આજકાલ વાળ ખરવા એ દરેક લોકોની કોમન સમસ્યા બની ગઈ છે.વાળને ખરતા અટકાવવા માટે લોકો અવનવા નુસખા કરતા હોય છે. જુદા જુદા પ્રકારના શેમ્પુ,તેલ અને જેલ ક્રીમનો ઉપયોગ કરે છે પરંતુ તેનાથી વાળ ખરતા બંધ થવાને બદલે વધારે ખરવા લાગે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે તમે જે કોસ્મેટિક પ્રોડક્ટ્સમાં આ સમસ્યાનું સમાધાન શોધો છો તે તમારા પોતાના રસોડામાં છુપાયેલા છે.અમે સરસવના તેલ વિશે વાત કરી રહ્યા છીએ.બજારમાં સરસવના તેલના ઘણા પ્રકારો ઉપલબ્ધ છે, પરંતુ કચ્છી ધણી સરસવનું તેલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તો ચાલો જાણીએ Mustard Oil Benefits, Sarsav tel na fayda सरसों का तेल, સરસવ તેલ ના ફાયદાઓ, સરસવના તેલના જાદુઈ ફાયદા.
સરસવના તેલના ફાયદા | Mustard Oil Benefits
વાળ ખરતા અટકાવવા માટે | Mustard Oil Benefits For Hair
આજકાલ વાળ ખરવાની સમસ્યા વધી ગઈ છે. ખરવા વાળની સમસ્યાથી છુટકારો મેળવવા માટે સરસવનું તેલ ખૂબ જ પ્રમાણમાં ઉપયોગી છે. જાણકારોના મત અનુસાર સરસવના તેલમાં ઘણાખરા એવા પોષક તત્વો હોય છે, જે વાળને મજબૂત બનાવે છે. સરસવના તેલથી માથામાં ખોપરી ઉપરની ચામડીમાં માલિશ કરવાથી માથાની ચામડીમાં રક્ત પરિભ્રમણ સુધરે છે, જેનાથી વાળ ખરતા અટકે છે. બજારમાં મળતા જુદા જુદા તેલ વાપરવાને બદલે સરસવના તેલનો ઉપયોગ કરવાથી વાળ મજબૂત બને છે - Sarsav tel na fayda
હેર કન્ડીશનીંગ તરીકે
જો તમે આ બદલાતા વાતાવરણને કારણે એકદમ ડ્રાય, નિર્જીવ વાળની સમસ્યાથી પરેશાન છો, તો સરસવનું તેલ તમારા વાળ માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે સરસવનું તેલ શુષ્ક અને નિર્જીવ વાળને મુલાયમ બનાવે છે.તે વાળના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.નાહવાના થોડા કલાકો પહેલા માથામાં સરસવના તેલથી માલિશ કરવાથી વાળ મુલાયમ અને ચમકદાર બને છે. બજારમાં મળતા મોંઘાદાટ કન્ડિશનર વાપરવાને બદલે આ ઘરેલુ કન્ડિશનર વાપરવાથી વાળ એકદમ મુલાયમ બનશે - સરસવ તેલ ના ફાયદા
મસાજ માટે ઉપયોગી
આજની ભાગદોડભરી જીવનશૈલીમાં લોકોને તણાવ જોવા મળે છે. તણાવને કારણે વાળ પાતળા અને ખરવા માંડે છે. વધારે પડતા તણાવને કારણે માથું દુખાવાની સમસ્યા પણ ઊભી થાય છે. સરસવના તેલનો ઉપયોગ માથાની માલિશ કરવા માટે પણ થાય છે. સરસવના તેલથી માથામાં નિયમિત માલિશ કરવાથી તણાવ ઓછો થાય છે.આવી સ્થિતિમાં એમ કહી શકાય કે રોજ સરસવના તેલનો ઉપયોગ કરવાથી તમે વાળને લગતી ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો - Sarsav tel na fayda
ખરતા વાળના પોષણ માટે | Mustard Oil Benefits For Hair
વાળને ખરતા અટકાવવા માટે સૌપ્રથમ વાળને પોષણ મળી રહે છે કે નહીં તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે. આ ભાગદોડ ભરી જીવનશૈલીમાં લોકો આજકાલ વ્યવસ્થિત જમવાનું પણ નથી આથી કેટલાક પ્રોટીન અને વિટામીનની ખામી ઉભી થાય છે. જેની અસર આપણા વાળ ઉપર પડે છે. જેના કારણે વાળ ખરવાની સમસ્યા ઊભી થાય છે.
