Jamfal khavana fayda in gujarati - આપણે દરેકે સીઝન પ્રમાણે દરેક ફળ ખાવું જોઈએ. તેનાથી આપણા શરીરણે ખૂબ જ ફાયદો થાય છેં. જામફળ તો લગભગ બધાને ખૂબ જ ભાવતું ફળ હોય છેં. સાથે સાથે તેના પાન પણ ખૂબ જ ઉપયોગી હોય છે. જામફળમાં એન્ટિઓક્સિડન્ટ, વિટામિન સી, પોટેશિયમ અને ફાઇબર નામના તત્વો ખૂબ જ ભરપૂર પ્રમાણમાં આવેલા હોય છે. ઉપરાંત તેમાં ફોલેટ અને લાયકોપીન નામના પોષક તત્વો પણ ખૂબ જ ભરપૂર પ્રમાણમાં હોય છે. જામફળ ની વાત કરીએ તો તેમાં ૮૦ ટકા પાણીનો ભાગ આવેલો હોય છે જેને ખાવાથી આપણું શરીર અને ત્વચા હાઇડ્રેટ રહે છે. તો ચાલો જાણી લઈએ કે શિયાળા માટે તેના સેવનથી શરીરને કયા કયા ફાયદા થશે - Jamfal na fayda, Gauva juice benefits
શરદી-ખાંસી :-
જેમ શિયાળો ચાલુ થાય તેમ ઠંડીની ઋતુ ચાલુ થઇ જાય છેં. ઠંડકવાળા વાતાવરણને કારણે લોકોને શરદી અને ખાંસીની સમસ્યા વારંવાર ઉદભવતી હોય છેં. જામફળના પાનની વાત કરીએ તો તેમાં વિટામીન સી અને આર્યન નામનુ તત્વ ભરપૂર પ્રમાણમાં આવેલું હોય છે જે શરદી અને ખાંસીમાં ખૂબ જ રાહત આપે છે. જો તમને પણ શરદી, ખાંસી થઈ ગયા હોય તો તમારે કાચું જ જામફળ ખાવું જોઈએ. તેં દરમિયાન તમારે પાકેલું જામફળ ખાવું જોઈએ નહીં. જામફળમાં આવેલા પોષક તત્વો આંખની રોશની પણ વધારે છે. આથી આપણે શિયાળામાં જામફળનું સેવન કરવું જોઈએ.
ડાયાબીટીસમાં ફાયદાકારક :-
અભ્યાસ મુજબ, જામફળ બ્લડ સુગરને નિયંત્રિત કરે છે. ખાસ કરીને જામફળના પાનનો અર્ક ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને બ્લડ સુગર પર ખૂબ જ અસરકારક છે. જમ્યા પછી જામફળના પાનની ચા પીવાથી બ્લડ શુગર ઘટી જાય છે. જામફળમાં ઓછી ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે. જે બ્લડ શુગર લેવલને વધતા અટકાવે છે. એકંદરે જામફળ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેમણે રોજ જામફળ ખાવું જોઈએ.
હૃદય માટે લાભદાયી :-
જામફળ ખાવાથી આપણું હૃદય ખૂબ જ સ્વસ્થ રહે છે. તેમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ અને વિટામિન આપણા હૃદયને ખરાબ રેડીકલ્સ થી બચાવે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ હોય છે જેથી કરીને હૃદયનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે તેમજ જામફળના પાન બીપીને પણ ઓછું કરે છે. ઉપરાંત તેમાં કોલેસ્ટ્રોલે ઘટાડવાની ક્ષમતા પણ રહેલી હોય છે. આમ એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે ભોજન કરતા પહેલા એક પાકું જામફળ ખાઈ લેવાથી આપણું બ્લડ પ્રેશર આઠ થી નવ પોઇન્ટ ઓછું રહે છે.
વજન ઘટાડવામાં મદદરૂપ :-
જો તમારે પણ વજન વધારે પડતું વધી ગયું હોય અને ઓછું કરવું હોય તો જામફળ ખાવાથી સારો ઉપાય બીજો કોઈ નથી. જામફળ ખાવાથી આપણું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે તેમજ તેમાં વિટામિન અને મિનરલસ પણ ખૂબ જ ભરપૂર પ્રમાણમાં આવેલા હોય છે આથી તે આપણા શરીરમાં પોષક તત્વોની કમી ઉત્પન્ન થવા દેતા નથી અને તેમાં બ્લડ સુગરનું પ્રમાણ પણ ખૂબ વધુ ઓછું હોય છે જેના કારણે આપણું વજન વધતું નથી.
કબજિયાતમાં ફાયદાકારક :-
જો તમને પણ કબજિયાત ખૂબ જ રહેતી હોય તો જામફળ એ ફાયબરનો ખૂબ સારામાં સારો સ્ત્રોત્ર માનવામાં આવે છે. જેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. આથી આપણે દિવસમાં એક વાર જામફળ તો જરૂર ખાવું જોઈએ. તેમાંથી આપણને 12% સુધીનુ ફાઇબર મળી રહે છે. ઝાડા થઈ ગયા હોય તો જામફળ ખાવામાં આવે તો પણ તેમાં ખુબજ ફાયદો જોવા મળે છે. તે આપણા આંતરડામાં હાજર રહેલા નુકસાનકારક બેક્ટેરિયાઓને પણ મારવામાં મદદરૂપ થાય છે.
