મિત્રો આજે આપણે આર્ટીકલમાં વિસ્તૃત રીતે પગના તળિયામાં માલીશ કરવાથી શું ફાયદા થાય છે અને સાથે સાથે foot oil massage benefits, benefits of foot massage, foot oil massage, પગના તળિયેમાલિશ કરવાના ફાયદા, તેલ માલિશના ફાયદા વિશે જાણીશું.
પગના તળિયાની સારી રીતે સંપૂર્ણ પણે માલીશ કરવામાં આવે તો ઘણા બધા પ્રકારની તકલીફો દુર થાય છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ માનવામાં આવેતો પગના તળિયામાં શરીરના અલગ અલગ અંગોની પાંચ હજારથી પણ વધારે નસો જોડાયેલી હોય છે. સામાન્ય રીતે આપણા શરીરનો બધો જ ભાર આપણા બંને પગ પર આવતો હોય છે.
જેના દ્વારા આપણે સારી રીતે હરી-ફરી અને ઉભા થઇ શકીએ છીએ, વારંવાર થતી આ બધી પ્રક્રિયાથી આપણા પગના હાડકા અને માંસપેસીઓ થાકી જાય છે, માટે તેને આરામ ની જરૂર પડતી હોય છે. એ આરામ પગના તળિયાની માલિશ અથવા તો પગ ની માલીશ કરવાથી મળી શકે છે. સારી રીતે પગના તળિયાની માલીશ કરવાથી આખા શરીરનો દુખાવો ચુટકીમાં ગાયબ થઇ જાય છે.
પગમાં થતી તેલ માલિશ એ એક પ્રકારની ફિઝિયોથેરાપી કસરત પણ છે, તેલ માલિશ કરવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. તેનાથી મગજ શાંત રહે છે અને સાથે સાથે નર્વસ સીસ્ટમ પણ ઠીક થાય છે. અને તમે તણાવ અને ડિપ્રેશનથી બચી શકો છો. પગમાં માલીશ કરવાથી ઘૂંટણના દુખાવામાં પણ આરામ મળે છે.
મોટી ઉંમરની વ્યક્તિઓને ઘણીવાર પગમાં દુખાવો કે પગની માંસપેશીઓમાં ખેચાણનો અહેસાસ થતો હોય છે. આવી પરિસ્થતિમાં પગના તળિયામાં માલીશ ( Foot Massage ) કરીને આ પ્રકારના દુખાવાને દુર કરી આરામ મેળવી શકાય છે. પગમાં માલીશ કરવાથી માત્ર પગ જ નહી પરંતુ આખા શરીરના દુખાવાને દુર કરવાની સાથે અનેક સ્વાથ્ય લાભ પણ થાય છે.
આ રીતે કરો પગના તળિયામાં માલિશ । Foot Oil Massage
પગને સારી રીતે આરામ મળી રહે એ રીતે પગના તળિયામાં માલીશ આ પ્રકારે કરવી. સૌપ્રથમ એક મોટા ટબમાં હુંફાળું પાણી લેવું, ત્યારપછી એમાં નારિયેળ કે સરસવના તેલના 5 - 6 ટીપા ઉમેરો. તેલ ઉમેરેલા પાણીમાં 10 મિનીટ સુધી પગને બોળી રાખો. ત્યારબાદ પગને ટુવાલથી લુછી લેવા, રીતે લૂંછાઇ ગયા બાદ નારિયેળ અથવાતો સરસવ તેલને હળવું ગરમ કરો. એ સહેજ હૂંફાળું તેલ વડે પગના તળિયાની માલીશ કરો. હવે આગળ આપણે જાણીશું કે પગના તળિયામાં માલિશ કરવાથી શું ફાયદા થાય છે.
પગના તળિયામાં માલિશ કરવાના ફાયદા । Foot Oil Massage Benefits
સરસિયાના તેલથી પગના તળિયાની માલીશ કરવાથી શરીરનું બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે. અને સાથે સાથે શરીરની માંસપેશીઓને પણ મજબૂત બને છે. ઘણીવાર લાંબા સમય સુધી બેસી રહેવાથી પગમાં દુખાવો થતો હોય છે પગ જકડાઈ જાય છે. પગનું જેટલું વધારે હલન ચલન થશે એટલું જ લાભદાયી પગની માંસપેશીઓ અને નસો માટે નીવડશે. કારણ કે પગનું હલન ચલન થવાથી પગમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે.
જો દરરોજ 10 મિનીટ સુધી પગના તળિયામાં માલીશ કરવા આવે તો એનાથી માંસપેશીઓમાં ખેચાણની સમસ્યા દુર થશે. અને તેની સાથે સાથે પગમાં દુખાવો, થાક અને માથાનો દુખાવો જેવી ફરિયાદ પણ દુર થાય છે. પગના તળિયામાં મસાજ કરવાથી શરીરનું મેટાબોલીઝમ સારું બને છે. અને, શરીરને ડીટોક્સ કરીને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.
