Head Ads

15+ ઉપયોગ માં આવે તેવી કિચન ટિપ્સ અને ટ્રિક્સ - Useful cooking tips in gujarati, kitchen tips in gujarati

 15 Useful kitchen tips

મિત્રો, અત્યારે ભાગદોડ વાળી જિંદગીમાં દરેક લોકો પોતપોતાના કામમાં વ્યસ્ત હોય છે. અને પોતાનું કામ કેવી રીતે જલ્દી પતાવવું એના ઉપાય શોધતા રહેતા હોય છે. અને, અને એમાં વળી નોકરિયાત મહિલાઓ કિચનમાં કઈ રીતે ફટાફટ કામ પતાવીને ફ્રી થઇ શકાય એ માટેના તામર પ્રયત્નો કરતી હોય છે. પણ, ઘણીવાર રસોડામાં ઉતાવળથી કરેલા નાના નાના કામ ખૂબ જ મોટી સમસ્યામાં મુકી દેતા હોય છે. 

તો, આજે આપણે આજના આર્ટિકલમાં નાની-નાની રસોઈને લગતી ટિપ્સ, kitchen tips in gujarati, rasoi tips in gujarati, gujarati recipe tips, gujarati rasoi tips, ઉપયોગી કિચન ટિપ્સ, ઉપયોગી રસોઈ ટિપ્સ લઈને આવ્યા છીએ. જેનાથી ચોક્કસપણે તમને ફાયદો થશે. 

15 ઉપયોગી એવી કિચન ટિપ્સ | 15 Useful Kitchen Tips in Gujarati

શું તમારું ઈડલી કે ઢોસાનું ખીરું પાતળું બની ગયું છે?
જો તમે રાત્રીના ભોજનમાં ઈડલી કે ઢોસા બનાવવાનુ વિચારી રહ્યા હોવ, અને એનું ખીરું જાતેજ ઘરે બનાવતા હોવ અને ઈડલી કે ઢોસાનું ખીરું બનાવતી વખતે જો એ ખીરું પાતળું રહી જાય તો ગભરાવાની સહેજ પણ જરૂર નથી. તરતજ તેમાં, જરૂરિયાત પ્રમાણેનો રવો મિક્સ કરી દેવો જેથી કરી ને ઈડલી કે ઢોસાનું ખીરું તમારી જરૂરિયાત મુજબ ઘટ્ટ બની જશે. અને, તમે સ્વાદિષ્ટ ઈડલી કે ઢોસાની મહેફિલ માણી શકશો. 

શું તમારી ફરસી પુરીમાં મરી અને જીરું ચોટેલું રહેતું નથી?
નાના બાળકોને ભાવતી એવી ફરસી પુરી ઘણી ખરી ગૃહિણી ઘરે જાતે જ બનાવતી હોય છે. પણ ઘણીવાર ફરસી પુરી બનાવતા એનો સ્વાદિષ્ટ મસાલો એવા મરી અને જીરું ફરસી પુરી - Farsi Puri પર ચોંટેલા રેહતા નથી. એનું સમાધાન પણ અમારી પાસે છે. ઘરે ફરસી પૂરી બનાવતા હોવ તો બનાવતી વખતે મેંદાના લોટમાં જીરૂ, મરીનાં ભૂકાને અને મીઠાને ઉકાળેલા થોડાંક પાણીમાં ભેળવવો. અને, તેજ પાણીથી ફરસી પુરીનો લોટ બાંધવાથી મરી અને જીરૂ પુરી પર ચોંટેલા રહેશે. 

ઘરે ભાજી રાંધતી વખતે લીલીછમ રહેતી નથી?
આપણે ઘણીવાર લીલી ભાજી રસોઈમાં ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે એનો કલર સહેજ બદલાઈ જાય છે. થોડી ઘણી કાળાશ પડતી  થઇ જતી હોય છે. તદુંપરાંતન લીલો કલર પણ જળવાતો રહેતો નથી. પણ, જો તમે પાંદડાયુક્ત લીલી ભાજી રાંધતી વખતે તેમાં સહેજ ચપટી ખાવાના સોડા અને મીઠું ઉમેરશો તો ભાજી જલ્દી ચઢી જશે સાથે સાથે ભાજી લીલીછમ રહેશે. અને સ્વાદમાં સ્વાદિષ્ટ પણ લાગશે. 

