દરેકના ઘરમાં દહીંનો ઉપયોગ લગભગ લગભગ રોજ થતોજ હોય છે. ભારતના લોકપ્રિય વ્યંજનમાંથી એક દહીં પણ છે. દહીંમાં શરીરને જરૂરી એવા વિટામિન બી, વિટામિન બી-12, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. તેનું સેવન કરવાથી શરીર સ્વાસ્થ્ય રહે છે. અને શરીરને અદભૂત ફાયદા થાય છે.
રોજ એક વાટકી દહીં ખાવાથી શરીર અને સ્કીન બંનેને ફાયદો થાય છે. પણ, દહીં શરીર માટે જેટલુ ફાયદાકારક એટલુંજ કેટલાક લોકો માટે હાનિકારક પણ સાબિત થઈ શકે છે. શરીરમાં થતી કેટલીક સમસ્યાઓમાં દહીંનું સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યાઓ તેમજ અન્ય તકલીફો પણ થઈ શકે છે.
તો ચાલો તમને જણાવીએ કે કયા લોકોએ દહીંનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
સાંધાના દુખાવા :-
જે લોકોને સાંધાના દુખાવાની તકલીફ રહતી હોય, વાયુની સમસ્યા રહેતી હોય તેવા લોકોએ દહીંનું સેવન ના કરવું જોઈએ. આવા લોકો જો દહીંનું સેવન કરે છે તો સાંધાના દુખાવાની સમસ્યામાં વધારો થઈ શકે છે. અને સાથે સાથે શરીરમાં સોજા આવવાની શક્યતા પણ વધી જાય છે. માટે, સંધાના દુખાવા તેમજ આર્થરાઇટિસના દર્દીઓએ દહીં ના જ ખાવું જોઈએ. આમવાતથી પીડાતી વ્યક્તિને પણ ડોક્ટર દહીં ખાવાની ના પાડે છે.
અસ્થમાથી પીડાતી વ્યક્તિએ દહી ના ખાવું જોઈએ :-
આમતો અસ્થમા થવા પાછળના એક નહીં, પરંતુ ઘણા કારણો જવાબદાર હોય છે. જે લોકો અસ્થમાની સમસ્યાથી પીડિત છે, તેમણે પણ દહીંનું સેવન ન કરવું જોઈએ. દહીં ખાવાથી અસ્થમાના દર્દીઓની તકલીફમાં વધારો થઈ શકે છે. અહિયાં એક વાત જણાવી દઇએકે ક્યારેક તમને દહીં ખાવાની ઇચ્છા થાય તો દિવસે દહીં ખાવું. રાત્રે દહીંનુ સેવન કરવું નહીં.
ત્યાર બાદ જે લોકોને ગેસ અને એસિડિટી રહેતી હોય એમને પણ દહી ના ખાવું જોઈએ :-
જે લોકોને ગેસ અને એસિડિટીની ફરિયાદ હોય તેમણે પણ દહીંનું સેવન ટાળવું જોઈએ ગેસ અને એસિડિટી દરમિયાન દહીં ખાવાથી તકલીફ વધી શકે છે. જે લોકોને અપચાની તકલીફ છે તો તેમણે પણ પણ દહીં ખાવાનું ટાળવું જોઈએ. આવી તકલીફમાં દહીં ખાવાથી ગેસ, અપચા જેવી સમસ્યામાં વઘારો થઈ શકે છે.
ત્વચાતી સમસ્યામાં :-
જે કોઈ મિત્રોને ચમડીને લગતી કોઈ સમસ્યા કે બીમારી હોય તો તેમણે દહીં ખાવાનું ટાળવું જોઈએ. જે લોકોને એક્ઝિમા, ખંજવાળ કે ઇન્ફેક્શન જેવા રોગ હોય તો દહીં ખાવાથી તેમની તકલીફમાં વધારો થઈ શકે છે. જે લોકોને ખીલ, ખરજવું, ખંજવાળ, ચામડી સંબધિત ચેપની સમસ્યા હોય તો તેમણે ભૂલથી પણ દહીંનું સેવન ન કરવું.
મિત્રો, આયુર્વેદમાં બતાવવામાં આવ્યું છે કે, રાત્રે દહીંનું સેવન ક્યારેય પણ ન કરવું જોઈએ. રાત્રીના સમયે દહીં ખાવાથી શરદી, ખાંસી, પગે સોજા તેમજ ગળામાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. મિત્રો, આયુર્વેદમાં તો એમ પણ સૂચવ્યું છે કે સૂર્યાસ્ત પછી પણ દહીંનું સેવન નાજ કરવું જોઈએ. જે લોકો દહીંમાં ખાંડ ઉમેરીને ખાય છે એના કરતાં દહીમાં સાકર ઉમેરીને ખાવું એ વધુ ફાયદાકારક માનવામાં આવે છે.
એસિડિટી દૂર કરવા ના ઘરેલુ ઉપાય 👇👇
નોંધ :- અમારા
દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના
આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ
પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા
પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની
સલાહ અવશ્ય લો.
આ પણ વાંચો....
- માથાના વાળથી લઈને પગની પાની સુધીના 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર
- મોંઘી દવાઓ કરતા પણ ખુબ ફાયદાકારક છે આ તેલ નાની મોટી દરેક સમસ્યાનો છે આ રામબાણ ઈલાજ
- વૃદ્ધાવસ્થામાં મગજ ઝડપી દોડવું હોયતો અત્યારથી જ નિયમિત દરરોજ ખાવાનું ચાલુ કરીદો આ ગુણકારી વસ્તુ
- શરીરમાં વારંવાર થાક લાગતો હોય, નબળાઈ લગતી હોય તો આજથી રોજ ખાવાનું ચાલુ કરીદો આટલી શક્તિ વર્ધક વસ્તુઓ
- ફણગાવેલા કઠોળ એટલે આરોગ્ય નો અદ્ભુત ખજાનો..!! જાણો એના 10 ઉપયોગી ફાયદાઓ
- માત્ર ૧૫ કલાકમાં જ તમારા ફેફ્સામાં રહેલી વર્ષો જુની ગંદકીને દૂર કરી દેશે આ ઉપાય....
- કાળા મરી કેટલા પ્રમાણ માં કઈ રીતે ખાવા થી શું ફાયદા થાય છે. જાણો, કાળા મરી ની ઐતિહાસિક અને આયુર્વેદિક વિગત...
- માત્ર આટલુંજ કરશો તો કોઈ પણ દવા ની ગોળી વગર ઇમ્યુનિટી આપોઆપ વધી જશે.
- 10+ ઉપયોગમાં આવે એવી ઘરગથ્થુ હેલ્થ ટિપ્સ અને ઘરગથ્થુ સલાહ
મિત્રો, જો તમને આમરો આ લેખ સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી ને અમને તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો અને તમારા મિત્રો અને સાગા સંબંધીઓ સાથે આ ઉપાય જરૂર થી શેર કરજો.
0 ટિપ્પણીઓ