Head Ads

સ્નાયુઓના તણાવને તથા દુખાવાને દૂર કરવા માટે આ આયુર્વેદિક ઔષધિયો ખૂબજ ફાયદાકારક છે. 95% લોકો નહિ જાણતા હોય એનો ઉપયોગ કરવાની સાચી રીત

 


જ્યારે સ્નાયુઓ ખૂબ જ ખેંચાતા હોય અને ખૂબ જ દુખાવો થઈ રહ્યો હોય ત્યારે ઘણી બધી સમસ્યાઓ આપણે વેઠવી પડે છે. લગભગ આ પ્રકારની સમસ્યા નાનાથી લઈને મોટા લોકોને થઈ શકે છે. કેટલીક વાર કોઈક રમત રમતી વખતે પણ સ્નાયુઓ પર દબાણ આવવાને કારણે આ સમસ્યા ઉદભવે છે. જ્યારે સ્નાયુઓ ખેંચાતા હોય ત્યારે તમારી સમસ્યા વધી જાય છે આથી ઉઠતા બેસતા ખૂબ જ તકલીફ થાય છે. 

આ ખેંચાણને દૂર કરવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપચાર અપનાવવાથી ખૂબ જ ફાયદો થાય છે. આથી જ્યારે પણ તમને સ્નાયુઓનો દુખાવો અથવા ખેંચાણની સમસ્યા હોય તો આ આયુર્વેદિક ઉપાય તમે અપનાવી શકો છો. અને સાથે સાથે દુખાવાની સમસ્યમાંથી તમે મુક્ત પણ થઇ શકો છો. ઘણાલોકોને આ ઉપચાર વિશે  ખબર હોતી નથી, માટે આજે અમે તમને એવી કઈ વસ્તુઓનો ઉપયોગ કરવાથી આવા સ્નાયુના દુખાવા દૂર કરી શકો છો.  

સ્નાયુઓ પર દબાણ આવવાને કારણે એટલે કે વધારે પડતી કસરત,ભારે વજન ઉપાડવાને કારણે, અથવા રમત રમતી વખતે કોઈ ઈજાને કારણે સ્નાયુઓમાં ખેંચાણ થઈ શકે છે. આ સ્નાયુઓના ખેંચાણને દૂર કરવા માટે તમે આ ટિપ્સ અપનાવી શકો છો.

આદુંનો ઉપયોગ કરવો :-
આદુનો ઉપયોગ સ્નાયુઓના ખેંચાણને દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આદુ માં એનાલજેસિક નામનો ગુણધર્મ આવેલો હોય છે જે દર્દ અને સોજાને ઓછો કરે છે. આથી જો તમને પણ સ્નાયુઓનું ખેંચાણ થતું હોય ત્યારે તમે સૌ પ્રથમ એક આદુનો ટુકડો લો ત્યારબાદ તેને છીણીને પાણીમાં નાખીને બરોબર ઉકાળો. ત્યારબાદ તેમાં એક ચમચી મધ નાખો. આ મિશ્રણનું સેવન દિવસમાં બે થી ત્રણ વાર કરવાથી તમને સ્નાયુઓના ખેંચાણમાં ખૂબ જ ફાયદો થશે.

તુલસીનો ઉપયોગ કરવો :-
સ્નાયુઓના ખેંચાણથી છુટકારો મેળવવા માટે તુલસીનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તુલસીમાં એન્ટીઇન્ફલામેટરી ગુણધર્મ આવેલા હોય છે આથી તુલસીના પાનનો રસ કાઢીને તેને સરસોના તેલમાં ભેળવીને જ્યાં દુખાવો થતો હોય ત્યાં લગાવવાથી તમને ખૂબ જ ફાયદો થશે. સતત બે દિવસ સુધી આ રીતે તેલ લગાવવાથી અને માલિશ કરવાથી સ્નાયુઓના ખેંચાણમાં ખૂબ જ રાહત થાય છે.

સિંધવ નમક :-
સિંધવ મીઠુંનો ઉપયોગ સોજો અને દર્દને દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સિંધવ મીઠુંમાં મેગ્નેશિયમ આવેલું હોય છે જે આપણી માંસ્પેશીયોને આરામ આપે છે. સ્નાયુઓના તણાવને દૂર કરવા માટે ગરમ પાણીમાં સિંધવ મીઠું નાખીને તેનો શેક કરવું જોઈએ અથવા તો નાહવું જોઈએ જેનાથી ખૂબ જ ફાયદો થાય છે. બીપીની સમસ્યાથી પીડાતી વ્યકતિએ મીઠું ખાવાનું છોડીને સિંધવ નમકનો ઉપયોગ કરવો. 

હળદર નો ઉપયોગ :-
હળદરની કુદરતી રીતે એન્ટિબાયોટિક તરીકે ગણવામાં આવ્યું છે. સ્નાયુઓના તણાવની સમસ્યાને દૂર કરવા માટે હળદરનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. હળદરમાં રહેલું કર્ક્યુમિન દર્દ અને બળતરાની સમસ્યામાં ખૂબ જ ફાયદાકારક છે.તેનો ઉપયોગ દવાઓ બનાવવા માટે પણ થાય છે. જો સ્નાયુઓમાં તણાવ હોય તો હળદરને સરસવના તેલમાં પલાળીને પીવાથી ફાયદો થશે. હળદર આમતો ઘણા બધા રોગોમાં ઉપયોગી છે. 

