Mouth Ulcers: Symptoms, Diagnosis, and Treatments In Gujarati
મોઢા માં ચાંદા પાડવાના કારણો । Mouth Ulcers Symptoms
શરીર માં વધતી જતી અને વધુ પડતી એસીડીટી ને કારણે મોઢા માં ચાંદા પડતા હોય છે.
જેને પણ કબજીયાત ની સમસ્યા રહેતી હોય એ વ્યક્તિ ને મોઢા માં ચાંદા પાડવા એ સામાન્ય વાત છે. કબજીયાત ને કારણે શારીરિક ગરમી વધી જાય છે એ ગરમી મોઢા વાતે બહાર નીકળતા મોઢા ચાંદા પડતા હોય છે.
ઘણી વાર મહિલાઓમાં શારીરિક હોર્મોન્સમાં ફેરફાર ને કારણે પણ મહિલાઓમાં આ મોઢામાં પડતા ચાંદા ની સમસ્યા જોવા મળતી હોય છે.
વધુ પડતા સ્મોકિંગ અને આલ્કોહોલ ના સેવાન ના કારણે પણ મોઢામાં ચાંદા પડતા હોય છે.હર્પીસ વાઇરસ કે અન્ય ઇન્ફેકશન ને કારણે પણ આ સમસ્યા થતી હોય છે.
વધુ પડતી દવાના ઉપયોગ ને કારણે પણ દવાઓ ગરમ પડતી હોય છે. અને એના લીધે પણ ઘણી વાર મોઢા માં ચાંદા પડતા હોય છે.
ઘણી વાર વધુ પડતો સ્ટ્રેસ અને વારસાગત કારણો પણ મોઢામાં ચાંદા પડવા પાછળ જવાબદાર હોય છે.
ઘણી વાર ઝડપથી બોલવા જતી વખતે પણ મોઢાની અંદર નો ગાલ કે જીભ ચવાઈ જતી હોય છે જેના લીધે ચાંદા પડી જતા હોય છે. કોઈ અન્ય કારણોસરમોઢામાં થતી ઇજા ને લીધે થઇ ને પણ ચાંદા પડી જતા હોય છે.
શરીરમાં વિટામિન બી ની ઉણપ ને કારણે પણ મોઢામાં ચાંદા પડી જતા હોય છે.
મોઢાના ચાંદાના ઉપાયો । Mouth Ulcers Treatments in Gujarati
આપણા વડીલો વર્ષોથી શરીરમાં થતી કોઈ પણ શારીરિક તકલીફો ના ઉપાય દેશી ઘરગથ્થુ ઉપચારો દ્વારા જ કરતા હતા. એમના એક ઉપચાર રૂપ મોઢામાં પડેલા ચાંદા ની સારવાર પણ ઘરગથ્થુ ઉપયો જ કરતા હતા જે ખુબજ અસરકારક છે જેના માત્ર ઉપયોગ થી નજીવી કિંમતે એની સારવાર કરી શકીયે છીએ. આવા ઘરગથ્થુ ઉપચાર અને ઉપાયો ને દાદીમાના નુસખા તરીકે પણ ઓળખાય છે. તો ચાલો જોઈએ એવા મોઢામાં પડેલા ચાંદા ના દાદીમાના અસરકારક નુસખા અને ઘરગથ્થુ ઉપચાર
1. તુલસી - Basil Leaf
આયુર્વેદ માં તુલસી ને જીવાણુનાશક અને કિટાણુનાશક ગણવામાં આવી છે, જેના ઉપયોગ માત્ર થી મોઢામાં રહેલા બેક્ટેરિયાથી છુટકારો મળે છે અને મોઢા ની દુર્ગંધ પણ દૂર થાય છે. માટે સવારે ઉઠી ને નરણા કોઠે તુલસી ના પણ ચાવી ચાવી ને પાણી સાથે ખાવાથી મોઢામાં પડેલા ફોલ્લા કે ચાંદામાં રાહત થાય છે.
2. જેઠી મધ - Jethi Madh ( Liquorice)
જેઠી મધ ના પાવડર ને મોઢામાં પડેલા ચાંદા કે ફોલ્લા પર લગાવવા થી પણ મોઢા માં રહેલી ગરમી માં રાહત મળશે અને ઠંડક મળશે
3. ગાયનું દેશી ઘી - Cow Ghee
ગાયનું દેશી ઘી રાત્રે સુતા પહેલા મોઢામાં પડેલા ચાંદા પર લગાવી રાખો. ઘી ના લીધે મોઢાની ગરમી દૂર થશે અને સવાર સુધીમાં ચાંદલા ગાયબ થઈ પણ જશે.
