Head Ads

યુરિક એસિડ શું છે, યુરિક એસિડ વધવાના લક્ષણો, શા કારણે શરીરમાં યુરિક એસિડ વધે છે, યુરિક એસિડના ઉપાય

Uric Acid
 

આજકાલ લોકોને સાંધાના દુખાવાની સમસ્યા ખૂબ જ હોય છે. તેનું સૌથી મોટું કારણ છે શરીરમાં યુરિક એસિડ વધી જવું. યુરિક એસિડ વધવાની સમસ્યા આજકાલ કૉમન બની ગઈ છે. શરીરમાં યુરિક એસિડ વધી જાય તો હાડકા અને સાંધા સંબંધી સમસ્યાઓ થાય છે જેવીકે આર્થરાઇટિસ ઓસ્ટીયોપોરોસિસ જેવા રોગોનો સામનો કરવો પડે છે. જ્યારે શરીરમાં યુરિક એસિડ વધી જાય ત્યારે કિડનીના રોગ તેમજ શરીરમાં સ્થૂળતા આવે છે. 

યુરિક એસિડ શું છે?
આપણા શરીરમાં અનેક પ્રકારના તત્વો આવેલા હોય છે જે તત્વોનું સંતુલન રાખવું ખૂબ જ જરૂરી છે. આ તત્વોના સંતુલન થી આપણું શરીર એકદમ સ્વસ્થ રહે છે પરંતુ જો શરીરમાં કોઈ તત્વોની ઊણપ સર્જાય અથવા તો કોઈ તત્વો વધારે પ્રમાણમાં થઈ જાય તો તેની અસર આપણા શરીર પર દેખાવા લાગે છે. યુરિક એસિડ પણ આવી જ કોઈક સમસ્યા છે.યુરીક એસિડ ફક્ત આ પ્યુરિનના ભંગાણ દ્વારા ઉત્પન્ન થાય છે. 

ખરેખર પ્યુરિન એ એક એવો પદાર્થ છે. જે ખાદ્ય ચીજોમાં જોવા મળે છે. જ્યારે આ યુરિન આપણા શરીરમાં પહોંચે છે, ત્યારે તે લોહીમાંથી કિડનીમાં વહે છે. યુરિક એસિડ યુરિનની સાથે શરીરમાંથી બહાર આવે છે પરંતુ કેટલીકવાર કોઈ કારણોસર આ એસિડ શરીરની અંદર રહે છે અને ધીરે ધીરે તેનું પ્રમાણ વધવાનું શરૂ કરે છે. તે જ સમયે, જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે વ્યક્તિ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. 

યુરિક એસિડ વધવાના લક્ષણો
જ્યારે શરીરમાં યુરિક એસિડ વધી જાય ત્યારે વજન વધી જાય છે અને ખૂબ જ અસહ્ય પગનો દુખાવો તેમજ સાંધાનો દુખાવો થાય છે. કેટલીકવાર શરીરમાં સુગરનું પ્રમાણ વધવું એ પણ યુરિક એસિડના લક્ષણો છે.   

શા કારણે શરીરમાં યુરિક એસિડ વધે છે?
ઘણા લોકોના શરીરમાં યુરિક એસિડ વધવાનું મુખ્ય કારણ વારસાગત હોઈ શકે છે, એટલે કે, આ એસિડને વધારવાની સમસ્યા કેટલાક લોકોની દરેક પેઢીમાં જોવા મળે છે. કિડની દ્વારા સીરમ યુરિક એસિડનું વિસર્જન ઓછું થવાથી શરીરમાં તેનું પ્રમાણ પણ વધે છે. સમયસર ખોરાક ન મળવો અથવા વજન ઘટાડવું એ પણ યુરિક એસિડને પ્રોત્સાહન આપે છે. 

ડાયાબિટીસ અને પેશાબમાં વધારો થવો તે પણ યુરિક એસિડની માત્રામાં વધારો કરે છે. થાઇરોઇડ લેવલ લો થઇ જવું અથવા હાઈ થઈ જવાને કારણે પણ યુરિક એસિડ પણ વધે છે. જે લોકોના શરીરમાં વધારે આયર્ન હોય છે તેમને યુરિક એસિડની સમસ્યા વધુ થાય છે. આલ્કોહોલ અને આલ્કોહોલિક પદાર્થો યુરિક એસિડનું પ્રમાણ પણ વધારે છે. 

