આપણે સૌ જાણીએ જ છીએ તેમ સુકું નાળિયેર એટલે કે કોપરું.આ સૂકું નારિયેળ અને ગોળ સાથે ખાવાથી આપણા શરીરને ખૂબ જ ફાયદો થાય છે. સુકુ નારિયેળ અને ગોળ એકસાથે ખાવાથી આપણા શરીરની ઇમ્યુનિટી વધે છે. તે આપણા શરીરને ડિટોક્ષ કરવામાં પણ ખૂબ જ મદદરૂપ થાય છે. તેમાં હાજર રહેલા ફાઈબર આપણી પાચનશક્તિને મજબૂત બનાવે છે.
સૂકુ નારિયેળ અને ગોળમાં આવેલા એન્ટિઓક્સિડન્ટ્સ નામના તત્વો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. સુકુ નારિયેળ અને ગોળ ખાવાથી ચોમાસાની ઋતુમાં થતા વાયરલ ઇન્ફેક્શનની દૂર રાખે છે. જ્યારે સ્ત્રીઓને માસિક ધર્મમાં બીજાની અનુભવાતી હોય ત્યારે પણ તેની ખાવાથી ખૂબ જ સારું ફીલ થાય છે. તમે કોપરુ અને ગોળમાંથી બનાવેલા લાડવા પણ ખાઈ શકો છો.
સૂકા નારિયેળ અને કોપરામાંથી આપણને પ્રોટીન વિટામિન્સ મિનરલ આયર્ન નામના તત્વો ખૂબ જ સરળતાથી મળી આવે છે. જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો કમર દર્દ અને ઘૂંટણ દર્દ વધારે થતું હોય તો કોપરું અને ગોળ ખાવામાં આવે તો શરીરને ખૂબ જ ફાયદો થાય છે તેનાથી આપણા શરીરના હાડકા મજબૂત બને છે.
સૂકું નારિયેળ અને ગોળ ખાવાથી થતા ફાયદાઓ..
1. સુકુ નારિયેળ અને ગોળ એકસાથે ખાવામાં આવે તો શરીરની પાચનક્રિયા મંદ પડતી નથી. જેનાથી પાચન ક્રિયા સુધરે છે. તે આપણા શરીરમાં રહેલા પાચક ઉત્સેચકોને સક્રિય કરવામાં મદદરૂપ થાય છે. જેને કારણે શરીરમાં અપચાની સમસ્યા થતી નથી. સુકુ નારિયેળ અને ગોળ ખાવામાં આવે તો દિવસભર તાજગી અનુભવાય છે.
2. તે આપણા શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે એટલે કે ડીટોક્સી ફાયર તરીકેનું કામ કરે છે. લીવરને પણ સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.
3. નારિયેળ અને ગોળ ખાવાથી શરીરને ભરપૂર એન્ટિઓક્સિડન્ટ મળી રહે છે. જે આપણા શરીરની ત્વચાની કરચલીઓને ઘટાડે છે. તે આપણા શરીરની ત્વચા ને સ્વસ્થ રાખે છે.
4. સૂકા નારિયેળ અને ગોળનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને ઇન્ફેકશન સામે લડવામાં મદદરુપ બને છે.તેના સેવનથી શરીરમાં તાવ કે તરિયો આવતો નથી.
5. તમે પીરિયડ્સ દરમિયાન પણ આ બંનેના મિશ્રણથી બનેલા લાડુ અથવા બરફીનું સેવન કરી શકો છો. આનાથી પીરિયડ્સ દરમિયાન અનુભવાતું ખેંચાણ અને પેટના દુખાવામાં રાહત મળી શકે છે.
6. સૂકું નારિયેળ અને ગોળ એક પ્રકારનું કુદરતી સ્વીટ છે, જે તમને લાંબા સમય સુધી એનર્જી આપી શકે છે. તેમાં રહેલા પોષક તત્વો તમારા શરીરને સ્વસ્થ બનાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. તે આપણા શરીરના હાડકાને મજબૂતાઈ પણ આપે છે
નાળિયેર અને ગોળનું સેવન કેવી રીતે કરવું
✨️ તમે સૂકા નારિયેળ એટલે કે કોપરા અને ગોળને મિક્સ કરીને તેના લાડુ પણ બનાવી શકો છો.
✨️ સુકુ નારિયેળ અને ગોળ મિક્સ કરીને તેની બરફી પણ બનાવીને ખાઈ શકો છો.
✨️ સુકુ નારિયેળ,ગોળ અને ઘીની મદદથી તમે તેનો ટેસ્ટી હલવો પણ બનાવી શકો છો.
સુકુ નારિયેળ એટલે કે કોપરા અને ગોળના લાડુ બનાવવાની પદ્ધતિ.
