મહિલાઓને દર મહિને પિરિયડ આવે છે. જે લગભગ ચાર થી પાંચ દિવસ રહે છે. પિરિયડ આવ્યા બાદ શરીરના હોર્મોન્સ માં ફેરફાર આવે છે આથી મહિલાઓમાં ચીડિયાપણું, મૂડ સ્વિંગ્સ પણ જોવા મળે છે.પિરિયડ આવ્યા બાદ કેટલીક મહિલાઓને પેટમાં અને કમરમાં દુખાવા ની ફરિયાદ રહેતી હોય છે. જ્યારે કેટલીક છોકરીઓને ઉલટીની પણ સમસ્યા થાય છે.
એટલું જ નહિ પિરિયડ ચાલુ થયા બાદ શરીરમાં અશક્તિ પણ આવી જાય છે. જો તમે પણ પીરિયડ્સમાં હોવ અને આવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય તો તમે આ આર્ટીકલ ખાસ વાંચજો. આ આર્ટિકલમાં અમે તમને પીરિયડ્સમાં થતા દુખાવામાં રાહત આપવા માટે કેટલાક મમ્મીના ઘરેલૂ નુસખાઓ વિશે જણાવીશું.
પિરિયડ આવ્યા બાદ કેટલીક મહિલાઓને પેટના ભાગ ના પેઢામાં અને કમરના દુખાવાની ફરિયાદ હોય છે. વળી કેટલીક મહિલાઓને હાથ, પગ અને બરડો પણ ખુબ જ દુખે છે આથી કેટલીક મહિલાઓ આ દુખાવાને દૂર કરવા પેઇન કિલર ટેબ્લેટ લે છે જેનાથી શરીરમાં રાહત થાય છે. પરંતુ પિરિયડમાં આ પ્રકારની દવા લેવી બિલકુલ યોગ્ય નથી તેવું માનવામાં આવ્યું છે.
ડોક્ટરના જણાવ્યા અનુસાર પિરિયડ દરમિયાન દુખાવા ની દવા લેવાથી શરીરને નુકસાન થાય છે આથી આવા કોઈપણ પ્રકારના દુખાવા પર વારંવાર પેઇન કિલર લેવી એ આપણા શરીર માટે હિતાવહ નથી. જો તમને પણ પિરિયડ દરમિયાન ખૂબ જ દુખાવો થતો હોય તો તમે આ નીચે પ્રમાણે ના ઘરેલુ નુસખા અપનાવી શકો છો. જેની મદદથી તમને પિરિયડ ના દુખાવામાં આરામ મળશે.
આજકાલ મહિલાઓ ઓફિસનું કામ પણ ઘરેથી જ સંભાળી રહી છે, પિરિયડમાં ખેંચાણ, મૂડ સ્વિંગ, થાક, તણાવ જેવી સમસ્યાઓ પણ તેમના કામ પર અસર કરે છે. મહિલાઓ કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પિરિયડ દરમિયાન પેઇનકિલર્સ લે છે પરંતુ માસિક ધર્મની સમસ્યાને દૂર કરવા માટે દર મહિને દવા લેવાને બદલે ઘરગથ્થુ ઉપાયો કરવા જોઈએ.
ગરમ વસ્તુઓનું સેવન કરવું જોઈએ
પીરિયડ્સ આવ્યા બાદ જો તમને પણ શરીરમાં દુખાવો થતો હોય તો તમારે ગરમ વસ્તુનું સેવન કરવું જોઈએ. કહેવામાં આવ્યું છે કે જો પિરિયડ નો દુખાવો ખૂબ જ હોય તો તમારે ગરમ ગરમ ચા અથવા તો કોફી પીવી જોઈએ. ગરમ વસ્તુ નું સેવન કરવાથી તમને તરત જ આરામ મળશે અને દુખાવામાં પણ રાહત મળશે.
