જ્યારે દર્દીને ડેન્ગ્યુ થાય ત્યારે શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યા ઓછી થવા લાગે છે. જો તેવી પરિસ્થિતિમાં પપૈયા અને ગિલોયના પાનનો ઉપયોગ કરવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. છેલ્લા ઘણા સમયથી આપણા દેશમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયામાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.
આ બધા જ રોગ ચોમાસામાં વધારે જોવા મળે છે નાના બાળકોથી લઈને ઘરના મોટા વડીલોને પણ આ ગંભીર રોગ ઝપેટમાં લઈ લે છે. જો તમે થોડી કાળજી રાખો તો તમે તમારા પરિવારના બાળકો અને વડીલોને ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવા રોગથી દૂર રાખી શકો છો. થોડાક એવા ઉપાયો જેને અજમાવીને તમે આ ગંભીર બીમારીઓને પોતાના પરિવારથી માઈલો દૂર ભગાડી શકો છો.
તો ચાલો આજે જાણી લઈએ એવા જ કેટલાક ઉપાયો વિશે.ડેન્ગ્યુ મચ્છરથી ફેલાતો રોગ છે, પણ તે ચેપી નથી. ડેન્ગ્યુના દર્દીઓને ઘણા લક્ષણો દેખાય છે. જેમ કે, ઠંડી લાગવી, વધારે પડતો તાવ, વારંવાર ચક્કર આવવા, બીપી લો થઈ જવું, માથું દુઃખવું વગેરે, ચોમાસાની ઋતુ શરૂ થતાની સાથે જ મચ્છરોનો ઉપદ્રવ શરૂ થઈ જાય છે.
આથી ચોમાસાની ઋતુમાં લોકોમાં ડેન્ગ્યુ ફેલાવવાનો ભય વધારે રહે છે. જ્યારે પણ ડેન્ગ્યુ મચ્છર વ્યક્તિને કરડે છે, ત્યારે ડેન્ગ્યુ મચ્છર ના લોહીમાં રહેલા ડેન્ગ્યુ ના વાયરસ તે વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે અને તેનાથી ડેન્ગ્યુ થાય છે. ડેન્ગ્યુ થવાને કારણે દર્દીના શરીરમાંથી પ્લેટલેટ્સની સંખ્યા ઘટવા માંડે છે.
ઉપરાંત શરીરના અન્ય ભાગોને પણ ખૂબ જ અસર કરે છે. જો વ્યક્તિને ડેન્ગ્યુ થઈ ગયો હોય તો તેને તાત્કાલિક સારવાર આપવી જોઈએ. ઉપરાંત અમુક એવો ખોરાક અને એવી આયુર્વેદિક પદ્ધતિઓના ઘરઉપચારથી પણ તમે ડેન્ગ્યુના દર્દીના શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યા વધારી શકો છો.
ગિલોયના પાન અને પપૈયાના પાન એ ડેન્ગ્યુની સારવારમાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ બંનેના ઉપયોગથી શરીરમાં પ્લેટલેટ્સ વધારી શકાય છે. ચાલો જાણી લઈએ giloy na fayada, papaya na fayda, giloy ras na fayada, papaya na ras na fayada, papaya pan na ras na fayada, giloy juice, papaya juice કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ.
પપૈયાના પાંદડા કેમ ફાયદાકારક છે - Papaya na ras na fayada
પપૈયાના પાંદડામાં કીમોપેપિન અને પેપેઈન જેવા આવશ્યક ઉત્સેચકો હોય છે. ડોક્ટરોના મત મુજબ આ તત્વો શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યા વધારે છે. પપૈયાના પાનનો રસ - Papaya Pan Ras બનાવીને પીવાથી લોહી ગંઠાઈ જવાની સમસ્યા ઉદભવતી નથી. દર્દીના લીવરને પણ મજબૂત બનાવે છે. આમ પપૈયાના પાનનો રસ પીવાથી ડેન્ગ્યુનો દર્દી ઝડપથી સ્વસ્થ થાય છે.
