જ્યારે પણ ચોમાસુ ચાલુ થાય ત્યારે પેટ વારંવાર ખરાબ થઈ જવાની સમસ્યા ઘણાને સતાવતી હોય છે. અપચો, ગેસ, એસીડીટી, પેટ ભારે લાગવું વગેરે જેવી સમસ્યા થાય છે. પેટ ખરાબ થવાના ઘણા બધા કારણો હોઈ શકે છે. આવી સ્થિતિમાં શું કરવું જોઈએ તે માટેના કેટલાક ઘરેલુ ઉપચાર અમે તમને આ આર્ટિકલમાં શીખવીશું.
ચોમાસાની ઋતુમાં પેટની તકલીફ થવી એ સામાન્ય સમસ્યા છે. લગભગ 80% લોકોને આ સમસ્યા સતાવતી હોય છે. કેટલીક વાર બહારનું જમવાનું વધારે જમવા ને કારણે પણ પેટમાં ગડબડ ઊભી થાય છે પરંતુ જે લોકો ઘરે બનાવેલું ભોજન ખાય છે તેઓને પણ ચોમાસાની ઋતુમાં પેટની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ચોમાસા જેવી ઠંડી ઋતુમાં ક્યારેક ભૂખ કરતાં વધારે પણ ખવાઈ જાય છે.
ઉપરાંત ચોમાસાની ઋતુમાં ભોજનને પચવામાં થોડો વધારે સમય લાગે છે જેના કારણે ગેસ અને અપચાની સમસ્યા ઉદભવે છે. જ્યારે પેટમાં ગેસ અને અપચો થઈ જાય ત્યારે આપણે સ્વસ્થ રહી શકતા નથી. શરીરમાં ભારેપણું અને બેચેની અનુભવાય છે. કેટલાક ઘરગથ્થુ ઉપચાર ની મદદ વડે પણ આપણે આ સમસ્યાને નિવારી શકે છે. તો ચાલો જાણી લઈએ કે આ ઘરગથ્થુ ઉપચારો કયા કયા છે.
ફુદીનાનો ઉપયોગ વધુ કરો
જ્યારે પણ ચોમાસાની શરૂઆત થાય ત્યારે પેટની સમસ્યાઓ માંથી રાહત મેળવવા માટે આપણે ફુદીનાના પાનનું સેવન અવશ્ય કરવું જોઈએ. ચોમાસામાં ફુદીનાનું સેવન કરવું એ આયુર્વેદમાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ફુદીનાના પાનનું સેવન કરવાથી શરીરમાં ઠંડક પ્રદાન થાય છે. અને ગરમીમાં રાહત મળે છે.
સૌપ્રથમ ફુદીનાના ચારથી પાંચ પાન લો અને તેને ચપટી મીઠું સાથે ચાવી જાઓ. આ પ્રમાણે ફુદીનાનું સેવન કરવાથી પેટ ફુલવું, અપચો,ખાટા ઓડકાર અને હાર્ટ બન જેવી સમસ્યાઓ માંથી રાહત મળે છે. તમે ચોમાસાની ઋતુમાં ફુદીના, લીબું અને આદુનું શરબત બનાવીને પણ પી શકો છો. તદુપરાંત ફુદીનાના પાનની ચટણી બનાવીને પણ ખાઈ શકો છો.
સફરજનના વિનેગરનો ઉપયોગ કરવો
વરસાદની ઋતુમાં પેટની સમસ્યાઓથી રાહત મેળવવા માટે એપલ સીડર વિનેગરનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એપલ સીડર વિનેગરમાં પેક્ટીન ભરપૂર માત્રામાં હોય છે, જે પેટના ખરાબ ઈન્ફેક્શનને દૂર કરવામાં મદદ કરે છે. આ માટે તમે એક ગ્લાસ પાણીમાં એક ચમચી એપલ વિનેગર મિક્સ કરો.
ચોમાસામાં અજમાનું સેવન અવશ્ય કરવું
આર્યુવેદમાં ચોમાસાની ઋતુમાં પેટની સમસ્યાઓથી રાહત મેળવવા માટે અજમાનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સામાન્ય રીતે ચોમાસામાં પેટ ભારે લાગતું હોય છે. ખાવાનું જલ્દી પચતું હોતું નથી. અને એના લીધે થઇ ને ગેસની તકલીફ પણ થતી જીવ મળે છે. અને પેટ ભારે અને ગેસની તકલીફના લીધે થઈને ઘણી વાત માથું પણ દુખતું હોય છે.
