Head Ads

માર્કેટમાં મળતી આ ૨ રૂપિયાની વાસ્તુના છે આટલા બધા ફાયદા, પાણીમા ઉમેરીને કોગળા કરવાથી મળશે અદભુત ફાયદાઓ

Fatakadi na fayada
 

ફટકડીને ચહેરા ઉપર લગાવવાથી અથવા તો ફટકડીના પાણીથી ચહેરો ધોવાથી ખૂબ જ ફાયદા થાય છે તે આપણે સૌ જાણીએ છીએ. ઉપરાંત ફટકડીનો ઉપયોગ ઘા ને રુઝાવા માટે પણ કરવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે ફટકડીના પાણીના કોગળા કરવાથી તમારા મોઢાની દરેક ગંદકી દૂર થશે અને તે તમારા મોઢાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. 

ઘણા લોકોને મોઢામાંથી ખરાબ દુર્ગંધ આવે છે. તેમજ સાથે સાથે પેઢામાંથી અને દાંતમાંથી લોહી નીકળવાની સમસ્યા સતાવતી હોય છે. ઉપરાંત, કેટલાક લોકોના દાંત પીળા થઈ જાય છે આ બધી જ પ્રકારની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ફટકડીના કોગળા કરવાથી ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. તો આજે આપણે Fatakadi na upyog, Fatakadi na ghargathhu upay, Fatakadi na fayda in gujarati જોઈશું 

ફટકડી એન્ટિસેપ્ટિક અને એન્ટી બેક્ટેરિયલ છે
ફટકડી એન્ટી માઇક્રોબીયલ ગુણોથી ભરપૂર હોય છે. આથી મોઢામાં રહેલા બેક્ટેરિયાથી લડવા માટે તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ફટકડી મોઢામાં ઉત્પન્ન થનાર બેક્ટેરિયાની સાફ કરવામાં મદદરૂપ થાય છે. આ આર્ટીકલમાં આજે અમે તમને ફટકડીના પાણીના કોગળા કરવાથી પાંચ લાભ થાય છે તે વિશે જણાવીશું.

ફટકડીના પાણીના કોગળા કરવાથી નીચે પ્રમાણેના ફાયદા થાય છે :- 

પાયોરીયાથી છુટકારો મળે છે
પાયોરીયા તે દાંત અને પેઢા સાથે જોડાયેલી એક ગંભીર સમસ્યા છે. આ સમસ્યા ને કારણે જડબા અને પેઢાના હાડકાને ખૂબ જ નુકસાન પહોંચે છે. ઉપરાંત તેના કોષોને પણ ખૂબ જ નુકસાન થાય છે.  આથી કંઈક ખાતી વખતે અથવા તો પાણી પીતી વખતે ખૂબ જ દુખાવો થાય છે. ફટકડીના પાણીથી કોગળા કરવાથી આ સમસ્યાને દૂર કરી શકાય છે તે મોઢામાં રહેલા બેક્ટેરિયાને સાફ કરવામાં અને પેઢા ને સ્વસ્થ બનાવવા માટે મદદરૂપ થાય છે. તે દાંતના દુખાવાને પણ દૂર કરે છે. 

કેવિટીથી છુટકારો મળે છે
દાંતમાં કેવીટી થઈ જવી એટલે કે જીવાણુઓ ઉત્પન્ન થઈ જવા તે આજકાલ ખૂબ જ કોમન બાબત થઈ ગઈ છે. આપણે સૌ આજકાલ અલગ અલગ પ્રકારના જંકફુડ ખાઈએ છીએ પરંતુ દાંતની સાફ-સફાઈ પર કોઈ ધ્યાન આપતું નથી જેના કારણે દાંતમાં જીવાણુ ઉત્પન્ન થાય છે. ફટકડીના પાણીથી કોગળા કરવાથી આ જીવાણુઓ તેમજ મોઢામાં ઉત્પન્ન થયેલા બેક્ટેરિયા અને દાંત ની વચ્ચે જમા થયેલી ગંદકી અને કેવીટી દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ બને છે. 

દાંતની સેનસીટીવીટીને દૂર કરે છે.
કેટલાક લોકો જ્યારે કશું ગરમ કે ઠંડુ ખાય છે ત્યારે દાંતમાં ખૂબ જ જણજણાટી અનુભવે છે. તેને આપણે સેન્સિટીવીંટી કહીએ છીએ. તેનાથી છુટકારો મેળવવા માટે ફટકડીના કોગળા કરવાથી ખૂબ જ રાહત મળે છે. 

મોઢાની દુર્ગંધને દૂર કરે છે
આપણે સૌ રોજ સવારે બ્રશ કરીએ છીએ પરંતુ થોડા સમય પછી આપણા દરેકના મોઢામાંથી દુર્ગંધ આવવા લાગે છે. મોઢામાં રહેલા કીટાણુ અને બેક્ટેરિયાને કારણે દુર્ગંધ આવે છે. મોઢામાં રહેલી દુર્ગંધને દૂર કરવા માટે ફટકડીના પાણીના કોગળા કરવા જોઈએ.