જો ભાત બળી જાય તો શું કરવું?
ઘણીવાર ઉતાવળમાં ભાત રાંધવા માટે મુકેલી ચોખાની તપેલી કે કુકરનો ગેસ બંધ કરવાનું ભૂલી જતા હોઈએ છીએ. એના કારણે ભાત તપેલી અથવા તો કુકરમાં ચોંટીને બળી જતાં હોય છે. જો તમારી સાથે પણ આવું થાય તો તમારે તાત્કાલિક ગેસને બંધ કરીદો. એન તરતજ એ બધાજ ભાતને ઉપર ઉપરથી એક અલગ વાસણમાં કાઢી લઈ તે ભાતને પંખાની નીચે ખુલ્લા મૂકી દેવા.   આમ કરવાથી ભાતમાંથી આવતી બળવાની વાસ તરત જ જતી રહેશે. 

રોટલીનો લોટ કુણો બંધાતો નથી તો શું કરવું?
કોઈક વાર બહેનોથી રોટલીનો લોટ કઠણ બંધાઈ જતો હોય છે. અને એ કઠણ લોટ વાળી રોટલી ખાવાની માજા બગાડી નાખે. સરખો રોટલીનો લોટ બાંધવો એ પણ એક કળા છે. રોટલીનો લોટ જેટલો સ્મૂધ બંધાય એટલીજ રોટલી ખાવામાં પોચી અને સ્વાદિષ્ટ લાગે. જો તમારે પણ રોટલીનો લોટ સ્મૂથ બનાવવો હોયતો લોટ બાંધતી વખતે લોટમાં એક ચમચો મલાઈ ઉમેરી દો. જેનાથી લોટ કુણો તો બંધાશે સાથે સાથે રોટલી પાતળી વણાશે અને રોટલી સુકાશે નહીં. 

દાળ બનાવતી વખતે મીઠું વધુ પડી જાયતો શું કરવું?
જયારે પણ ગુજરાતી દાળ બનાવતાં હોઈએ ત્યારે ઘણી વાર સ્વાભાવિક રીતે અજાણતા દાળમાં મીઠું વધારે પડી જતું હોય છે. જેનાથી, દાળનો ટેસ્ટ બગડી જતો હોય છે અને દાળ ખારી થઇ જતી હોય છે. જો તમારાથી આવા સંજોગોમાં કોઈક વાર દાળમાં મીઠું વધારે પડી જાય તો ચિંતા કર્યા વગર તરતજ તેમાં લીંબુનો રસ ઉમેરીદો. દાળમાં રહેલી વધારાની ખારાશ દૂર થઇ જશે. 

ડુંગળી કાપ્યા બાદ ડુંગળીની ગંધ હાથમા રહી જાય છે?
ઘણી વાર જમતી વખતે ડુંગળીનો સલાડ કે શાકભાજી બનાવતી વખતે કાપેલી ડુંગળીની ગંધ આપણા હાથમાં રહી જતી હોય છે. અને એ ગંધ તીવ્ર હોવાને કારણે હાથમાંથી સતત વાસ આવતી  રહેતી હોય છે. હાથમાંથી આવતી ડુંગળીની ગંધને દૂર કરવા માટે, હાથમાં થોડો બેકિંગ સોડા લઈને બંને હાથને બરાબર સરખી રીતે ઘસો. અને, ત્યારબાદ હાથને ધોઈ લેવા. આમ કરવાથી હાથમાંથી ડુંગળીની તેમજ દરેક પ્રકારની શાકભાજીની ગંધને દૂર કરી શકાય છે. 

લીલા વટાણા નું શાક કરીએ ત્યારે વટાણા ચીમળાઈ જાય છે?
ઘણી મહિલા મિત્રોને ખબર હશે કે લીલા વટાણા નું શાક કરીએ કે પછી તેને પાણીમાં પલાળીએ એટલે તે સંકોચાય છે. અને એ ખાવામાં માજા બગાડે છે. પરંતુ તમે ઈચ્છતા હોય કે આવું ન થાય અને ખાવાની માજા પણ ના બગાડે તો એનાં માટે પાણીમાં એક ચમચી ખાંડ નાંખીને વટાણાને બાફી લેવા અને ગ્રેવી બનાવતાં સમયે આજ પાણીનો ઉપયોગ કરવો. 

