શ્રાવણ મહિનો શરુ થઇ ગયો છે ત્યારે જો તમે થઇ ગયો છે ત્યારે જો તમે પણ શ્રાવણ મહિનામાં ભોળાનાથને પ્રસન્ન કરવા માટે ઉપવાસ રાખવાનો છો, તો આજનો આ લેખ તમારા માટે જ છે. આજના આ લેખમાં અમે તમારા માટે એક એવી રેસિપી લઈને આવ્યા છીએ, જેને તમે શ્રાવણના ઉપવાસમાં ખાઈ શકો છો.
અમે જે રેસિપી વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ છે સાબુદાણા ઢોસા. સાબુદાણા ઢોસા એક એવી વાનગી છે જેનાથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે અને વારંવાર ભૂખ પણ લાગતી નથી. આ સાથે જ તેમાં કાર્બોહાઈડ્રેટ પણ ભરપૂર માત્રામાં હોય છે અને ખાધા પછી તમને એનર્જી પણ મળે છે. તેથી તેને ઉપવાસ માટે બેસ્ટ માનવામાં આવે છે.
આ ઢોસાને ફરાળી ઢોસા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઢોસાને નાળિયેરની ચટણી સાથે ખાઈ શકાય છે. તો ચાલો આજે જાણીએ સાબુદાણા ઢોસાની રેસિપી - Dosa Recipe In Gujarati વિશે.
સાબુદાણા ઢોસા બનાવવા માટેની સામગ્રી :-
- સાબુદાણા ૧૫૦ ગ્રામ
- મગફળી ૧ વાટકી
- પનીર ૫૦ ગ્રામ
- આદુનો ટુકડો ૧ ઇંચ
- લીલા મરચા ૩-૪
- કોથમીર ૨-૩ ચમચી
- લાલ મરચું પાવડર ૧ ચમચી
- કાળા મરી પાવડર ૧/૨ ચમચી
- તેલ ૩-૪ ચમચી
- સિંધવ મીઠું સ્વાદ મુજબ
સાબુદાણા ઢોસા બનાવવાની રીત :- Dosa Recipe In Gujarati
ફરાળી સાબુદાણા ઢોસા બનાવવા માટે સૌથી પહેલા સાબુદાણાને સાફ કરીને ૨-૩ કલાક માટે પાણીમાં પલાળી રાખી દો. એક બાઉલ લો અને તેમાં પનીરને છીણી લો. આ પછી પનીરમાં કાળા મરીનો પાઉડર અને થોડું સિંધવ મીઠું ઉમેરીને મિક્સ કરો અને પછી તેને અલગ રાખી દો.
હવે એક કડાઈમાં મગફળીના દાણા નાખીને તેને ધીમી આંચ પર થોડા શેકી લો., આ પછી મિકસર જારમાં શેકેલા મગફળીના દાણા, આદુ, લીલા મરચાં અને કોથમીર નાખીને પીસી લો. હવે એક મોટું બાઉલ લો અને તેમાં પલાળેલા સાબુદાણા અને મગફળી-આદુની પેસ્ટ નાખીને, તેને સારી રીતે મિક્સ કરો અને બેટર તૈયાર કરી લો. બેટરમાં જરૂર મુજબ પાણી ઉમેરી શકાય છે.
હવે એક નોનસ્ટીક તવાને મીડિયમ આંચ પર ગરમ કરવા રાખી દો. જ્યારે તવો ગરમ થઈ જાય ત્યારે તેના પર થોડું તેલ લગાવીને ફેલાવી લો. આ પછી એક બાઉલમાં સાબુદાણાનું બેટર લઈને તેને તવાની મધ્યમાં નાખીને ફેલાવો. થોડીવાર સુધી ઢોસાને શેકો અને પછી તેને પલટીને શેકો.
જ્યારે ઢોસા ગોલ્ડન બ્રાઉન થઈ જાય, ત્યારે તેની વચ્ચે પનીરનું સ્ટફિંગ ફેલાવો અને ઢોસાને બંધ કરીને પ્લેટમાં કાઢી લો. એ જ રીતે બધા સાબુદાણા ઢોસા તૈયાર કરી લો. તેને નાળિયેરની ચટણીની સાથે સર્વ કરી શકાય છે.
- 10+ ઉપયોગ માં આવે તેવી કિચન ટિપ્સ અને ટ્રિક્સ - Useful kitchen tips in gujarati
- દહીંની ચટણી બનાવવાની સરળ રીત
- આ 7 સરળ કુકીંગ ટિપ્સ જે તમારી રસોઈને બનાવશે એકદમ લિજ્જતદાર
- 4 અલગ અલગ પ્રકારની લસણની ચટણી બનાવવાની રીત - Gartlic chutney recipe in gujarati
- ધરે બનાવો હોટલમાં મળતા ક્રિસ્પી પેપર ઢોસા બનાવવાની રીત
- આ ઉનાળાની ગરમી માં ઘરેજ બનાવો પાન ફ્લેવર નો આઈસ્ક્રીમ, પાન ફ્લેવર નો આઈસ્ક્રીમ બનાવવાની રીત
- ફરસાણની દુકાને મળતી એક દમ ફૂલેલી અને ક્રિસ્પી મગ દાળ કચોરી , ખસ્તા કચોરી પરફેક્ટ માપ સાથે બનાવવાની રીત - Khasta kachori recipe in gujarati
- ટેસ્ટી ટેસ્ટી પનીર ભુરજી બનાવવાની રીત - Paneer bhurji recipe in gujarati
- વાટી દાળ ના ભરેલા કારેલા ના રવૈયા
- બજાર જેવા ક્રિસ્પી વેજ પફ બનાવવાની એકદમ સરળ રીત - Puff recipe in gujarati
- બહાર તૈયાર પેકેટમાં મળતો ચાટ મસાલો આ સરળ રીતે ઘરે જાતે જ બનાવો
0 ટિપ્પણીઓ