જો ચોમાસાની ઋતુમાં તમને પેટમાં ખૂબ જ ગડબડ લાગતી હોય તો તમે ચપટી સંચળ સાથે એક ચમચી અજમો પાણી સાથે ફાકી જાવ. જેનાથી પેટની સમસ્યાઓમાં રાહત મળે છે ઉપરાંત પેટમાં દુખાવો, પેટમાં ભારેપણું અને ગેસની સમસ્યાથી પણ છુટકારો મળે છે. ચોમાસાની ઋતુમાં અજમાનું પાણી પીવું પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
દહીં ખાવું જોઈએ
દહીંમાં પ્રોબાયોટીક્સ હોય છે. દહીંમાં રહેલા આ ગુણધર્મને કારણે તે પાચનતંત્રને સ્વસ્થ અને મજબૂત રાખે છે. પાચનતંત્ર સ્વાસ્થ્ય અને મજબૂત હોવાને કારણે પેટ ફૂલવાની સમસ્યાને ઘટાડે છે. તમે ભોજન પછી મોળા દહીંનું સેવન કરી શકો છો. તે પેટ ફૂલવાની સમસ્યાને દૂર રાખવામાં મદદ કરે છે. દહીં હંમેશા બપોરે ખાવું જોઈએ, રાત્રે ખાવું જોઈએ નહિ.
આદુનો ઉપયોગ કરો
આદુમાં બળતરા વિરોધી ગુણ હોય છે. તે પેટનું ફૂલવું અને ગેસ અટકાવવામાં મદદ કરે છે. આદુમાં ઝીંજીબાન નામનું પાચન એન્ઝાઇમ હોય છે. આદુમાં રહેલા આ વિશેષ ગુણધર્મને કારણે તે શરીરમાંના આંતરડાને પણ આરામ આપે છે. અને સાથે સાથે ચોમાસામાં પેટ ફૂલવું અને અપચા જેવી સમસ્યામાં રાહત મળે છે.
વરીયાળીનો ઉપયોગ અવશ્ય કરો
વરિયાળીમાં પણ બળતરા વિરોધી ગુણ હોય છે. વરિયાળી પણ એની ઠંડી તાસીરને અનુરૂપ આંતરડાના સ્નાયુઓને આરામ આપે છે. અને સાથે સાથે શરીરમાં થતા ગેસને બહાર કાઢવામાં મદદ કરે છે. અને તે ચોમાસામાં પેટનું ફૂલવાનું અટકાવવાનું કામ કરે છે. તેથી, તમે નિયમિતપણે વરિયાળીનું સેવન કરી શકો છો. અને વરિયાળી નું શરબત પણ પી શકો છો.
કેળા અવશ્ય ખાવ
પેટનું ફૂલવું માટેનું એક મુખ્ય કારણ શરીરમાં રહેતો પોટેશિયમનો અભાવ પણ છે. જો તમારા શરીરમાં પોટેશિયમ જરૂરિયાત માત્રામાં ના હોય તો એના લીધે પણ આવી સમસ્યા રહેતી હોય છે. માટે કેળા અવશ્ય ખાવા જોઈએ. કેળામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને પોટેશિયમ મળી આવે છે. પોટેશિયમથી ભરપૂર હોવાથી કેળા પેટનું ફૂલવું મટાડવામાં મદદ કરે છે. ચોમાસામાં રાતે કેળા ખાવા નહિ. દિવસ દરમિયાન ખાવ તો પણ એને ચાવી ચાવી ને ખાવા જોઈએ.
ઘણીવાર વારંવાર થતી ગેસની તકલીફ માટે આપણે મોંઘી દવાઓનો સહારો લેતા હોઈએ છીએ. પણ આવી મોંઘી દવા લેવાથી લેવાથી ઘણી વખત સાઇડ ઇફેક્ટ પણ થઇ શકે છે. માટે સાધારણ ગૈસ્ટ્રિક તકલીફ માટે ભારે મેડિસિન્સના લેવાના બદલે ઘરઘથ્થુ ઉપચાર વધુ અસરકારક રહે છે. માટે સાધારણ ગેસની તકલીફ હોય તો નીચે જણાવેલ મુજબના ઘરગથ્થું ઉપાય એકવાર અવશ્ય કરવા.
