દરેક પેરેન્ટ્સની ઈચ્છા હોય છે કે પોતાનું બાળક સારું એવું ભણી ગણીને હોશિયાર બનીને ડોક્ટર, એન્જીનીયર બને. પણ આ ત્યારે શક્ય બને જયારે બાળકોની ભણવામાં યાદશકિત પાવરફુલ હોય. યાદ શક્તિ તેમજ બાળકોને દરેક રીતે મજબૂત બનાવવા માટે ખોરાક ખૂબજ મહત્વપૂર્ણ હોય છે. સંશોધકોના માટે જો બાળકોને માનસિક તેમજ શારીરિક રીતે તેજ અને મજબૂત બનાવવા હોય તો તેમને બ્રેઈન બૂસ્ટર ફૂડ આપવું જોઈએ.
તો આજે આપણે એવા 5 બ્રેઈન બૂસ્ટર ફૂડ વિશે જાણીશું કે જેના રેગ્યુલર સેવનથી તમારા બાળકોનું મગજ કોમ્પ્યુટર એવું તેજ અને યાદ શક્તિ મજબૂત બનાવામાં મદદરૂપ થઇ શકે છે. તો કોઈપણ જાતની રાહ જોયા વગર આજેજ આ 5 બ્રેઈન બૂસ્ટર ફૂડ તમારા બાળકોને ખવડાવાનું ચાલુ કરીદો.
લીલા શાકભાજી
તમારે તમારા બાળકોના રોજના આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ અવશ્ય કરવો જોઈએ. લીલા શાકભાજી બાળકોના મગજના કોષોને સ્વસ્થ રાખવામાં મદદરૂપ બને છે. ખાસ કરીને તમારા બાળકોના આહારમાં ટામેટાં, શક્કરીયા, કોળું, ગાજર અને પાલકનો સમાવેશ અવશ્ય કરો. તેમજ વિટામિન ઈ થી ભરપૂર હોય એવા શાકભાજી પણ ખવડાવો.
માછલી
જો તમે નોન વેજિટેરિયન હોવ તો તમારા બાળકને માછલી પણ ખવડાવી શકો છો. માછલીમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે મગજની પેશીઓના બ્લોક્સ બનાવવામાં મદદરૂપ બને છે. માટે, મગજને મજબૂત કરવા માટે માછલી ખાઓ. આના સેવનથી બાળકોના મગજના કાર્યો અને વિકાસમાં મદદ મળે છે. તમારા આહારમાં સૅલ્મોન, ટુના અને મેકરેલ માછલીનો સમાવેશ કરો.
અખરોટ
જો તમે વેજિટેરિયન હોવ તો તમારા બાળકોને અખરોટ અવશ્ય ખવડાવો. અખરોટમાં પણ ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. જે મગજના જ્ઞાનતંતુઓને વિકસિત કરવમાં મદદ કરે છે. જો તમારા બાળકને અખરોટ ખાવાથી મોઢામાં પાણી કે વાયુ થતું હોય તો અખરોટ આખી રાત પલાળી રાખવી, પછી બીજા દિવસે સવારે એ પલાળેલી અખરોટ અપાવી.
દહીં
તમે તમારા બાળકોને દહીં પણ રોજ આપી શકો છો. જો બાળકોને નિયમિતપણે દહીં આપવામાં આવે તો એમના મગજના કોષો લચીલા રહે છે, અને એના કારણે મગજને મળતો સંદેશો લેવા અને તેના પર ઝડપથી અમલ કરવાની ક્ષમતા પણ વધે છે. પિત્ત પ્રકૃતિ વાળા બાળકોને બહુ દહીં ખાવા આપવું નહિ. તેમજ બાળકોને રાતે ખાવામાં દહીં આપવું નહી. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં.
ઓટ્સ
બાળકોની યાદશક્તિ અને મગજ તેજ બનાવા ઓટ્સનું પોતાનું એક આગવું મહત્વ છે. ઓટ્સમાં ઘણા ખરા જરૂરી એવા પોષક તત્વો જેવા કે વિટામિન ઇ, ઝિંક અને વિટામિન બી કોમ્પ્લેક્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેમજ, ઓટમીલમાં ફાઈબર પણ વધુ પ્રમાણમાં હોય છે, જે બાળકના શરીરને ઉર્જા પ્રદાન કરે છે. માટે, બાળકોને નાસ્તામાં ઓટ્સ જરૂરથી ખવડાવો.
નોંધ :- અમારા
દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના
આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ
પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા
પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની
સલાહ અવશ્ય લો.
આ પણ વાંચો....
- દરરોજ સવારે હુંફાળા પાણી સાથે માત્ર અડધી ચમચી લેવાથી નખમાં પણ રોગ નહિ રહે
- માથાના વાળથી લઈને પગની પાની સુધીના 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર
- મોંઘી દવાઓ કરતા પણ ખુબ ફાયદાકારક છે આ તેલ નાની મોટી દરેક સમસ્યાનો છે આ રામબાણ ઈલાજ
- વૃદ્ધાવસ્થામાં મગજ ઝડપી દોડવું હોયતો અત્યારથી જ નિયમિત દરરોજ ખાવાનું ચાલુ કરીદો આ ગુણકારી વસ્તુ
- શરીરમાં વારંવાર થાક લાગતો હોય, નબળાઈ લગતી હોય તો આજથી રોજ ખાવાનું ચાલુ કરીદો આટલી શક્તિ વર્ધક વસ્તુઓ
- ફણગાવેલા કઠોળ એટલે આરોગ્ય નો અદ્ભુત ખજાનો..!! જાણો એના 10 ઉપયોગી ફાયદાઓ
- માત્ર ૧૫ કલાકમાં જ તમારા ફેફ્સામાં રહેલી વર્ષો જુની ગંદકીને દૂર કરી દેશે આ ઉપાય....
- કાળા મરી કેટલા પ્રમાણ માં કઈ રીતે ખાવા થી શું ફાયદા થાય છે. જાણો, કાળા મરી ની ઐતિહાસિક અને આયુર્વેદિક વિગત...
- માત્ર આટલુંજ કરશો તો કોઈ પણ દવા ની ગોળી વગર ઇમ્યુનિટી આપોઆપ વધી જશે.
- 10+ ઉપયોગમાં આવે એવી ઘરગથ્થુ હેલ્થ ટિપ્સ અને ઘરગથ્થુ સલાહ
- રોજ સવારે ખાઈ લો ખજૂરની ૩ પેશીઓ, નખમાં પણ રોગ નહિ રહે બીમારીઓ થશે જડમૂળથી દૂર
0 ટિપ્પણીઓ