આપણા શરીરમાં ઘણી એવી શારિરીક તકલીફો થાય છે જે ખૂબ નાની હોવા છતા પણ ખૂબ પીડાદાયક હોય છે. જેમાં નસ પર નસ ચડવી પણ એક છે. નાની ઉંમરથી માંડીને ઘરડા વ્યક્તિઓ સુધીના લોકોમાં નસ ચડી જવી એ કોમન સમસ્યા બની ગઈ છે. અહીં અમે તમને નસ કેમ ચડે છે, તેના ઉપાય શું છે તે આજે સમજાવીશું.
પગની નસ ચડી જવી એ આજકાલ લોકોની કોમન સમસ્યા થઈ ગઈ છે. કેટલાક લોકો બેઠા હોય, સુતા હોય અથવા તો ઉભા હોય ત્યારે એકાએક નસ ચડી જાય છે. સામાન્ય રીતે સૌથી વધુ હાથ અને પગની નસ ચડી જાય છે. જ્યારે પણ આ રીતે એકાએક નસ ચડી જાય છે, ત્યારે ખુબ જ દુખાવો થાય છે.
ઘણી વાર આપણને નસ ચડી જાય છે ત્યારે એ નાસ ચડી ગયેલા ભાગને આપણે હલાવી પણ શકતા નથી. ક્યારેક ક્યારેક આ નસ ચડવાની સમસ્યા થોડાક ક્ષણ માટેની પણ હોય છે. તો ક્યારેક આ સમસ્યા લાંબો ટાઈમ પણ ચાલતી હોય છે. તો, ચાલો આજે આપણે જાણીએ કેમ પગની નસ ચડવાની સમસ્યા થાય છે અને તેના ઉપાય શું છે.
આ કારણોને લીધે નસ ચડવાની સમસ્યા થાય છે
નસ ચડી જવાનુ મેઈન કારણ શરીરની કમજોરી હોય છે. જોકે શરીરમાં બીજા અન્ય કારણ પણ હોય છે જેમ કે શરીરમાં પાણીનો ભાગ ઓછો થઈ જવો, લોહીમાં પોટેશિયમ અને કેલ્શિયમ ઓછું હોવું, શરીરમાં મેગ્નેશિયમ અને ખનીજતત્વો ઓછા હોવા, વધારે પડતી દારૂની લત, શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી હોવી,વધારે પડતો સ્ટ્રેસ લેવો, બેસવાની રીત ખોટી હોવી, ખાણી - પીણી પર પૂરતું ધ્યાન ન આપવું, યોગ્ય ઊંઘ ન લેવી. આ બધા જ પ્રકારના કારણો નસ ચડી જવા માટે જ્વાબદાર કારણો છે.
નસ ઉપર નાસ ચડે ત્યારે આ ઉપાય કરવા
સ્ટ્રેચિંગ કરવું
જયારે પણ શરીરના કોઈ પણ ભાગ પર નસ ચડી જાય ત્યારે તે ભાગનું સ્ટ્રેચિંગ કરવું જોઈએ તેનાથી તમને રાહત મળશે. તમારી માંસપેશીઓ જે દિશામાં ખેંચાણ અનુભવતી હોય તેની વિરુદ્ધ દિશામાં સ્ટ્રેચિંગ કરવાથી રાહત મળે છે.વધારે પડતું જોર કરીને સ્ટ્રેચિંગ કરવું જોઈએ નહિ તેનુ ધ્યાન રાખવું જોઈએ. જો તેનાથી તમને રાહત ન મળે તો વધારે પડતું સ્ટ્રેચિંગ કરવું જોઈએ નહિ.
મીઠું ચાટવું
જ્યારે પણ તમારી નસ ચડી જાય તો તમારે મીઠું ચાટવાનું ચાલુ કરી દેવું જોઈએ. મીઠાંમાં પોટેશિયમ હોય છે. શરીરમાં જ્યારે પોટેશિયમ ઓછું થઈ જાય ત્યારે પણ નસ ચડી જાય છે. આથી મીઠું ચાટવાથી તમને ફાયદો થશે.
કેળા ખાવા
નસ ચડવા પર કેળા ખાવાથી પણ ખુબ જ ફાયદો થાય છે. કેળામાં પણ તમને ભરપૂર માત્રામાં પોટેશિયમ જોવા મળે છે. નસ ચડવાનું કારણ શરીર માંની પોટેશિયમની કમી છે. કેળા ખાઈને પણ નસ ચડવા પર ફાયદો થાય છે.
