આજકાલ ભાગ દોડ વળી જીવન શૈલી અને માનસિક તણાવ ને કારણે માનવીના હેલ્થ પર એની અસર જોવા મળી રહી છે. અને એમાં વળી ધૂળ પ્રદુષણ અને કેમિકલ વાળું વાતાવરણ અને અસંતુલિત ખોરાક ની સમસ્યા દિવસે ને દિવસે વધતી રહી છે. અને જેની અસર માનવજીવન માં એના શારીરિક અંગ જોવા મળતી હોય છે.
આ બધી સમસ્યા ઓ વચ્ચે આપણે જ આપણી જાત ને કઈ રીતે સાચવી શકીયે એ આપણા ઉપર છે. માનવ જીવન નું અગત્ય નું એક એવું શારીરિક અંગ છે માથું અને માથા માં રહેલા વાળ. સુંદર અને લાંબા રેશમી વાળ ને તો સ્ત્રીઓ નું આભૂષણ કહેવામાં આવે છે. આ એ આભૂષણ છે જે સ્ત્રીઓ ની સુંદરતા માં વધારો કરે છે.
પણ, બદલતા ફેશન ના સમય આજ ની બહેનો એ માથા માં જાત જાત ના કેમિકલ યુક્ત કલર કે શેમ્પૂ કરી વાળમાં થતી સમસ્યા નો ને જાતે જ આમંત્રણ આપ્યું છે. જેના લીધે સમય કરતા પહેલા ખારવા માંડે છે અને જલ્દી થી સફેદ થઇ જાય છે.વાળ ખરવા તેમજ સફેદ થવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. એવામાં આયુર્વેદિક ઉપચારની મદદથી આ સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે.
આજે અમે તમને એક એવા નુસખા અંગે જણાવીશું જેનાથી તમારા વાળની દરેક સમસ્યામાંથી રાહત મળી શકે છે અને તેનાથી વાળ લાંબા પણ થઈ શકે છે અને સાથે સાથે માથામાં રહેતા ખોડાની સમસ્યા માં પણ છુટકારો મળે છે.
તો ચાલો જોઈએ કયો એવો નુસખો છે જેનાથી વાળ લાંબા અને ભરાવદાર થાય છે.
અરીઠા :-
થોડાક અરીઠાને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે તેના ઠળિયા કાઢી ને તેને ઉકાળી લો. ઠંડુ પડ્યા બાદ સ્નાન કરતી સમયે શેમ્પૂની જેમ તેનો ઉપયોગ કરી ને તેને સ્કેલ્પ પર લગાવીને પાંચ મિનિટ સુધી મસાજ કરો અને મસાજ કાર્ય બાદ વાળ ને ધોઈ લો. દર બે-ત્રણ દિવસે આ અરીઠા ના પાણી ના ઉપયોગ કરવામાંથી અને વાળ ધોવાથી ઝડપથી ખરતા વાળ ની સમસ્યામાં ઉકેલ મળશે અને વાળ સ્મૂધ થશે અને સાથે સાથે વાળમાં ચમક પણ આવશે.
ભૃંગરાજ:-
આયુર્વેદમાં ભૃંગરાજ એ કિંગ ઓફ હેર કહેવામાં આવે છે. ભૃંગરાજમાં વાળને ખરવા થી રોકવા અને સફેદ થવાથી બચાવવાના અદભુત ગુણો રહેલા છે ભૃંગરાજ નું તેલ અને તેની પેસ્ટ નો ઉપયોગ વાળની સમસ્યાઓ થી છુટકારો મેળવવા માટે કરવામાં આવે છે તે સિવાય સૂકા ભૃંગરાજ માં થોડુંક પાણી ઉમેરી તેને માથાની ત્વચા પર લગાવવાથી વાળને ઘણી મજબૂતાઈ મળે છે.
લીમડો:-
એક મુઠ્ઠી કડવા લીમડાના પાનને પાણીમાં ઉકાળી ને ઠંડુ કરી લો ત્યાર બાદ ઉકાળેલા પાણી ને ગાળી તેમાંથી લીમડાના પાન અલગ કરી લો. નહાતી વખતે વાળ ધોવાના સમયે પાણી થી વાળને ધોઈ લો. લીમડા માં રહેલી કડવાશને લીધે માથામાં થતા ખોડા ની સમસ્યાથી છુટકારો મળશે તેમજ ખોડાને વધતો જતો અટવામાં પણ મદદરૂપ થાય છે. અઠવાડિયામાં બે થી ત્રણ વાર આ પાણીથી વાળ ધોવાથી સારું પરિણામ મળશે તેમજ ખરતા વાળની સમસ્યા દૂર થાય છે.
શિકાકાઈ:-
શિકાકાઈ પાવડર લાંબા અને મજબૂત વાળ માટે શ્રેષ્ઠ રહેલું ભારતીય ઔષધ છે. વાળ બુદ્ધિને ઉત્તેજન આપવા માટે સદીઓથી તેનો ઉપયોગ કરવામાં આવે છે. રાત્રે શિકાકાઈ પાવડર ને પલાળીને બીજા દિવસે વાળ ધોતી વખતે એ પાણી નો ઉપગયો કરવો. શિકાકાઈ વાળું પાણી વાળ માટે નું બેસ્ટ આયુર્વેદિક શેમ્પૂ છે. એના ઉપયોગ થી વાળ સુંદર, લીસા અને ચમકદાર બને છે.
નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.
આ પણ વાંચો.....
- દરરોજ સવારે હુંફાળા પાણી સાથે માત્ર અડધી ચમચી લેવાથી નખમાં પણ રોગ નહિ રહે
- માથાના વાળથી લઈને પગની પાની સુધીના 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર
- મોંઘી દવાઓ કરતા પણ ખુબ ફાયદાકારક છે આ તેલ નાની મોટી દરેક સમસ્યાનો છે આ રામબાણ ઈલાજ
- વૃદ્ધાવસ્થામાં મગજ ઝડપી દોડવું હોયતો અત્યારથી જ નિયમિત દરરોજ ખાવાનું ચાલુ કરીદો આ ગુણકારી વસ્તુ
- શરીરમાં વારંવાર થાક લાગતો હોય, નબળાઈ લગતી હોય તો આજથી રોજ ખાવાનું ચાલુ કરીદો આટલી શક્તિ વર્ધક વસ્તુઓ
- ફણગાવેલા કઠોળ એટલે આરોગ્ય નો અદ્ભુત ખજાનો..!! જાણો એના 10 ઉપયોગી ફાયદાઓ
- માત્ર ૧૫ કલાકમાં જ તમારા ફેફ્સામાં રહેલી વર્ષો જુની ગંદકીને દૂર કરી દેશે આ ઉપાય....
- કાળા મરી કેટલા પ્રમાણ માં કઈ રીતે ખાવા થી શું ફાયદા થાય છે. જાણો, કાળા મરી ની ઐતિહાસિક અને આયુર્વેદિક વિગત...
- માત્ર આટલુંજ કરશો તો કોઈ પણ દવા ની ગોળી વગર ઇમ્યુનિટી આપોઆપ વધી જશે.
- 10+ ઉપયોગમાં આવે એવી ઘરગથ્થુ હેલ્થ ટિપ્સ અને ઘરગથ્થુ સલાહ
1 ટિપ્પણીઓ
Good tips
જવાબ આપોકાઢી નાખો