આજે આપણે પગના ચીરા મટાડવાના ઉપાય, પગના વાઢીયા માટે ની દવા, પગના ચીરા, પગ ફાટવા, પગના વાઢીયામાં ક્રેક, પગના વાઢીયા ને દુર કરવા શું કરવું? પગના વાઢીયાની દવા, Pag na vadhiya ni dava, Pag na chira dur karva na upay, Pag na vadhiya dur krvana uppay in gujarati, Home remedy for crack heels in gujarati વીશે જાણીશુ
શિયાળામાં ખાસ કરીને શરદી, ગળાની તકલીફ, કે ત્વચા સૂકાઇ જવાની મુશ્કેલી રહેતી હોય છે. પણ ઘણા લોકોને પગની એડીની સમસ્યા પણ રહેતી હોય છે. આ સમસ્યા વાઢિયાં નામે ઓળખાતી હોય છે. અને આ તકલીફમા બેદરકાર રહેનાર લોકો માટે તો આ મોટું સ્વરૂપ લઇ લે છે અને ચાલવું મુશ્કેલ થઇ જાય છે.
તમે ગમે તેવા મોઘા અને આકર્ષક ચપ્પલ પહેર્યા હોય તો પણ ફાટેલી એડી તમારી સુંદરતા બગાડે છે. શિયાળાની શરૂઆત થતા જ કેટલાક લોકોને વાઢીયામાંથી લોહી નીકળવાનું શરૂ થઈ જાય છે અને તેમને ખૂબ બળતરા થતી હોય છે. એડીમાં થતા વાઢીયા જેને આપણે દેશી ભાષામાં પગમાં ચીરા પડી ગયા છે, પગ ની ચામડી ફાટી ગઈ છે એમ કહીએ છીએ.
હજુતો માંડ ઠંડીની ઠીક ઠીક શરૂઆત થઇ રહી છે. ઠંડી વધી જાય તે પહેલા એડી ના ફાટે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે તો, થંડીમા બગડતી જતી તમારી એડીને મુલાયમ બનાવી શકાય છે. પગમા થતા વાઢિયા આમતો જો ઠંડીના દિવસોમાં જો પડે તો તેનો ઉપચાર શક્ય છે. પરંતુ, પગની આ પિડા તમને શરૂઆત થતા ડાયાબિટિસની તો નથી ને? તેની ડોક્ટરી તપાસ પણ કરાવવી લેવી ખુબજ જરૂરી છે. માટે ડોક્ટરી તપાસ પણ કરાવવી લેવી જોઈએ.
પગના ચીરા પાડવાના કારણો
આમતો પગમાં ચીરા પાડવા, પગ ફાટવા કે પગમાં વાઢીયા હોવાના ઘણા બધા કારણો છે. જેવાકે ઋતુ માં ફેરફાર થવો, શરીરનું વધારે પડતું વજન હોવું, ચપ્પલ પહેર્યા વગર ચાલવાની આદત હોવી, પગમાં ચીરા પાડવા, પગ ફાટવા કે પગમાં વાઢીયા હોવાનું મુખ્ય કારણ તમારા શરીરની તાસીર અને પ્રકૃતિ પણ જવાબદાર હોય છે.
પગના ચીરા, પગના વાઢીયા દુર કરવાના ઉપાય । Pag na vadhiya dur krvana uppay in gujarati
તો ચલો આજે આપણે જણાવીએ કે પગ ની એડી માં પડતા ચીરા તેમજ પગમાં પડતા વાઢીયાને ને દૂર કરવાના ઘરેલું ઉપચારો, આ ઉપચારો સરળ તો છે. પણ, સાથે સાથે અસરદાર અને સસ્તા પણ છે જે દરેકના ખિસ્સાને પોસાય એવા.
નાળીયેર તેલ :
તમરા પગ સાફ કરવા માટે પાણીને થોડું જ ગરમ કરીને એમા તમારા પગને થોડા સમય માટે ડુબાડીને રાખો. આમ કરવાથી તમારા પગની એડીની ચામડી નરમ થઇ જશે. જો તમારા પગની એડી શિયાળાનાં સમયમાં કે પછી અન્ય સમય દરમિયાન ફાટી જતી હોય તો દરરોજ રાત્રે સુવાના સમયે પગને થોડા ગરમ પાણીમાં સારી રીતે ધોઈ લેવા.
ત્યારબાદ એ સ્વચ્છ પગને નાળીયેર તેલથી થોડી વાર માટે મસાજ કરો. અને એ તેલ લગવેલા પગ ઉપર મોજા પહેરીને સુઈ જવું. આવું રોજ કરવાથી તમારા પગની એડીમા ક્યારેય ક્રેક પડશે નહિ. અનેજો પહેલેથીજ પડેલી હશે તો સાજા થવામાં મદદ કરશે.
