Head Ads

ઉનાળામાં લાગતી લૂ થી બચવાના દાદીમાના ઘરેલુ અનુભવ સિદ્ધ નુસખાઓ | લૂ લાગવાના લક્ષણો અને ઉપાય


ઉનાળો શરૂ થતાં જ કેટલાક લોકોને વધુ પડતો પરસેવો, વારંવાર પેશાબ લાગવો અથવા વારંવાર ઉબકા આવવા જેવી સમસ્યાઓ થવા લાગે છે.કેટલાક લોકો ઉનાળાની ગરમીમાં પણ સુસ્તી અનુભવે છે અને સુન્નતા અનુભવે છે.  આ સિવાય ઉનાળામાં લૂ લાગવાને કારણે બીજી પણ ઘણી સમસ્યાઓ થાય છે.ચાલો લૂ થી બચવાના કેટલાક સરળ ઉપચાર જાણીએ. 

ઉનાળાની ઋતુમાં ગરમ ​​હવાનું પ્રમાણ વધે છે અને તાપમાન વધે છે. જે સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જો શરીરનું તાપમાન અચાનક વધી જાય અથવા માથામાં અચાનક તીવ્ર દુખાવો શરૂ થાય, ચક્કર આવે, ઉલ્ટી, ઉબકા આવે તો તો સાવચેત રહો.  આ બંને લૂ લાગવાના લક્ષણો છે. 

લૂ લાગવાને આપણે બહુ ગંભીરતાથી લેતા નથી પરંતુ લૂ લાગવાથી શરીરના ઘણા અંગોને નુકસાનકારક અસરો થઈ શકે છે.જેમ કે કિડની, મગજ અને હૃદય ના કામના સંચાલનમાં ખેલલ પોંહચે છે. લૂ લાગવાથી હૃદયના ધબકારા અને શ્વસનના ધબકારા પણ વધે છે. જે શરીર માટે હાનિકારક છે.ઘણીવાર એવું પણ જોવા મળે છે કે ત્વચા પર લાલ કે સફેદ રંગની ફોલ્લીઓ પણ થાય છે અને તેનાથી અસહ્ય ખંજવાળ પણ આવે છે. 

જ્યારે લૂ લાગી હોય ત્યારે વારંવાર પેશાબ જવાની તકલીફ ઊભી થાય છે અને પેશાબ પીળો અથવા તો કથાઈ કલર નો  અટકી અટકી ને આવે છે. જ્યારે પણ શરીરમાં લૂ લાગે ત્યારે નીચે પ્રમાણેના ઘરેલુ ઉપચાર અજમાવશો તો ખૂબ જ રાહત રહેશે. 

લૂ ક્યારે લાગે લગતી હોય છે

ઉનાળામાં બપોરે ૧૧ વાગ્યા પછી તાપ વધી જતો હોય છે. જેના કારણે બપોરે વાતાવરણ એકદમ ગરમ થઇ જતું હોય છે. અને એની સાથે પવન પણ ગરમ ફૂંકાતો હોય છે. આ ગરમ પવન જ્યારે કોઈ પણ વ્યક્તિને સ્પર્શે અને એમાં શ્વાસોચ્છવાસ પ્રક્રિયા દ્વારા શરીરમાં પ્રવેશ કરે એ ગરમ વાયુ થી શરીરની સાતેય ધાતુ ગરમ થઇ જતી હોય છે. 

જેમ કે, ઘરમાં મૂકેલા તાંબા અને પિત્તળના  વાસણ છાંયડામાં હોવા છતાં ગરમ થઇ જતા હોય છે. આજ રીતે શરીરની ધાતુઓ ગરમ થાય છે. કોઈ વ્યક્તિ ઘરની બહાર ન પણ નીકળે અને ઘરમાં બેઠો હોવા છતાં બહારથી આવતો ગરમ પવન એને જો તને સ્પર્શી જાય તો પણ લૂ લાગવાની શક્યતા રહેલ છે. 

