આપણે આપણા શરીરને તંદુરસ્ત અને ફિટ રાખવા માટે આપણે દરેક પ્રકારના ફાળોનું સેવન કરવું જોઈએ. માર્કેટમાં મળતા દરેક ફળની પોતાની આગવી વીશેષતા અને ગુણધર્મો હોય છે. માટેેે, આપણે દરેક સીઝન મુજબ મળતા સીઝનલ ફળો અવશ્ય ખાવા જોઈએ. જેથી આપણને એના ગુણકારી લાભ મળી રહે. દરેક ફળોની તાસીર અલગ અલગ હોય છે અને એ પ્રમાણે એમના પણ ફાયદા અલગ અલગ હોય છે. તો મિત્રો, આજે આપણે ગુણકારી એવા ફળ દાડમની દાડમ વિશેની જાણકારી મેળવીશું.
આજના આ આર્ટિકલમાં આજે દાડમ ખાવાથી શું ફાયદા થાય છે. એ ઉપરાંત દાડમ ખાવાના નુકશાન, દાડમ ખાવાના ફાયદા, દાડમના રસના ફાયદા, dadam na fayada in gujarati, pomegranate benefits, તેમજ દાડમમાંથી બનતું સ્વાદિષ્ટ દાડિમાષ્ટક ચૂર્ણ કેવી રીતે બનવાનું અને એ દાડિમાષ્ટક ચૂર્ણનો ઉપયોગ કયા રોગમાં કરી રીતે કરવો એની સંપૂર્ણ જાણકારી મેળવીશું.
દાડમ ખાવાના ફાયદા । Dadam khava na fayda
દાડમના રસમાં માનવ શરીરને જરૂરી પડે એવા વિટામિન A , વિટામિન C , વિટામિન E અને ફોલિક એસિડ, આયર્ન, પોટેશિયમ, ઝિંક જેવા તત્વો રહેલા હોય છે. આમ, દાડમના રસ વિટામિન્સનો સારો સ્ત્રોત ગણવામાં આવે છે. દાડમ ખાવાના ફાયદા – dadam na fayada
દાડમના ફૂલને છાંયડે સૂકવીને એ બરોબર સારી રીતે સુકાઈ જાય ત્યાર બાદ એને બારીક પીસી લઈને એનું ચૂર્ણ બનવાનું. રોજ એ ચૂર્ણનો ઉપયોગ દંતમંજનમાં લઇ ને દિવસમાં 2 વાર દાંત પર ઘસો. આ ચૂર્ણના ઉપયોગથી દાંત મજબૂત બનશે. તદુપરાંત પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યા પણ દૂર થશે. – dadam na fayda
દાડમના 100 ગ્રામ પાંદડા લઈને ને 500 મી.લી પાણીમાં ઉમેરીને ઉકાળો. સારી રીતે ઉકાળ્યા બાદ, જ્યારે ચોથા ભાગનું પાણી રહીજાય ત્યારે ગેસ સ્ટોવ બંધ કરી, એમાં 75 ગ્રામ ખડી સાકરનું ચૂર્ણ અને 75 ગ્રામ ઘી મિક્સ કરો. આ રીતે તૈયાર થયલે મિશ્રણને જો વાઈના દર્દીને સવાર-સાંજ પીવડાવામાં આવે તો દર્દીની વાઈની સમસ્યા દૂર થાય છે.
દાડમના જ્યુસના ફાયદા | Pomegranate Juice Benefits
શારીરિક ગરમી ને કારણે મોમાં ચાંદા પડતા હોય છે. અડધા લીટર પાણીમાં 10 ગ્રામ દાડમના પાંદડા ઉમેરીને તેને ઉકાળો. આ પાણી ઉકળીને અડધું રહી જાય એટલે ઠંડુ પાડવાદો. ત્યાર બાદ એ પાણીથી કોગળા કરવામાં આવેતો મોંના ચાંદાઓમાં તરત રાહત મળે છે.
રોજ દાડમનું જ્યુસ પીવાથી શરીરમાં લોહીનું પરભ્રમણ સારી રીતે થાય છે. જેને લીધે થઇ ને હાર્ટ એટેક અને લખવા જેવી બીમારીનો ખતરો પણ ઓછો થઈ જાય છે. દાડમમાં રહેલું ફોલિક એસિડ લોહીમાં રહેતી આર્યનની ખામી દૂર કરે છે. અને, એનિમિયા જેવી બીમારીઓથી છુટકારો અપાવે છે. – dadam na ras na fayda
દાડમનો રસ એન્ટીઓક્સીડેન્ટસ થી ભરપૂર હોય છે. જે શરીરમાંથી ટોક્સિન બહાર કાઢે છે. દાડમના નિયમિત સેવનથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. જેથી નિયમિત રીતે દાડમ ખાવાથી સ્તન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સ અને ફેફસાનું કેન્સર જેવી જીવલેણ બીમારી થવાની સંભાવના ઘટી જાય છે.
