Head Ads

સવારે વેહલા ઉઠવાના છે ખુબ જ ચમત્કારી ફાયદા, જાણી ને તમે પણ દંગ રહી જશો


આજે ઘણા લોકોને મોડા ઉઠવાની આદત હોય છે અને તેના કારણે તેમનો આખો દિવસ ખરાબ જાય છે. જો તમે વહેલા જાગી જાઓ છો, તો તમને ઘણા ફાયદા મળી શકે છે. આમ તો લોકો એવું પણ કહે છે કે આપણા પૌરાણિક શાસ્ત્રોમાં સૂર્યોદય પહેલા જાગનારાઓને સ્વસ્થ ગણાવ્યા છે પરંતુ તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જીવનશૈલીને કારણે લગભગ કોઈ એવું કરતું નથી. યુકેમાં ડાયેટિશિયન અને મનોવૈજ્ઞાનિકોની ટીમે તાજેતરમાં તારણ કાઢ્યું હતું કે જો આપણે સ્વસ્થ, ખુશ  રહેવું હોય તો વહેલા ઉઠવાની આદત પાડવી જરૂરી છે. 

દિનચર્યામાં સૌથી પહેલું કામ બ્રહ્મમુહૂર્તમાં ઊઠવાનું છે.આ સમય સૂર્યોદયના 96 મિનિટ પહેલાં શરૂ થાય છે અને 48 મિનિટ પહેલાં પૂરો થાય છે, તેથી સૂર્યોદય પહેલાં 50 મિનિટ પહેલાં ઉઠો.  આ સમયે જ્યારે તમે જાગો છો ત્યારે શરીરમાં એવા હોર્મોન્સ ઉત્પન્ન થાય છે જે શરીર નો ઉત્સાહ, ઉર્જા, અને જોમ વધારે છે. 

આપણે નાના હતા ત્યારથી માંડીને છેક મોટા થયા ત્યાં સુધીમાં આપણા દાદા દાદી એ વેહલા ઉઠો, વેહલા ઉઠવાના ખુબ જ ફાયદાઓ છે તેવું સાંભળ્યું જ હશે બરોબર ને! આમ જોવા જઈએ તો આપણા ઘરનાં વડીલો ની વાત સાવ સાચી છે. વહેલા ઉઠવાથી ખૂબ જ ચમત્કારીક ફાયદા થાય છે. જેમ કે જેટલાં વેહલા ઉઠીશુ તેટલા જ આપણા કામ વેહલા થશે, વધારે ઉતાવળ કરવી પડશે નહિ. વહેલી સવારે કસરત કરવાનો પણ સમય મળી રહે છે.  

સવારે વેહલા ઉઠી કસરત, યોગા, વોકિંગ,સાયકલિંગ કરવાથી આપણા શરીરને ખુબ જ ફાયદો થાય છે. આપણું સ્વાસ્થ્ય બરોબર જળવાઈ રહે છે. આજના જમાનામાં બધાને ઓફિસે સમયસર પોંહચવું પડે છે જો લેટ થઈ જાય તો પગાર પણ કપાય જાય છે આથી વેહલા ઉઠવાથી ઓફિસે પણ સમયસર પોંહચી શકાય છે. તો ચાલો તબક્કાર જાણીએ કે વેહલા ઉઠવાના શું શું ફાયદા છે. 

દિવસ દરમિયાનનુ આયોજન વ્યવસ્થિત થઇ શકે છે
સવારે જેટલાં વેહલા ઉઠીએ તેટલું જ આપણું કામ એકદમ સરળતાથી થઈ શકે છે. તમને તમારા કામ કરવા માટે પૂરતો સમય મળી રહે છે. તમારે કોઈ પણ જાતની ઉતાવળ કરવી પડતી નથી. વેહલા ઉઠવાથી તમારું કામ તમે ઝડપથી પૂર્ણ કરી શકો છો. આથી આપણા દિવસ દરમિયાનનુ આયોજન વેહલા ઉઠવાથી વધુ સારું બની શકે છે. જેથી તમે માનસિક રીતે પણ સારું અનુભવી શકો છો. અને મનને શાંતિ મળે છે.

