ભારતમાં પરંપરાગત રીતે 6 ઋતુઓ હોય છે. જયારે જયારે ઋતુ બદલાય ત્યારે ડબલ સીઝન ભેગી થાય છે, ત્યારે ત્યારે આપણે બીમાર પડી જતા હોઈએ છીએ. એનું માત્ર ને માત્ર એકજ કારણ છે. જે છે આપણા શરીર માં ઘટતી જતી ઇમ્યુનીટી. શરીરમાંથી ઘટતી જતી ઇમ્યુનીટીને કારણે આપણે વારે વારે વાઇરલ ઇન્ફેક્શનનો શિકાર થઇ જતા હોઈએ છીએ. ગોળી
અને એના પરિણામ સ્વરૂપ આપણને ઉધરસ, શરદી, તાવ જેવા રોગો થાય છે. ઘણીવાર આવા સંજોગોમાં ગરમીમાં માથું દુખાવાની તદુપરાંત ઉલટી થયાની પણ ફરિયાદ રહેતી હોય છે. મિત્રો, આવા આ રોગોને કારણે આપણે ડોક્ટર પાસે જઈને એમની પાસેથી ઊંચી કિંમતની એન્ટિબાયોટિક મેડિસિન લાવીને સારવાર કરાવીએ છીએ.
આ મોંઘી દવાઓથી આપણને રાહત તો મળશે અને સાથે સાથે રોગ માટી પણ જશે. પણ, આ મોંઘી દવાઓ આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિનો વધારો કરી શકતી નથી. વારંવાર દવાઓના વધુ ઉપયોગથી આપણું શરીર એવું તો ટેવાઈ ગયું છે, કે દવા લઇએ તોજ સારું થાય. પણ, અંતે દવાઓના વધુ પડતા સેવનથી આપણા શરીરને નુકશાન થાય છે.
તો આજે, આપણે આજના આર્ટિકલ્સમાં જાણીશું કે કઈ રીતે ઘરેલુ રોગ પ્રતિકારક શકતી આયુર્વેદિક દવા અને એ પણ સાવ નજીવા દરે જાતેજ ઘરે બનાવી શકાય.
આયુર્વેદિક ઔષધ બનાવવાની રીત । Ayurvedic Medicine for Immunity
જરૂરી સામગ્રી :-
દેશી ગોળ – 250 ગ્રામ
હળદર પાવડર – 50 ગ્રામ
સૂંઠ પાવડર – 50 ગ્રામ
કાળામરી પાવડર – 20 ગ્રામ
ઔષધ બનાવવાની રીત :-
સૂંઠની ગોળી - Sunth goli બનાવવા માટે સૌ પહેલા તો 250 ગ્રામ દેશી ગોળ લઈને એક ચોખ્ખી કઢાઈમાં લઈને એને ગરમ કરવો. જેમ જેમ ગોળ ઓળગતો જાય એમ એમ એમાં સૂંઠ, કાળામરી અને હળદર પાવડર આ ત્રણેય વસ્તુ ઉમેરીને સરખી રીતે બરાબર હલાવીને એ તમામ વસ્તુઓને સારી રીતે મિક્સ કરો. સરખું સારી રીતે મિક્સ થયા બાદ એને સહેજ ઠંડુ પાડવાદો. અહીંયા એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ મીશ્રણ વધારે ઠંડુ ના પડી જાય.
કેમકે, જો વધારે ઠંડુ પડી જશે તો દવા બરાબર બનશે નહિ. હવે, આ આર્યુવેદિક ઔષધો મિશ્રિત ગોળ લઇને નાની નાની રેવડી જેટલી ગોળીઓ વાળવી. મિત્રો, તમારી ઘરેલુ આયુર્વેદિક દવા તૈયાર છે. - Immunity Booster Sunth Goli
આયુર્વેદિક દવા ઉપયોગ કરવાની રીત :-
જો તમને વાયરલ તાવ, કફ, શરદી જેવી તકલીફ હોય તો દર ૨ – ૩ કલાકે ૨ – ૨ ગોળી હુંફાળા પાણી સાથે લેવી. આ ગોળી માત્રના ઉપયોગથી માત્ર ૩ દિવસમાં શરીરમાં થતી કળતર, વાયરલ કફ, શરદી કોઈ પણજાતની સાઈડ ફફેક્ટ વગર દૂર થશે.
નોંધ :- અમારા
દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના
આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ
પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા
પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની
સલાહ અવશ્ય લો.
આ પણ વાંચો....
- દરરોજ સવારે હુંફાળા પાણી સાથે માત્ર અડધી ચમચી લેવાથી નખમાં પણ રોગ નહિ રહે
- માથાના વાળથી લઈને પગની પાની સુધીના 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર
- મોંઘી દવાઓ કરતા પણ ખુબ ફાયદાકારક છે આ તેલ નાની મોટી દરેક સમસ્યાનો છે આ રામબાણ ઈલાજ
- વૃદ્ધાવસ્થામાં મગજ ઝડપી દોડવું હોયતો અત્યારથી જ નિયમિત દરરોજ ખાવાનું ચાલુ કરીદો આ ગુણકારી વસ્તુ
- શરીરમાં વારંવાર થાક લાગતો હોય, નબળાઈ લગતી હોય તો આજથી રોજ ખાવાનું ચાલુ કરીદો આટલી શક્તિ વર્ધક વસ્તુઓ
- ફણગાવેલા કઠોળ એટલે આરોગ્ય નો અદ્ભુત ખજાનો..!! જાણો એના 10 ઉપયોગી ફાયદાઓ
- માત્ર ૧૫ કલાકમાં જ તમારા ફેફ્સામાં રહેલી વર્ષો જુની ગંદકીને દૂર કરી દેશે આ ઉપાય....
- કાળા મરી કેટલા પ્રમાણ માં કઈ રીતે ખાવા થી શું ફાયદા થાય છે. જાણો, કાળા મરી ની ઐતિહાસિક અને આયુર્વેદિક વિગત...
- માત્ર આટલુંજ કરશો તો કોઈ પણ દવા ની ગોળી વગર ઇમ્યુનિટી આપોઆપ વધી જશે.
- 10+ ઉપયોગમાં આવે એવી ઘરગથ્થુ હેલ્થ ટિપ્સ અને ઘરગથ્થુ સલાહ
- રોજ સવારે ખાઈ લો ખજૂરની ૩ પેશીઓ, નખમાં પણ રોગ નહિ રહે બીમારીઓ થશે જડમૂળથી દૂર
0 ટિપ્પણીઓ