સરસવનું તેલ માત્ર વાળને મુલાયમ અને ચમકદાર બનાવવાનું કામ કરતું નથી, પરંતુ વાળને પોષણ આપવાનું પણ કામ કરે છે. ડોક્ટર ના મતે, તેમાં સેલેનિયમ, ઓમેગા-3 ફેટી એસિડ અને પ્રોટીન હોય છે, જેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે.તેમાં વિટામિન બી-3 એટલે કે નિયાસિન પણ હોય છે. આ બધા તત્વો વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે - सरसों का तेल
એન્ટીઑકિસડન્ટ અસર સાથે વિટામિન્સ અને ખનિજોનો સારો સ્ત્રોત છે.
સરસવના તેલમાં એન્ટીઑકિસડન્ટ અસર સાથે વિટામિન્સ અને ખનિજોની સારી માત્રા પણ હોય છે.નિષ્ણાતોના મતે, તેમાં સેલેનિયમ, ઓમેગા-3 ફેટી એસિડ અને પ્રોટીન હોય છે, જેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે.તેમાં વિટામિન બી-3 એટલે કે નિયાસિન પણ હોય છે. ખનિજ તરીકે, તેમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ઝીંક સારી માત્રામાં હોય છે. આ તમામ ઘટકો એકસાથે વાળના વિકાસમાં મદદરૂપ સાબિત થાય છે.
ટોચેથી ફાટી ગયેલા વાળ માટે ઉપયોગ કરો
સરસવનું તેલ શુષ્ક અને નિર્જીવ વાળને પુનર્જીવિત કરે છે અને ટોચેથી ફાટી ગયેલા વાળની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકે છે. આ માટે, તમારે નાહવાના થોડા કલાકો પહેલાં, તમારા હાથથી સરસવના તેલની હળવા હાથે માલિશ કરો. જો તમે ઇચ્છો તો નાહી લીધા બાદ પણ વાળમાં હળવું તેલ લગાવી શકો છો.
તમને જણાવી દઈએ કે તેમાં સેલેનિયમ, ઓમેગા-3 ફેટી એસિડ અને પ્રોટીન હોય છે, જેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તેમાં વિટામિન બી-3 એટલે કે નિયાસિન પણ હોય છે. આ તમામ તત્વો વાળ સંબંધિત વિકારોને દૂર કરવામાં મદદરૂપ માનવામાં આવે છે.
વાળનો ગ્રોથ વધારવા માટે સરસવના તેલનો ઉપયોગ
સામગ્રી :-
એક વાટકી દહીં, 3 થી 4 ચમચી સરસવનું તેલ, ટુવાલ
સરસવનું તેલ કેવી રીતે ઉપયોગમાં લેવું : How to use mustard oil for hair
સૌ પ્રથમ દહીં અને તેલને સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ આ પેસ્ટને માથામાં રહેલ વાળના મૂળથી લઈને આખા વાળમા હળવા હાથે લગાવો. ત્યારબાદ એક સ્વચ્છ ટુવાલને સાદા પાણીમાં પલાળી દો. આ પલાળેલા ટુવાલને તમારા વાળની આજુબાજુ લપેટી દો. વાળની આજુબાજુ લપેટાઈ ગયા બાદ તેને 30 થી 40 મિનિટ સુધી માથામાં રહેવા દો. નક્કી કરેલ સમય પૂરો થઇ ગયા બાદ તમારા વાળ ધોઈ લો. આ પ્રક્રિયાને અઠવાડિયામાં લગભગ બે વાર કરાવી જોઈએ. જેનાથી તમારા ખરતા વાળ બંધ થઈ જશે અને વાળને મજબૂત,ચમકીલા અને મુલાયમ બનાવશે.
નોંધ :- જયારે પણ તમે માથું ધોવા માટે તમે શેમ્પૂનો ઉપયોગ કરો છો. ત્યારે તે જ સમયે તમારા વાળને બે વાર શેમ્પુ કરીને ધોવા જોઈએ, જેથી કરીને વાળમાં રહેલ તેલ સંપૂર્ણપણે માથામાંથી દૂર થઇ શકે.