બેકિંગ સોડા :
આપનણે બેકિંગ સોડાનો ફક્ત ખાવામાં માટે જ ઉપયોગ કરતા હોઇયે છીયે. પરંતુ એમા એવા ઘણા ગુણ મળી આવે છે, જે આપણી ફાટેલી એડીઓ માટે પણ ફાયદાકારક હોય છે. એક ચમચી બેકિંગ સોડામા ૨ ચમચી પાણીને સારી રીતે ભેળવી દો. પછી એની સ્મુધ પાતળી પેસ્ટ બનાવો.
બેકિંગ સોડા અને પાણીથી બનાવેલી આ સ્મુધ પાતળી પેસ્ટને તમારી પગની એડી પર લગાવીને મસાજ કરિને સુકાવા માટે ૫ થી ૧૦ મિનીટ માટે રાખો. બરોબર સારી રીતે સુકાય જાય પછી પગને ઠંડા પાણીથી ધોઈ લો. ત્યાર બાદ ચોખ્ખા કપડાથી પગને સાફ કરી લો.
મીણનો ઉપયોગ કરવો :
મીણ ના ઉપયોગ થી પગ ની એડીઓની અને ફાટેલી એડીઓને ઠીક કરી શકાય છે. મીણ ચામડીને કોમળ બનાવવા વાળી પ્રાકૃતિક દવા અને સ્કિનમાં થતાં નેચરલ ઓયલ સ્ત્રાવને વધારવામાં મદદ કરે છે. આ રીતે મિણનો ઉપયોગ કરવો. સૌ પ્રથમ મીણને વાટકીમાં લઇને એને પીગાળી લો.
પછી તેમાં એટલી માત્રામાં નારીયલનુ તેલ મિક્ષ કરીને તે મિશ્રણને રૂના પૂમડાં વધે એડીઓની તિરાડમાં નાખો અને મોજા પહેરી ને સુઈ જાઓ. સવારે ઉઠીને એડીઓ ને ધોઈ નાખો. એક કે બે અઠવાડિયા સુધી આઉપાય કરવાથી એડીમાં ફાયદો થશે. વાઢિયા અને ચીરા પડવાની સમસ્યામાં આ એક અક્સિર ઉપાય છે.
લીંબુનો ઉપયોગ કરવો :
એડીને ફાટી ગઈ હોય અથવા તો વાઢીયા પડયા હોય તો સાજા કરવા માટે સૌથી સારો ઉપાય લીંબુ છે. ગરમ પાણીમાં લીંબુનો રસ નાખો અને તેમાં ૧૦ થી ૧૫ મિનિટ સુધી પગને તેમાં રાખો. પછી પ્યૂમિક સ્ટોન (ઠીકરું પગ સાફ કરવાનો પત્થર) થી પગને બરાબર સાફ કરીને પાણીથી પગને સાફ કરી લો અને પગમાં નારિયેળ તેલ અથવા વેસેલિન લગાવીને મોજા પહેરીને સૂઈ જાવ. રાત્રે આ ઉપચાર કર્યા બાદ સવારમાં ચોખ્ખા પાણી થી ધોઈ લો.તમને તરત જ ફરક જરૂર દેખાશે.
કોલગેટનો ઉપયોગ કરવો :
આમતો કોલગેટ નો ઉપયોગ દાંતે ઘસવા માટે થાય છે. પણ આ કોલગેટ એ તમારા પગી એડીને મુલાયમ રાખવા માટે પણ મદદ કરશે. કોલગેટમાં એવા પણ તત્વો રહેલા છે જે તમારી ત્વચાને મુલાયમ અને કોમળ બનાવે છે. કોલગેટમાં રહેલા તત્વોને કારણે વાઢીયામાં જલ્દી રુજ આવશે. અને એ વઢીયામા થતો દુખાવો પણ દુર કરવામા મદદ કરશે. અને દુખવામા તરત જ રાહત મળશે.
કોલગેટ માં વિટામીન ઈ ની કેપ્સુલ પણ ઉમેરી શકો છો. આ કેપ્સુલનુ નામ છે Evion 600 આ કેપ્સુલ મેડીકલ સ્ટોરમાં તમને સરતાથી મળી રહેશે. આ કેપ્સુલ પીળા રંગ ની હોય છે. કેપ્સુલને ખોલીને તેમાં રહેલુ લિક્વિડ કોલગેટ સાથે મિક્સ કરો અને લેપ બનાવો. આ લેપને રાત્રે પગના વાઢીયા પર લગાવો અને આખી રાત રહેવા દો. સવાર થતા પગને સ્વચ્છ પાણીથી સાફ કરી લો. તમને જરુર ફેર જણાશે.