કેટલીક આયુર્વેદિક જડીબુટ્ટીઓ દ્વારા આપણે યુરિક એસિડની બીમારીને જડમૂળથી નાબૂદ કરી શકીએ છીએ. આયુર્વેદિક ડોક્ટર ભુવનેશ્વરી ના જણાવ્યા અનુસાર ઘણી એવી આયુર્વેદિક જડીબુટ્ટીઓ છે જે યુરીક એસિડને ઓછુ કરવામાં મદદરૂપ થાય છે. આજે અમે તમને આ આર્ટિકલમાં યુરિક એસિડ ઘટાડવા માટે આયુર્વેદિક ઔષધીઓ વિશે જણાવીશું. જે તમને શરીરમાં યુરિક એસિડ ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક થશે. 

યુરિક એસિડ ઘટાડવા માટે 5 આયુર્વેદિક જડીબુટ્ટીઓ 

અશ્વગંધા
અશ્વગંધાને આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અશ્વગંધાનો ઉપયોગ કરવાથી શરીરની ઘણી બધી શારીરિક સમસ્યાઓ દૂર થાય છે. અશ્વગંધા માં બળતરા વિરોધી ગુણધર્મો આવેલા હોય છે જે દુખાવાને દૂર કરવા માટે તેમજ સાંધાના દુખાવાને દૂર કરવા  ખૂબ જ ઉપયોગી છે.જો યુરિક એસિડની સમસ્યા હોય તો નિયમિતપણે અશ્વગંધાનું સેવન કરવાથી શરીરમાં ખૂબ જ ફાયદો થાય છે. 

જે યુરીક એસીડની માત્રાને ઘટાડવામાં મદદરૂપ થાય છે. અશ્વગંધા માં ઘણા બધા ઔષધીય ગુણો આવેલા છે જે આપણું વજન ઘટાડે છે ઉપરાંત વા ની સમસ્યામાં પણ ખૂબ જ ફાયદાકારક બની રહે છે. રાત્રે સૂતા પહેલા એક ચમચી અશ્વગંધાનો પાવડર દૂધમાં મિક્સ કરીને સેવન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. 

ગિલોય
ગિલોયના પાનમાં પણ ખૂબ જ ઔષધીય તત્વો રહેલા હોય છે. તે ઘણા રોગોને દૂર કરવામાં મદદરૂપ થાય છે. ગિલોયના પાનનો ઉપયોગ આયુર્વેદિક દવામાં બનાવવા માટે પણ થાય છે. ગિલોયના પાનનો રસ બનાવીને પીવાથી શરીરમાં યુરિક એસિડ ઓછું થાય છે. જો તમને પણ યુરિક એસિડ ની સમસ્યા હોય તો તમારે ગિલોયના પાનનો રસ પીવો જોઇએ જેનાથી સાંધામાં દુખાવો અને સોજો દૂર થાય છે. 

ત્રિફળા :-
ત્રિફળાને ખૂબ જ ઉત્તમ ઔષધિ તરીકે માનવામાં આવે છે. ત્રિફળામાં આમળા,  બહેડા અને હરડેના પાવડરનું મિશ્રણ હોય છે. ત્રિફળાનું સેવન કરવાથી આપણને અનેક રોગોમાંથી છુટકારો મળે છે. ત્રિફળામાં બળતરા વિરોધી ગુણધર્મો આવેલા હોય છે જે હાડકા અને સાંધાના દુખાવામાં ખૂબ જ ફાયદો આપે છે ત્રિફળાનું સેવન કરવાથી સાંધાને લગતા રોગ જેવા કે આર્થરાઈટિસ અને ઓસ્ટિયોપોરોસિસમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. રાત્રે સુતા પહેલા નવશેકા પાણી સાથે એક ચમચી જેટલું ત્રિફળા પાવડર નું સેવન કરવાથી શરીરને ખૂબ જ ફાયદો થાય છે. 