પેઢાંમાંથી લોહી નીકળવાની સમસ્યાથી છુટકારો મળે છે
કોલગેટ કરતી વખતે અથવા તો કોઈ કડક વસ્તુ ખાતી વખતે ઘણા લોકોના પેઢામાંથી લોહી નીકળવા લાગે છે. તે પેઢાના સોજા અને કીટાણુઓને કારણે થાય છે.સોજો ઘટાડવાની સાથે જ ફટકડીનું પાણી પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યાને પણ દૂર કરે છે.

ફટકડીના પાણી વડે કોગળા કેવી રીતે કરવા?

ફટકડીના પાણીથી કોગળા કરવા માટે તમારે એક ગ્લાસ પાણીમાં એક નાનો ટુકડો ફટકડીનો નાખી દેવો અને તેને બરોબર ઉકાળી લેવું. ત્યારબાદ આ પાણીને ગરણી વડે કાઢીને ઠંડુ કર્યા બાદ તેના કોગળા કરવા. લગભગ બે થી ત્રણ મિનિટ સુધી કોગળા કરવાથી મોંને લગતી તમામ સમસ્યાઓ દૂર થશે.

ફટકડીના અન્ય ઉપયોગ :-

(૧) લોહીને બંધ કરવા :-

જો કોઈ કારણસર વાગી જવાથી અથવા તો પડી જવાથી વધારે પડતું લોહી નીકળતું હોય ત્યારે ફટકડી નું ચૂર્ણ દાબી  તેના ઉપર ફીટ પાટો બાંધી દેવો. 

(૨) નસકોરી ફૂટવી :-

જો નસકોરી ફૂટી હોય ત્યારે દૂધ પાણીમાં અથવા તો ઘીમાં ફટકડી ભેળવીને નાકમાં ટીપા પાડવા. ઉપરાંત પાણીમાં ફટકડીનું ચૂર્ણ નાખીને પાવું.

(૩) દાઝી ગયા હોય ત્યારે :-
જ્યારે કોઇ દાઝી ગયુ હોય ત્યારે ફટકડીનું ચૂર્ણ પાણીમાં મેળવી તેમાં કપડાની પટ્ટી બોળી દાઝેલા ભાગ પર મૂકતા રહેવું. આમ કરવાથી રાહત મળશે.

(૪) કાકડા થયા હોય ત્યારે :-

જ્યારે તમને ગળામા કાકડા થયા હોય ત્યારે ત્યારે ફટકડીવાળાં પાણીમાં હળદર મેળવીને કોગળા કરવાં જોઇયે. એનાથી ગળમા થયેલ કાકડામા તમને રાહત મળશે.

(૫) ચર્મરોગમા ઉપયોગી :- 

ફટકડીમા એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મ રહેલો હોય છે. માટે ફટકડીના પાણીથી નાહવામા આવે તો શરિર ઉપર રહેલા બેક્ટેરિયા દુર કરીને સ્કિન ચોખ્ખી રાખે છે. 

(૬) પરસેવો વધુ રહેતો હોય :-

 જો તમને પરસેવો વધુ રેહતો હોય તો નહાવાના પાણીમાં ફટકડી નાખીને નહાવુ જોઇયે. ફટકડી વળા પણીથી નાહવાથી પરસેવો આવવાનો ઓછો થઈ જશે.

(૭) પુરુષો માટે દાઢી કર્યા પછી ઉપયોગી :-

પુરુષોએ દાઢી બનાવ્યા પછી, ફટકડીને પાણીમાં ભીની કરી દાઢી પર લગાવવી. તેનાથી દાઢીની ચામડી સુંદર અને સ્વસ્થ થાય છે. અને બ્લેડ વગતા લોહિ નિકળતુ હશે તો એ બંધ થઇ જશે.

 નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે  લોકો  સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.   

આ પણ વાંચો....

મિત્રો, જો તમને આમરો આ લેખ સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી ને અમને તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો અને તમારા મિત્રો અને સાગા સંબંધીઓ સાથે આ ઉપાય  જરૂર થી શેર કરજો.

આવાજ સરસ લેખો અને આવનારા લેખો ની અપડેટ મેળવવા માટે અમારા ફેસબુક પેજ  "આયુર્વેદિક ખજાનો - Ayurvedic Khajano" ફોલો કરો અને  ને લાઈક કરી ને સાથે સાથે Following માં જઈ ને See First કરશો તો તમને અમારા લેખો ની અપડેટ સૌથી પહેલા તમને જોવા મળશે.

ટિપ્પણી પોસ્ટ કરો

2 ટિપ્પણીઓ

  1. એકદમ સાચી વાત કરી છે તમે, ગમે તેવા દાંત નાં દુખાવા નો ‌અકશીર ઈલાજ છે, આ ફટકારી

    જવાબ આપોકાઢી નાખો