Head Ads

4 અલગ અલગ પ્રકારની લસણની ચટણી બનાવવાની રીત


આમતો ચટણીઓ બધી અલગ અલગ પ્રકારની બનતી હોય છે. જેમ કે નારિયળની ચટણી, આંબલી અને ખજૂરની ચટણી, લીલી ધાણા અને ફુદીનાની ચટણી, લસણની ચટણી વગેરે. શિયાળા લસણ ખાવાથી અનેક ફાયદાઓ થાય છે. તો આજે, ખુબજ ટેસ્ટી અને વારંવાર ખાવાનું મન થાય એવી લસણની અલગ અલગ ચટણી કઈ રીતે બનાવવી એ વિગતવાર જાણીશું. 

તમે લસણનું અથાણું અને પરાઠા તો અવાર નવાર ખાતા હશો, પરંતુ આજે અમે તમને લસણની ચટણી કેવી રીતે બનાવવી તે વિશે જણાવીશુ, અને એ પણ એક નહિ ચાર ચાર જાતની અલગ અલગ જાતની એકથી એક ચડિયાતી લસણની બનાવવાની રીતે  જણાવીશું. જો તમે આ ચટણીની રેસિપી તમારા પરિવારના સભ્યોને ખવડાવશો, તો દરેક પરિવારનો દરેક સભ્ય તમારી વાહ વાહ કરશે. 

તો ચાલો, આજે આપણે ચાર અલગ અલગ પ્રકારની સ્વાદિષ્ટ એક થી એક ચડિયાતી લસણની ચટણી, ગાર્લિક ચટણી, garlic chutney, lasan chutney, lasan chatni, lasan chutney recipe for vadapav and dabeli, garlic chutney recipe in gujarati, કેવી રીતે બનાવની એ વિગતવાર સમજાવીશું. 

કોરી લસણની ચટણી | Dry Lasan ( Garlic ) Chutney

લસણની ચટણી બનાવવા જરૂરી સામગ્રી :- 

૧ વાટકી લસણ ની કળીઓ
૧ ચમચી લાલ કાશ્મીરી મરચું પાઉડર
૪ નંગ લાલ સૂકા મરચાં
૨ ચમચી દાળિયા
૧ ચમચી ધાણાજીરૂ
મીઠું સ્વાદાનુસાર 

કોરી લસણની ચટણી બનાવવાની રીત :-
સૌ પ્રથમ એક વાડકી લસણની કળી લઈ લો. આ લસણની કળીઓમાં સૂકા મરચા, લાલ મરચું પાઉડર, ધાણાજીરુ, દાળિયા અને તમારા સ્વાદ અનુસાર મીઠું ઉમેરવું. બધુ બરોબર રીતે મિક્સ કરીને મીસચરની જાર માં નાખીને આ તમામ ગ્રાઇન્ડ કરવું.
તો મિત્રો, તૈયાર છે તમારી સ્વાદિષ્ટ કોરી લસણ ની ચટણી. કોરી લસણ ની ચટણી ખુબજ સરસ લાગે છે. જો શાક ના પણ હોય તો આ ચટણીમાં સહેજ તેલ ઉમેરીને રોટલી સાથે પણ ખાઈ શકાય છે. 

લસણ સિંગદાણાની સુકી ચટણીGarlic Peanut Dry Chutney 

લસણ સીંગદાણાની સૂકી ચટણી બનાવવા જરૂરી સામગ્રી :-

25 નંગ લસણની કળીઓ
4 ચમચી લાલ કાશ્મીરી મરચું પાવડર
3 ચમચી સીંગતેલ
2 ચમચી કોપરું
છીણેલુ
2 ચમચી મીઠો લીમડો
1 ટુકડો તજ
1 ચમચી મીઠું
1/2 ચમચી હળદર
3 ચમચી ધાણાજીરું પાઉડર
2 ચમચી વરિયાળી
1/2  મોટો કપ શીંગદાણા
1/2  નાનો કપ દાળિયા
1 ટુકડો આદુ
1 ચમચી જીરૂ
1 ચમચી તલ
1 ચમચી સંચળ પાઉડર
1 ચમચી કાળા મરી પાઉડર
5 નંગ લવિંગ

લસણ સિંગદાણાની ચટણી બનાવવાની રીત :-
સૌ પ્રથમ આપણે લીધેલા અડધો કપ શીંગદાણાને સહેજ શેકી લેવા. શેકાઈ ગયા બાદ એને એક વાસણમાં કાઢીને અલગ મુકો. દાળિયાને પણ શેકી ને અલગ મૂકો. ત્યારબાદ લસણની કળીઓને   ધીમા ગેસ પર સાંતળવી. એની સાથે સાથે વરિયાળી અને જીરું, મીઠો લીમડાને પણ એક સાથે સાતળી લો. ત્યારબાદ ગેસ બંધ કરીને તજના ટુકડા ને પણ તવી  ઉપર સહેજ શેકી લો. ત્યાર બાદ વસ્તુ ઠંડી પડે એટલે મિક્સર જારમાં લસણ સિવાયની બધીજ વસ્તુઓ ક્રશ કરી લો. 