સામગ્રી :-
200 ગ્રામ કોપરા ખમણેલા
150 ગ્રામ ગોળ
2 ચમચી સુંઠ પાવડર
2 ચમચી ગંઠોડા પાવડર
2 ચમચી કાજુ, બદામ, પિસ્તા
1/2 ચમચી ખસખસ
200 ગ્રામ ઘી
પદ્ધતિ :-
સૌપ્રથમ એક પેન લો અને તેમાં બે ચમચી જેટલું ઘી ગરમ થવા મૂકો. ઘી ગરમ થઈ ગયા બાદ તેમાં સમારેલું, છીણેલું સૂકુ કોપરું ઉમેરો. જ્યાં સુધી કોપરું બરોબર સાંતળાઈ જાય ન ત્યાં સુધી તેને બરોબર હલાવો. કોપરુ બરોબર સંતળાઈ જાય ત્યારબાદ તેમાં બે ચમચી સૂંઠ પાવડર,બે ચમચી ગંઠોડા પાવડર અને બે ચમચી કાજુ બદામ પિસ્તા નો પાવડર નાખો. ત્યારબાદ આ મિશ્રણને થોડું ઠંડુ થવા મૂકો. બીજી એક પેન લઈ તેમાં ગોળનો પાયો કરવા મૂકો.
ગોળનો પાયો બરોબર થઈ જાય ત્યારબાદ તેમાં ઠંડુ કરેલ મિશ્રણ નાખી દો. ત્યારબાદ આ મિશ્રણને બરોબર મિક્સ કરીને તેના ફટાફટ લાડવા વાળી દો. ત્યારબાદ તેના ઉપરથી ખસખસ થી ગારનીશિંગ કરો. તો તૈયાર છે કોપરા અને ગોળના લાડુ. જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જે વ્યક્તિને ઘૂંટણ દર્દ અથવા તો કમર દર્દ ખૂબ જ થતો હોય તે વ્યક્તિએ દરરોજનો એક લાડુ ખાવો જોઈએ.
સાવચેતીનાં પગલાં :-
સૂકા નારિયેળ અને ગોળનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. પરંતુ તેમાં કેલરીની માત્રા ઘણી વધારે હોય છે. આવી સ્થિતિમાં તેઓ તમારું વજન અચાનક વધારી શકે છે. ઉપરાંત, ડાયાબિટીસના દર્દીઓએ પણ તેનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ કારણ કે તે અચાનક તમારું સુગર લેવલ વધારી શકે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી છે આ 5 પ્રકારના જ્યુસ
નોંધ :- અમારા
દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના
આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ
પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા
પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની
સલાહ અવશ્ય લો.
આ પણ વાંચો....
- માથાના વાળથી લઈને પગની પાની સુધીના 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર
- મોંઘી દવાઓ કરતા પણ ખુબ ફાયદાકારક છે આ તેલ નાની મોટી દરેક સમસ્યાનો છે આ રામબાણ ઈલાજ
- વૃદ્ધાવસ્થામાં મગજ ઝડપી દોડવું હોયતો અત્યારથી જ નિયમિત દરરોજ ખાવાનું ચાલુ કરીદો આ ગુણકારી વસ્તુ
- શરીરમાં વારંવાર થાક લાગતો હોય, નબળાઈ લગતી હોય તો આજથી રોજ ખાવાનું ચાલુ કરીદો આટલી શક્તિ વર્ધક વસ્તુઓ
- ફણગાવેલા કઠોળ એટલે આરોગ્ય નો અદ્ભુત ખજાનો..!! જાણો એના 10 ઉપયોગી ફાયદાઓ
- માત્ર ૧૫ કલાકમાં જ તમારા ફેફ્સામાં રહેલી વર્ષો જુની ગંદકીને દૂર કરી દેશે આ ઉપાય....
- કાળા મરી કેટલા પ્રમાણ માં કઈ રીતે ખાવા થી શું ફાયદા થાય છે. જાણો, કાળા મરી ની ઐતિહાસિક અને આયુર્વેદિક વિગત...
- માત્ર આટલુંજ કરશો તો કોઈ પણ દવા ની ગોળી વગર ઇમ્યુનિટી આપોઆપ વધી જશે.
- 10+ ઉપયોગમાં આવે એવી ઘરગથ્થુ હેલ્થ ટિપ્સ અને ઘરગથ્થુ સલાહ
મિત્રો, જો તમને આમરો આ લેખ સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી ને અમને તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો અને તમારા મિત્રો અને સાગા સંબંધીઓ સાથે આ ઉપાય જરૂર થી શેર કરજો.
0 ટિપ્પણીઓ