અન્ય ઘરગથ્થુ ઉપાય :
- જે લોકોને પગમા પડેલા ચીરા અને વાઢીયા મટતાં ન હોય એમણે નિયમિત રીતે વડનું દૂધ લગવવુ જોઇયે. એનાથી ઘણો ફાયદો થાય છે.
- કડવા લીમડાની લીંબોળીનો રસ દીવેલમાં નીચોવી સારી રિતે હલાવી એકરસ કરી લેવો. આ મિશ્રણને પગના વાઢીયા પર લગાવવાથી ઝડપથી ફાયદો થાય છે.
- શિયાળાની ઋતુમાં સાબુ નો ઉપયોગ બહુ કરવો નહી. તેના બદલે ચણાનો લોટ, હળદર, ચંદન, દૂઘની મલાઈ વગેરેની પેસ્ટ બનાવી ચામડી પર ઘસીને સ્નાન કરવું.
- વાઢિયામાં અશ્વગંધા, શતાવરી, જેઠીમધ, ડોડી, આમળાં જેવાં રસાયન ઔષધો આપવામાં આવે છે. બૃહતવાતચિંતામણિ રસની એક-એક ગોળી સવાર-સાંજ દૂઘ સાથે લેવી. વર્ષા જૂના વાઢિયા પણ આ દવાથી મટશે.
- પગના વાઢિયા પર લીંબોળીનું તેલ, જાત્યાદિ તેલ અથવા તો નગોડના તેલથી માલિશ કરવું. માલિશ કર્યા પછી જ્યાં ચીરા હોય ત્યાં જાત્યાદિ મલમ લગાવવો. રાળનો મલમ પણ પગના વાઢિયા પર લગાવવાથી રાહત થાય છે. લીંબુનો રસ, ગુલાબજળ અને દીવેલની એક એક ચમચી લઇ મિકસ કરીને એડી પર રોજ રાતે માલીશ કરો.
- જો તમરી એડીઓ વધારે ફાટી ગઇ હોય તો, એક ચમચી ઘી લઇને એમા મીણ ઉમેરીને તેને ગરમ કરો. પછી એ પ્રવાહી રૂના પૂમડાં દ્વારા એક એક ટીપું એડીઓની તિરાડોમાં રેડો. શરૂઆતમાં તમને થોડીક બળતરા થશે, પણ આ એક અકસીર ઉપાય છે.
નોંધ :- અમારા
દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના
આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ
પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા
પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની
સલાહ અવશ્ય લો.
આ પણ વાંચો....
- રોજ સવારે નરણાકોઠે પીવો આ એક જ્યુસ માથાથી લઇને પગની પાની સુધીના તમામ રોગ થશે દૂર
- દરરોજ સવારે હુંફાળા પાણી સાથે માત્ર અડધી ચમચી લેવાથી નખમાં પણ રોગ નહિ રહે
- માથાના વાળથી લઈને પગની પાની સુધીના 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર
- મોંઘી દવાઓ કરતા પણ ખુબ ફાયદાકારક છે આ તેલ નાની મોટી દરેક સમસ્યાનો છે આ રામબાણ ઈલાજ
- વૃદ્ધાવસ્થામાં મગજ ઝડપી દોડવું હોયતો અત્યારથી જ નિયમિત દરરોજ ખાવાનું ચાલુ કરીદો આ ગુણકારી વસ્તુ
- શરીરમાં વારંવાર થાક લાગતો હોય, નબળાઈ લગતી હોય તો આજથી રોજ ખાવાનું ચાલુ કરીદો આટલી શક્તિ વર્ધક વસ્તુઓ
- ફણગાવેલા કઠોળ એટલે આરોગ્ય નો અદ્ભુત ખજાનો..!! જાણો એના 10 ઉપયોગી ફાયદાઓ
- માત્ર ૧૫ કલાકમાં જ તમારા ફેફ્સામાં રહેલી વર્ષો જુની ગંદકીને દૂર કરી દેશે આ ઉપાય....
- કાળા મરી કેટલા પ્રમાણ માં કઈ રીતે ખાવા થી શું ફાયદા થાય છે. જાણો, કાળા મરી ની ઐતિહાસિક અને આયુર્વેદિક વિગત...
- માત્ર આટલુંજ કરશો તો કોઈ પણ દવા ની ગોળી વગર ઇમ્યુનિટી આપોઆપ વધી જશે.
- રોજ સવારે ખાઈ લો ખજૂરની ૩ પેશીઓ, નખમાં પણ રોગ નહિ રહે બીમારીઓ થશે જડમૂળથી દૂર
0 ટિપ્પણીઓ