Head Ads

માટીના વાસણમાં બનાવેલ ભોજનના છે અદભુત ફાયદા, સ્વાદમાં તો ટેસ્ટી હોય જ છે પરંતુ શરીરને પણ અઢળક ફાયદા થાય છે | Matina vasan ma khavana fayda

 


ધીમે ધીમે લોકો ફરી આયુર્વેદ અને નેચરોપેથી તરફ આગળ વધી રહ્યા છે. લોકો માટીમાંથી બનાવેલી વાસણનો પણ વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે.  આયુર્વેદ અને નેચરોપેથી નિષ્ણાત ડો.કિરણ ગુપ્તા કહે છે કે માટીના અમુક એવા તત્વો હોય છે જે તમારા શરીરને સીધો ફાયદો કરે છે. માટીના વાસણમાં ખોરાક રાંધવાથી શું ફાયદા થાય છે અને વિજ્ઞાન શું છે તે વિશે જાણો. 

નાનપણમાં તમે તમારા દાદી અથવા નાનીમાંની વાતો સાંભળી જ હશે કે પહેલાના જમાનામાં લોકો જમવાનું બનાવવા માટે અને જમવા માટે માટીના વાસણોનો ઉપયોગ કરતા હતા. જેમ જેમ જમાનો આગળ વધતો ગયો તેમ તેમ આ માટીના વાસણો ની જગ્યાએ લોકો સ્ટીલ અને એલ્યુમિનિયમના વાસણો વાપરવા લાગ્યા છે. પરંતુ શું તમને ખબર છે કે માટીના વાસણોમાં બનાવેલું જમવાનું જમવું એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. ચાલો જાણીએ કે માટીના વાસણોમાં જમવાનું બનાવવા થી શું શું ફાયદા થાય છે.  

માટીના વાસણમાં ખાવાના ફાયદાMatina vasan ma khavana fayda

માટીના વાસણમાં જમવાનું બનાવવાથી ભોજનમાં આયર્ન, ફોસ્ફરસ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ ની માત્રા વધારે જોવા મળે છે જે શરીર માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. માટીના વાસણમાં આવેલા નાના નાના છિદ્રો દ્વવારા જમવાનું બરોબર ચડી જાય છે અને જમવાનું મીઠું પણ લાગે છે. માટીના વાસણોમાં જમવાનું બનાવવાથી ભોજનના તમામ પોષક તત્વો આપણા શરીરને મળી રહે છે. ઉપરાંત ખૂબ જ ઓછા તેલમાં જમવાનું બની જાય છે. - Matina vasan ma khavana fayda

માટીના વાસણોમાં જમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. જો કોઈ વ્યક્તિને ગેસ અથવા અપચાની સમસ્યા રહેતી હોય તો તેમને માટીના વાસણમાં બનાવેલું જમવાનું જમવું જોઈએ તેનાથી ગેસ પ્રોબ્લેમ દૂર થાય છે અને કબજિયાત પણ રહેતી નથી. આમ માટીના વાસણમાં બનાવેલું જમવાનું સ્વાદમાં તો સરસ હોય જ છે પરંતુ જમવાના પૂરતા પોષક તત્વો પણ શરીરને મળી રહે છે. 

કેટલીકવાર એલ્યુમિનિયમ અને લોખંડના વાસણમાં આપણે જમવાનું રાંધતા હોઈએ ત્યારે કયારેક જમવાનું બળી જતું હોય છે અથવા તો વધારે ફટાફટ રંધાઈ જાય છે.આ પ્રકાર નું જમવાનું ભલે તમને પચવામાં સરળ અને ખૂબ જ ટેસ્ટી લાગતું હશે પરંતુ તેમાંથી મળતા પોષક તત્વોની વાત કરીએ તો એકદમ નહીં જેટલા પોષક તત્વો આપણા શરીરને મળે છે.માટીના વાસણમાં બનાવેલું જમવાનું એકદમ સરસ રીતે રંધાયેલું જોવા મળે છે આથી તેમાંથી બધા જ પોષક તત્વો આપણા શરીરને મળી રહે છે. 

