આપણી ચામડી બહુ જ કોમળ અને શરીરનો નાજુક ભાગ હોય છે. ચામડીનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે. કેટલીક વખત ચામડી પર ખોટા ઉત્પાદનોનો ઉપયોગ કરવાથી, ધૂળ - માટીના સંપર્કમાં આવવાથી કે વાતાવરણ બદલાવાના કારણે ચામડી પર નાના દાણા, રેશિશ સોજો, ખંજવાળ અને ચામડી લાલ થવી જેવા ઇન્ફેક્શન થવા લાગે છે. તેને સ્કિન એલર્જી કહેવાય છે.
સ્કીન એલર્જીને નજરઅંદાજ કરવાથી તે એક જગ્યાએથી ફેલાઈને બીજા ભાગમાં પણ થઈ શકે છે. તમને જેવું જ સ્કીન પર એલર્જી જેવું દેખાય, તો ડોક્ટરની સલાહ અવશ્ય લો. સ્કીન એનર્જીને સારું કરવા માટે થોડા ઘરેલુ ઉપાય ની પણ મદદ લઈ શકાય છે.
ચાલો જાણીએ સ્કીન એનર્જીના થોડા ઘરેલુ ઉપાય
એલોવેરા
એલોવેરા ચામડી માટે પણ બહુ ફાયદાકારક હોય છે. એલોવેરામાં આવેલ એન્ટી- ઇન્ફ્લામેટરી, એન્ટી-બેકટેરિયલ અને એન્ટી-ફંગલ જેવા ગુણ સ્કીન એલર્જી દૂર કરવા માં મદદ કરે છે. આનો ઉપયોગ કરવા માટે એલોવેરા જેલને પ્રભાવિત જગ્યાએ લગાવો. 15 મિનિટ સુકવ્યા બાદ તેને સાદા પાણીથી સાફ કરી લેવું. એલોવેરા જેલ સ્કીન એનર્જી ને દૂર કરવામાં મદદ કરે છે.
લીમડો
લીમડો ચામડી ની કેટલીક સમસ્યાઓ દૂર કરવામાં કામ લાગે છે. લીમડામાં એન્ટી-ઇન્ફ્લામેટરી અને એન્ટી-બેકટેરિયલ ગુણ હોવાના કારણે તે સ્કીન એલર્જી દૂર કરવામાં મદદ કરી શકે છે. લીમડાના તેલને ચામડી પર ઉપયોગ કરવા માટે લીમડાના તેલને એલર્જી વાળી જગ્યાએ લગાવો અને 15 થી 20 મિનિટ પછી ચામડીને સાદા પાણીથી સાફ કરો.
લીમડો શરીરની ત્વચાને ઠંડક આપે છે. અને એમાં એન્ટિસેપ્ટિક ગુણ રહેલો છે. લીમડાના તેલના ઉપયોગથી ચામડીમાં ખંજવાળ, સોજો અને રેશિશની તકલીફ દૂર થાય છે. લીમડાના પાંદડા ને પાણીમાં ઉકાળીને તે પાણીથી નહવાથી પણ સ્કીન એલર્જી માં આરામ મળે છે.
તુલસી
તુલસી વાતાવરણીય રોગોને દૂર કરવામાં મદદ કરે છે. સ્કીન એલર્જી થવા પર તુલસીનો ઉપયોગ કરવા માટે તેના પાંદડા તોડીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને એલર્જી વાળી જગ્યા પર લગાવો. જ્યારે પેસ્ટ ચામડી પર સુકાઈ જાય, ત્યારે તેને સાદા પાણીથી સાફ કરી દો.