એકદમ ઠંડકમાંથી બહાર ગરમીમાં નીકળવું. જેમકે જે રૂમમાં એ.સી હોય એવા રૂમ માંથી બહાર જતા આપણું શરીર ઠંડક અને ગરમી નું ટેમ્પરેચર સહન કરી શકતું નથી. જેથી માથું દુખાવાની ફરિયાદ કે લૂ લાગવાની શક્યતો વધી જાય છે. આવા સંજોગમાં એ.સી માં બેસ્યા પછી બહાર નીકળતાની સાથે તરત જ લૂ લાગે છે.

લૂ લાગે ત્યારે કરવામાં આવતા ઉપાય :- 

તડકામાં ચાલતી વખતે છત્રીનો ઉપયોગ કરવો જોઈએ.  સનગ્લાસ હંમેશા આંખો ઉપર પહેરવા જોઈએ. ચહેરો અને માથું  ઓઢણી અથવા સુતરાઉ કપડાથી ઢાંકવું જોઈએ.  શક્ય હોય ત્યાં સુધી સીધા સૂર્યપ્રકાશમાં રહેવાનું ટાળો. 

તમે જ્યાં પણ જાઓ, ઘરેથી પાણી પીઓ અને સાથે પાણીની બોટલ પણ રાખો.તમે તમારી સાથે શરબત પણ લઈ શકો છો.તાજી મોળી છાશ, શેરડીનો રસ, ખસ નું શરબત અથવા તરબૂચનો રસ, બીલી નું જ્યુસ જેવા કુદરતી પીણાં પીવા જોઈએ તે સામાન્ય રીતે ગરમ લૂ થી બચવા માટે વધુ ફાયદાકારક હોય છે. 

કાળઝાળ ગરમીમાંથી ઘરે આવ્યા પછી જો તમને વધુ પડતો પરસેવો થતો હોય તો તરત જ ઠંડુ પાણી ન પીવું જોઈએ.શરીરને ઓરડાના તાપમાને સેટ થવા દેવામાં આવે તે પછી જ પાણી પીવું જોઈએ. ઉનાળામાં તમારે નિયમિતપણે પાણી પીવું જોઈએ જેથી કરીને તમારુ શરીર ડિહાઇડ્રેટ ન થાય અને શરીર પર તણાવ ન આવે. દિવસમાં બે વાર લીંબુનુ શરબત પીવાથી પણ લૂ લાગતી નથી. 

ઉનાળામાં ક્યારેય ભૂખ્યા પેટે બહાર ન નીકળો. અને જો ક્યારેય પણ ઉનાળામાં બહાર નીકળો તો હેવી ખોરાક ખાવો જોઈએ નહીં.તાજા શાકભાજીનો સૂપ અથવા બાફેલી શાકભાજી જેવી હળવી વસ્તુ ખાવાથી પણ લૂની અસર ઓછી થાય છે.તેની સાથે જ ભોજનમાં દહીં અને છાશનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ.હળવો આહાર લેવાથી સમગ્ર ઉનાળા દરમિયાન શરીર સ્વસ્થ રહે છે. 

આટલી બધી સાવચેતીઓ પછી પણ જો તમે હજુ પણ લૂ ની અસર અનુભવી રહ્યા છો, તો આ સરળ ઉપાયો ધ્યાનમાં લો. 

નાહતા પહેલા જવના લોટને પાણીમાં બોળીને પેસ્ટ બનાવો. આખા શરીર પર લગાવી ને ઠંડા પાણીથી નાહી લો. તેનાથી લૂ ની અસર ઓછી થઈ જાય છે. નાના બાળકો હોય કે પુખ્ત વયના લોકો, આ ચોક્કસપણે પ્રયાસ કરવા જેવું છે. કાચી કેરીને છીણી ને પગના તળિયા પર પાણી કાઢ્યા વગર પેસ્ટની જેમ લગાવવાથી આખા શરીરની ગરમી શોષાઈ જશે અને ગરમીની અસર ઓછી થશે. 

ઉનાળામાં અળાઈઓ થવી એ કોમન બાબત છે. પરંતુ ક્યારે અડાઈઓ ને કારણે શરીરમાં ખૂબ જ ખંજવાળ આવે છે અને લાલ રેશિશ પણ થઈ જાય. આથી આ ખંજવાળને દૂર કરવા માટે તમારે ચણાના લોટને પાણીમાં ઘોળીને જ્યાં અડાઈઓ થઈ હોય ત્યાં ત્યાં લગાવવું જોઈએ જેનાથી ખંજવાળ અને લાલાશ દૂર થાય છે. 

