Head Ads

તમારા નાક પરના બ્લેકહેડ્સ થશે ગણતરીની મિનિટોમાંજ ગાયબ, અજમાવો બ્લેકહેડ રિમૂવ કરવાના ઉપાય અને ઘરેલુ નુસખા - blackheads removal on nose


અત્યારના સમયમાં વધતા જતા પ્રદુષણ અને ધૂળ-માટીના કારણે મહિલાઓમાં ચહેરાની સુંદરતા સંબંધિત સમસ્યાઓ વધવા લાગી છે. અને એમાંની એક સમસ્યા બ્લેકહેડ પણ છે. મહિલાઓને ખાસ કરીને બ્લેકહેડ્સ નાક પર જ થતા હોય છે. જે સ્ત્રીઓની ચહેરાની સુંદરતા ઉપર ડાઘ સમાન છે. ઘણીખરી મહિલાઓ આ સમસ્યા દૂર કરવા માટે ઘણાબધા બ્લેકહેડ રિમૂવ કરવાના ઉપાય કરતી હોય છે. ઉપયોગી 

પરંતુ ઘણીવાર અધૂરી માહિતીના અભાવે કોઇ પણ ફાયદો થતો નથી. પણ એવા કેટલાક ઘરેલુ ઉપાય છે જે તમે ઘરે જ કરીને બ્લેકહેડ્સને દૂર કરી શકાય છે. માટે આજે અમે તમને એવા અસરકારક ઘરગથ્થુ ઉપાય જણાવીશું તમે તમારા બ્લેકહેડ્સને ( blackheads ) દૂર કરી શકશો અને એ પણ કોઈપણ જાતના વધારાના ખર્ચ કાર્ય વગર - બ્લેકહેડ દુર કરવાના ઘરગથ્થુ ઉપાય

બ્લેકહેડ્સ દૂર કરાવના ઉપાય । How to remove blackheads 

સ્ટીમ લેવાથી દુર થાય છે બ્લેકહેડ્સ | Remove blackheads with steam
મહિલા મિત્રોએ જો બ્લેકહેડ્સથી છૂટકારો મેળવાનો હોય તો સ્ટીમ ખુબજ ફાયદા કારક છે. માટે  સ્ટીમ લેવી જોઈએ. સ્ટીમ લેવાથી તમારી ત્વચા એકદમ સ્વસ્થ્ય અને મુલાયમ થઇ જાય છે. જેથી 
મુલાયમ ત્વચામાંથી બ્લેકહેડ્સને દબાવીને ધીરે ધીરે સ્કિનમાથી બહાર કાઢી લો. અને જ્યારે બધા બ્લેકહેડસ નીકળી જાય ત્યાર બાદ ચહેરાને ટુવાલથી એકદમ સાફ કરી લો.   

બ્લેકહેડ માટે બેકિંગ સોડા | Remove blackheads with backing soda
સૌ પ્રથમ એક બાઉલમા બે ચમચી બેકિંગ સોડા લઇને એમાં પાણી મિક્સ કરી લો, અને એક સહેજ લુદ્દી જેવી પેસ્ટ બનાવી લો. ત્યારબાદ એ પેસ્ટને બ્લેકહેડ્સ પર લગાવી લો. અને થોડા સમય માટે એને પેસ્ટ લગાવેલી જગ્યા એ સૂકાવા માટે રહેવા દો. જયારે આ પેસ્ટ સૂકાઇ જાય ત્યારબાદ ચહેરાને સ્વચ્છ ઠંડા પાણીથી ધોઇ નાખો. થોડાક દિવસ સુધી આમ કરવાથી તમારા બ્લેકબેડ્સ ધીરે ધીરે એકદમ દૂર થઇ જાય છે. 

બ્લેકહેડ માટે લીંબુનો રસ | Remove blackheads with lemon juice
બ્લેકહેડ દૂર કરવા માટે લીંબુનો રસ પણ ઘણો કરગર છે. લીંબુનો સ્ક્રબ લગાવવાથી પણ તમારા બ્લેકહેડ્સ દૂર થઇ જાય છે. માટે, એક બાઉલમા મધ, દહી, મીઠું, ગુલાબજળ અને લીંબુનો રસ વ્યવસ્થિત રીતે મિક્સ કરીને તમારા ચહેરા પર લગાવીદો. ત્યારબાદ જ્યારે તે સૂકાઇ જાય તે પછી તમારા ચહેરાને સારી રીતે ધોઇ લો. આમ, વારાફરતી અઠવાડિયામા બે થી ત્રણ વખત લીંબુનો રસ લગાવવાથી ખૂબ ફાયદો થાય છે. 

ચંદન પાઉડર | Remove blackheads with sandal powder
બ્લેકહેડ દૂર કરવા માટે ચંદન પાઉડર પણ ઉપયોગી છે. ચંદન પાઉડર ખીલને સારા કરવા માટે તેમજ મોઢામા પડેલા ડાઘ અને ધબ્બા દૂર કરવા માટે ખૂબ ફાયદાકારક છે. ચંદનનો પાઉડર અને દૂધ અને હળદરને વ્યવસ્થિત મિક્સ કરીને તેનાથી તમારા ખીલ અને ડાઘ-ધબ્બા પર લગાવી શકો છો અને જેનાથી તમારા ખીલની સાથે અને ચહેરા પર થતી બળતરા પણ ઓછી થવા લાગે છે અને બ્લેકહેડ જેવી સમસ્યા પણ થશે નહિ.

મિત્રો, આ આર્ટિકલમાં આપણે બ્લેકહેડ રિમૂવ કરવા, બ્લેકહેડ દૂર કરવા, remove blackheads on nose, removing blackheads from nose તેમજ નાક ઉપરથી બ્લેકહેડ દૂર કરવાના ઉપાય અને ઘરેલુ નુસખા જોયા તે જોતા અમે આશા રાખીયેં કે આપને બ્લેકહેડ દૂર કરવા માટે ઉપયોગી સાબિત થશે.

નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.

આ પણ વાંચો.....

 

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