફેદ રંગની ફોલ્લીઓ પણ થાય છે અને તેનાથી અસહ્ય ખંજવાળ પણ આવે છે. 

જ્યારે લૂ લાગી હોય ત્યારે વારંવાર પેશાબ જવાની તકલીફ ઊભી થાય છે અને પેશાબ પીળો અથવા તો કથાઈ કલર નો  અટકી અટકી ને આવે છે. જ્યારે પણ શરીરમાં લૂ લાગે ત્યારે નીચે પ્રમાણેના ઘરેલુ ઉપચાર અજમાવશો તો ખૂબ જ રાહત રહેશે. 

લૂ લાગે ત્યારે કરવામાં આવતા ઉપાય :- 

 તડકામાં ચાલતી વખતે છત્રીનો ઉપયોગ કરવો જોઈએ.  સનગ્લાસ હંમેશા આંખો ઉપર પહેરવા જોઈએ. ચહેરો અને માથું  ઓઢણી અથવા સુતરાઉ કપડાથી ઢાંકવું જોઈએ.  શક્ય હોય ત્યાં સુધી સીધા સૂર્યપ્રકાશમાં રહેવાનું ટાળો. 

તમે જ્યાં પણ જાઓ, ઘરેથી પાણી પીઓ અને સાથે પાણીની બોટલ પણ રાખો.તમે તમારી સાથે શરબત પણ લઈ શકો છો.તાજી મોળી છાશ, શેરડીનો રસ, ખસ નું શરબત અથવા તરબૂચનો રસ, બીલી નું જ્યુસ જેવા કુદરતી પીણાં પીવા જોઈએ તે સામાન્ય રીતે ગરમ લૂ થી બચવા માટે વધુ ફાયદાકારક હોય છે. 

કાળઝાળ ગરમીમાંથી ઘરે આવ્યા પછી જો તમને વધુ પડતો પરસેવો થતો હોય તો તરત જ ઠંડુ પાણી ન પીવું જોઈએ.શરીરને ઓરડાના તાપમાને સેટ થવા દેવામાં આવે તે પછી જ પાણી પીવું જોઈએ. ઉનાળામાં તમારે નિયમિતપણે પાણી પીવું જોઈએ જેથી કરીને તમારુ શરીર ડિહાઇડ્રેટ ન થાય અને શરીર પર તણાવ ન આવે. દિવસમાં બે વાર લીંબુનુ શરબત પીવાથી પણ લૂ લાગતી નથી. 

ઉનાળામાં ક્યારેય ભૂખ્યા પેટે બહાર ન નીકળો. અને જો ક્યારેય પણ ઉનાળામાં બહાર નીકળો તો હેવી ખોરાક ખાવો જોઈએ નહીં.તાજા શાકભાજીનો સૂપ અથવા બાફેલી શાકભાજી જેવી હળવી વસ્તુ ખાવાથી પણ લૂની અસર ઓછી થાય છે.તેની સાથે જ ભોજનમાં દહીં અને છાશનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ.હળવો આહાર લેવાથી સમગ્ર ઉનાળા દરમિયાન શરીર સ્વસ્થ રહે છે. 

આટલી બધી સાવચેતીઓ પછી પણ જો તમે હજુ પણ લૂ ની અસર અનુભવી રહ્યા છો, તો આ સરળ ઉપાયો ધ્યાનમાં લો. 

નાહતા પહેલા જવના લોટને પાણીમાં બોળીને પેસ્ટ બનાવો. આખા શરીર પર લગાવી ને ઠંડા પાણીથી નાહી લો. તેનાથી લૂ ની અસર ઓછી થઈ જાય છે. 

નાના બાળકો હોય કે પુખ્ત વયના લોકો, આ ચોક્કસપણે પ્રયાસ કરવા જેવું છે.કાચી કેરી ને છીણી ને પગના તળિયા પર પાણી કાઢ્યા વગર પેસ્ટની જેમ લગાવવાથી આખા શરીરની ગરમી શોષાઈ જશે અને ગરમીની અસર ઓછી થશે. 

ઉનાળામાં અળાઈઓ થવી એ કોમન બાબત છે. પરંતુ ક્યારે અડાઈઓ ને કારણે શરીરમાં ખૂબ જ ખંજવાળ આવે છે અને લાલ રેશિશ પણ થઈ જાય. આથી આ ખંજવાળને દૂર કરવા માટે તમારે ચણાના લોટને પાણીમાં ઘોળીને જ્યાં અડાઈઓ થઈ હોય ત્યાં ત્યાં લગાવવું જોઈએ જેનાથી ખંજવાળ અને લાલાશ દૂર થાય છે. 

ઉનાળામાં કાચી ડુંગળી વધુ ખાવાની સલાહ આપવામાં આવે છે. આમાં એક ટિપ જાણીને તમને આશ્ચર્ય થશે.  જો તમે ઉનાળામાં બહાર જાવ છો તો કાચી ડુંગળીને તમારા નખ પર ઘસવાથી તમને લૂ લાગશે નહિ. છાલવાળી કાચી ડુંગળીને પર્સમાં રાખવાની પણ સલાહ આપવામાં આવે છે.  એક સારો ઉપાય એ છે કે ગરમીમાંથી ઘરે આવીને એક ચમચી કાચી ડુંગળીના રસમાં એક ચમચી મધ ભેળવીને ચાટવાથી કાળઝાળ ગરમીની અસરથી છુટકારો મળે છે. 

ઉનાળામાં હંમેશા જમીને બે કાંકરી જેટલો ગોળ ખાવો જોઈએ અને તેની ઉપર માટલાનું ઠંડુ પાણી પીવું જોઈએ.. આ પ્રથા વર્ષો થી ચાલતી આવે છે.જો નાના બાળકોને લૂ લાગી હોય તો ગોળને પાણીમાં પલાળી તેમાં ધાણા જીરું અને મધ નાખી આ શરબત પીવાથી લૂ લાગતી નથી. 

ઉનાળામાં ક્યારેય પણ ઠંડો આઇસક્રીમ કે ઠંડું પાણી પીવું જોઈએ નહિ.. તેને બદલે તાજાં ફળોના રસ, મોળી છાસ,નારિયેળ પાણીનો વપરાશ વધારી દેવો જોઈએ જેનાથી લૂ લાગવાની સમસ્યા દૂર થાય છે. 

ઉનાળામાં મળતી કાચી કેરીનું શરબત પીવાથી પણ લૂ લાગતી નથી. કેટલાક લોકો કાચી કેરીનો બાફલો પણ બનાવે છે તે પણ લૂ ની અસરને ઓછી કરવામાં ખૂબ જ મદદરૂપ છે. 

જો ઉપર જણાવેલ આ ઉપચારથી પણ લૂ ની અસર ઓછી ન થાય તો તમારે તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં જઈને સારવાર લેવી જોઈએ.

નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.

આ પણ વાંચો.....

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