સફરજનનો સરકો
સફરજન સરકો ચામડીની કેટલીક તકલીફો દૂર કરવામાં કામમાં આવે છે. સફરજનના સરકામાં એન્ટી-ઇન્ફ્લામેટરી અને એન્ટી-બેકટેરિયલ ગુણ હોવાના કારણે તે એલર્જીને દૂર કરે છે. સ્કીન એનર્જીમાં આનો ઉપયોગ કરવા માટે એક કપ નવશેકા પાણીમાં એક મોટી ચમચી સરકો મેળવો. આ મિશ્રણ વાળી જગ્યા પર લગાવો. 15 મિનિટ સુધી આ મિશ્રણને લગાવી રાખો. સુકાયા બાદ તેને સાદા પાણીથી સાફ કરો. તેને લગાવવાથી સ્કીન એલર્જી માં રાહત મળે છે.
કોપરેલ
કોપરેલનો ઉપયોગ લગભગ બધા ઘરમાં થતો હોય છે. કોપરેલ ચામડીને પોષણ આપવાની સાથે તેને હેલ્ધી રાખવામાં પણ મદદ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે પ્રભાવિત જગ્યા પર તેને હળવા હાથે લગાવો. તેને ચામડી પર 15 થી 20 મિનિટ સુધી લગાવી રાખો. ત્યાર પછી સાદા પાણીથી ચામડીને સાફ કરો. કોપરેલ ના ઉપયોગથી ચામડી પર રેશિશ,સોજો અને ખંજવાળમાં રાહત મળે છે.
સ્કીન એલર્જીની શરૂઆતમાં જ તેનો ઈલાજ કરાવવો. એલર્જી ને વધવા ન દેવી જોઈએ. આ ઘરેલુ ઉપાયોની મદદથી જો સ્કીન એલર્જી માં રાહત ન મળે તો, તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો. આ ઘરેલુ ઉપાય કરતાં સમયે જો ચામડી પર અચાનક ખંજવાળ અથવા બીજા કોઈ લક્ષણો નજર આવે તો, આ ઘરેલુ ઉપાયોનો ઉપયોગ ના કરવો.
નોંધ :- અમારા
દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના
આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ
પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા
પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની
સલાહ અવશ્ય લો.
આ પણ વાંચો....
- રોજ સવારે નરણાકોઠે પીવો આ એક જ્યુસ માથાથી લઇને પગની પાની સુધીના તમામ રોગ થશે દૂર
- દરરોજ સવારે હુંફાળા પાણી સાથે માત્ર અડધી ચમચી લેવાથી નખમાં પણ રોગ નહિ રહે
- માથાના વાળથી લઈને પગની પાની સુધીના 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર
- મોંઘી દવાઓ કરતા પણ ખુબ ફાયદાકારક છે આ તેલ નાની મોટી દરેક સમસ્યાનો છે આ રામબાણ ઈલાજ
- વૃદ્ધાવસ્થામાં મગજ ઝડપી દોડવું હોયતો અત્યારથી જ નિયમિત દરરોજ ખાવાનું ચાલુ કરીદો આ ગુણકારી વસ્તુ
- શરીરમાં વારંવાર થાક લાગતો હોય, નબળાઈ લગતી હોય તો આજથી રોજ ખાવાનું ચાલુ કરીદો આટલી શક્તિ વર્ધક વસ્તુઓ
- ફણગાવેલા કઠોળ એટલે આરોગ્ય નો અદ્ભુત ખજાનો..!! જાણો એના 10 ઉપયોગી ફાયદાઓ
- માત્ર ૧૫ કલાકમાં જ તમારા ફેફ્સામાં રહેલી વર્ષો જુની ગંદકીને દૂર કરી દેશે આ ઉપાય....
- કાળા મરી કેટલા પ્રમાણ માં કઈ રીતે ખાવા થી શું ફાયદા થાય છે. જાણો, કાળા મરી ની ઐતિહાસિક અને આયુર્વેદિક વિગત...
- માત્ર આટલુંજ કરશો તો કોઈ પણ દવા ની ગોળી વગર ઇમ્યુનિટી આપોઆપ વધી જશે.
- રોજ સવારે ખાઈ લો ખજૂરની ૩ પેશીઓ, નખમાં પણ રોગ નહિ રહે બીમારીઓ થશે જડમૂળથી દૂર
0 ટિપ્પણીઓ