આજકાલ લગભગ મોટા ભાગના લોકોને વજન વધવાની સમસ્યા સતાવે છે.લોકો પોતાનું વજન ઉતારવા માટે ઈન્ટરનેટ પર જોઈને ભાત ભાત ના પ્રયોગો કરે છે. પણ અફસોસ કયારેય પણ આ પ્રયોગો સચોટ પુરવાર થતા નથી અને લોકોનું વજન ઉતરવાને બદલે વધી જાય છે..તો ચાલો આજે અમે તમને સચોટ વૈજ્ઞાનિક પુરાવાઓ સાથે ઘરેલુ નુસખાઓ દ્વવારા વજન ઉતારવાની અમુક ટિપ્સ જણાવી રહ્યા છે.
વજન ઘટાડવાના ઉપાયો :-
તંદુરસ્ત આહાર
વજન ઘટાડવા માટે સૌ પ્રથમ તમારે રસોડામાં બનતા જંકફૂડ તેમજ નમકીન, ફરસાણ તેમજ ફ્રીજમાં રાખેલ ઠંડાપીણાં વગેરે બધું જ દૂર કરવું પડશે તેની જગ્યા એ તમારે લીલા શાકભાજી, કઠોળ, ફ્રૂટ, તાજા ફળોના રસ વગેરે નો ઉપયોગ કરવો જોઈએ. આપણા રોજિંદા જીવનમાં આ પ્રકારના હેલ્થી ફૂડ ઉમેરવાથી શરીરમાં રહેલી વધારાની ચરબી ઓછી થાય છે.
મેથીનું પાણીનો ઉપયોગ
વજન ઉતારવા માટે લોકો ગરમ પાણીમાં લીંબુ અને મધ નાખીને પીતા હોય છે પરંતુ તમારે જો આમ ન કરવું હોય તો દરરોજ રાત્રે બે ચમચી જેટલાં મેથીના દાણા પાણીમાં પલાળીને રાખો. સવારે ઉઠીને નરણા કોઠે પલાળી રખેલ મેથીના દાણા દૂર કરીને આ મેથીનું પાણી પીવાથી શરીરમાંના ઝેરી તત્વો દૂર થાય છે. મેથીમાં સ્થૂળતાં વિરોધી ગુણધર્મ પણ આવેલા હોય છે આથી રોજ સવારે મેથીનું પાણી પીવાથી શરીરને એનર્જી પણ મળે છે અને શરીરની ચરબી પણ ઓછી થાય છે.
ગ્રીન ટી નું સેવન કરવું
ગ્રીન ટી એ વજન ઉતારવા માટેનું બેસ્ટ માધ્યમ છે.કેટલીક વાર વધી ગયેલ વજન એ શરીરને સ્થૂળતા તરફ દોરી જાય છે. તેના કારણે વ્યક્તિ ને હૃદય રોગનો હુમલો,બીપી જેવી બીમારીઓ તરફ દોરી જાય છે આથી ગ્રીન ટી પીવાથી તે એન્ટીઓક્સીડેન્ટ તરીકેનું કામ કરે છે. તે શરીરના ખરાબ તત્વોને દૂર કરીને શરીરને એનર્જી પુરી પાડવાનું કામ કરે છે.
સંતુલિત આહાર
જ્યારે પણ વજન ઉતારવાની વાત આવે છે, ત્યારે લોકો ઓછું ખાવાનું શરૂ કરે છે.હંમેશા સંતુલિત આહાર લો, ન તો વધારે કે ન ઓછું.તમારા આહારમાં પ્રોટીન, હેલ્થી ફેટ,લીલા શાકભાજી, ફળોનો સમાવેશ કરો.એક જ વારમાં વધારે ન ખાઓ, નાની પ્લેટમાં જ ખાવાનો પ્રયત્ન કરો.જો શક્ય હોય તો, ડાયેટિશિયન દ્વારા બનાવેલ ડાયેટ ચાર્ટ મેળવો અને તેના આધારે ખોરાક લેવાનું પસંદ કરો.જો તમારે ઝડપથી વજન ઓછું કરવું હોય તો તમારા આહારનું વિશેષ ધ્યાન રાખો, પરંતુ એવું નથી કે તમારે ખાવાનું બંધ કરી દેવું પડશે, તમારે માત્ર સંતુલિત આહાર લેવો પડશે. હંમેશા યાદ રાખો કે વજન ઘટાડવાની રીત માટે આહાર ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ધીમે-ધીમે ચાવો
તમે મોટાભાગે વડીલોને કહેતા સાંભળ્યા હશે કે ભોજન ઉતાવળમાં ન ખાવું જોઈએ, પરંતુ ચાવીને જ ખાવું જોઈએ. આજકાલ લોકો ઉતાવળમાં ખોરાક લેતી વખતે બરાબર ચાવી શકતા નથી. ઘણીવાર લોકો ખાવાની સાથે પાણી પણ પીવા લાગે છે, જે યોગ્ય નથી.વજન ઘટાડવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે ખોરાકને ધીમે ધીમે ચાવવો.ખોરાકને યોગ્ય રીતે ન ચાવવાથી માત્ર પેટ સંબંધિત સમસ્યાઓ જ નથી થતી પરંતુ વજન પણ વધી શકે છે. તેથી ખોરાકને સારી રીતે ચાવો અને ધીમે ધીમે ખાઓ.આનાથી માત્ર પાચન જ નહીં પરંતુ વજન વધવાનું જોખમ પણ ઘટશે.