આ બધી વસ્તુ એક થાળીમાં કાઢી લો. હવે લસણની કળીઓને પણ ક્રશ કરી લો. ક્રશ થઇ ગયા બાદ એને એક મોટા બાઉલમાં લઈ લસણની ક્રશ કરેલી કળીઓ અને બાકીનો બધો જ મસાલો ઉમેરવો. સાથે સાથે લાલ કાશ્મીરી મરચું પણ ઉમેરો. ત્યારબાદ, વઘારીયામાં ચાર ચમચી તેલ મૂકી એને ગરમ કરો. તેલ સહેજ ઠંડુ પડે એટલે આપણી મિશ્રણ કરેલી ચટણી ઉપર એ તેલ રેડો. 

તેલ રેડાઈ ગયા બાદ એ બધોજ મસાલો સરખી રીતે મિક્સ કરીલો. બરાબર સરખી રીતે મિક્સ થઇ ગયા બાદ એ ચટણીને સરખી રીતે હલાવીને કાચની બરણીમાં ભરી લો. આ ચટણીને બહાર રાખી શકાય છે. અને જો આ ચટણીને છ મહિનાથી વધુ સમય માટે સ્ટોર હોય તો તેને ફ્રીઝમાં રાખવી. પણ મિત્રો, હું ખાતરી આપું છું કે આ તમારી ચટણી એક જ મહિનામાંની અંદર પૂરી થઈ જશે

લીલા ધાણા અને લસણની ( ગ્રીન ગાર્લિક ) ચટણી । Green Garlic Chutney

ગ્રીન ગાર્લિક ચટણી બનાવવા માટે જરૂરી સામગ્રી :-

1 વાટકી લીલા લસણ
1 વાટકી લીલા ધણા ( કોથમીર )
1 ચમચી તલ
1/2 ચમચી લીંબુ નો રસ
અડધો કપ શેકેલા શીંગદાણા
2 નંગ લીલા મરચા
મીઠુ તમારા સ્વાદ અનુસાર

લીલા ધાણા અને લસણની ( ગ્રીન ગાર્લિક ) ચટણી બનાવવાની રીત :-
લીલું લસણ, લીલા ધણા ( કોથમીર ), લીલા મરચા, શેકેલા શીંગદાણા, તલ, લીંબુનો રસ, સ્વાદ મુજબનું મીઠું અને
ચટણીની કન્સીસટેન્સી પ્રમાણે એમાં પાણી ઉમેરવુ. આ બધી વસ્તુ મિક્ચર ગ્રાઈન્ડરમાં નાખીને ગ્રાઈન્ડ કરીને સ્મુધ પેસ્ટ બનાવી લો, મિત્રો, આપણી લીલા લસણ, લીલા ધણા ની ગ્રીન ગાર્લિક ચટણી તૈયાર છે. આ ચટણીને મિકચર જાર માથી કાઢી ને એરટાઈટ ડબ્બામાં ભરી લો. આ ચટણી એક અઠવાડિયા સુધી સારી રહે છે. 

લસણ ટામેટાની ચટણી । Garlic Tomato Chutney 

લસણ ટામેટાની ચટણી બનાવવા માટે જરૂરી સામગ્રી :- 

1 વાટકી ફોલેલા લસણ ની કળીઓ
1/2 વાટકી ટામેટાનો પલ્પ
4 ચમચી લસણ ની લાલ ચટણી
2 ચમચા તેલ
મીઠું સ્વાદ અનુસાર 

લસણ ટામેટાની ચટણી બનાવવા માટેની રીત:-
સૌ પ્રથમ એક સ્વચ્છ તપેલીમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યારબાદ એમાં લસણ ની ફોલેલી કળીઓ ઉમેરો અને અને હલાવો. ત્યારબાદ તેમાં ટામેટા નો પલ્પ ઉમેરીને એને બે મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ તેમાં આપણે ઉપર મુજબ બનાવેલ લસણ ની લાલ ચટણી ઉમેરો, અને એમાં તમારા સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બધુ બરાબર મિક્ષ થઇ જાય એ રીતે મિક્સ કરીલો. હવે ગેસ બંધ કરી એને હલાવી લો. તૈયાર છે ખાટી મીઠી
લસણ ટામેટાની ચટણી. 

લસણની ચટણી પીરસવાની રીત :-
આપણે બનાવેલ ચટણીનો ઉપયોગ કોઈપણ ભારતીય શાક જેમાં લસણનો ઉપયોગ કરવામાં આવે છે, એમાં કરી શકાય છે. તદુપરાંત એને ભોજનની સાથે પણ પીરસી શકાય છે. ભારતના ગામડાઓમાં લસણની ચટણીને સામાન્ય રીતે બાજરીનો રોટલો અને દાળની સાથે પીરસવામાં આવે છે. આ ચટણીમાં થોડું પાણી અથવાતો દહીં ઉમેરીને કરીને એક સ્વાદિષ્ટ ડીપ પણ બનાવી શકાય છે. 

લસણની ચટણી માટેની ટીપ્સ અને વિવિધતા :-
ભેળ પૂરી, સેવ પૂરી અથવાતો કોઈપણ પ્રકારના ચાટ માટે લસણની ચટણી બનાવવા માટે એમાં ૩ ચમચી પાણી અને ૧ ચમચી લીંબુનો રસ ઉમેરવો. આપણી પરંપરાગત રીતે લસણની ચટણી બનાવવા માટે તમારે મિકસરના બદલે ખાંડણી અને દસ્તાનો ઉપયોગ કરવો. તેનાથી બનેલી ચટણીનો સ્વાદ વધારે સ્વાદિષ્ટ અને કંઈક અલગજ હોય છે.

બીજી અન્ય રેસિપી જે તમને જરૂર ગમશે 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