સરસવનું તેલ કઈ રીતે ફાયદો કરે છે
સરસવના તેલમાં સેલેનિયમ, ઓમેગા-3 ફેટી એસિડ અને પ્રોટીન હોય છે, જેમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો હોય છે. તેમાં વિટામિન B-3 રહેલું છે જેને આપણે નિયાસિન તરીકે પણ ઓળખીયે છીએ. જે વાળની મજબૂતાઈ અને વૃદ્ધિ માટે જરૂરી માનવામાં આવે છે. આ સાથે તે વાળને કોમળ, મુલાયમ અને ડાઘ રહિત બનાવે છે.
વાળ માટે સરસવના તેલનો ઉપયોગ કરવાની કેટલીક વધુ ટીપ્સ
✨️ જો તમને શુષ્ક વાળની સમસ્યા હોય તો સરસવના તેલનો ઉપયોગ કરો. તે તમારા વાળને કુદરતી ભેજ અને ચમક સાથે મજબૂત બનાવશે.
✨️ જો તમે વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો તો વાળમાં થોડું ગરમ તેલ લગાવો. તેલ લગાવતા પહેલા, ખાતરી કરો કે તમારા નખ મોટા તો નથી, કારણ કે તે ખોપરી ઉપરની ચામડીને વાગી શકે છે.
✨️ જે છોકરીઓના વાળ લાંબા હોય તેઓ ટર્બન મસાજનો ઉપયોગ કરી શકે છે. મસાજની આ પ્રક્રિયામાં, તમારે માથાની ચામડી પર સરસવનું તેલ ઘસવું પડશે જ્યાં સુધી માથાની ચામડી સંપૂર્ણપણે તેલને શોષી ન લે.
જો તમારા વાળમાં સરસવનું તેલ હોય તો ઘરની બહાર નીકળતા પહેલા વાળ ધોઈ લો. સરસવનું તેલ તમારા વાળમાં ધૂળ, ગંદકી અને પ્રદૂષણનું કારણ બને છે. તે તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે.
અઠવાડિયામાં ત્રણ દિવસ સરસવના તેલનો ઉપયોગ ફાયદાકારક માનવામાં આવે છે.દરરોજ તેનો ઉપયોગ કરવો જોઈએ નહિ.
નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.
આ પણ વાંચો.....
- માથાના વાળથી લઈને પગની પાની સુધીના 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર
- મોંઘી દવાઓ કરતા પણ ખુબ ફાયદાકારક છે આ તેલ નાની મોટી દરેક સમસ્યાનો છે આ રામબાણ ઈલાજ
- વૃદ્ધાવસ્થામાં મગજ ઝડપી દોડવું હોયતો અત્યારથી જ નિયમિત દરરોજ ખાવાનું ચાલુ કરીદો આ ગુણકારી વસ્તુ
- શરીરમાં વારંવાર થાક લાગતો હોય, નબળાઈ લગતી હોય તો આજથી રોજ ખાવાનું ચાલુ કરીદો આટલી શક્તિ વર્ધક વસ્તુઓ
- ફણગાવેલા કઠોળ એટલે આરોગ્ય નો અદ્ભુત ખજાનો..!! જાણો એના 10 ઉપયોગી ફાયદાઓ
- માત્ર ૧૫ કલાકમાં જ તમારા ફેફ્સામાં રહેલી વર્ષો જુની ગંદકીને દૂર કરી દેશે આ ઉપાય....
- કાળા મરી કેટલા પ્રમાણ માં કઈ રીતે ખાવા થી શું ફાયદા થાય છે. જાણો, કાળા મરી ની ઐતિહાસિક અને આયુર્વેદિક વિગત...
- માત્ર આટલુંજ કરશો તો કોઈ પણ દવા ની ગોળી વગર ઇમ્યુનિટી આપોઆપ વધી જશે.
- 10+ ઉપયોગમાં આવે એવી ઘરગથ્થુ હેલ્થ ટિપ્સ અને ઘરગથ્થુ સલાહ
1 ટિપ્પણીઓ
ખુબજ સરસ માહીતિ
જવાબ આપોકાઢી નાખો