Head Ads

નોનસ્ટિક વાસણ બળી જાય તો તેને સાફ કરવાની આસાન ટ્રિક્સ

 

Non Stick Vasan



નોનસ્ટિક વાસણો ઓછા તેલમાં રાંધવા માટે બનાવવામાં આવ્યાં છે. આવી સ્થિતિમાં, આ વાસણો પર એક સ્તર લગાવવામાં આવે છે, જે વાસણો પર કંઈપણ ચોંટવા દેતું નથી. આ ઉપરાંત આ વાસણોનું તળિયું પણ સામાન્ય વાસણોથી અલગ છે.

એટલા માટે આ વાસણોને જ કાળજીથી સાચવવાની જરૂર છે, નહીં તો તે બગડી જાય છે. તેથી, સ્ટીલ સ્ક્રબર જેવી સખત વસ્તુઓથી તેને ઘસીને સાફ કરવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. 

મીઠાથી સાફ કરો :-
બળી ગયેલા નોનસ્ટિક વાસણને સાફ કરવાની સૌથી સસ્તી અને અસરકારક રીત છે તેને મીઠાનાં દ્રાવણથી ધોવાં. આ માટે નવશેકા પાણીમાં ચારથી પાંચ ચમચી મીઠું ભેળવીને પેસ્ટ તૈયાર કરો અને તેને બળેલા વાસણપર ૧૫થી ૨૦ મિનિટ માટે રહેવા દો. હવે તેને સ્પોન્જ વડે ઘસો અને સ્વચ્છ પાણીથી ધોઈ લો. જો ડાઘ સંપૂર્ણપણે દૂર ન થાય, તો આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો.

બેકિંગ સોડા સાથે વિનેગરનો ઉપયોગ કરો :- 
બળી ગયેલા નોનસ્ટિક વાસણોને નવા જેવા ચમકાવવા માટે, ગરમ પાણીમાં ખાવાનો સોડા મિક્સ કરીને થોડી વાર ઉકાળો, પછી તેમાં થોડું વિનેગર ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. પછી તેને બળી ગયેલી સપાટી પર લગાવો અને પાંચ દસ મિનિટ માટે છોડી દો. હવે તેને સ્પોન્જ વડે ઘસીને સાફ કરો.

ગરમ પાણીમાં ડિશ વોશ મિક્સ કરીને ડાઘા દૂર કરો :- 
જો નોનસ્ટિક વાસણ અંદરથી બળી ગયું હોય તો તેને ગેસના સ્ટવ પર મૂકી, તેમાં પાણી અને ડિશ વોશ નાંખીને પાંચ મિનિટ રહેવા દો. તે નોનસ્ટિકની સપાટી પરથી ખોરાકના બળી ગયેલા અવશેષોને દૂર ક૨શે. ત્યારબાદ વાસણને ગેસ પરથી ઉતારીને ઠંડું થવા દો અને હવે તેને સ્પોન્જ વડે ઘસીને સાફ કરો.

 બીજી અન્ય રેસિપી જે તમને જરૂર ગમશે 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