જો તમને ગરમ ચા કે કોફી ન ભાવતી હોય તો તેના બદલે તમે ગરમ પાણી પણ પી શકો છો તે પણ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પેટ અને કમરના ભાગે ગરમ કપડાંથી શેક કરવાથી પણ દુખાવામાં રાહત મળે છે. ધ જનરલ ઓફ ફિઝિયોથેરાપી નામના પ્રકાશનમાં પ્રકાશિત એક લેખ માં પણ લખ્યું છે કે " શેક કરવાથી પિરિયડ ના કારણે થતો દુખાવો જલ્દીથી દૂર કરી શકાય છે".
તેલ માલિશ કરવી જોઈએ
પીરિયડ્સમાં થતા દુખાવા માટે તેલ માલિશ કરવાથી શરીરને ખૂબ જ ફાયદો થાય છે. પીરિયડ્સના દુખાવાથી છુટકારો મેળવવા માટે જે ભાગ પર તમે ખેંચાણ અનુભવતા હોય તે ભાગ પર તમે નારિયેળ તેલ વડે માલિશ કરી શકો છો. કાડ જર્નલ ઑફ ઑબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી રિસર્ચમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચ અનુસાર, પેટના નીચેના ભાગમાં પેઢા પર તેલથી માલિશ કરવાથી દુખાવામાં રાહત મળે છે અને દુખાવો દૂર થાય છે.
પિરિયડ લંબાવવા માટે અજમાનું પાણી
જો તમે કોઈ કારણ કારણોસર તમારા પિરિયડની તારીખ આગળ લઇ જવા ઇચ્છતા હોવ તો તમારે તમારા પિરિયડ ની તારીખ પેહલા થોડા દિવસ માટે ભૂખ્યા પેટે અજમાનું પાણી પીવો. અજમાનું પાણી બનાવવા માટે સૌપ્રથમ બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો ત્યારબાદ તેમાં અજમો નાખો. ત્યારબાદ આ પાણી અડધું થઈ જાય ત્યાં સુધી બરોબર ઉકાળો. ત્યારબાદ તેને ઠંડુ પાડી ગાળી ને પી લો. જો તમને પીરિયડ્સ દરમિયાન ખૂબ જ દુખાવો થાય તો તમે આ પીણું શકો છો.
પિરિયડ દરમિયાન થતી અશક્તિ ને દૂર કરવા માટે
કેટલીકવાર સ્ત્રીઓને પિરિયડ દરમિયાન ખૂબ જ અશક્તિ આવી જાય છે. કોઈપણ કામ કરવાનું પણ ગમતું નથી. આ સ્થિતિમાં તમારે દૂધનુ સેવન કરવુ જોઈએ. દૂધમાં બદામ નાખીને પીવાથી શરીરની અશક્તિ દુર થાય છે. સૌપ્રથમ ગેસ ઉપર તપેલીમાં એક ગ્લાસ દૂધ ગરમ કરવા મુકો. ત્યારબાદ તેમાં બદામ ને છીણી ને નાખો.
અને દૂધને બરાબર ઉકળવા દો. દૂધ બરાબર ઉકળી જાય ત્યારબાદ તેને ઠંડું પડવા દો અને પી લો. તમે દૂધમાં બદામ ને બદલે બદામ ના તેલ ના ટીપા પણ નાખી શકો છો. શરીરની નબળાઈ દૂર કરવા માટે દેશી ઘીમાં બનેલા શીરાનું સેવન પણ અસરકારક સાબિત થાય છે. દેશી ઘીમાં બનાવેલ ખીર ખાવાથી પણ શરીરમાં તરત જ શક્તિ આવે છે અને નબળાઈ દૂર થાય છે.
તુલસી
પિરિયડ ના દુખાવા ની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તુલસી શ્રેષ્ઠ વિકલ્પ છે. તુલસીના પાનમાં દર્દ નિવારક તત્વો હોય છે. પિરિયડના દુખાવાના સમયે તુલસીના પાનને એક કપ પાણીમાં ઉકાળો અને તેને ઠંડુ કર્યા પછી પીવો. આ રીતે તૈયાર કરેલું પાણી દિવસમાં 2 થી 3 વખત પીવો.
સુંઠ અને સાકર મિશ્રિત પીણું પીવું
સુંઠ,ખડી
સાકર, એક ચમચી દેશી ઘી બરોબર મિક્સ કરીને પીવાથી દુખાવામાં આરામ મળે છે.