ઉનાળામાં કાચી ડુંગળી વધુ ખાવાની સલાહ આપવામાં આવે છે. આમાં એક ટિપ જાણીને તમને આશ્ચર્ય થશે.  જો તમે ઉનાળામાં બહાર જાવ છો તો કાચી ડુંગળીને તમારા નખ પર ઘસવાથી તમને લૂ લાગશે નહિ. છાલવાળી કાચી ડુંગળીને પર્સમાં રાખવાની પણ સલાહ આપવામાં આવે છે.  એક સારો ઉપાય એ છે કે ગરમીમાંથી ઘરે આવીને એક ચમચી કાચી ડુંગળીના રસમાં એક ચમચી મધ ભેળવીને ચાટવાથી કાળઝાળ ગરમીની અસરથી છુટકારો મળે છે. અનુભવ સિદ્ધ 

ઉનાળામાં હંમેશા જમીને બે કાંકરી જેટલો ગોળ ખાવો જોઈએ અને તેની ઉપર માટલાનું ઠંડુ પાણી પીવું જોઈએ.. આ પ્રથા વર્ષો થી ચાલતી આવે છે.જો નાના બાળકોને લૂ લાગી હોય તો ગોળને પાણીમાં પલાળી તેમાં ધાણા જીરું અને મધ નાખી આ શરબત પીવાથી લૂ લાગતી નથી. 

ઉનાળામાં ક્યારેય પણ ઠંડો આઇસક્રીમ કે ઠંડું પાણી પીવું જોઈએ નહિ.. તેને બદલે તાજાં ફળોના રસ, મોળી છાસ,નારિયેળ પાણીનો વપરાશ વધારી દેવો જોઈએ જેનાથી લૂ લાગવાની સમસ્યા દૂર થાય છે. ઉનાળામાં મળતી કાચી કેરીનું શરબત પીવાથી પણ લૂ લાગતી નથી. કેટલાક લોકો કાચી કેરીનો બાફલો પણ બનાવે છે તે પણ લૂ ની અસરને ઓછી કરવામાં ખૂબ જ મદદરૂપ છે. 

કપૂરકાચલીને પાણીમાં ઘસીને તૈયાર કરેલ ઘસારો પીવાના પાણી સાથે ભેળવી દેવો. એક કપૂરકાચલી માંથી તૈયાર કરેલો ઘસારો ૨-૩ લીટર પાણીમાં ચાલે. ખસ-સુગંધીવાળાના મૂળિયા ગાંધીની દુકાને છે. તેની ઝૂડી કરીને કપડામાં બાંધીને એક પોટલી કરાવી, અને તે પોટલી માટલાના પાણીમાં મૂકી દેવી. અને એ પાણી થોડું થોડું કરીને લૂ લાગેલ દર્દીને આપવું. ઘણો શોષ પડતો હોય તેમ છતાં થોડું-થોડું જ પાણી આપવું. એક સાથે આપવું નહિ.

લૂ લાગેલ વ્યક્તિને શીતળતા આપે એવા વૃક્ષની છાયામાં અથવા તો ઘરની અંદર ઠંડકવાળી જગ્યામાં રાખવો. ગામડામાં ખાસ કરીને લાકડાનાં મકાનોમાં આવી ઠંડક સહજ રીતે મળતી હોય છે. ઘરના બારી-બારણાં પર ખસના પડદા પાણીથી પલાળીને લટકાવી દેવા. ખસના કે તાડના પત્તા થી બનેલ પંખા વડે હળવે હાથે પવન નાંખતાં રહેવું

જો વધારે પડતી લૂ લગતી હોય તો ડુંગળીને છીણીને એ છીણ જેતે વ્યક્તિના હાથ અને પગના તળિયે ઘસવી. માથામાં તાળવાના ભાગે પણ ડુંગળીને છીણીને કે કાપીને મૂકવી નેથી કરીને લૂ ની સમસ્યા ના રહે. આમ કરવાથી શરીરની ગરમી ઓછી થાય છે. જયારે ઘરમાંથી બહાર નીકળો તે વખતે કાપેલી ડુંગળી ખીસામાં મૂકી રાખવાથી લૂ લાગવાની શક્યતા ઘટી જાય છે.