ઘણાં લોકોને વધુ પડતા કામના લીધે ઘણીવાર તણાવ, ડીપ્રેશને કારણે ઊંઘ આવતી હોતી નથી એવી ફરિયાદ રહેતી હોય છે. તો એવા લોકોએ રાત્રે પગના તળિયામાં માલીશ કરવી જોઈએ. આમ કરવાથી રાત્રે ઘસઘસાટ અને આરામદાયક ઊંઘ આવી જશે અને સાથે શરીરનો થાક પણ ઉતરી જાય છે. માટે જે લોકોને સારી ઊંઘ આવતી ન હોય એવા લોકોએ પગમાં મસાજ કરવી જોઈએ.
ઘણીવાર પગના તળિયામાં માલીશ કરવાથી શરીરને આરામ તો મળે જ છે. સાથે સાથે શરીરને હળવાશનો અહેસાસ પણ થાય છે, માલીશ કરવાથી હોર્મોન એન્ડોર્ફિન્સનો સ્ત્રાવ થાય છે. આમ, થવાથી શરીરની ચેતાને આરામ મળે છે. અમુક વાર અજાણતા વધારે પ્રમાણમાં વર્કઆઉટ થઇ જવાથી પણ માંસપેશીઓમાં ખેચાણ થાય છે. પગના તળિયામાં માલીશ કરવાથી આ સમસ્યાનો ઉકેલ આવી જાય છે.
સારી રીતે પગના તળિયામાં માલીશ કરવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન તો સારી રીતે થાય જ છે. પણ સાથે સાથે શરીરની માંસપેશીઓને પણ તાકાત મળે છે. અને હાડકા પણ મજબુત બને છે. હાડકા મજબુત હોવાના કારણે માંસપેશીઓ અને હાડકામાં ફ્રેકચર થવાની શક્યતા ઓછી રહે છે. અને શરીર પણ હ્રુષ્ટ પૃષ્ટ અને મજબુત બને છે.
પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓને શરીરમાં પાણી જમા થવાના કારણે પગમાં સોજા આવી જતા હોય છે. જો આવી સમસ્યા દરમિયાન ગર્ભવતી મહિલાને પગના તળિયામાં હળવી માલીશ કરવામાં આવે તો પગના સોજાની સમસ્યા દુર કરી શકાય છે. માસિક દરમિયાન મહિલાઓ જો પગમાં તેલ માલિશ કરે તો માઈગ્રેન, માથાનો દુખાવો, અનિદ્રા, તણાવ, ચક્કર આવવા જેવી સમસ્યાથી છુટકારો મળી શકે છે.
આમ, આ રીતે પગના તળિયામાં માલીશ કરવાથી અલગ અલગ સમસ્યામાં ખુબજ સારો એવો ફાયદો થાય છે, મિત્રો, આ ફાયદા વાંચ્યા પછી અમે આશા રાખીએ કે તમને આ માહિતી ગમી હશે અને તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીને દુર કરે. આ ઉપયોગી માહિતીને જનહિત માટે જરૂર શેર કરવા આપ સર્વે મિત્રોને વિનંતી વધુ એક નમ્ર વિનંતી.
નોંધ :- અમારા
દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના
આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ
પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા
પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની
સલાહ અવશ્ય લો.
આ પણ વાંચો....
- દરરોજ સવારે હુંફાળા પાણી સાથે માત્ર અડધી ચમચી લેવાથી નખમાં પણ રોગ નહિ રહે
- માથાના વાળથી લઈને પગની પાની સુધીના 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર
- મોંઘી દવાઓ કરતા પણ ખુબ ફાયદાકારક છે આ તેલ નાની મોટી દરેક સમસ્યાનો છે આ રામબાણ ઈલાજ
- વૃદ્ધાવસ્થામાં મગજ ઝડપી દોડવું હોયતો અત્યારથી જ નિયમિત દરરોજ ખાવાનું ચાલુ કરીદો આ ગુણકારી વસ્તુ
- શરીરમાં વારંવાર થાક લાગતો હોય, નબળાઈ લગતી હોય તો આજથી રોજ ખાવાનું ચાલુ કરીદો આટલી શક્તિ વર્ધક વસ્તુઓ
- ફણગાવેલા કઠોળ એટલે આરોગ્ય નો અદ્ભુત ખજાનો..!! જાણો એના 10 ઉપયોગી ફાયદાઓ
- માત્ર ૧૫ કલાકમાં જ તમારા ફેફ્સામાં રહેલી વર્ષો જુની ગંદકીને દૂર કરી દેશે આ ઉપાય....
- કાળા મરી કેટલા પ્રમાણ માં કઈ રીતે ખાવા થી શું ફાયદા થાય છે. જાણો, કાળા મરી ની ઐતિહાસિક અને આયુર્વેદિક વિગત...
- માત્ર આટલુંજ કરશો તો કોઈ પણ દવા ની ગોળી વગર ઇમ્યુનિટી આપોઆપ વધી જશે.
- 10+ ઉપયોગમાં આવે એવી ઘરગથ્થુ હેલ્થ ટિપ્સ અને ઘરગથ્થુ સલાહ
- રોજ સવારે ખાઈ લો ખજૂરની ૩ પેશીઓ, નખમાં પણ રોગ નહિ રહે બીમારીઓ થશે જડમૂળથી દૂર
0 ટિપ્પણીઓ