આજે આપણે હળદરના ફાયદા, હળદરના ઘરેલુ ઉપચાર, હળદરના ઉપયોગ, haldar na upyog, haldar na fayda in gujarati, haldar na gharelu upay, turmeric milk benefits વિશે આપણે જાણીશું.
હિંગ જેવુંજ રસોડામાં રોજ બરોજ વપરાતું એક ઉત્તમ અને અનિવાર્ય દ્રવ્ય એટલેકે હળદર. આપણા ઘરે રોજ બનતી દાળ, શાક, કઢી વગેરે ખાદ્યપદાર્થોમાં હળદરનો વપરાશ થતો જ હોય છે. ઘણા લોકો રસોઈમાં સૂકી અને લીલી એમ બંને પ્રકારની હળદર વપરાતા હોય છે.
ડાયાબિટીસમાં ફાયદાકારક :- Haldar na fayda in diabetes
રોજ હળદર ખાનાર વ્યક્તિના શરીરમાં ડાયાબિટીસ પ્રવેશતા ડરે છે. માટે જેનેપણ ડાયાબિટીસ હોય એને રોજ હળદરનું સેવન કરવું જોઈએ. આર્યુવેદ અનુસાર જેને પણ સુગરનો પ્રોબ્લેમ હોય એવી વ્યક્તિ જો હળદર અને આમળાનું ચૂર્ણ સપ્રમાણમાં લઈને રોજ સવાર-સાંજ ફાકે તો એને આ મધુ-પ્રમેહ નામનો વ્યાધિ કાબૂમાં રહે છે.
લોહીની શુદ્ધિ કરે :- Haldar khava na fayda in blood purifier
હળદરનો સૌથી મહત્ત્વનો ગુણ છે શરીરમાં રહેલું લોહીને શુદ્ધ કરવાનો. જે કોઈ વ્યક્તિ પોતાના સુંદર દેખાડવાની ઈચ્છા રાખતી હોય એવી વ્યક્તિએ હળદરનું સેવન અવશ્ય કરવું જોઈએ. શરીરમાં કપો પણ જગ્યાએ ખંજવાળ આવે કે કોઈ ચામડીના રોગ થયો હોય એ સામયે મીઠું મેળવ્યા વિનાજ હળદરનું કચુંબર ખાવું.
વાગેલા અને દાઝેલા ઉપર હળદર ઉપયોગી :- Haldar na fayda
કશુંક વાગી જવાથી અથવાતો દાઝી ગયા હોય અને એ દરમિયાન લોહી વહેતું હોય ત્યારે હળદર દાબી દઈને પાટો બાંધી દેવો. થોડી જ વારમાં લોહી નીકળતું બંધ થઈ જશે. મચકોડના કારણે કે કશુંક વાગી જવાથી સોજો આવેલો હોય તેના પર પાણી નાખી ગરમ કરેલી હળદર લગાવવાથી સોજો દૂર થશે.
કાકડામાં હળદર વાળું દૂધ :- Haldar fayda for tonsil
હળદર અને અજમો નાખી ગરમ કરેલું દૂધ પીવાથી તથા હળદર અને આદુના ટુકડા કરી કચુંબર રૂપે ખાવાથી શરદી, કફ તથા કફની ઉધરસ કાબૂમાં આવે છે. ગળામાં થયેલા કાકડા એટલે કે ટોન્સિલનું એ અકસીર ઔષધ છે હળદર. કાકડા થયા હોય એવા લોકોએ હળદર ખાસ ખાવી. હળદર નાખેલું ગરમ ગરમ દૂધ પીવું.
ચામડીને સુંદર બનાવવામાં ઉપયોગી :- Turmeric benefits for skin
ચામડીને સુંદર બનાવવી હોય અને ચહેરા ઉપરની કાળાશને દૂર કરવી હોય તો હળદર, ચંદન અને જેઠીમધનું ચૂર્ણ દૂધમાં કે પાણીમાં મેળવી ચહેરા પર કે આખા શરીર પર તેનો લેપ કરી અડધો કલાક પછી સ્નાન કરવું. આ ઉપયોગ અઠવાડિયે 2 વાર અવશ્ય કરવો. હળદરનો ઉપયોગથી લોહી શુદ્ધ બનતા આપોઆપ ચામડીમાં નિખાર આવે છે.
શીળસમાં ઉપયોગી હળદર :- Haldar khava na fayda
Haldar khavana fayada શરીર ઉપર શીળસના કારણે ઢીમચાં થઈ ગયા હોય અને ખુબજ ખંજવાળ આવતી હોય તો હળદર તથા અજમો ભેગો કરોને જુના ગોળમાં ઉમેરીને ખાવાથી લાભ થાય છે. અનેક રોગોમાં અક્સીર હળદર છે. આજ રીતે રીતે હળદરના સંયોજનથી બનતું હરિદ્રાખંડ નામનું ઔષધ પણ શીળસમાં અકસીર છે. આયુર્વેદના આચાર્યોએ હળદરને સર્વ કંડૂ વિનાશીની એટલેકે ખંજવાળને દૂર કરનારી કહી છે.
ડાબા પડખે સુવાના 10 ફાયદા 👇
આ પણ વાંચો....
- માથાના વાળથી લઈને પગની પાની સુધીના 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર
- મોંઘી દવાઓ કરતા પણ ખુબ ફાયદાકારક છે આ તેલ નાની મોટી દરેક સમસ્યાનો છે આ રામબાણ ઈલાજ
- વૃદ્ધાવસ્થામાં મગજ ઝડપી દોડવું હોયતો અત્યારથી જ નિયમિત દરરોજ ખાવાનું ચાલુ કરીદો આ ગુણકારી વસ્તુ
- શરીરમાં વારંવાર થાક લાગતો હોય, નબળાઈ લગતી હોય તો આજથી રોજ ખાવાનું ચાલુ કરીદો આટલી શક્તિ વર્ધક વસ્તુઓ
- ફણગાવેલા કઠોળ એટલે આરોગ્ય નો અદ્ભુત ખજાનો..!! જાણો એના 10 ઉપયોગી ફાયદાઓ
- માત્ર ૧૫ કલાકમાં જ તમારા ફેફ્સામાં રહેલી વર્ષો જુની ગંદકીને દૂર કરી દેશે આ ઉપાય....
- કાળા મરી કેટલા પ્રમાણ માં કઈ રીતે ખાવા થી શું ફાયદા થાય છે. જાણો, કાળા મરી ની ઐતિહાસિક અને આયુર્વેદિક વિગત...
- માત્ર આટલુંજ કરશો તો કોઈ પણ દવા ની ગોળી વગર ઇમ્યુનિટી આપોઆપ વધી જશે.
- 10+ ઉપયોગમાં આવે એવી ઘરગથ્થુ હેલ્થ ટિપ્સ અને ઘરગથ્થુ સલાહ
મિત્રો, જો તમને આમરો આ લેખ સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી ને અમને તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો અને તમારા મિત્રો અને સાગા સંબંધીઓ સાથે આ ઉપાય જરૂર થી શેર કરજો.
1 ટિપ્પણીઓ
સરસ માહીતી છે.
જવાબ આપોકાઢી નાખો