અંગ્રેજીમાં એક ખુબ જ સરસ કેહવત છે " જેનું સ્વાસ્થ્ય સારું તે બધી જ રીતે સુખી - સંપન્ન કહેવાય. એટલુંજ નહિ સારા સ્વાસ્થ્યને સફળતાની પુંજી માનવામાં આવે છે. જે વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું હશે તે પોતાના દરેક કામકાજ એકદમ હર્ષો ઉલ્લાસથી કરી શકે છે. જેનાથી વ્યક્તિ સફળતા તરફ વધી શકે છે.
આજકાલ લોકો પોતાના સ્વાસ્થ્યને સારું રાખવા માટે અલગ અલગ પ્રકારની વસ્તુઓ ટ્રાય કરે છે. તેમાં દૂધ પીવું એ આપણા સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. બાળક બાળપણથી જ આપણને સમજાવવામાં આવે છે કે દૂધ પીવું જોઇએ. દૂધ પીવાથી આપણા હાડકા મજબૂત બને છે. ઘણા લોકોને એકલું દૂધ પીવું ગમતું નથી આથી દૂધમાં કંઈક નાખીને દૂધ પીવે છે. તો ચાલો જાણીએ કે દૂધમાં શું નાખીને પીવાથી શરીરને ફાયદો થાય છે.
તમે હળદર વાળું દૂધ પીવાના ફાયદા તો ઘણા સાંભળ્યા હશે.પરંતુ આજે અમે તમને કંઈક અલગ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છે. દૂધમાં ગોળ નાખીને પીવાથી આપણા શરીરને અસંખ્ય લાભ થાય છે. તો આજે આપણે ગોળ ના ફાયદા, ગોળ ખાવાના ફાયદા, Gol Na Fayda in Gujarati, Gol khavana fayda, God na fayda, God havana fayda, Jaggery Benefits, Gud khane ke fayde વિશે જાણીશું.
ગોળ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. ગોળ ને આપણા શરીર માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તે આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખે છે. શરીર ની લગભગ ઘણી બધી બીમારીઓને દૂર કરે છે. જો તમે ગોળ અને દૂધ સાથે મિક્સ કરીને પીશો તો તમને ખૂબ જ ફાયદો થશે.
દૂધમાં ગોળ નાખીને પીવાથી થતા ફાયદા નીચે મુજબ છે
પગના દુખાવામાં રાહત આપે છે - ગોળ ના ફાયદા
આજકાલ પગ દુખવાની સમસ્યા લગભગ બધાંને જ હોય છે. જો તમારે પણ આ સમસ્યાથી છુટકારો મેળવવો હોય તો તમારે રાત્રે સૂતાં પહેલા દૂધ માં ગોળ નાંખીને પીવું જોઈએ. તેમાં વિટામિન ડી,કેલ્શિયમ અને આર્યન હાજર હોય છે તે પગના દુખાવામાં રાહત આપે છે અને હાડકાને મજબૂત બનાવે છે. તેની સાથે તમે આદુનો ટુકડો પણ ખાઈ શકો છો તે પણ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.
લોહીને શુદ્ધ બનાવે છે
ગોળ ખાવાથી આપણા શરીરનું લોહી શુદ્ધ થાય છે તેમજ શરીરમાં જો લોહીની કમી હોય તો ગોળ ખાવાથી તે દૂર થાય છે. જે વ્યક્તિને એનિમિયા હોય તેવી વ્યક્તિઓએ રાત્રે સૂતાં પહેલા દૂધ માં ગોળ નાંખીને પીવાથી શરીરને ખૂબ જ શક્તિ પ્રદાન થાય છે અને શરીરમાં લોહીને શુદ્ધ કરે છે. શરીરમાં લોહીનું પ્રમાણ પણ વધારે છે. જો તમારી પણ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવી હોય તો દરરોજ રાત્રે સૂતાં પહેલા દૂધ માં ગોળ નાખીને પીવું જોઈએ.
વજનને ઓછું કરે છે
દૂધમાં ગોળ નાંખીને પીવાથી શરીરની વધારાની ચરબી દૂર થાય છે અને વજન ઓછું કરે છે. જો તમારે ખરેખર વજન ઉતારવું હોય તો તમારે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવો જોઈએ.ગોળ બનાવવાની પ્રોસેસ એકદમ કેમિકલ ફ્રી હોય છે.ગોળ માં વધારે પડતી કેલેરી પણ જોવા મળતી નથી. રાત્રે સૂતાં પહેલા દૂધ માં ગોળ નાંખીને પીવાથી શરીરની ચરબી દૂર થાય છે અને શરીરને શક્તિ પ્રદાન કરે છે.
ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે
દૂધમાં ગોળ નાંખીને પીવાથી તમારી ત્વચા એકદમ ચમકદાર અને મુલાયમ રહેશે. ત્વચા ઉપર રહેલી કરચલીઓ અને પિમ્પલ પણ દૂર થાય છે. જો તમારે કોઈ વાળ સંબંધિત સમસ્યા હોય એટલે કે વાળમાં ખોડો થયો હોય,વાળ ખરતા હોય તો તમારે રાત્રે સૂતાં પહેલા દૂધ માં ગોળ નાખીને પીવું જોઈએ.
પાચનક્રિયાને સુધારે છે - ગોળ ખાવાના ફાયદા
જે વ્યક્તિને ગેસ અથવા અપચાની સમસ્યા હોય તો તેમને દૂધમાં ગોળ નાખીને સેવન કરવું જોઈએ. તેનાથી વ્યક્તિ ની પાચન ક્રિયા સુધરે છે અને આંતરડાંમાં રહેલો કચરો દૂર થાય છે. જો પેટમાં દુખાવાની સમસ્યા વધારે થતી હોય તો દરરોજ રાત્રે સૂતાં પહેલા દૂધ માં ગોળ નાખીને પીવું જોઈએ. તેનાથી ગેસ સંબંધી સમસ્યાઓ, આપચાની સમસ્યા દૂર થાય છે.
શરીરની નબળાઈ દુર કરે છે
જે વ્યક્તિ થોડું કામ કરીને વારંવાર થાકી જતો હોય તો તેમને દૂધમાં ગોળ નાખીને સેવન કરવું જોઈએ. તેનાથી શરીરને શક્તિ પ્રદાન થાય છે અને હાડકા મજબૂત બને છે. અને શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. આથી વારંવાર લાગતો થાક દૂર થાય છે અને શરીરને એનર્જી મળે છે.
શરીરમાં ઈન્ફેક્શનને દૂર કરે છે - Jaggery Benefits
જો તમને કોઇ પણ કારણોસર શરીરમાં ઇન્ફેક્શન થયું હોય તો દૂધ માં ગોળ અને હળદર નાખીને પીવાથી શરીરનું ઇન્ફેક્શન દૂર થાય છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ જળવાઈ રહે છે.
અનિદ્રાને દૂર કરે છે
જો તમને પણ રાત્રે બરાબર ઉંઘ ન આવતી હોય તો તમારે રાત્રે સૂતાં પહેલા દૂધ માં ગોળ નાખીને પીવું જોઈએ. તેનાથી અનિદ્રાની સમસ્યા દૂર થાય છે અને ખુબ જ સરસ નીંદર આવી જાય છે.
નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.
આ પણ વાંચો.....
- દરરોજ સવારે હુંફાળા પાણી સાથે માત્ર અડધી ચમચી લેવાથી નખમાં પણ રોગ નહિ રહે
- માથાના વાળથી લઈને પગની પાની સુધીના 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર
- મોંઘી દવાઓ કરતા પણ ખુબ ફાયદાકારક છે આ તેલ નાની મોટી દરેક સમસ્યાનો છે આ રામબાણ ઈલાજ
- વૃદ્ધાવસ્થામાં મગજ ઝડપી દોડવું હોયતો અત્યારથી જ નિયમિત દરરોજ ખાવાનું ચાલુ કરીદો આ ગુણકારી વસ્તુ
- શરીરમાં વારંવાર થાક લાગતો હોય, નબળાઈ લગતી હોય તો આજથી રોજ ખાવાનું ચાલુ કરીદો આટલી શક્તિ વર્ધક વસ્તુઓ
- ફણગાવેલા કઠોળ એટલે આરોગ્ય નો અદ્ભુત ખજાનો..!! જાણો એના 10 ઉપયોગી ફાયદાઓ
- માત્ર ૧૫ કલાકમાં જ તમારા ફેફ્સામાં રહેલી વર્ષો જુની ગંદકીને દૂર કરી દેશે આ ઉપાય....
- કાળા મરી કેટલા પ્રમાણ માં કઈ રીતે ખાવા થી શું ફાયદા થાય છે. જાણો, કાળા મરી ની ઐતિહાસિક અને આયુર્વેદિક વિગત...
- માત્ર આટલુંજ કરશો તો કોઈ પણ દવા ની ગોળી વગર ઇમ્યુનિટી આપોઆપ વધી જશે.
- 10+ ઉપયોગમાં આવે એવી ઘરગથ્થુ હેલ્થ ટિપ્સ અને ઘરગથ્થુ સલાહ
0 ટિપ્પણીઓ