સાધારણ ગેસની તકલીફ માટેના ઘરેલુ ઉપાય
કાળા મરી, ચિત્રક અને ગોળ સરખા પ્રમાણમાં લઈને બારીક પીસી લો. આ ચુર્ણ 1/2 થી 1 ચમચી સવાર-સાંજ મોળી છાસ કે દહીં સાથે લેવાથી ગેસ, પેટ ફૂલવું, અપચા, મંદાગ્નિ, અપચા, મરડો, મસા, કબજિયાત વગેરે મટે છે.
લીંબુ પણ ગેસને દૂર કરે છે. તેને સૂતી વખતે એક ચપટી મીઠું સાથે ખાવાથી ગેસના દર્દીઓને ફાયદો થાય છે. મૂળાનો રસ લીંબુના રસમાં ભેળવીને પીવાથી જમ્યા પછી પેટના દુખાવા કે ગેસમાં રાહત મળે છે.
1.5 ગ્રામ સિંધવ મીઠું, 10 ગ્રામ આદુનો રસ અને 10 ગ્રામ લીંબુનો રસ ભેળવીને સવારે લેવાથી ગેસ અને ઓડકારમાં આરામ મળે છે. મધમાં ચંદન, કાળા મરી અને જીરાનો પાવડર ભેળવીને પીવાથી ગેસ થતો નથી.
લીંબુની ફાળ પર સંચર નાખીને ચાટવાથી પણ ગેસ, અપચો, તેમજ પાચનક્રિયા સારી બને છે. 10-12 કાળા મરીને બારીક પીસીને એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ નીચોવીને પીવાથી પેટમાં ગેસની ફરિયાદ દૂર થાય છે.
નોંધ :- અમારા
દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના
આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ
પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા
પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની
સલાહ અવશ્ય લો.
આ પણ વાંચો....
- રોજ સવારે નરણાકોઠે પીવો આ એક જ્યુસ માથાથી લઇને પગની પાની સુધીના તમામ રોગ થશે દૂર
- દરરોજ સવારે હુંફાળા પાણી સાથે માત્ર અડધી ચમચી લેવાથી નખમાં પણ રોગ નહિ રહે
- માથાના વાળથી લઈને પગની પાની સુધીના 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર
- મોંઘી દવાઓ કરતા પણ ખુબ ફાયદાકારક છે આ તેલ નાની મોટી દરેક સમસ્યાનો છે આ રામબાણ ઈલાજ
- વૃદ્ધાવસ્થામાં મગજ ઝડપી દોડવું હોયતો અત્યારથી જ નિયમિત દરરોજ ખાવાનું ચાલુ કરીદો આ ગુણકારી વસ્તુ
- શરીરમાં વારંવાર થાક લાગતો હોય, નબળાઈ લગતી હોય તો આજથી રોજ ખાવાનું ચાલુ કરીદો આટલી શક્તિ વર્ધક વસ્તુઓ
- ફણગાવેલા કઠોળ એટલે આરોગ્ય નો અદ્ભુત ખજાનો..!! જાણો એના 10 ઉપયોગી ફાયદાઓ
- માત્ર ૧૫ કલાકમાં જ તમારા ફેફ્સામાં રહેલી વર્ષો જુની ગંદકીને દૂર કરી દેશે આ ઉપાય....
- કાળા મરી કેટલા પ્રમાણ માં કઈ રીતે ખાવા થી શું ફાયદા થાય છે. જાણો, કાળા મરી ની ઐતિહાસિક અને આયુર્વેદિક વિગત...
- માત્ર આટલુંજ કરશો તો કોઈ પણ દવા ની ગોળી વગર ઇમ્યુનિટી આપોઆપ વધી જશે.
- રોજ સવારે ખાઈ લો ખજૂરની ૩ પેશીઓ, નખમાં પણ રોગ નહિ રહે બીમારીઓ થશે જડમૂળથી દૂર
0 ટિપ્પણીઓ