Head Ads

તાંબાના વાસણ માં પાણી પીવાના 10 ફાયદા | Benefits of Drinking Water from a Copper Water Bottle

આયુર્વેદ મુજબ શરીરને સ્વસ્થ્ય રાખવા માટે ખુબ પાણી પીવું જરુરી છે. દરેક વ્યકિત એ સારા સ્વાસ્થ્ય માટે દિવસ દરમિયાન સમયાંતરે ઓછામાં ઓછું 2.5 લિટર પાણી પીવુ જોઇએ. અને એમાં જો તાંબાના વાસણમાં રાખેલુ પાણી પીવામાં આવે તો એ અતિ ઉત્તમ માનવામાં આવે  અને તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક કારક પણ છે. તો આજે આપણે આજ ના આ આર્ટિકલ માં તાંબાના વાસણમાં રાખેલા પાણી પીવાથી થતા શું શું ફાયદા થાય છે એના વિષે આપણે જાણીશું.  Benefits of Drinking Water from a Copper Water Bottle

તાંબાના વાસણ માં ક્યાંરે અને કેવી રીતે પાણી પીવું । How to drink copper water

સવારે તાંબાના વાસણમાં ભરેલુ પાણી પીવાથી લાભ થાય છે. આ પાણી પીવાથી શરીરના ઘણા રોગો દવા વિના જ દૂર થાય છે. આ ઉપરાંત પાણી પીવાથી શરીરમાં રહેલું ઝેરી તત્વ બહાર નીકળી જાય છે. 

રાત્રે તાંબાના વાસણમાં સંગ્રહિત કરેલા પાણીને તામ્રાજળ ના નામથી પણ ઓળખવામાં આવે છે. જો તાબાંના વાસણમાં 7 થી 8 કલાક સુધી પાણી રાખવામાં આવે અને તે પાણી પીવામાં આવે તો તે ખૂબ જ લાભદાયી છે. 

તાંબાના વાસણ માં પાણી પીવાના ફાયદા  | Tambana vasana ma pani piva na fayada in gujarati

કફની સમસ્યા માટે | Benefits of Copper Water
જે લોકોને કફની સમસ્યા વારંવાર રહેતી હોય તો તેવા લોકોએ તાંબાના વાસણમાં રહેલા પાણીમાં તુલસીના પાન નાંખીને પીવુ જોઇએ. આ નુસખો કદાચ ઘણા લોકો જાણતા પણ હશે કે તાંબાના વાસણમાં પાણી પીવાથી આ ફાયદો પણ થાય છે. 

ચામડી માટે ઉપયોગી । Copper Water Benefits for Skin
આયુર્વેદ માં એવું પણ કહેવામાં આવ્યું છે કે, જે પણ વધારે માત્રામાં પાણી પીવે છે, તેની ઉંમર વધવાથી સાથે શરીર પણ ની કરચલીઓ પડતી નથી. આ વાત મહદઅંશે સાચી પણ છે. તાંબાના વાસણમાં રહેલા પાણી પીવાથી શરીર પર ની ત્વચાની કરચલીઓની સમસ્યા બહુ જલ્દી આવતી નથી.  તાંબામાં રહેલા પાણી પીવાથી ડેડ સ્કીન પણ દૂર થાય છે અને ચહેરો હંમેશા ચમકતો રહે છે. ઘણા ખરા લોકો સ્વાસ્થ ત્વચા માટે અલગ-અલગ સૌંદર્ય પ્રસાધન નો ઉપયોગ કરતા હોય છે. 

એઓની માન્યતા મુજબ, સારી પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી ત્વચા પણ સારી રહે છે, પણ હકીકતમાં તો શરીર પરની ચામડી પર સૌથી વધારે પ્રભાવ તમારી દિનચર્યા તેમજ ખાન-પાન ને આધીન હોય છે. સ્વસ્થ ત્વચા માટે રાત્રે તાંબાના વાસણમાં રાખેલુ પાણી દરરોજ સવારે પીવું જોઈએ . એમ નિયમિત રીતે તાંબાનું પાણી પીવાથી ચામડી પણ ગ્લો આવશે. 

વજન ઘટાડવા માટે । Copper Water Benefits for Weight Loss
નાની ઉંમરમાં વધતું વજન એ આજકાલ ની જનરેશન માટે એક સામાન્ય સમસ્યા બાબત થઇ ગઈ છે. જો કોઇ વ્યક્તિ પોતાનું વજન ઘટાડવા માંગતો હોય તો તેણે એક્સર્સાઇઝની સાથે તાંબા નું પાણી પીવુ જોઇએ. જેથી કરીને શરીરમાં રહેલી વધારાની ચરબી દૂર કરવામાં મદદ કરશે અને સાથે સાથે શારીરિક નબળાઈ પણ નહિ આવે . 

