Head Ads

રસોઈમાં વપરાતા શાકભાજી અને ફ્રૂટનો ઉપયોગ કર્યા પછી વધેલી છાલનો ઉપયોગ આ રીતે કરવો.


 

મિત્રો, આજે અમે તમને એક એવી ઉપયોગી વાત જણાવવા જઈ રહ્યા છીએ કે, જે પહેલા તમે  કોઈની પાસે આ ઉપયોગીએ વાત જાણી પણ નહિ હોય અને તમારા મિત્રોના મોઢેથી આ વાત સાંભળી પણ નહિ હોય. આ વાત જાણ્યા પછી તમને એક વાતનો જરૂર પસ્તાવો થશે કે, પહેલા આ વાત આપણે કેમ જાણતા નહોતા. અને જો પહેલેથી જાણતા હોત તો આપણે ઘણોબધો ફાયદો મેળવી શક્ય હોત.

લીંબુની છાલ :-
રસોડામાં વપરાતા લીંબુની છાલ ખુબજ ઉપયોગી હોય છે. લીંબુમાંથી રસ નીચોવીને વધેલી છાલને માથામાં હલકા હાથે ઘસવાથી ખોડાની સમસ્યા દૂર થાય છે. અને વૅલ પણ ચમકીલા બને છે. તદુપરાંત વધેલી લીંબુની છાલને પિત્તળના વાસણો ઉપર ઘસવાથી પિત્તળના વાસણોમાં રહેલી ચીકાશ દૂર થશે અને વાસણો એકદમ ચકચકાટ બનશે.

તુરિયાની છાલ :-
ઘણીખરી મહિલાઓ તુરિયાની શાકભાજી નું શાક બનાવતા હોય છે. ત્યારે, અમુક મહિલાઓ તુરિયાની કડક સીધી લીટી જેવી છાલને કાઢી નાખતી હોય છે, અને એને કચરાંપેટીમા નાખી દેતી હોય છે. પણ આ નકામી લગતી તુરિયાની છાલને ધોઈ ઝીણી સમારી તેમાં ઝીણી કાચી કેરી, થોડું લસણ, મીઠું, આદુ-મરચા ઉમેરી અને એને વાટીને ચટણી બનાવી શકાય છે. ચટણી ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.

દુધીની છાલ :-
શાકભાજીમાં વપરાતી દૂધી આરોગ્યની દ્રષ્ટિએ ખુબજ ઉપયોગી છે. દૂધીનો જ્યુસ પીવાથી એસીડીટીમાં રાહત મળે છે. દૂધીને છીણીને માથામાં લગાવવામાં આવતા તેલ બનાવવા માટે પણ તેલમાં દૂધીને ઉમેરીને પણ તેલ બનાવવામાં આવે છે. જેનાથી માથામાં ઠંડક મળે છે. દૂધીનો જ્યુસ પીવાથી પિત્ત સંબધિત રોગમાં પણ રાહત મળે છે. આજ દુધીની નકામી સમજાતી છાલને ચહેરા પર નિયમિત ઘાંસવમાં આવે તો ચહેરો ચમકી ઉઠશે.

સંતરાની છાલ :-
શિયાળામાં ભરપૂર પ્રમાણમાં મળતા સંતરા આપણે જરૂર ખાવા જોઈએ. સંતરામાં  વિટામિન સી મળે છે. જેતલાંજ ઉપયોગી સંતરા છે એટલાજ, ઉપયોગી સંતરાની છાલ છે. સંતરાની છાલ ને સૂકવીને એનો પાવડર બનાવીને એ પાવડરને તમે સ્ક્રબ તરીકે પણ ઉપયોગ કરી શકો છે. આ સ્ક્રબથી તમારો ચહેરો ખીલી ઉઠશે. એ ઉપરાંત સંતરાની સૂકી છાલનો ધૂમાડો રૂમમાં કરવો જેથી મચ્છરના ત્રાસથી રાહત અપાવશે, ઉપરાંત રૂમ મધમધી ઉઠશે. 

કારેલાની છાલ :-
કરેલા ડાયાબીટીશ જેવા રોગ માટે ખુબજ ઉપયોગી માનવામાં આવે છે. ઘણા લોકો એનું શાક બનાવતી વખતે એની છાલને  કાઢી નાખતા હોય છે. પણ આજ કારેલાની છાલ પણ ખુબજ ઉપયોગી હોય છે. કારેલાની છાલને ધોઈ ઝીણી ઝીણી સમારી તેલમાં વધારવી, તેમાં મરચાના ઝીણાં ટુકડા, મીઠું તથા થોડો આમચૂર નાખવાથી શાક સ્વાદિષ્ટ બનશે.
કારેલાની સૂકી છાલ મેંદો, ચણાનો લોટ તથા દાળના ડબ્બામાં રાખવાથી આ ખાદ્ય સામગ્રીમાં જીવાંત નહીં પડે.

ફોતરાવાળી મગની દાળ :-
જ્યારે તમે લીલા ફોતરા વળી મગની દાળ પલાળીને ઉપયોગમાં લેતા હોવ છે. ત્યારે એ દાળને ધોતી વખતે એ મગની દાળની છાલ એટલેકે મગની દાળના ફોતરાં કાઢી લેવા, આ છોતરાંને  ઘઉના લોટમાં ઉમેરવા તેમજ  છોતરા ઉપરાંત લોટમાં મીઠું આદુ, મરચા, કોથમીર, કાંદા કાપી ભેળવી લોટ બાંધીને તેના સ્વાદીષ્ટ પરોઠા બનાવી શકો છો. આ પરોઠા સ્વાદિષ્ટ તો લાગે છે, પણ સાથે સાથે પૌષ્ટિક બનશે.

આદુની છાલ :-
જયારે તમે આદુનો રસ કાઢો ચો ત્યાર બાદ છેલ્લે કુચા વધે છે. આપણે એ કૂચ નાખી દેતા હોઈએ છીએ. પણ આજ કૂચાને આપણે સારો એવો ઉપયોગમાં લઇ શકાય છે. આદુના કુચા અથવાતો એની છાલને સૂકવીને સ્ટોર કરી લેવા. ત્યારબાદ આ છાલને ચા ના ડબ્બામાં રાખવા. ચાના ડબ્બામાં રાખવામાંથી ચામાં આદુની સુગંધ આવવાથી ચા સુગંધિત થશે. 

બટાકાની છાલ :-
બટાકાને શાકબાજીનો રાજા કહેવામાં આવે છે. અમુક ગૃહિણીઓ શાકભાજી બનાવતી વખતે બટાકાનો ઉમેરો કરતા હોય છે. અને એનો ઉપયોગ કરવા માટે ઘણીવાર એની છાલને પણ કાઢી નાખતા હોય છે. આજ બટાકાની છાલને ફેંકી દેવા કરતા જો એનો ઉપયોગ પિત્તળના વાસણો ઘસાવમાં કરવામાં આવેતો વાસણ પરના કાળા ડાઘ દૂર થશે અને વાસણો એકડેમ ચકચકાટ બનશે.  

 

 

બીજી અન્ય રેસિપી જે તમને જરૂર ગમશે 



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