જો તમે જમવાનું બનાવવા માટે પિત્તળ અથવા કાસા ના વાસણ નો ઉપયોગ કરતા હોવ તો  તેનાથી ભોજનમાં રહેલા પોષક તત્વોનો નાશ થઈ જાય છે જ્યારે માટીના વાસણોમાં જમવાનું બનાવવાથી ભોજનના પોષક તત્વો નાશ થઈ જતા નથી અને પૂરેપૂરા પોષક તત્વો આપણા શરીરને મળી રહે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. - matina vasan ma rasoi karvana fayda

નોન સ્ટિકના વાસણો ને છોડીને સ્ટીલ ના,લોખંડના અને એલ્યુમિનિયમના વાસણમાં જમવાનું બનાવતી  વખતે તેલનો ઉપયોગ વધારે પડતો કરવામાં આવે છે જેનાથી જમવાનું વાસણના તળિયે ચોંટી ન જાય. પરંતુ જ્યારે માટીના વાસણોમાં જમવાનું બનાવવામાં આવે ત્યારે જમવાનું તળિયે ચોંટી જતું નથી આથી થોડી જ માત્રામાં તેલ અને મસાલાનો ઉપયોગ કરીને આપણે જમવાનું બનાવી શકીએ છીએ. 

ઓછા તેલ અને મસાલા માં બનાવેલું જમવાનું કેટલું હેલ્ધી હોય છે એ તો તમે જાણો જ છો. જેને પણ કોલેસ્ટ્રોલની બીમારી હોય તે લોકોએ માટીના વાસણમાં બનાવેલ જમવાનું જમવું જોઈએ. તેમાં તેલ અને મસાલાનો નહિ જેટલો ઉપયોગ કરીને જમવાને આપણે હેલ્ધી બનાવી શકીએ છીએ. આથી તમારે પણ માટીના વાસણમાં જમવાનું બનાવવું જોઈએ. 

લોકોને ગરમ ગરમ ખાવાનું વધારે પસંદ હોય છે. પણ જો ખોરાકને એક કરતાં વધારે વાર ગરમ કરવામાં આવે તો તેનો સ્વાદ બદલાઈ જાય છે અને તેના પોષક તત્વો પણ દૂર થઇ જાય છે પણ જો તમે માટીના વાસણમાં જમવાનું બનાવ્યું હશે તો ખુબ જ લાંબા સમય સુધી જમવાનું ગરમ રહે છે આથી જમવા ને વારેવારે ગરમ કરવું પડતું નથી. - matina vasan ma khava na fayada

કુલ્લડની ચા હોય કે પછી હાંડી બિરયાની હોય તેનો સ્વાદ કેટલો ટેસ્ટી હોય તે તમે જાણો જ છો.ગામડામાં આજે પણ કેટલાક ઘરોમાં માટીના વાસણમાં જ જમવાનું બનાવવા માં આવે છે. માટીના વાસણોમાં બનાવેલ જમવાનો સ્વાદ અને સુગંધ જ કંઈક અલગ હોય છે. માટીના વાસણોમાં બનેલું જમવાનું જમવાની મજા જ કંઈક અલગ હોય છે. 

જયારે પણ તમે માટીના વાસણ ખરીદીને ઘરે લાવો ત્યારે તમારે સૌ પ્રથમ જમવા માં વપરાતા તેલ જેવા કે સરસોનું તેલ, અથવા તો રિફાઈન્ડ તેલ વાસણમાં લગાવીને વાસણમાં ¾ જેટલું પાણી ભરીને રાખવું. ત્યારબાદ આ વાસણને ગેસની ધીમી આંચ પર રાખીને ઉપર ઢાંકણું ઢાંકી દેવું. બે-ત્રણ કલાક બાદ બરોબર ગરમ થઈ જાય પછી વાસણને ગેસ પરથી ઉતારીને ઠંડુ કરવા થવા દેવું. 

આ પ્રકારની પ્રકિયા કરવાથી માટીના વાસણ એકદમ મજબૂત થઈ જશે અને વધારે પડતી માટીની સ્મેલ પણ જતી રહેશે. જયારે પણ માટીના વાસણ લાવો ત્યારે વાસણનો ઉપયોગ કરતા પેહલા વાસણને પાણીમાં 15 -20 મિનિટ જેટલાં સમય સુધી ડુબાળી ને રાખવું ત્યારબાદ આ વાસણ ને બહાર કાઢી બરોબર પાણી સુકાય જાય ત્યારબાદ જ તેમાં જમવાનું બનાવવું જોઈએ. 

માટીના વાસણ માંથી બનાવેલ જમવાનું જમવાથી શરીરને ખૂબ જ લાભ થાય છે. તેનાથી ભોજન ની Ph વૅલ્યુ બરોબર જળવાઈ રહે છે તેના કારણે આપણે કેટલીય બીમારીઓથી બચી શકીએ છીએ. માટીના વાસણ માંથી બનાવેલ જમવાનું જમવાથી શરીરને ખૂબ જ લાભ થાય છે જમવાનું પણ ખૂબ જ ટેસ્ટી બને છે. તમે પણ અવશ્ય તમારી ઘરે માટીના વાસણો લાવજો અને તેમાં જમવાનું બનાવજો.

નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.

આ પણ વાંચો.....

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