Head Ads

શિયાળો આવતાની સાથે તમારી સ્કિન ડ્રાય અને ફાટી જાય છે તો આ 5 પ્રકારના નેચરલ ઘરેલું નુસખા ઉપાય અજમાવો

Dry skin in winter

જેમ સીઝન બદલાય તેમ તેની અસર આપણા શરીર પર તેમજ શરીર પરની સ્કિન પર પણ જોવા મળે છેં. જેના કારણે કેટલીક વાર આપણી ત્વચા સાવ ડલ અને ડેમેજ દેખાય છેં. શિયાળો આવતાની સાથે જ આપણી ત્વચા એકદમ ડ્રાય થઇ જાય છેં અને ખંજવાળ પણ ખુબ જ આવે છેં. અને ક્યારેક સ્કિન રેશિશ પણ જોવા મળે છેં. લોકો પોતાની સ્કિનની જાળવણી કરવા માટે રાત્રે સુતા પેહલા ક્રિમ અથવા તો સિરમનોં ઉપયોગ કરતા હોય છેં. 

જેનાથી સ્કિન હેલ્થી અને ચમકીલી બને છેં. રાત્રે સ્કિનના સેલ રીપેર થાય છેં આથી રાત્રે સુતા પેહલા નેચરલ પ્રોડક્ટ સ્કિન પર લગાવવાથી તમારી સ્કિનને ખુબ જ ફાયદો થાય છેં. આજે અમે તમને આ આર્ટિકલમાં શિયાળાની ઋતુમાં રાત્રે સુતા પેહલા આ  નેચરલ પ્રોડક્ટનોં ઉપયોગ કરવાથી સ્કિનને શું ફાયદાઓ થાય છેં તેં આજે અમે તમને જણાવીશું. 

એલોવેરા જેલ - Aloe Vera Gel
એલોવેરા જેલમાં એન્ટીઓક્સીડેન્ટ નામનું તત્વ આવેલું હોય છેં. જે આપણા સ્કિનને બેક્ટેરિયા તેમજ અન્ય રોગથી બચાવવાનું કામ કરે છેં. ઉપરાંત એલોવેરા જેલ આપણી સ્કિન પર લગાવવાથી સ્કિન હાયડ્રેટ રહે છેં અને ત્વચા પણ ચમકીલી બને છેં.જો તમે પણ રાત્રે સુતા પેહલા ચેહરા પર એલોવેરા જેલ લગાવશો તો તમારી પણ ત્વચા એકદમ સોફ્ટ અને ગ્લોઇંગ બને છે. તેં ચેહરા પર પિમ્પલના ડાઘ દૂર કરવામાં પણ મદદરૂપ બને છેં. 

મધ - Honey
મધમાં પણ એન્ટીઓક્સીડેન્ટ નામનું તત્વ આવેલું હોય છેં જે આપણી સ્કિનને મોશ્ચ્યુરાઈઝ રાખે છે. જો શિયાળાને કારણે તમારા ચેહરાની સ્કિન પણ ફાટી ગઈ હોય અને શુષ્ક થઇ ગઈ હોય તો તમારે રાત્રે સુતા પેહલા થોડું મધ લઇને આખા ચેહરા પર મસાજ કરવો જોઈએ. ત્યારબાદ પાંચ મિનિટ બાદ ચહેરો સાદા પાણીથી ધોઈ નાખવો જોઈએ. જેનાથી તમારા ચહેરાની સ્કીનમાં ખૂબ જ ગ્લો આવશે અને સ્કીન ખૂબ જ સોફ્ટ થશે. 