બરફ લગાવવો
નસ ચડી જાય ત્યારે તે જગ્યા એ બરફ લગાવવાથી પણ ફાયદો થાય છે. જે પણ એરિયામાં નસ ચડી હોય તે એરિયામાં કપડાંમાં બરફ ને લઈને તે જગ્યા પર લગાવવામાં આવે છે.. આવું કરવાથી તરત જ તમને ફાયદો જોવા મળશે.
માલિશ કરવી
જ્યારે પણ ગરદન, હાથ અને પગની નસ ચડી જાય તો તમારે એના ઉપર તેલ વડે માલિશ કરવી જોઈએ. જેનાથી બ્લડ સરક્યુલેશન સારું થાય છે. આથી દર્દીને જલ્દીથી રાહત મળે છે. તેલ માલિશ કરવાના ફાયદા થાય છે. નારિયેળ તેલના ફાયદા ઘણા બધા છે.
પૂરતી ઊંઘ લેવી
જ્યારે પણ તમને નસ ચડવાની સમસ્યા વધી જાય ત્યારે તમારે પૂરતી ઊંઘ લેવાનું ચાલુ કરી દેવું જોઈએ. પૂરતી ઊંઘ, આરામ લેવાથી શરીરના મસલ્સ રિલેક્સ રહે છે આથી પૂરતી ઊંઘ અને આરામ પણ નસ ચડી જવા પાછળ જવાબદાર છે.
યોગ્ય ખોરાક લેવો
આપણે આહારમાં ભરપૂર વિટામિન, મિનરલ લેવા જોઈએ. જેનાથી આપણા શરીરને શક્તિ મળે છે..યોગ્ય આહાર લેવાથી પણ નસ ચડવાની સમસ્યા માંથી છુટકારો મળે છે.
બી - ૧૨
જયારે શરીર માં બી- ૧૨ નું પ્રમાણ ઓછું થઈ જાય ત્યારે પણ નસ ચડવાની સમસ્યા ઉભી થાય છે.અને શરીર માં ઝંઝણાતી થાય છે આથી આપણા આહારમાં આપણે બી-૧૨ મળી રહે તેવું ભોજન ખાવુ જોઈએ જેનાથી બી- ૧૨ ની ખામી ના રહે.
આ તકલીફ મોટાભાગે રાતનાં સમયે જ થતી હોય છે, એવામાં તમે રાત્રે સુતા સમયે તમારા પગ નીચે તકીયો રાખી લો.
નોંધ :- અમારા
દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના
આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ
પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા
પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની
સલાહ અવશ્ય લો.
આ પણ વાંચો.....
- દરરોજ સવારે હુંફાળા પાણી સાથે માત્ર અડધી ચમચી લેવાથી નખમાં પણ રોગ નહિ રહે
- માથાના વાળથી લઈને પગની પાની સુધીના 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર
- મોંઘી દવાઓ કરતા પણ ખુબ ફાયદાકારક છે આ તેલ નાની મોટી દરેક સમસ્યાનો છે આ રામબાણ ઈલાજ
- વૃદ્ધાવસ્થામાં મગજ ઝડપી દોડવું હોયતો અત્યારથી જ નિયમિત દરરોજ ખાવાનું ચાલુ કરીદો આ ગુણકારી વસ્તુ
- શરીરમાં વારંવાર થાક લાગતો હોય, નબળાઈ લગતી હોય તો આજથી રોજ ખાવાનું ચાલુ કરીદો આટલી શક્તિ વર્ધક વસ્તુઓ
- ફણગાવેલા કઠોળ એટલે આરોગ્ય નો અદ્ભુત ખજાનો..!! જાણો એના 10 ઉપયોગી ફાયદાઓ
- માત્ર ૧૫ કલાકમાં જ તમારા ફેફ્સામાં રહેલી વર્ષો જુની ગંદકીને દૂર કરી દેશે આ ઉપાય....
- કાળા મરી કેટલા પ્રમાણ માં કઈ રીતે ખાવા થી શું ફાયદા થાય છે. જાણો, કાળા મરી ની ઐતિહાસિક અને આયુર્વેદિક વિગત...
- માત્ર આટલુંજ કરશો તો કોઈ પણ દવા ની ગોળી વગર ઇમ્યુનિટી આપોઆપ વધી જશે.
- 10+ ઉપયોગમાં આવે એવી ઘરગથ્થુ હેલ્થ ટિપ્સ અને ઘરગથ્થુ સલાહ
3 ટિપ્પણીઓ
Very helpful information
જવાબ આપોકાઢી નાખોB. 12 શેમાંથી મળી શકે તે જણાવશો તો આપનો આભાર
જવાબ આપોકાઢી નાખોHow to get relief while sleeping.?
જવાબ આપોકાઢી નાખો