મિત્રો વાત જ્યારે ચા - પાણી અને નાસ્તા ની વાત નીક્ળે ત્યારે તરત જ આપણને ગરમ ગરમ પફની યાદ અચૂક આવેજ અને એમાં વળી કોલેજ માં બંક મારીને ફેવરેટ બેકરી અથવા તો કોલેજની કેન્ટિનમાં પફની સાથે ચા ની લિજ્જત માણી હોય એ દિવસો તો કેમ ના ભુલાય. કારણ કે દરેક બેકરી કે અન્ય દુકાને પફ તો તમને મળી જાય પણ કોલેજ કેન્ટિનમાં ખાધેલા પફ ની તો વાતજ કંઈક અલગ હો. તમને પણ એ દિવસો યાદ આવી ગયા ને ? સાચું કેહજો.....
તો ચાલો, આજે આપણે જાણીશુ કે ઘરે જ મસ્ત ક્રિસ્પી બજાર જેવો વેજ પફ, Vegetable Puff , Veg Puff તમે તમારી જાતે કઈ રીતે બનાવી શકો છો . બસ પછી રાહ શેની જુવો છો, ચાલો નોંધી લો આ vegetable puff recipe in gujarati, vegetable puff banavani rit, વેજ પફ રેસિપી અને કરો તમારા રસોડે આ પફ બાવનાવા નો અખતરો.. એકદમ સરળ
ક્રિસ્પી વેજ પફ બનાવવાની રીત :- ( Veg Puff Recipe in Gujarati )
સામગ્રી :
• પફ પેસ્ટ્રી શીટ,
• બાફેલાં બટેકા,
• તેલ, રાઇ, જીરૂ, હીંગ,
• મીઠો લીમડો, લીલાં મરચાં, જીણી સમારેલી ડુંગળી,
• હળદર, લાલ મરચું પાવડર,
• બાફેલાં વટાણાં,
• મીઠું, લીંબુનો રસ,
• ગરમ મસાલો,
• કોથમીર,
• બટર
પફ બનાવવાની રીત :- ( Vegetable Puff Recipe in Gujarati)
એક પેન માં તેલ લઇ રાઇ, જીરૂ, ઝીણો સમારેલો મીઠો લીમડો, નાના લીલાં મરચાં, હીંગ, ઝીણી ડુંગળી વઘારી થોડી બ્રાઉન થવા આવે એટલે એમાં હળદર, લાલ મરચું, ગરમ મસાલો ઉમેરી બાફીને મેશ કરેલાં બટેકા અને વટાણાં એમાં ઉમેરો. ત્યાર બાદ તેમાં મીઠુ, લીંબુનો રસ, કોથમીર મિક્સ કરી એક પ્લેટમાં કાઢી લઇ ને એને ઠંડુ કરી લો. ત્યાર બાદ ઓવન ને ૨૦૦ થી ૨૨૦ સેલ્સિયસ પર પ્રિ-હીટ કરવા મકો. બેકીંગ ટ્રે પર બટર પેપર મૂકી તેલ લગાવી દો.
પેસ્ટ્રી શીટ લઇને જરૂરિયાત પ્રમાણે લંબચોરસ શેપમાં કટ કરી ને એક સાઈડ મસાલો મૂકી શીટ ની કિનાર પર થોડું પાણી લગાવી ફોલ્ડ કરી બેકીંગ ટ્રે માં એને ગોઠવો. બધાં કાચા પફ રેડી થાય પછી તેનાં ઉપર બટર લગાવી ઓવન માં ૩૦ થી ૪૦ મિનિટ માટે બેક કરવાં મૂકો. અને છેલ્લી ૫ મિનિટ ૧૮૦ સેલ્સિયસ પર રાખીને પફ ને બેક કરવું. ગરમાં ગરમ પફ તૈયાર. અને એને સોસ સાથે સર્વ કરો. અને છોકરાઓ ને ભાવે એ માટે એના પણ થોડું ચીઝ પણ ખમણી ને નાખી શકો છો .
નોંધ :- અહીંયા એક વાત નું ખાસ ધ્યાન રાખવું કે દરેક ઓવનનું ટેમ્પ્રેચર અલગ હોય છે એટલે પફ બળી ના જાય એ વાત નું ધ્યાન રાખવું.
મિત્રો, અમુક ને એમ થાય કે આ પફ પેસ્ટ્રી શીટ ( Puff Pastry Sheets ) શું છે ? શું એ તૈયાર બજાર માં મળે છે ? આવા પણ પ્રશ્ન ઉભા થાય. તો અમે તમને જણાવી દઈએ કે પફ પેસ્ટ્રી શીટ બીજું કશું નથી આપણે પફ નું જે ખરી બિસ્કિટ જેવું પડ ખાઈએ છીએ એને પફ પેસ્ટ્રી શીટ કહેવામાં આવે છે. તો ચાલો અમે પફ બનાવવાની સાથે સાથે તમને આ પફ પેસ્ટ્રી શીટ એકદમ સરળતા થી કઈ રીતે બનાવી શકાય એની માહિતી પણ જણાવી દઈએ.