4. હળદર - Turmeric
હળદર પણ ચાંદામાં રાહત આપવા માટે ખૂબ મદદગાર છે રોજ સવાર-સાંજ હળદરવાળા પાણીથી કોગળા કરવાથી મોઢામાં પડેલા ચાંદા અને તેનાથી થતા દુખાવાથી રાહત મળી શકાય છે
5. મધ - Honey
મધ એ મોઢા ના ચાંદા અને જીભ પર પડેલા ચાંદા દૂર કરવા માટે અકસીર ઈલાજ છે. જે જગ્યા એ ચાંદા પડ્યા હોય એ જગ્યા એ મધ ને ચોપડવાથી રાહત થાય છે. મધ ને ચાંદા વાલી જગ્યા એ થોડું ઘસવું જેનાથી ગરમીની લાળ બનશે એ લાળ ને થુંકી નાખવી એ ગરમીની ને થોડાક દિવસ સુધી મધ લગાવવાથી મોઢા અને જીભમાં ચાંદા દૂર કરી
શકાય છે દિવસમાં ત્રણ-ચાર વખત ચાંદા પર લગાવવામાં આવે તેનાથી રાહત અનુભવાય
છે
6. બેકિંગ સોડા - Baking Powder
બેકિંગ સોડા ચાંદામાં અદ્ભુત રીતે અસરકારક છે. સામાન્ય રીતે ચાંદા નું મુખ્ય કારણ શારીરિક એસિડ છે. બેકિંગ સોડામાં એલ્કલાઇન નો ગુણધર્મ રહેલો છે જેના લીધે થઇ ને એસિડને બિનઅસરકારક કરવામાં મદદ મળે છે. બેકિંગ સોડા શરીરમાં એસિડને સંતુલિત કરે છે અને બેક્ટેરિયાને નષ્ટ કરે છે એ ઉપરાંત છાલાનો ઉપચાર કરીને એને પણ સાજા કરે છે.
1 ચમચી બૅકિંગ સોડા 1/2 કપ પાણીમાં ઓગાળી ને એ પાણી ના કોગળા કરવા. પણ ધન એ વાત નું રાખવાનું કે એ સારી પાણી માં મિક્સ થયેલું હોવું હોઈએ. આ મિશ્રણ મોઢાની અંદર બાજુ જ્યાં ચાંદા છે ત્યાં પ્રસરે એ રીતે કોગળા કરી ને થૂકી દેવું, આ પ્રક્રિયા દિવસમાં બે વાર કરવી.
7. કોથમીર - Coriander
લીલી કોથમીર ને ખૂબ જ ઠંડી માનવામાં આવે છે. એક મુઠ્ઠી કોથમીરનાં પાન લઇ ને સહેજ પાણી ઉમેરીને અને સારી રીતે વાટી લો. પાન વટાઈ ગયા એનો રસ કાઢી ને ચાંદા પર લગાવો. કોથમીરનાં પાનના રસ થી ચાંદામાંથી તરત આરામ મળે છે અને બળતરા પણ ઓછી થાય છે. આ ઉપાય દિવસમાં 2 વાર કરવો.
8. એલોવેરા - Aloe Vera
એલોવેરાના પાનથી જેલને અથવા તો એલોવેરા નો જ્યુસ દિવસમાં બે વાર મોઢાના જે જગ્યા એ ચાંદા પડ્યા હોય ત્યાં એ જગ્યા પર લગાવો કે તે ખાઈ પણ શકો છો. એલોવેરા જ્યુસ ના કોગળા કરવાથી પણ તમને મોઢામાં ના ચાંદા થઈ છુટકારો મેળવવામાં મળશે.
મોઢાના ચાંદા માટે આ ઉપાય પણ અકસીર છે. - Other Remedies for Mouth Ulcers in Gujarati
કાથો - કાથો એ મોઢામાં પડેલા ચાંદા કે પછી ગરમી ને કારણે મોં આવી ગયુ હોય એ સમયે કથા નો ઉપયોગ પણ કરી શકાય છે. નાગવેલ ના પણ માં કાથો ઉમેરીને એ પણ ચાવી જવાથી પણ મોઢા માં પડેલા ચાંદા માં રાહત થાય છે.