કેન્સર જેવા જીવલેણ રોગમાં ઉપયોગી :-
કહેવામાં આવે છે કે જામફળના પાનમાં એન્ટી કેન્સર વધુ પણ આવેલો હોય છે. જામફળ ના અર્કમાં કેન્સર કેસિકાઓને વધતા અટકાવવાનો ગુણ આવેલો હોય છે. જામફળ મા શક્તિશાળી એન્ટી એક્સીડેન્ટ તેમજ ફ્રી રેડીકલથી બચાવવાના ગુણો આવેલા હોય છે. ઉપરાંત તેમાં લાયકોપીન કર્વેસર્ટીન અને પોલીફિનોલ્સ પણ કેન્સરના કોષોને વધવા દેતા નથી. ઉપરાંત જામફળના પાનમાં પણ એન્ટી પ્રોલીફેરેંટીવ નામનો પદાર્થ આવેલો હોય છે. જે કેન્સરને અટકાવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે.
જામફળના અન્ય ફાયદાઓ
જામફળના પાંદડા અને છાલ પણ ફાયદાકારક છે :-
જામફળના પાન અને છાલના તમામ ભાગો જડીબુટ્ટીઓ તરીકે ઉપયોગમાં લેવાય છે. તે એસિડિટી, માસિક દરમિયાન ખેંચાણ , શરદી અને ફ્લૂ, આધાશીશી માથાનો દુખાવો મટાડે છે. આ સિવાય આ ફળ ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, સાંધાના દુખાવા,પોષણની ઉણપ, તાવ અને વજન ઘટાડવા માટે ખૂબ જ સારું છે.
જામફળના પાનનો ઉકાળો :-
તમે પણ માસિક ખેંચાણ, એસિડિટી, ડાયાબિટીસ અને તંદુરસ્ત વાળ માટે ઉકાળો બનાવી શકો છો.તેને બનાવવા માટે 4 કપ પાણીમાં 7 થી 10 પાંદડા ઉકાળો.પછી તેને અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળો.પછી તેને દિવસમાં 1-2 વખત ખાલી પેટ પીવો.
જામફળના પાનનો ઉકાળો પીવાના ફાયદા :-
આ ઉકાળાના કોગળા કરવાથી મોઢાના છાલા દૂર થઈ જાય છે. તે પેઢામાંથી રક્તસ્ત્રાવ બંધ કરે છે અને તે મોં ના સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરે છે.આ ઉકાળાથી વાળ ધોવાથી વાળ ખરતા અટકે છે. તે આપણા વાળને તંદુરસ્ત બનાવે છેં.
જામફળના પાનની પેસ્ટ :-
તાજા જામફળના પાનની પેસ્ટ કરવાથી બળતરા, તાવ, માથાનો દુખાવો અને સાંધાના દુખાવામાં રાહત મળે છે.જામફળને ફળ તરીકે ખાવ તો તમે તમારી ભૂખ પ્રમાણે દિવસમાં 1-2 જામફળ ખાઈ શકો છો.
નોંધ :- અમારા
દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના
આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ
પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા
પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની
સલાહ અવશ્ય લો.
આ પણ વાંચો....
- માથાના વાળથી લઈને પગની પાની સુધીના 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર
- મોંઘી દવાઓ કરતા પણ ખુબ ફાયદાકારક છે આ તેલ નાની મોટી દરેક સમસ્યાનો છે આ રામબાણ ઈલાજ
- વૃદ્ધાવસ્થામાં મગજ ઝડપી દોડવું હોયતો અત્યારથી જ નિયમિત દરરોજ ખાવાનું ચાલુ કરીદો આ ગુણકારી વસ્તુ
- શરીરમાં વારંવાર થાક લાગતો હોય, નબળાઈ લગતી હોય તો આજથી રોજ ખાવાનું ચાલુ કરીદો આટલી શક્તિ વર્ધક વસ્તુઓ
- ફણગાવેલા કઠોળ એટલે આરોગ્ય નો અદ્ભુત ખજાનો..!! જાણો એના 10 ઉપયોગી ફાયદાઓ
- માત્ર ૧૫ કલાકમાં જ તમારા ફેફ્સામાં રહેલી વર્ષો જુની ગંદકીને દૂર કરી દેશે આ ઉપાય....
- કાળા મરી કેટલા પ્રમાણ માં કઈ રીતે ખાવા થી શું ફાયદા થાય છે. જાણો, કાળા મરી ની ઐતિહાસિક અને આયુર્વેદિક વિગત...
- માત્ર આટલુંજ કરશો તો કોઈ પણ દવા ની ગોળી વગર ઇમ્યુનિટી આપોઆપ વધી જશે.
- 10+ ઉપયોગમાં આવે એવી ઘરગથ્થુ હેલ્થ ટિપ્સ અને ઘરગથ્થુ સલાહ
મિત્રો, જો તમને આમરો આ લેખ સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી ને અમને તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો અને તમારા મિત્રો અને સાગા સંબંધીઓ સાથે આ ઉપાય જરૂર થી શેર કરજો.
0 ટિપ્પણીઓ