સૌપ્રથમ એક ચમચી દેશી ઘી ગરમ કરો ત્યારબાદ તેમાં સુંઠ અને ખડીસાકર નાખી
મિક્સ કરીને પી લો. આ પીણું પીવાથી દુખાવામાં ખૂબ જ રાહત મળે છે
અળસીના બીજ
અળસીના બીજ પણ દુખાવામાં રાહત આપે છે. અળસીના બીજ માં ફેટી એસિડ હોય છે જે પિરિયડના ખેંચાણને દૂર કરવામાં મદદ કરે છે. અળસીના બીજ ગર્ભાશયની સમસ્યાઓને પણ દૂર કરે છે. દરરોજ 2 થી 3 ચમચી અળસીનુ સેવન કરવું જોઈએ.
વરિયાળી
વરિયાળી પેટના દુખાવાની શ્રેષ્ઠ દવા છે. તે ગર્ભાશયના સ્નાયુઓને આરામ આપે છે, તેથી પિરિયડના દુખાવાના ખેંચાણમાં રાહત મળે છે. વરિયાળીને પાણીમાં ઉકાળો અને જ્યારે પાણી ઠંડુ થાય ત્યારે તેને દિવસમાં 4 વખત પીવો.
આદુ
આદુ દરેક ઘરમાં હોય છે. આદુનું સેવન કરવાથી પિરિયડ પણ સમયસર આવશે અને દુખાવો પણ દૂર થશે. આદુને છીણી ને પાણીમાં ઉકાળો. પાણી ઠંડું થાય એટલે તેમાં જરૂર મુજબ મધ નાખીને પીવો. આ રીતે દિવસમાં બે વાર આદુની ચા પીવાથી પિરિયડમાં થતું ખેંચાણ બંધ થઈ જશે.
નોંધ :- અમારા
દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના
આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ
પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા
પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની
સલાહ અવશ્ય લો.
આ પણ વાંચો.....
- રોજ સવારે ખાઈ લો ખજૂરની ૩ પેશીઓ, નખમાં પણ રોગ નહિ રહે બીમારીઓ થશે જડમૂળથી દૂર
- દરરોજ સવારે હુંફાળા પાણી સાથે માત્ર અડધી ચમચી લેવાથી નખમાં પણ રોગ નહિ રહે
- માથાના વાળથી લઈને પગની પાની સુધીના 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર
- મોંઘી દવાઓ કરતા પણ ખુબ ફાયદાકારક છે આ તેલ નાની મોટી દરેક સમસ્યાનો છે આ રામબાણ ઈલાજ
- વૃદ્ધાવસ્થામાં મગજ ઝડપી દોડવું હોયતો અત્યારથી જ નિયમિત દરરોજ ખાવાનું ચાલુ કરીદો આ ગુણકારી વસ્તુ
- શરીરમાં વારંવાર થાક લાગતો હોય, નબળાઈ લગતી હોય તો આજથી રોજ ખાવાનું ચાલુ કરીદો આટલી શક્તિ વર્ધક વસ્તુઓ
- ફણગાવેલા કઠોળ એટલે આરોગ્ય નો અદ્ભુત ખજાનો..!! જાણો એના 10 ઉપયોગી ફાયદાઓ
- માત્ર ૧૫ કલાકમાં જ તમારા ફેફ્સામાં રહેલી વર્ષો જુની ગંદકીને દૂર કરી દેશે આ ઉપાય....
- કાળા મરી કેટલા પ્રમાણ માં કઈ રીતે ખાવા થી શું ફાયદા થાય છે. જાણો, કાળા મરી ની ઐતિહાસિક અને આયુર્વેદિક વિગત...
- માત્ર આટલુંજ કરશો તો કોઈ પણ દવા ની ગોળી વગર ઇમ્યુનિટી આપોઆપ વધી જશે.
- 10+ ઉપયોગમાં આવે એવી ઘરગથ્થુ હેલ્થ ટિપ્સ અને ઘરગથ્થુ સલાહ

.png)
0 ટિપ્પણીઓ