નારિયેળ તેલ - Coconut Oil
વર્ષોથી આયુર્વેદ પ્રમાણે નાળિયેર તેલને ચહેરા માટે ખૂબ જ સારું ગણવામાં આવે છેં. નારિયેળ તેલના ઉપયોગથી ફાટી ગયેલી સ્કીનમાં ખૂબ જ રાહત મળે છે અને સ્કીનને મોસ્ચ્યુરાઈઝ  અને પોષણયુક્ત રાખે છે. જો તમારી સ્કિન પણ ખુબ જ ફાટી ગઈ હોય તો તમારે રાત્રે સુતા પેહલા ચેહરો સ્વચ્છ પાણીથી ધોઈને નારિયેળ તેલ વડે ચેહરા પર માલિશ કરવી જોઈએ. જેનાથી સ્કિન સોફ્ટ તો બને જ છેં સાથે સ્કિનની કાડાશ પણ દૂર થાય છેં. 

ગ્લીસરીન - Glycerin
ગ્લીસરીનની તાસીર પહેલેથી જ ચીકણી હોય છેં. તેં આપણી ત્વચા માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છેં.જો શિયાળામાં તમારી સ્કિન વધારે પડતી જ ફાટી ગઈ અને રેડ રેશિશ થઇ ગયા હોય ત્યારે તમારે ગ્લીસરીનનોં ઉપયોગ કરવો જોઈએ. તેનાથી સ્કિનને પોષણ મળે છેં સ્કિનમાં ગ્લો પણ આવે છેં. 

કેટલાક લોકો  શિયાળામાં ગ્લીસરીન,મધ અને ગુલાબજળ, તેમજ લીંબુ મિક્સ કરીને પણ દરોજ્જ શરીરે લગાવે છેં. જે આપણા શરીરની ત્વચા માટે વરદાનરુપ માનવામાં આવે છેં. તેનાથી સ્કિન સોફ્ટ પણ બને છેં તેમજ વાન પણ નિખરે છે. આમ રાત્રે સુતા પેહલા તમે પણ જો ગ્લિસરીન વડે તમારા ચહેરા ઉપર મસાજ કરશો તો ખૂબ જ ફાયદો જોવા મળશે. 

દેશી ઘી - Ghee
દેશી ઘી ને ચહેરા ઉપર લગાવવાથી  ઘણી બધી સમસ્યાઓ દૂર થાય છે. દેશી ઘી ને ચહેરા ઉપર લગાવવાથી ચહેરાને મોશ્ચ્યુરાઈઝર મળી રહે છે. તેના ઉપયોગથી ફાટેલી સ્કીન રીપેર થાય છે અને પોષણ પણ મળે છે. જો કોઈ કારણસર ચહેરા ઉપર સોજો આવી ગયો હોય તો તમારે થોડું દેશી ઘી લઈને ચહેરા ઉપર મસાજ કરવો જોઈએ તેનાથી ચહેરા પરનોં સોજો દૂર થાય છે.રાત્રે સુતા પેહલા ચેહરાને સ્વચ્છ પાણીથી ધોઈને ત્યારબાદ હથેળીમાં થોડું દેશી ઘી લઈને ચહેરા ઉપર મસાજ કરવાથી ચહેરાને ખૂબ જ ફાયદો થાય છે. 

આમ ઉપર જણાવ્યા પ્રમાણેના નેચરલ પ્રોડક્ટ નો તમે શિયાળાની ઋતુમાં સ્કીન ઉપર ઉપયોગ કરશો તો તમારી સ્કિન ખૂબ જ સોફ્ટ અને કોમળ બનશે. અને સ્કીનને પૂરતું નરિશમેન્ટ પણ મળી રહેશે. ઉપરાંત શુષ્ક અને ફાટી ગયેલી ત્વચામાં પણ રાહત મળશે. કેટલીક વાર બજારમાં મળતા મોંઘા દાટ સ્કીન પ્રોડક્ટ નો ઉપયોગ કરવાથી આપણી સ્કીન ખરાબ થઈ જાય છે અને જતે દિવસે કાળાશ પણ આવી જાય છે પરંતુ આ નેચરલ પ્રોડક્ટ નો ઉપયોગ કરવાથી તમારી સ્કિન સોફ્ટ અને હેલ્થી બને છે.

નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે  લોકો  સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.

આ પણ વાંચો....

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