પફ પેસ્ટ્રી શીટ બનાવવાની રીત :- ( How to Make Puff Pastry Sheets )
એક બાઉલમાં જરૂરિયાત મુજબ નો મેંદા નો લોટ લઇ તેમાં બટર નાખી ને મિક્સ કરવું. બટર એકદમ ઠંડુ હોવું જરૂરી છે અને તેના ટુકડા કરીને લોટમાં મિક્સ કરવા. બટરના ટુકડા લોટ સાથે એકદમ મિક્સ કરવાની જરૂર નથી. લોટ અને બટરના નાના ટુકડાને હાથમાં લઈને ચોળવાનું છે. ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી નાખી લોટ બાંધવો.
લોટ એકદમ સ્મૂથ ન પણ બને તો ચિંતા કરવાની જરૂર નથી પણ લોટ સોફ્ટ હોવો જરૂરી છે. ત્યાર બાદ તેને થોડો દબાવી ને એને ચોરસ આકાર આપીને એક પ્લાસ્ટિકમાં પેક કરી ફ્રીજમાં 1 કલાક માટે જરૂર રાખવો. 1 કલાક ફ્રીજમાં રહ્યા બાદ એને કાઢી તેના પર કોરો મેંદાનો લોટ છાંટી તેને વણીને લંબચોરસ આકાર આપવો.
ત્યાર બાદ તેને 3 ફોલ્ડ કરી ને લાંબી સાઈડની એક કિનારીને વચ્ચે સુધી વાળવી અને બીજી સાઈડની કિનારીને વાળીને તેના પર મૂકવી. ફરીને લોટ પર કોરો લોટ છાંટીને ઉપર મુજબ ફોલ્ડ કરવું. વચ્ચે ફ્રીજમાં મૂકવાની જરૂર નથી પરંતુ જો લોટ ચોટવા માંડે તો 15 મિનિટ ફ્રીજમાં મૂકવો. આવી રીતે કુલ 5 વાર ફોલ્ડ કરવું, અને પછી ફ્રીજમાં મૂકી દેવો. પફ પેસ્ટ્રી સીટ તૈયાર છે, જ્યારે પણ ઉપયોગ કરવો હોય ત્યારે કિનારીઓ કટ કરવાનું ભૂલવું નહીં.
મિત્રો, જો તમને આમારી આ ક્રિસ્પી વેજ પફ અને પફ પેસ્ટ્રી શીટ બનાવવાની રીત પસંદ આવી હોય તો ઘરે બનાવી ને અમને જરૂર થી જણાવજો કે તમારા દ્વારા કરાયેલા આ ઘરેલુ અખતરા માં તમારા ફેમિલી મેમ્બર રિસ્પોન્સ શું હતો.😉
બીજી અન્ય રેસિપી જે તમને જરૂર ગમશે
- 4 અલગ અલગ પ્રકારની લસણની ચટણી બનાવવાની રીત
- 10+ ઉપયોગ માં આવે તેવી કિચન ટિપ્સ અને ટ્રિક્સ
- ધરે બનાવો હોટલમાં મળતા ક્રિસ્પી પેપર ઢોસા બનાવવાની રીત
- આ ઉનાળાની ગરમી માં ઘરેજ બનાવો પાન ફ્લેવર નો આઈસ્ક્રીમ, પાન ફ્લેવર નો આઈસ્ક્રીમ બનાવવાની રીત
- ફરસાણની દુકાને મળતી એક દમ ફૂલેલી અને ક્રિસ્પી મગ દાળ કચોરી , ખસ્તા કચોરી પરફેક્ટ માપ સાથે બનાવવાની રીત
- ટેસ્ટી ટેસ્ટી પનીર ભુરજી બનાવવાની રીત
- વાટી દાળ ના ભરેલા કારેલા ના રવૈયા
- બજાર જેવા ક્રિસ્પી વેજ પફ બનાવવાની એકદમ સરળ રીત
- બહાર તૈયાર પેકેટમાં મળતો ચાટ મસાલો આ સરળ રીતે ઘરે જાતે જ બનાવો
- એકદમ ટેસ્ટી લીંબુ મરી મસાલાથી ભરપુર જુવાર પોંક જાતેજ ઘરે બનાવો સુરતી પોંક બનાવવાની આસાન રીત
0 ટિપ્પણીઓ