Pomegranate Benefits In Gujarati | દાડમના ફાયદા
જે પણ પુરુષને પેશાબ વાટે સ્પર્મ નીકળવાની સમસ્યા રહેતી હોય એમણે દાડમનો રસ પીવો જોઈએ. 50 ગ્રામ દાડમનો રસમાં 1 ગ્રામ એલચીનો ભૂકો અનેઅડધો ગ્રામ સૂંઠનો પાઉડર મિક્સ કરીને પીવાથી આ સમસ્યા દૂર થાય છે. મોટી ઉંમરના માણસોમાં જોવા મળતી એલ્ઝાઈમર નામની બીમારીથી પણ દાડમ ના સેવનથી છુટકારો મળે છે.
રોજ દાડમના રસનું – Pomegranate Juice સેવન કરવાથી ત્વચામાં નિખાર આવે છે. દાડમનો રસ ત્વચાના મૃત કોષોને દૂર કરે છે અને ત્વચાને ચમકીલી બનાવે છે. દાડમના દાણાને દહીં નાખીને ક્રશ કરેલી પેસ્ટ ત્વચા પર લગાવવામાં આવે તો ગરમી ના કારણે કાળી પડી ગયેલી ત્વચામાં નિખાર આવે છે.
ગરમીની સીઝનમા દાડમને સલાડ રૂપે આહારમાં ઉમેરી લેવાથી પાચન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. ઝાડા થઇ ગયા હોય તો પણ દાડમનું સેવન કરીને તકલીફથી છુટકારો મેળવી શક્ય છે. દાડમ ખાવાથી દાંતની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે. શરીરમાં રહેતી લોહીને કમીને ઝડપથી દૂર કરવા માટે દાડમ નો ઉપયોગ કરી શકાય છે. દાડમનો રસ શરીરમાં નેચરલી લોહીને વધારવામાં મદદ કાર છે.
લાલ દાડમમાં લોહતત્વ વધારે પ્રમાણમાં હોય છે. વૈજ્ઞાનિકોના મત અનુસાર દાડમમાં ૧૫ ટકા સુધીની શર્કરા હોય છે. દાડમ બળ અને બુદ્ધિ વધારનાર ફળ છે. અવાજ બેસી ગયો હોય તો, પાકું દાડમ ખાવાથી અવાજ ઉઘાડે છે. દાડમના દાણામાંથી બનાવેલું સરબત પિત્તનાશક અને રુચિકર હોય છે. દાડમ ખાવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે – Pomegranate Juice Benefits
દાડમ ખાવાના નુકસાન | Dadam khava na nuksan
લો બ્લડ પ્રેશરની સમસ્યા વાળા વ્યક્તીએ દાડમનું સેવન બહુજ ઓછી માત્રામાં કરવું જોઈએ. જો, તમે ડાયેટ પર છો તો દાડમના જ્યૂસનું સેવન કરવું નહીં, કારણકે દાડમના જ્યુસ માં કેલેરીની માત્રા વધુ પ્રમાણમાં હોય છે. અને વધુ પડતી કેલરી વાળો જ્યુસ વજન વધારી શકે છે. જે વ્યક્તી લીવરની સમસ્યાથી પીડાતી હોય તો, એને દાડમ નું સેવન કરવું જોઇએ નહીં. કારણકે, દાડમ માં રહેલું એઝાઈમર લીવરની કામગીરીમાં અડચણ રૂપ બની શકે છે.
દાડમની છાલ અને પાંદડાના ઘરગથ્થુ ઉપચાર
જો આંખ દુખતી હોય તો, દાડમ ની છાલ અને પાંદડા વાટી, આંખો બંધ કરીને એ વાટેલા પાંદડા અને છાલ મુકવાથી દુખતી આંખોમાં રાહત મળે છે. સગર્ભા સ્ત્રી નું શરીર અને હૃદય કમજોર રહેતું હોય તો, ખાટામીઠા દાડમના દાણાનું સેવન કરવામાં આવે તો કમજોરી દૂર થઇ શકે છે. અને નબળાઈ દૂર થાય છે.
હરસ-મસામાં માં જો લોહી પડતું હોય તો, દાડમની છાલનું ચૂર્ણ નાગકેસર સાથે મિક્સ કરીને પીવાથી હરસ-મસામાં પડતું લોહી બંધ થાય છે. એ ઉપરાંત હરસ-મસામાં દાડમનો રસ પીવાથી પણ ઘણોખરો ફાયદો થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન સગર્ભા સ્ત્રીને વધુ પડતી ઉલટી થતી હોય છે. તો, દાડમનો રસ પીવડાવામાં આવે તો ઉલટીમાં રાહત મળે છે.
