અત્યારની આ ભાગદોડ વાળી લાઈફ સ્ટાઈલમાં ગૃહિણી પાસે ઘણીવખત ઘરે રસોઈ બનાવવાનો સમય પણ નથી. આ માટે ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે લોકોને બહારનું અવનવું અને મરીમસાલા અને તળેલું ખાવાનું વધારે પસંદ કરતા હોય છે, તેના કારણે લોકોને ઘણીવાર અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ થતી હોય છે, અને તે બધી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે લોકો ઘણા બધા પ્રયત્નો અને જાત જાતના ઉપાયો કરતા હોય છે. તેમ છતાં તે બધી સમસ્યાઓ દૂર થતી હોતી નથી.
આવા સંજોગોમાં ઘણા લોકોને કબજિયાતની કાયમી સમસ્યા રહેતી હોય છે, અને આ જટિલ સમસ્યાને દૂર કરવા માટે લોકો ઘણા બધા ઘરગથ્થુ ઉપાયો પણ કરતા હોય છે, ઘણીવાર તે ઉપાયો કરવા છતાં પણ પેટને લગતી કબજિયાત જેવી જટિલ સમસ્યા દૂર થતી જ નથી, માટે આ જટિલ સમસ્યાને દૂર કરવા માટે આપણા વડીલોએ દેશી ઘરેલુ ઉપાય બતાવ્યા છેમ તે આપણે કરવા જોઈએ. આ દેશી અને અકસીર ઉપાય કરવા માટે ઘરે બનેલું શુદ્ધ દેશી ઘીનો ઉપયોગ કરવાનો છે. આ પ્રયોગ દ્વારા કબજિયાત જેવી સમસ્યા દૂર થઇ શકે છે.
કબજિયાતજ બધા રોગ નું મૂળ છે. જે લોકોને કબજિયાતની સમસ્યા વારંવાર થયા કરતી હોય તે લોકોને ઘણી બધી શારીરિક સમસ્યાઓ તેના કારણે ઉદભવતી હોય છે, માટે કબજિયાત એ જેમ બને એમ વહેલી તકે શરીરમાંથી દૂર કરવી જોઈએ. માટે જે લોકોને કબજિયાતની સમસ્યાથી પીડાતા હોય તે લોકોને દેશી શુદ્ધ ઘીનો ઉપયોગ કરવો, શુદ્ધ ઘરે બનાવેલ દેશી ઘીની મદદથી કબજિયાતની સમસ્યા કાયમ માટે દૂર થઇ શકે છે, માટે દરરોજ એક ચમચી ઘીનું સેવન અવશ્ય કરવું આમ કરવાથી શરીરમાં બીજ ઘણા બધા પ્રકારના ફાયદા પણ થાય છે.
જે લોકોને શરીરના સાંધાનો દુખાવો રહેત હોય થતા અને સાથે સાથે કેલ્શિયમની ઉણપ પણ રહેતી હોય એવા લોકો માટે પણ ઘી આશીર્વાદ સાબિત થાય છે, ઘીનો દરરોજ જમતી વખતે ઉપયોગ કરવાથી કોલેસ્ટ્રોલ તેમજ હાઈ બ્લડ પ્રેશર જેવી ગંભીર સમસ્યાઓ દૂર થાય છે, માટે દેશી ઘીનો ઉપયોગ એ અનેક બીમારીઓ સામે રામબાણ ઉપાય સાબિત થયેલ છે, જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય તે લોકોને ઘીનો કઈ રીતે ઉપયોગ કરવો એ આપણે જાણીશું.
દરરોજ રાત્રે સુતા પહેલા એક તપેલીમાં 250 મિ.લી. જેટલું દૂધ લેવાનું છે. ત્યારબાદ એ દૂધને ગરમ કરીને તેની અંદર એક ચમચી ઘરનું ચોખ્ખું શુદ્ધ દેશી ઘી ઉમેરવું, અને દૂધ સહેજ હુંફાળું રહે ત્યાં સુધી ગરમ કરવું. ત્યાર બાદ દૂધમાં ઘી સારી રીતે મિક્સ થઇ જાય એટલે તે દૂધને એક ગ્લાસ માં લઇને એ હુંફાળું દૂધ પી લેવાનું છે. રોજ રાતે આ ઉપાય અચૂક રીતે કરવો.
દરરોજ આ ઉપાય કરવાથી જે લોકોને કાયમી જટિલ કબજિયાતની સમસ્યા રહેતી હોય તે દૂર થશે. અમુક લોકો ને દૂધ ભાવતું હોતું નથી અને તે લોકો દૂધ ના પીતા હોય તેમને એક ગ્લાસ હૂંફાળું પાણી લઈને તેની અંદર એક ચમચી દેશી ઘી ઉમેરીને તેનું સેવન કરવાથી પણ કબજિયાત જેવી જટિલ સમસ્યા પણ દૂર થાય છે.
નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.
આ પણ વાંચો.....
- કોઈ પણ જાતની દવા લીધા વગર ડાયાબિટીસની મટાડવી હોય તો કરી લો આ ઉપાય
- માથાના વાળથી લઈને પગની પાની સુધીના 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર
- મોંઘી દવાઓ કરતા પણ ખુબ ફાયદાકારક છે આ તેલ નાની મોટી દરેક સમસ્યાનો છે આ રામબાણ ઈલાજ
- વૃદ્ધાવસ્થામાં મગજ ઝડપી દોડવું હોયતો અત્યારથી જ નિયમિત દરરોજ ખાવાનું ચાલુ કરીદો આ ગુણકારી વસ્તુ
- શરીરમાં વારંવાર થાક લાગતો હોય, નબળાઈ લગતી હોય તો આજથી રોજ ખાવાનું ચાલુ કરીદો આટલી શક્તિ વર્ધક વસ્તુઓ
- ફણગાવેલા કઠોળ એટલે આરોગ્ય નો અદ્ભુત ખજાનો..!! જાણો એના 10 ઉપયોગી ફાયદાઓ
- માત્ર ૧૫ કલાકમાં જ તમારા ફેફ્સામાં રહેલી વર્ષો જુની ગંદકીને દૂર કરી દેશે આ ઉપાય....
- કાળા મરી કેટલા પ્રમાણ માં કઈ રીતે ખાવા થી શું ફાયદા થાય છે. જાણો, કાળા મરી ની ઐતિહાસિક અને આયુર્વેદિક વિગત...
- માત્ર આટલુંજ કરશો તો કોઈ પણ દવા ની ગોળી વગર ઇમ્યુનિટી આપોઆપ વધી જશે.
- 10+ ઉપયોગમાં આવે એવી ઘરગથ્થુ હેલ્થ ટિપ્સ અને ઘરગથ્થુ સલાહ

.png)
1 ટિપ્પણીઓ
Ghani upyogi mahiti ap pahochadi rahya Cho darek ne upyogi thay tem che khub khub dhanyavad
જવાબ આપોકાઢી નાખો