સરસવના તેલનો ઉપયોગ :-
સ્નાયુઓના તણાવને દૂર કરવા માટે સરસવનું તેલ ખૂબ જ ફાયદાકારક છે.  તેનો ઉપયોગ કરવાથી જડતા, દુખાવો અને સોજોમાં ફાયદો થાય છે. સરસવના તેલમાં લસણની બે કડી તેમજ લવિંગ નાંખો, આ તેલને હળવા ગરમ કરો અને અસરગ્રસ્ત જગ્યા પર માલિશ કરો.થોડા સમય માટે આમ કરવાથી તમને ફાયદો થશે. જો છાતીમાં કફ જામી ગયેલો હોયતો નાગરવેલના પણ ઉપર સરસવ તેલ લગાવીને ગરમ કરીને એ પાનનો શેક કરવો.

યોગાસન કરવાથી લાભ થાય છે

જો તમે પણ સ્નાયુના ખેંચાણની પીડાથી પીડાતા હોવ તો તમારે યોગાસન કરવાની જરૂર છે.  યોગાસન તમારા સ્નાયુઓને મજબૂત બનાવે છે, રક્ત પરિભ્રમણને સુધારે છે અને અન્ય રોગોને પણ દૂર કરે છે, જે ખરેખર આ પીડાનું કારણ છે. ચાલો જાણીએ કે કયા યોગ દ્વારા આપણે શારીરિક પીડાઓથી છુટકારો મેળવી શકીએ છીએ. 

ઉષ્ટ્રાસન :-
પીઠમાં ખેંચાણ અને પીઠના નીચેના દુખાવા માટે આ આસન ખૂબ જ અસરકારક છે. જેમાં માથું પાછળ લઈને પેટ અને પેલ્વિસને આગળ લાવવામાં આવે છે.  આ આસન નિતંબ, જાંઘ અને ગર્ભાશયને મજબૂત બનાવે છે. 

શુપ્ત પાદંગુસ્થાસન :-
આ આસન પિંડી અને જાંઘના સ્નાયુઓને આરામ આપે છે.  પેલ્વિસ અને કરોડરજ્જુને પણ આરામ મળે છે.  ઘૂંટણને મજબૂત કરે છે અને કમરના દુખાવામાં રાહત આપે છે. 

જાનુ શીર્ષાસન :-
આ આસનમાં પગ પર સામાન્ય દબાણ સાથે આગળ નમવું. આ આસન માસિક ધર્મની સમસ્યાઓ જેમ કે માથાનો દુખાવો, ઉબકા, થાક અને માનસિક અસ્વસ્થતાથી રાહત આપે છે. 

ધનુરાસન :-
આ આસન ગરદન અને કમરના દુખાવામાં રાહત આપે છે.  કમર, જાંઘ અને નિતંબના સ્નાયુઓને મજબૂત બનાવે છે. 

ઉતઠિત ત્રિકોણાસન :-
આ આસન ઘૂંટણ, જાંઘ અને પીઠ માટે ઉત્તમ છે. 

માર્જારાસન :-
આ આસન પીઠના દુખાવા અને જકડાઈથી રાહત આપે છે.  આ આસન સ્નાયુઓના સંકોચનમાં પણ અસરકારક છે. 

અર્ધ શલભાસન :-
આ આસન યોગ્ય રક્ત પરિભ્રમણને પ્રોત્સાહન આપે છે.પગના સ્નાયુઓ મજબૂત છે. 

આ સિવાય તમારી ખાવાની શૈલીમાં પણ ફેરફાર કરવો જરૂરી છે.લીલા શાકભાજીનો વધુને વધુ ઉપયોગ કરવો જોઈએ.  તમારા રોજિંદા જીવનમાં આયુર્વેદનો અભ્યાસ કરવો જોઈએ.  જ્યારે તમે આયુર્વેદિક ખાવાની શૈલી અપનાવો છો, ત્યારે તમે યોગનો પૂરો લાભ લઈ શકો છો.  શરીરને સ્વસ્થ રાખવા, યોગ્ય રક્ત પરિભ્રમણ જાળવવા અને સ્નાયુઓના દુખાવાથી છુટકારો મેળવવા માટે યોગનો નિયમિત અભ્યાસ જરૂરી છે. 

સ્નાયુઓમાં તણાવ અથવા દુખાવાની સમસ્યા કોઈપણ કારણોસર હોઈ શકે છે.  આ સમસ્યાને દૂર કરવા માટે ઉપર જણાવેલ આયુર્વેદિક ઉપાયોનો ઉપયોગ ફાયદાકારક છે.  જો તમારી સમસ્યા વધુ ગંભીર છે, તો આ ઉપાયો અપનાવતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે  લોકો  સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.   

આ પણ વાંચો....

મિત્રો, જો તમને આમરો આ લેખ સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી ને અમને તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો અને તમારા મિત્રો અને સાગા સંબંધીઓ સાથે આ ઉપાય  જરૂર થી શેર કરજો.

 

 

ટિપ્પણી પોસ્ટ કરો

2 ટિપ્પણીઓ