જેને વારંવાર ઉધરસ થતી હોય તો, દાડમ ની છાલનો ટુકડો મોમાં રાખી ને એ છાલનો રસ ચૂસવાથી ઉધરસ માટે છે. દાડમની છાલ પાચન શક્તિ માં વધારો કરે છે. જૂનો મરડો રહેતો હોય એને, દાડમની છાલ ઉકાળી ને લવિંગ સાથે આપવાથી મરડામાં રાહત મળે છે. આ ઉપાય બીજા ઉપાયો કરતા પણ વધારે ગુણકારી છે.
દાડિમાષ્ટક ચૂર્ણ
ચૂર્ણ બનાવવાની રીત :-
32 ભાગ દાડમનાં સૂકા દાણા અને 32 ભાગ સાકરનું ચૂર્ણ લેવું, નાગકેસર, તજ, તમાલપત્ર, એલચી ચુર્ણના પણ 2 – 2 ભાગ લેવા, પીપર, સૂંઠ અને મરી-નું દરેક ના 4 – 4 ભાગ અને વંશલોચનન ચૂર્ણ – 1 ભાગ લઇ ને તમામ વસ્તુઓ સરખી રીતે ભેગીકરી ને દાડિમાષ્ટક ચૂર્ણ બનાવવામાં આવે છે.
સેવનવિધિ :-
જો શક્ય હોય તો આ ચૂર્ણ તાજું જ બનાવતાં રહેવું. દાડિમાષ્ટક ચૂર્ણ સ્વાદિષ્ટ હોવાથી એને મુખવાસમાં પણ ખાઈ શકાય છે. ૧ ગ્રામથી ૧૦ ગ્રામ સુધીની માત્ર માં ચૂર્ણ પાણીમાં, છાશમાં, દહીમાં, મધમાં કે પણ લઈ શકાય છે.
દાડિમાષ્ટક ચૂર્ણનો ઉપયોગ :-
ગ્રહણી જેવા રોગમાં 10 ગ્રામ ચૂર્ણ છાશમાં ઉમેરી ને દિવસમાં ત્રણ થી ચાર વખત લેવું. ગરમીને કારણે અથવા તો અન્ય કારણોસર ઝાડાની તકલીફ થતી હોય, તો દિવસમાં ત્રણ વખત ચૂર્ણ છાશમાં નાખી ને પીવું.
જે કોઈ દર્દીને શ્વાસ ની સમસ્યા હોય તો એને ૧-૧ ચમચી ચૂર્ણ મધ સાથે ચટાડવું. મધ સાથે ૧-૧ ચમચી ચૂર્ણ ચાટવું. અથવા ચૂર્ણ મોંમા રાખ્યા કરવું. ક્ષય જેવી ગંભીર બીમારીમાં પણ આ ચૂર્ણ મધ સાથે લેવું. ગળાના રોગોમાં આ ચૂર્ણ મધ ચાટવાથી ગાળામાં રાહત થાય છે.
નોંધ :- અમારા
દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના
આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ
પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા
પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની
સલાહ અવશ્ય લો.
આ પણ વાંચો....
- દરરોજ સવારે હુંફાળા પાણી સાથે માત્ર અડધી ચમચી લેવાથી નખમાં પણ રોગ નહિ રહે
- માથાના વાળથી લઈને પગની પાની સુધીના 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર
- મોંઘી દવાઓ કરતા પણ ખુબ ફાયદાકારક છે આ તેલ નાની મોટી દરેક સમસ્યાનો છે આ રામબાણ ઈલાજ
- વૃદ્ધાવસ્થામાં મગજ ઝડપી દોડવું હોયતો અત્યારથી જ નિયમિત દરરોજ ખાવાનું ચાલુ કરીદો આ ગુણકારી વસ્તુ
- શરીરમાં વારંવાર થાક લાગતો હોય, નબળાઈ લગતી હોય તો આજથી રોજ ખાવાનું ચાલુ કરીદો આટલી શક્તિ વર્ધક વસ્તુઓ
- ફણગાવેલા કઠોળ એટલે આરોગ્ય નો અદ્ભુત ખજાનો..!! જાણો એના 10 ઉપયોગી ફાયદાઓ
- માત્ર ૧૫ કલાકમાં જ તમારા ફેફ્સામાં રહેલી વર્ષો જુની ગંદકીને દૂર કરી દેશે આ ઉપાય....
- કાળા મરી કેટલા પ્રમાણ માં કઈ રીતે ખાવા થી શું ફાયદા થાય છે. જાણો, કાળા મરી ની ઐતિહાસિક અને આયુર્વેદિક વિગત...
- માત્ર આટલુંજ કરશો તો કોઈ પણ દવા ની ગોળી વગર ઇમ્યુનિટી આપોઆપ વધી જશે.
- 10+ ઉપયોગમાં આવે એવી ઘરગથ્થુ હેલ્થ ટિપ્સ અને ઘરગથ્થુ સલાહ
- રોજ સવારે ખાઈ લો ખજૂરની ૩ પેશીઓ, નખમાં પણ રોગ નહિ રહે બીમારીઓ થશે જડમૂળથી દૂર
0 ટિપ્પણીઓ