ફળો, શાકભાજી અને અનાજનો આહારમાં વપરાશ
આહારમાં ફળો, શાકભાજી અને અનાજ જેવા આરોગ્યપ્રદ ખોરાકનો સમાવેશ કરો.આનાથી તમે સ્વસ્થ તો રહેશો જ સાથે સાથે રોગોનું જોખમ પણ ઘટશે અને તમારું વજન પણ સંતુલિત રહેશે. સ્ત્રીઓ માટે, દરરોજ 1,200-1,500 જેટલી કેલરી વજન ઘટાડવા માટે પૂરતી છે, જ્યારે 1,500-1,800 કેલરી સ્ત્રીઓ અને પુરુષો જે કસરત કરે છે તેમના માટે પૂરતી છે.
ખોરાક સાથે પ્રોટીન
તમને જાણીને નવાઈ લાગશે કે વજન ઘટાડવામાં પ્રોટીન પણ સામેલ છે. યાદ રાખો, તમારે દિવસમાં ત્રણ વખત ભોજનમાં પ્રોટીનનો સમાવેશ કરવો જોઈએ. પ્રોટીનયુક્ત ખોરાક ખાવાથી તમે વજન વધવાના જોખમથી બચી શકો છો.આહારમાં કઠોળ,દાળ ઈંડા, માછલી આ બધાનો સમાવેશ કરો કારણ કે આ બધા પ્રોટીનના સારા સ્ત્રોત છે, આ સિવાય તમે દહીંનું સેવન પણ કરી શકો છો.
ફૂડ પેકેટ્સ અને ઠંડા પીણાંથી દૂર રહો
બજારમાં મળતા તૈયાર ફૂડપેકેટ ખાવાનું ટાળવું જોઈએ. આ ફુડ પેકેટ માં કેલેરીની માત્રા ઘણી વધારે હોય છે. આથી તૈયાર ફૂડ પેકેટ્સ આપણું વજન વધારી શકે છે. બજારમાં મળતા સોફ્ટડ્રિક અને ઠંડા પીણાં ને અવોઇડ કરવું જોઈએ. આ સોફ્ટ ડ્રિંક્સમાં સુગરની માત્રા ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે જેના કારણે શરીરનું વજન વધી જાય છે. આથી બને ત્યાં સુધી બજારમાં મળતા ફૂડ પેકેટ અને ઠંડા પીણાથી દૂર રહેવું જોઈએ. તેને બદલે તાજાં ફળોના રસ પીવા જોઈએ.તેનાથી શરીર હાઈડ્રેટ પણ રહે છે અને ચરબી પણ વધતી નથી.
ભોજન પર ધ્યાન આપો
તમે ઘણીવાર વડીલોને કહેતા સાંભળ્યા હશે કે જમતી વખતે ટીવી ન જોવું જોઈએ કે ફોન પર વાત કરવી જોઈએ નહીં. ભલે અલગ-અલગ લોકોની ધારણા અલગ હોય.પરંતુ તેની પાછળ એક કારણ એ પણ છે કે જ્યારે તમે ભોજન કરતી વખતે કોઈ અન્ય કામ કરો છો, તો તમારું ધ્યાન ભોજન અને ભોજનની માત્રા પરથી દૂર થઈ જાય છે.આવી સ્થિતિમાં લોકો ઘણીવાર વધારે કે ઓછું ખાય છે અને તેમને ખબર પણ નથી પડતી. તેથી જ્યારે પણ તમે ખોરાક લો ત્યારે તેના પર સંપૂર્ણ ધ્યાન આપો અને સારી રીતે જમો.
