આ દુનિયામાં અલગ અલગ પ્રકારના લોકો રહે છે. આમાંથી કેટલાક લોકોને નમકીન ખાવાનું પસંદ છે, તો ઘણાખરા લોકોને ગળ્યું ખાવુ ગમે છે. ગળપણ વાળી વસ્તુઓની વાત કરીએ તો લોકો હંમેશા ખાંડની તુલનામાં ગોળ અને ગોળથી બનેલી વસ્તુઓ ખાવાનું વધારે પસંદ કરે છે. કારણકે, ગોળની વિશેષતા એ છે કે તે માત્ર સ્વાદમાં જ મીઠો નથી હોતો, પરંતુ ડાયાબિટીઝ જેવા રોગોનું જોખમ પણ ઘટાડે છે. જે લોકોને મીઠાઈ ખાવાની મનાઈ કરવામાં આવેલી હોય છે, તે લોકો ગોળ ખાઈ શકે છે.
ગોળ ગરમ હોય છે. તેથી શિયાળામાં લોકો ગોળની ચા અને ખીર ખાવા ઉપર ભાર મૂકતાં હોય છે. તે પેટને સ્વચ્છ પણ રાખે છે, અને ઘણા રોગોને મૂળમાંથી દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે. રાત્રે, ગોળ ખાઈને ગરમ પાણી પીવાથી, તેના બમણા ફાયદા થાય છે. મિત્રો, આજે આપણે આ લેખમાં અમે તમને ગોળ પછી ગરમ પાણી પીવાથી શરીર ને થતા ફાયદા વિશે જણાવીશું.
પરંતુ તે પહેલાં તમારી માહિતી માટે જણાવી દઈએ કે ગોળને આયુર્વેદ ગ્રંથોમાં રોગ નિવારક માનવામાં આવે છે. તે શરીરમાં ઉત્પન્ન થયેલ એસિડ ને ઘટાડે છે અને હાર્ટબર્નથી રાહત આપે છે. તેને નિયમિતપણે લેવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે અને પાચનશક્તિ પણ મજબૂત કરે છે. સ્વાસ્થ્ય માટે ગોળ અને ગરમ પાણીનું મિશ્રણ અમૃત માનવામાં આવે છે.
આનાથી આશ્ચર્યજનક ફાયદા જોવા મળે છે. જો તમે રાત્રે સૂતા પહેલા ગોળ ખાઈને પછી ગરમ પાણી પીશો, તો તમને સારી ઊંઘ આવશે. એટલું જ નહીં પણ તમારા આ ૩ રોગોને મૂળમાંથી નાબૂદ કરી શકે છે.
શરદીથી મળશે રાહત :-
આયુર્વેદિક નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે શિયાળાની ઋતુમાં ગોળ ખાઈને ગરમ પાણી પીવામાં આવે તો તે શરીર માટે અમૃત સાબિત થાય છે. હકીકતમાં ગોળમાં સારા ખનિજ તત્વો અને એન્ટિ-ઓક્સીડન્ટ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે, જે રોગોને દૂર કરે છે અને શરીરને નિરોગી બનાવે છે. આવી સ્થિતિમાં જો તમે શરદી જેવી સમસ્યાઓથી પરેશાન છો, તો તે તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. આ એક સરળ ઉપાય છે તમને શરદીમાં તમને સારૂ પણ લાગશે.
ગેસથી મળશે છૂટકારોમળે છે :-
આપણે ઘણી વાર બજારમાંથી મળતા વધુ પડતાં મસાલાવાળા ખોરાક ખાતા હોઈએ છીએ. આ બધાની સીધી અસર આપણા પાચનતંત્ર પર પડે છે. અને એના કારણે આપણાં પેટમાં ગેસ કે કબજિયાતની સમસ્યા રહે છે. જો તમે પણ આવી સમસ્યાથી પરેશાન છો, તો રાત્રે સૂતા પહેલા ગોળ ખાઓ અને અને ત્યાર બાદ ગરમ પાણી પીવો. જે તમારા પેટને સાફ કરશે, અને પાચનતંત્ર તંદુરસ્ત રાખશે. જો તમે ઇચ્છતા હોય તો રાત્રે સૂતા પહેલા તમે એક ગ્લાસ ગરમ પાણી સાથે ગોળનો ટુકડો પણ પી શકો છો. આમ કરવાથી થોડા દિવસોમાં, તમે ગેસ અને પેટ સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવશો.
ત્વચાના રોગ માટે રામબાણ :-
દરરોજ રાત્રે સૂતા પહેલા ગોળ સાથે ગરમ પાણી પીવાથી ત્વચા ને ઘણા ફાયદા થાય છે. આ ફક્ત તમારી ત્વચાને સુધારશે જ નહીં, પરંતુ તમારી ત્વચાના રોગો પણ મૂળમાંથી અદ્રશ્ય થઈ જશે. હકીક્તમાં ગોળ ચામડીમાં રહેલા ટોક્સિનને દૂર કરે છે, જેનાથી ત્વચામાં ચમકી ઊઠે છે અને ત્વચાના રોગો દૂર થાય છે.
નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.
આ પણ વાંચો....
- માથાના વાળથી લઈને પગની પાની સુધીના 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર
- મોંઘી દવાઓ કરતા પણ ખુબ ફાયદાકારક છે આ તેલ નાની મોટી દરેક સમસ્યાનો છે આ રામબાણ ઈલાજ
- વૃદ્ધાવસ્થામાં મગજ ઝડપી દોડવું હોયતો અત્યારથી જ નિયમિત દરરોજ ખાવાનું ચાલુ કરીદો આ ગુણકારી વસ્તુ
- શરીરમાં વારંવાર થાક લાગતો હોય, નબળાઈ લગતી હોય તો આજથી રોજ ખાવાનું ચાલુ કરીદો આટલી શક્તિ વર્ધક વસ્તુઓ
- ફણગાવેલા કઠોળ એટલે આરોગ્ય નો અદ્ભુત ખજાનો..!! જાણો એના 10 ઉપયોગી ફાયદાઓ
- માત્ર ૧૫ કલાકમાં જ તમારા ફેફ્સામાં રહેલી વર્ષો જુની ગંદકીને દૂર કરી દેશે આ ઉપાય....
- કાળા મરી કેટલા પ્રમાણ માં કઈ રીતે ખાવા થી શું ફાયદા થાય છે. જાણો, કાળા મરી ની ઐતિહાસિક અને આયુર્વેદિક વિગત...
- માત્ર આટલુંજ કરશો તો કોઈ પણ દવા ની ગોળી વગર ઇમ્યુનિટી આપોઆપ વધી જશે.
- 10+ ઉપયોગમાં આવે એવી ઘરગથ્થુ હેલ્થ ટિપ્સ અને ઘરગથ્થુ સલાહ
મિત્રો, જો તમને આમરો આ લેખ સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી ને અમને તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો અને તમારા મિત્રો અને સાગા સંબંધીઓ સાથે આ ઉપાય જરૂર થી શેર કરજો.
0 ટિપ્પણીઓ