નાસ્તો કરવાનો પૂરતો સમય મળી રહે છે
સવારે વેહલા ઉઠવાથી આપણા દરેક કામ આરામથી પૂર્ણ થઈ જાય છે જેથી તમને હેલ્થી નાસ્તો બનાવવાનો પૂરતો સમય મળી રહે છે. સવારે હેલ્થી નાસ્તો ખાવાથી આપણા શરીર ને ખુબ જ ફાયદો થાય છે. આયુર્વેદમાં પણ કહેવામાં આવ્યું છે કે " તમારે તમારા દિવસની શરૂવાત પૌષ્ટિક નાસ્તાથી કરવી જોઈએ. 

તણાવ મુક્ત રહી શકાય
વેહલા ઉઠવાથી તમે સવાર થી જ તમારી દિનચર્યાનુ આયોજન વ્યવસ્થિત કરી શકો છો. આથી તમારે કોઈ પણ કામ કરવા માટે વધુ પડતી ભાગદોડ કરવી પડતી નથી. જેથી કોઈ પણ જાતના સ્ટ્રેસ વગર આપણે બધું જ કામ પતાવી શકીએ છીએ. વેહલા ઉઠવાથી આપણું મગજ પણ શાંત રહે છે. જેના કારણે આપણે તણાવ મુક્ત રહી શકીએ છીએ. 

અનિંદ્રા પણ દૂર થાય છે
રોજ સવારે વેહલા ઉઠવાની આદતથી રાત્રે વેહલા ઊંઘ આવી જતી હોય છે. આથી વહેલા ઉઠવાની આદત તમને રાત્રે સારી ઊંઘમાં લાવવામાં મદદ કરે છે, અને રાતની ઊંઘ સારી રીતે પૂર્ણ થયેલી હોય તો શરીર થાક અનુભવતું નથી. અને થાક ન લાગવના કારણે શરીરમાં સ્ફૂર્તિ રહે છે. જેનાથી તમારું સ્વાસ્થ્ય પણ સુધરે છે. 

આપણા જીવનમાં સકારાત્મકતાનો સંચાર થાય છે
રોજ સવારે વહેલા ઉઠવાથી તમારામાં સકારાત્મકતા આવે છે. એક રિસર્ચ મુજબ જાણવા મળ્યું છે છે કે, જે લોકો વહેલા ઉઠે છે તેઓ માત્ર થોડા સમય માટે જ નહીં પરંતુ તેમના બાકીના જીવન માટે પણ હંમેશા ખુશ રહે છે. શરીર માંથી નેગેટિવીટી પણ દૂર થાય છે. અને, સાથે સાથે શરીરમાં તાજગીનો અનુભવ થાય છે. 

કસરત કરવાનો ટાઇમ મળી રહે છે
સવારે કસરત કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે.  મોડા ઉઠવાને કારણે કામમાં મોડું થાય છે.  વળી, કસરત માટે પણ સમય રહેતો નથી. આવી સ્થિતિમાં વહેલી સવારે કસરત કરવાથી સ્વાસ્થ્ય સુધરે છે અને આપણું શરીર રોગમુક્ત રહે છે. સવારે કસરત કરવાથી આપણે દિવસભર તાજગી અનુભવીએ છીએ, અને દિવસ સારો જાય છે.

વહેલા જાગવાથી મહિલાઓ તણાવ ઓછો અનુભવે છે.  દિવસભર તેઓ એકદમ સ્વસ્થ અને તાજગીમય અનુભવે છે.  તેઓ કસરત અને ધ્યાન માટે સમય કાઢી શકે છે. સવારે વેહલા ઉઠવાથી સર્જનાત્મક વિચારસરણી કરી શકાય છે.  સવારે શારીરિક પ્રવૃત્તિ કરવાથી મગજને પૂરતો ઓક્સિજન મળે છે અને ક્ષમતા પણ સુધરે છે. 

સવારે ઉઠ્યા પછી તરત જ પાણી પીવું એ ઉષાપન કહેવાય છે.  રાત્રે જમ્યા પછી 7 થી 8 કલાક સુધી શરીરને પાણી મળતું નથી.  તેથી શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ જરૂરી છે.  બને તેટલું પાણી પીઓ. તેના ઘણા ફાયદા છે. તે યોગ્ય પાચનમાં મદદ કરે છે અને રક્ત પરિભ્રમણને વધારે છે. 

એકંદરે, સવારે વહેલા ઉઠવું એ દરેક બાબતમાં સારું છે.  ત્યારે તમે લોકોએ પણ સવારે વહેલા ઉઠવાની આદત પાડવી જોઈએ, જેથી તમે સારી રીતે જીવન જીવી શકો

નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.

આ પણ વાંચો.....

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