હળદર :-
રસોડામાં રહેલી હળદર એક ઉત્તમ ઔષધિ છે. હળદરમાં કરક્યુમિન નામનું તત્ત્વ આવેલું હોય જેમાં જે બળતરા વિરોધી ગુણધર્મ આવેલો હોય છે. જેના કારણે શરીરના હાડકા અને સાંધાનો દુઃખાવો દૂર થાય છે.હળદરનું સેવન કરવાથી યુરિક એસિડ ઓછું થાય છે. હળદરમાં એન્ટિબાયોટિક ગુણધર્મ પણ આવેલા હોય છે. તમારે પણ યુરિક એસિડ ઘટાડવું હોય તો હળદરના પાવડરનું સેવન કરી શકો છો. રાત્રે સુતા પહેલા હળદરવાળું દૂધ પીવાથી ખૂબ જ ફાયદો થાય છે. 

મૂલેઠી ( જેઠી મધ ) :-
ગળામાં રહેલ સોજા અને ખરાશને દૂર કરવા માટે મુલેઠી ખૂબ જ ઉપયોગી છે. મુલેઠીમાં ગ્લાયસિરિઝિનનામનું સંયોજન આવેલું હોય છે. જે શરીરના હાડકા તેમજ સાંધાના દુખાવાને દૂર કરે છે. મુલેઠીનો ઉપયોગ કરવાથી યુરિક એસિડ ઘટે છે. તમે મુલેઠીને ચૂસી પણ શકો છો અથવા તેના પાવડરનું સેવન પણ કરી શકો છો. 

જો તમને યુરિક એસિડ હોય તો નીચે પ્રમાણેના આહારનું સેવન કરવું જોઇએ નહીં.
જો શરીરમાં યુરિક એસિડ વધી જાય તો પ્રોટીનવાળો ખોરાક લેવાનો ટાળવો જોઇએ. જે લોકો માંસાહારી છે તે લોકોએ માંસ મચ્છી ખાવાનું પણ બંધ કરી દેવું જોઈએ. રાત્રે સૂતાં પહેલા દૂધ તેમજ દાળ પોતાના આહારમાં લેવા જોઇએ નહીં. તમે પોતાના આહારમાં ફોતરાવાળી દાળ લઈ શકો છો. 

અન્ય ઘરગથ્થુ ઉપચાર પર નજર કરીએ. 

  • જો તમને પણ યુરિક એસિડ ની સમસ્યા સતાવતી હોય તો તમારે સવારે ઊઠીને નવશેકા પાણીમાં લીંબુ નાખીને પીવું જોઈએ.આ પ્રયોગ સતત પંદર દિવસ સુધી કરવામાં આવે તો યુરિક એસિડના લેવલને ઓછું કરી શકાય છે. 
  • દિવસ દરમિયાન પાણી વધારે પ્રમાણમાં પીવું જોઈએ.  8 થી 10 ગ્લાસ પાણી પીવાથી યુરીક એસિડને દૂર કરી શકાય છે. 
  • એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી બેકિંગ પાઉડર નાખીને ત્રણથી ચાર વાર પીવાથી યુરિક એસિડને ઓછું કરી શકાય છે આ પ્રયોગ તમારે સતત બે અઠવાડિયા માટે કરવો પડશે. 

આશા રાખીએ છીએ કે તમને આ યુરિક એસિડ નો આર્ટીકલ પસંદ આવ્યો હશે. આ આર્ટિકલમાં અમે તમને યુરિક એસિડ શું છે તે શા કારણે થઈ શકે છે અને તેના લક્ષણો સમજાવ્યા છે. ઉપરાંત ઘરગથ્થુ ઉપચાર અને આયુર્વેદિક ઉપચારથી યુરિક એસિડ કેવી રીતે નાબૂદ થઇ શકે છે તે પણ અમે તમને જણાવ્યું પરંતુ જો કોઈ વ્યક્તિને યુરિક એસિડ વધારે પ્રમાણમાં હોય તો તે વ્યક્તિએ ડોક્ટરની સલાહ અનુસારજ દવા લેવી જોઈએ.

નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે  લોકો  સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.

આ પણ વાંચો....

 

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