દરરોજ કેટલું ચાલ્યા તે પગલાંની ગણતરી કરો
આજકાલ બદલાતી જીવનશૈલીના કારણે લોકો કોમ્પ્યુટર સામે બેસી ને કામ કરતા હોય છે. આથી લોકોનું જીવન બેઠાડુ થઇ ગયું છે. જેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. લોકો બહાર જાય તો પણ સ્કૂટર એકટીવા કે કારનો ઉપયોગ કરે છે. પહેલાની તુલનામાં હવે સાયકલનો વપરાશ ઘટ્યો છે.આથી જે લોકોને તેમનું વજન ઉતારવું હોય તો તે લોકોએ નિયમિત પણે અડધો કલાક ચાલવું જોઈએ.દરરોજ કેટલા પગલાં ચાલ્યા તેની નોંધ પણ લેવી જોઈએ.
જંક ફૂડથી દૂર રહો
આજકાલ લોકો ના વજન વધવાનું કારણ જંકફૂડ પણ છે. આજકાલ લોકો તીખુ અને ચટપટું ખાવાનું વધારે પસંદ કરે છે.આ જંક ફૂડ અમુક સમય માટે સ્વાદ તો વધારે છે પણ વજન પણ વધારે છે. તેમાં પોષક તત્વોની માત્રા ઓછી હોય છે, તેથી બને તેટલું તેનાથી દૂર રહો કારણ કે તેનાથી તમારું વજન વધી શકે છે.
પૂરતી ઊંઘ લો
વ્યક્તિ માટે સારી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે, જો આવું ન થાય તો શરીરને અનેક બીમારીઓ ઘેરી લે છે.જો આપણે વજન ઉતારવાની રીતો વિશે વાત કરીએ, તો ઊંઘ પણ અસરકારક ઉપાય બની શકે છે.લોકોને ઘણીવાર અનિદ્રાને કારણે ઊંઘ આવતી નથી આથી તેઓ મોડી રાત્રે જમે છે , જે શરીરનું વજન વધારવાનું જોખમ વધારે છે.તેથી પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે.
અમે આશા રાખીએ છીએ કે તમને વજન ઘટાડવાની ઉપરોક્ત સરળ રીતો ઉપયોગી લાગી હશે. અમે અહીં કેટલીક ટિપ્સ આપી છે જે તમને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે, તેથી જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગતા હો, તો આ ટિપ્સને અનુસરો.
નોંધ :- અમારા
દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના
આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ
પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા
પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની
સલાહ અવશ્ય લો.
આ પણ વાંચો.....
- રોજ સવારે ખાઈ લો ખજૂરની ૩ પેશીઓ, નખમાં પણ રોગ નહિ રહે બીમારીઓ થશે જડમૂળથી દૂર
- દરરોજ સવારે હુંફાળા પાણી સાથે માત્ર અડધી ચમચી લેવાથી નખમાં પણ રોગ નહિ રહે
- માથાના વાળથી લઈને પગની પાની સુધીના 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર
- મોંઘી દવાઓ કરતા પણ ખુબ ફાયદાકારક છે આ તેલ નાની મોટી દરેક સમસ્યાનો છે આ રામબાણ ઈલાજ
- વૃદ્ધાવસ્થામાં મગજ ઝડપી દોડવું હોયતો અત્યારથી જ નિયમિત દરરોજ ખાવાનું ચાલુ કરીદો આ ગુણકારી વસ્તુ
- શરીરમાં વારંવાર થાક લાગતો હોય, નબળાઈ લગતી હોય તો આજથી રોજ ખાવાનું ચાલુ કરીદો આટલી શક્તિ વર્ધક વસ્તુઓ
- ફણગાવેલા કઠોળ એટલે આરોગ્ય નો અદ્ભુત ખજાનો..!! જાણો એના 10 ઉપયોગી ફાયદાઓ
- માત્ર ૧૫ કલાકમાં જ તમારા ફેફ્સામાં રહેલી વર્ષો જુની ગંદકીને દૂર કરી દેશે આ ઉપાય....
- કાળા મરી કેટલા પ્રમાણ માં કઈ રીતે ખાવા થી શું ફાયદા થાય છે. જાણો, કાળા મરી ની ઐતિહાસિક અને આયુર્વેદિક વિગત...
- માત્ર આટલુંજ કરશો તો કોઈ પણ દવા ની ગોળી વગર ઇમ્યુનિટી આપોઆપ વધી જશે.
- 10+ ઉપયોગમાં આવે એવી ઘરગથ્થુ હેલ્થ ટિપ્સ અને ઘરગથ્થુ સલાહ

.png)
1 ટિપ્પણીઓ
What's up group full 6
જવાબ આપોકાઢી નાખો