પપૈયાના પાનનું સેવન કેવી રીતે કરવું
સૌપ્રથમ પપૈયાના બહુ જુના કે વધારે પડતા નાજુક નમણા પાંદડા લેવા નહીં. પપૈયાના પાંદડા નો ઉપયોગ કરતા પહેલા તેને સ્વચ્છ પાણીથી ધોઈ લેવા. ત્યારબાદ તેને મિક્સરમાં મીઠું કે ખાંડ નાખ્યા વગર થોડું પાણી એડ કરી ક્રશ કરી લેવું. ત્યારબાદ આ રસને ગરણી કે કપડાં વડે ગાળી લેવો.
આ રસ દિવસમાં બે વાર પીવાથી શરીરમાં ખૂબ જ ફાયદો થાય છે. જો વ્યક્તિને ડેન્ગ્યુ થઈ ગયો હોય ત્યારે ડોક્ટરના મત મુજબ દિવસમાં બે વાર 10 મિલીગ્રામ રસ પીવો જોઈએ. 5 થી 12 વર્ષના નાના બાળકને દિવસમાં બે વાર તેનો 2.5 મિલીગ્રામ જેટલો રસ પીવડાવવો જોઈએ.
ગિલોયનો રસ - Giloy na ras na fayada
ડોક્ટરના કહેવા પ્રમાણે ગિલોયનો રસ પીવાથી તે રક્તને શુદ્ધ કરે છે તેમજ હૃદય રોગ વિરોધી ડીટોક્સી ફાયર અને લીવરટોનિક પણ છે. તે જૂનામાં જૂનો તાવ અને કમળાને શરીરમાંથી દૂર કરે છે ગીલો એક આયુર્વેદિક ઔષધી છે. ગીલોઈ નો રસ પીવાથી ડેન્ગ્યુમાં ખૂબ જ ફાયદો થાય છે.
ગિલોયનું સેવન કેવી રીતે કરવું
જ્યારે આપણને ડેન્ગ્યુ થાય ત્યારે ડેન્ગ્યુ નો તાવ પાંચ થી છ દિવસ શરીરમાં રહે છે. આપણા શરીરમાંથી પ્લેટલેટ્સનું પ્રમાણ પણ ઝડપથી ઘટી જાય છે. ડેન્ગ્યુના તાવમાં ગિલોયના પાનનો રસ પીવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે જેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. સૌપ્રથમ ગિલોય અને તુલસીના પાંચ થી સાત પાન લઈને તેને સ્વચ્છ પાણીથી ધોઈ લેવા અને તે પાનને મિક્સરમાં ક્રશ કરીને તેનો રસ પીવો જોઈએ.
જો તમને ગિલોયનો રસ - Giloy Ras કડવો લાગતો હોય તો તમે અન્ય કોઈપણ રસમાં તેને મિક્સ કરીને પી શકો છો. કેટલાક અભ્યાસો દર્શાવે છે કે પપૈયાના પાંદડા અને ગિલોયનો રસ શરીર માટે ફાયદાકારક છે. યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાના રિસર્ચ સેન્ટરમાં કામ કરતા વિષેશજ્ઞએ તેમના એક અભ્યાસના આધારે પપૈયાના પાંદડાના રસના ફાયદા વિશે જણાવ્યું છે.
વિષેશજ્ઞએ તેમના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પપૈયાના પાનનો રસ કેન્સર સામે લડવામાં અસરકારક ભૂમિકા ભજવે છે, સાથે જ તે રોગપ્રતિકારક શક્તિ પણ વધારી શકે છે. આ પાંદડાનો ઉપયોગ મેલેરિયા અને કેન્સર જેવા રોગોની સારવાર માટે પણ થઈ શકે છે. શ્રીલંકાના જર્નલ ઓફ ફેમિલી ફિઝિશિયનમાં વર્ષ 2008માં પ્રકાશિત થયેલા તેમના પેપર મુજબ, શ્રીલંકાના ચિકિત્સક જણાવે છે કે પપૈયાના પાનનો રસ ડેન્ગ્યુની સારવાર કરી શકે છે.
જુવારનો રસ
જ્યારે તમને ડેન્ગ્યુ થયો હોય ત્યારે તમારે જુવારનો રસ પીવો જોઈએ. જુવારનો રસ પીવાથી પણ પ્લેટલેટ કાઉન્ટમાં વધારો થાય છે. ડેન્ગ્યુના દર્દીએ દિવસમાં બેથી ત્રણ વાર જુવારનો રસ પીવો જોઈએ.