ટી ટ્રી ઓઇલ - Tea Tree Oil
ટી ટ્રી ઓઇલ પણ પણ મોઢાનાં ચાંદા નો અકસીર ઈલાજ છે. Tea Tree Oil ને સ્કિન કીટાણુનાશકના રૂપમાં માનવામાં આવે છે. મોઢામાં પડેલા ચાંદાને દૂર કરવા માટે Tea Tree Oil નો પ્રયોગ કરવો જોઈએ. 10 % Tea Tree Oil ને 90 % પાણીમાં મિક્સ કરીને દિવસમાં બે વાર એ પાણીના કોગળા કરવા. આ પ્રયોગ થઈ મોઢાના ચાંદાની સાથે ચાંદામાં થનારો દુખાવો પણ દૂર થઈ જશે.
લીમડાના પાન - Neem Leaf
લીમડાના પાન એંટીસેપ્ટિક હોય છે. પાનને દિવસમાં 3 થી 4 વાર ચાવવાથી મોઢાના ચાંદામાં લાભ થાય છે. આ માટે લીમડાના પાનને પાણીમાં ઉકાળી લો. આ પાણીથી દિવસમાં અનેકવાર કોગળા કરો. . આવુ કરવાથી મોઢાનાં ચાંદા ઠીક થઈ જાય છે. અથવા તો લીમડાના પાનને વાટીને દેશી ઘી માં મિક્સ કરીને મોઢાના ચાંદા પર લગાવવાથી દુખાવાથી રાહત મળે છે.
ટી બેગ - Tea Bag
ટી બેગ મોઢાના ચાંદાની સારવાર માટે ખૂબ જ ફાયદાકાર છે. તેમા રહેલું ટેનિક એસિડથી ચાંદાનો દુખાવો ઠીક થઇ જાય એ એમ માનવામાં આવે છે. ટી બેગ સહેજ પાણીમાં પલાળી ને થોડીક સમય માટે ટી બેગને ચાંદા પર લગાવવી.
જામફળના પાન - Guava Leaf
જામફળના પાનને ચાવવાથી પણ મોઢામાં પડેલા ચાંદા માં રાહત મળે છે. આ માટે જામફળના કુમળાં પાનમાં કાથો મિક્સ કરીને એ પણ દિવસ માં દિવસમાં 2-3 વાર ચાવી જવું.
નોંધ :- અમારા
દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના
આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ
પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા
પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની
સલાહ અવશ્ય લો.
આ પણ વાંચો.....
- રોજ સવારે ખાઈ લો ખજૂરની ૩ પેશીઓ, નખમાં પણ રોગ નહિ રહે બીમારીઓ થશે જડમૂળથી દૂર
- દરરોજ સવારે હુંફાળા પાણી સાથે માત્ર અડધી ચમચી લેવાથી નખમાં પણ રોગ નહિ રહે
- માથાના વાળથી લઈને પગની પાની સુધીના 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર
- મોંઘી દવાઓ કરતા પણ ખુબ ફાયદાકારક છે આ તેલ નાની મોટી દરેક સમસ્યાનો છે આ રામબાણ ઈલાજ
- વૃદ્ધાવસ્થામાં મગજ ઝડપી દોડવું હોયતો અત્યારથી જ નિયમિત દરરોજ ખાવાનું ચાલુ કરીદો આ ગુણકારી વસ્તુ
- શરીરમાં વારંવાર થાક લાગતો હોય, નબળાઈ લગતી હોય તો આજથી રોજ ખાવાનું ચાલુ કરીદો આટલી શક્તિ વર્ધક વસ્તુઓ
- ફણગાવેલા કઠોળ એટલે આરોગ્ય નો અદ્ભુત ખજાનો..!! જાણો એના 10 ઉપયોગી ફાયદાઓ
- માત્ર ૧૫ કલાકમાં જ તમારા ફેફ્સામાં રહેલી વર્ષો જુની ગંદકીને દૂર કરી દેશે આ ઉપાય....
- કાળા મરી કેટલા પ્રમાણ માં કઈ રીતે ખાવા થી શું ફાયદા થાય છે. જાણો, કાળા મરી ની ઐતિહાસિક અને આયુર્વેદિક વિગત...
- માત્ર આટલુંજ કરશો તો કોઈ પણ દવા ની ગોળી વગર ઇમ્યુનિટી આપોઆપ વધી જશે.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો SHARE કરવાનું ભૂલશો નહી. તમારી કોઈપણ પ્રકાર ની સલાહ કે સૂચન હોય તો કોમેન્ટ કરી ને અમને જણાવશો. અને, આવી જ બીજી પોસ્ટ માટે અમારા પેજ આયુર્વેદિક ખજાનો - Aayurvedic Khajano ને લાઈક કરવાનું ભૂલતા નહીં.
0 ટિપ્પણીઓ