થાઇરોઇડની સમસ્યામાં રાહત
આજકાલ વધતી જતી થાઇરોઇડની સમસ્યાનું એક ગંભીર વિષય છે. શરીરમાં થાઇરેક્સીન હોર્મોનના અસંતુલનના કારણે થાઇરોઇડની બીમારી થતી હોય છે. એના મુખ્ય લક્ષ્ણોમાનું
એક વધારે થાકનો અનુભવો, ઝડપથી વજન ઘટવું કે વધવુ વગેરે છે. એક્સપર્ટ અનુસાર, તાંબાના વાસણ માં રાખેલા પાણી પીવાથી શરીરમાં થાઇરેક્સીન હોર્મોન્સનું બેલેન્સ જળવાય રહે છે અને થાઇરોઇડગ્રંથોની કાર્યપ્રણાલીને નિયંત્રિતમાં રાખે છે. જેથી કરીને તાંબાનું પાણી પીવાથી આ રોગને નિયંત્રણમાં લાવી શકાય છે.

તણાવ ઘટાડવા 
શરીરમાં રહેતો તણાવના કારણે ધણી વાર હૃદય સંબંધિત બીમારીઓ પણ જોવા મળતી હોય છે. જો તમે નિયમિત રીતે સવારે ઉઠીને અને રાત્રે તાંબાના વાસણમાં રાખેલુ પાણી પીઓ તો શરીરમાં રક્તનો સંચાર સારી રીતે થાય છે અને હૃદય સંબંધિત બીમારીઓ થતી અટકે છે. અને હૃદય સંબંધિત બીમારીઓ અટકવાને લીધે હૃદય મજબૂત બને છે. 

લોહીની ઉણપ દૂર કરે
લોહીની ઉણપ અત્યારે
30થી વધારે ઉંમરની ભારતીય મહિલાઓની ખાસ કરી કરી ને જોવા મળતી સમસ્યા છે. તાંબાના વાસણમાં રાખેલુ પાણી પીવાથી શરીરમાં જરૂર પડતા આવશ્યક પોષત તત્વોને સંગ્રહ કરી રાખે છે અને તેનાથી લોહીની ઉણપ દૂર થાય છે. 

 ડાયરિયા અને કમળા માં રાહત
તાંબાના વાસણનું પાણી પીવાથી શરીરમાં રહેલા હાનિકારક તત્વો નષ્ટ થાય છે. અને પાણી સ્વચ્છ થાય છે. તેનાથી ડાયરિયા, કમળો, જેવા અન્ય રોગોના કીટાણુનો પણ નાશ થાય છે. અને આપણા શરીરને અંદર થી સ્વચ્છ રાખવામાં મદદ મળે છે.

સંધિવા જેવા જટિલ રોગ માં રાહત
ઉંમર વધવાની સાથે સંધિવાનો તેમજ સાંધાનો દુખાવો થવો સામાન્ય બાબત છે. તેને દૂર કરવા માટે તાંબાના વાસણનું પાણી ઉત્તમ માનવામાં આવે છે. આ પાણી પીવાથી શરીરમાં વધારે પ્રમાણમાં રહેતું યુરિક એસિડ ને પણ ઓછું કરે છે. 

પાચનક્રિયા સંબધીત તકલિતમાં રાહત આપે । Copper Water Benefits for Digestion
આયુર્વેદ મુજબ જો તાંબાના વાસણ માં પાણી આવે તો શરીર માં રહેલો નકામો કચરો બહાર કાઢવામાં મદદ મળે છે. અને એક વાર જો આ શરીર ની ગંદકી દૂર થઇ જાય તો પેટ સંબંધિત સમસ્યા માં પણ રાહત મળે છે, જેના લીધે પાચન સંબંધિત ફરિયાદો પણ ઓછી થાય છે. પેટ માં રહેતી ગેસને તકલીફ પણ ઓછી થાય છે. 

વાળ માટે ઉપયોગી | Copper Water Benefits for Hair
તાંબાના વાસણનું પાણી પીવાથી વાળની વૃદ્ધિ અને જાડાઈ બંને માં વધારો થાય છે. તે વાળને  વધારવામાં મદદ કરે છે. તેમજ ખોપરી ઉપરની ચામડીમાં લોહીના પ્રવાહને ઉત્તેજિત કરી ને વાળ અકાળે ખરવામાં મદદ કરે છે.

આશા રખિયે કે તમને અમારા દ્વારા બતાવવામાં આવેલ તાંબાના વાસણ માં પાણી પીવાના ફાયદા તમને પસંદ પસંદ આવ્યા હશે. અને હા, જો તમે તાંબાના વાસણ માં રાખેલું પાણી નથી પીતા તો આજથી ચાલુ કરીદો જેથી કરી ને સમસ્યાઓ આવતા પહેલા પાળ બાંધી શકાય. 

નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે  લોકો  સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.

આ પણ વાંચો.....


જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો SHARE કરવાનું ભૂલશો નહી. તમારી કોઈપણ પ્રકાર ની સલાહ કે સૂચન હોય તો કોમેન્ટ કરી ને અમને જણાવશો.  

નોંધ :- અમારો નિઃસ્વાર્થ પણા નો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહિતી પહોંચાડવા નો છે. દરેક ની શારીરિક પ્રકૃતિ સરખી હોતી નથી માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી તેમજ દવાનો નો પ્રયોગ કરતા પહેલા તમારા ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.


 



 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