મેથીના પાન
જો તમને પણ ડેન્ગ્યુ નો તાવ ઉતરતો ન હોય ત્યારે મેથીના પાનને થોડા કલાક સુધી પાણીમાં પલાળી રાખવા ત્યારબાદ આ પાણી પી જવું. તમે સુકી મેથીના પાવડર નો પણ ઉપયોગ કરી શકો છો.
આ ઉપરાંત ડેન્ગ્યુના રોગથી દૂર રહેવા નીચેની બાબતોની કાળજી રાખો.
આ બન્ને રોગના મચ્છર પાણીમાં ઉતપન્ન થાય છે એટલે તમારા ઘરમાં કે ઘરની આસપાસ પાણીનો ભરાવા ન દો. મચ્છરનો ત્રાસ ખૂબ જ વધી ગયો હોય તો લીમડાના પાનમાં કપૂર નાખીને તેની ધૂણી આખા ઘરમાં કરો.
બહાર જાવ ત્યારે આખી બાઈના જ કપડાં પહેરો. અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર કુલરના પાણીને બદલો. પાણીની ટાંકી હોય તો એનું ઢાંકણું ફિટ બંધ કરો. રાત્રે સૂતી વખતે મચ્છરથી બચવાની ક્રીમ કે પછી મચ્છરદાનીનો ઉપયોગ કરો. બાથરૂમને બને ત્યાં સુધી કોરું રાખો.
આ આર્ટીકલ માં અમે તમને શીખવ્યું કે ડેન્ગ્યુથી બચવા માટે કયા ઘરગથ્થુ ઉપચાર કરવા જોઈએ પરંતુ આ ઘરગથ્થુ ઉપચાર ડોકટરની સલાહ વગર કરવા જોઈએ નહીં. જો તમને ડેન્ગ્યુ થયો હોય તો તાત્કાલિક સારવાર લેવી ખૂબ જ જરૂરી છે.
નોંધ :- અમારા
દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના
આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ
પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા
પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની
સલાહ અવશ્ય લો.
આ પણ વાંચો....
- દરરોજ સવારે હુંફાળા પાણી સાથે માત્ર અડધી ચમચી લેવાથી નખમાં પણ રોગ નહિ રહે
- માથાના વાળથી લઈને પગની પાની સુધીના 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર
- મોંઘી દવાઓ કરતા પણ ખુબ ફાયદાકારક છે આ તેલ નાની મોટી દરેક સમસ્યાનો છે આ રામબાણ ઈલાજ
- વૃદ્ધાવસ્થામાં મગજ ઝડપી દોડવું હોયતો અત્યારથી જ નિયમિત દરરોજ ખાવાનું ચાલુ કરીદો આ ગુણકારી વસ્તુ
- શરીરમાં વારંવાર થાક લાગતો હોય, નબળાઈ લગતી હોય તો આજથી રોજ ખાવાનું ચાલુ કરીદો આટલી શક્તિ વર્ધક વસ્તુઓ
- ફણગાવેલા કઠોળ એટલે આરોગ્ય નો અદ્ભુત ખજાનો..!! જાણો એના 10 ઉપયોગી ફાયદાઓ
- માત્ર ૧૫ કલાકમાં જ તમારા ફેફ્સામાં રહેલી વર્ષો જુની ગંદકીને દૂર કરી દેશે આ ઉપાય....
- કાળા મરી કેટલા પ્રમાણ માં કઈ રીતે ખાવા થી શું ફાયદા થાય છે. જાણો, કાળા મરી ની ઐતિહાસિક અને આયુર્વેદિક વિગત...
- માત્ર આટલુંજ કરશો તો કોઈ પણ દવા ની ગોળી વગર ઇમ્યુનિટી આપોઆપ વધી જશે.
- 10+ ઉપયોગમાં આવે એવી ઘરગથ્થુ હેલ્થ ટિપ્સ અને ઘરગથ્થુ સલાહ
- રોજ સવારે ખાઈ લો ખજૂરની ૩ પેશીઓ, નખમાં પણ રોગ નહિ રહે બીમારીઓ થશે જડમૂળથી દૂર
1 ટિપ્પણીઓ
Very super work information cogeretyuleshn ⚘ subhe kamna ⚘ 🕉 🕉 🕉 🕉 🕉 namah shivay 🕉 👏🏻
જવાબ આપોકાઢી નાખો