સુખડનું સુગંધિત લાકડું અને કપૂરકાચલીને પાણીમાં ખરબચડા પથ્થર પર ઘસીને તૈયાર થયેલ ઘસારાનો લેપ માથા પર તેમજ કપાળ પર કરવો, વધુ પડતો લેપ હોય તો શરીરે પણ લગાડી શકાય. ખસનું અને સુખડનું શુદ્ધ અત્તર પણ ઉપયોગી નીવડે છે.  આ અત્તરને લેપમાં તેમજ પાણીના ઉમેરીને પોતાં મૂકવામાં ઉપયોગ કરવો.

લૂ લાગે ત્યાંરે આ વિશેષ ઉપાય અવશ્ય કરવો

સવારના ૯ વાગ્યાથી સૂર્યના તડકામાં માં તાંબા અથવાતો પિત્તળની ડોલ કે દેગડામાં પાણી ભરીને મૂકવું. જો શક્ય હોય તો આવા વધુ વાસણ મૂકવા. તડકામાં રાખેલ એ પાણી બપોરે ૩ વાગ્યા સુધીમાં તો એકદમ ગરમ થઇ ગયું હશે. ત્યારે એ ડોલ કે દેગડાને ઊંચકીને છાંયડામાં મૂકી દેવું, જેથી કરીને એ જાતેજ ઠંડુ પડી રહે. એ પાણીને ઠંડુ પાડવા માટે એમાં કોઈ ઠંડુ પાણી ઊમેરવું નહિ. હવે એ પાણી સ્હેજ હુંફાળું રહે ત્યારે જરૂર મુજબ બાફેલી કેરીનો માવો અને તળાવની કાળી માટી સરખા ભાગે લઇ તેમાં થોડું પાણી મેળવી રગડા જેવું બનાવવું. 

તૈયાર થયેલ રાગડાને દર્દીના આખા શરીર ઉપર લગાડી દેવું અને અડધો કલાક થયા પછી, તડકામાં ઠંડા થવા મુકેલ પાણીથી શરીરને બરાબર ધોઈ સ્નાન કરી લેવું. ત્યારબાદ શરીર લૂછીને તરતજ ખાદીના કે મલમલ ઢીલા કપડાં પહેરાવવા. હવા ચુસ્ત કપડાં પહેરાવવા નહિ. ખસના પડદા બાંધેલ ઠંડા ઓરડામાં દર્દીને સૂવડાવવો. અને તેની પલંગ કે પથારીમાં આજુબાજુ ગુલાબ-મોગરાના સુગંધિત ફૂલ ભીના કરીને મૂકવા જેથી કરીને એ સુગંધિત ફૂલોની મીઠી સુગંધ મળી રહે. આ ઉપરોક્ત મુજબ બતાવેલ વિધિ એક - બે દિવસ કરવાથી રાહત અવશ્ય થાય છે. 

લૂ થી પિડાતી વ્યક્તિએ આહારમાં શું લેવું ?

આવી વ્યક્તિએ ખોરાકમાં ઢીલા મીઠા વગરના ભાત તેમજ મગની દાળ કે તુવેરની પાતળી ઓછા મીઠા વળી મોળી દાળ લઇ શકાય. તેમજ કાચી ડુંગળીનું કચુંબર અને કાચી કેરી છીણીને તેમાં મીઠું અને દેશી શુદ્ધ ગોળ લઇ શકાય. આ ઉપરાંત પ્રવહીમાં કાચી કેરીનું શરબત, લીંબુનું શરબત, કોકમનું શરબત પણ પી શકાય છે. સાથે સાથે તરબૂચ, ટેટી, દાડમ, ફાલસા, લીલી દ્રાક્ષ, સૂકી દ્રાક્ષ અને તાજો બરફ વિનાનો શેરડીનો રસ પણ પી શકાય.  

જો ઉપર જણાવેલ આ ઉપચારથી પણ લૂ ની અસર ઓછી ન થાય તો તમારે તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં જઈને સારવાર લેવી જોઈએ.

નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.

આ પણ વાંચો.....


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