ખુબ વધુ પ્રમાણ માં ટામેટા નો સંગ્રહ કરવો હોયતો શું કરવું ?
જો તમારે વધુ પ્રમાણમાં ટામેટાનો સંગ્રહ કરવો હોય તો સૌ પહેલા સારા સારા મોટા ટામેટા લાવીને એ ટામેટાનો રસ કાઢીલો. ત્યારબાદ, એ રસને આઇસ ટ્રેમાં ભરી ફ્રીઝ માં મૂકી દો. અને એ જામી ગયેલા રસના ચોસલાને પ્લાસ્ટિકની ફ્રોઝન બેગમાં ભરી ફ્રીઝમાં રાખી મૂકો. જયારે તમે ગ્રેવી, સોસ, અને સૂપ બનાવવાતા હોય ત્યારે આનો ઉપયોગ કરો. 

વાસી ભાતને તાજા બનાવવા માટે શું કરવું?
જો સવારના વધેલા વાસી ભાતને સાંજે ફરીથી તાજા બનાવવા હોય તો, એ વાસી ભાતને કેસરોલમાં પહેલા નીચે પાથરવા ત્યારબાદ તેની ઉપર સાંજે બનાવેલા નવા તાજા ભાત મૂકવા, આમ કરવાથી નવા તાજા ભાતની સાથે સાથે સવારના વધેલા વાસી ભાત પણ તાજા બની જશે.

ઉપયોગી એવી અન્ય રેસીપી ટિપ્સ । Useful recipe tips in gujarati 

આમતો, દરેકના ઘરમાં અઠવાડિયામાં એક થી બે વાર પરોઠા બનાવવામાં આવતા હોય છે. જો તમારે પણ પરાઠાને સ્વાદિષ્ટ બનાવવા હોય તો એક બાફેલા બટેટાને છીણીને મિક્સ કરો. આ સાથે ઘી કે તેલને બદલે જો તમે પરાઠાને માખણમાં શેકી લો. તેનો સ્વાદ ઘણો વધી જશે.

જયારે તમે ઘરે હોવ અને પકોડા બનાવતા હોવ ત્યારે પકોડાને ને વધુ ક્રિસ્પી અને ટેસ્ટી બનાવામાટે તેના બેટરમાં થોડું ગરમ તેલ અને ૧ ચમચી આરાનો  લોટ ઉમેરો. તેનાથી પકોડાનો સ્વાદ વધુ સારો બનશે. અને પકોડા પીરસતી વખતે ઉપર થોડો ચાટ મસાલો છાંટવો જેનાથી પકોડા વધુ સ્વાદિષ્ટ બનશે.

સબ્જીની ગ્રેવીને જાડી બનાવવા માટે લોકો ઘણા અખતરા કરતા હોય છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે જાડી ગ્રેવી તેઓ ઈચ્છે તે રીતે બની શકતી નથી. તેનાથી બચવા માટે ગ્રેવીમાં થોડું સત્તુ ઉમેરો. એનાથી માત્ર ગ્રેવી ઘટ્ટ થઈ જશે અને તેનો સ્વાદમાં પણ વધારો થશે.

બાળકોને ભાવતા નૂડલ્સ જો તમે ઘરે બનાવતા હોવ અને નૂડલ્સ બનાવતી વખતે ચોંટી જવાની સમસ્યા રહેતી હોય તો નૂડલ્સને બાફતી વખતે પાણીમાં થોડું તેલ અને મીઠું નાખીને લગાવો. ત્યારબાદ નૂડલ્સને પાણીમાંથી કાઢ્યા બાદ નૂડલ્સને ઠંડા પાણીથી ધોઈ લો. નૂડલ્સ ચોંટશે નર્હી.

નાના બાળકોને ભાવતી ક્રિસ્પી પુરી બનાવવા માટે જયારે તમે કણક બનાવોછો ત્યારે તેમાં એક ચમચી ચોખાનો લોટ અથવા સોજી ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. તેનાથી પુરીઓ ક્રિસ્પી બનશે. અને બાળકોને ખુબજ ભાવશે.

ઘણાખરા ઘરોમાં લગભગ દરરોજ ભાત બનાવવામાં આવે છે. પણ અમુક લોકોની સમસ્યા એ છે કે ભાત સરસ બનતા નર્થી. તો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે જયારે તમે ભાત રાંધો ત્યારે એ વખતે પાણીમાં લીંબુનો નો રસ ભેળવો. તેનાથી ચોખા વધુ સરસ, સફેદ અને સ્વાદિષ્ટ બનશે.

જો તમે ભીંડાની ખરીદી મોટી માત્રામાં કરો છો, ત્યારે તમે ભીંડાને લાંબા સમય સુધી સ્ટોર કરવામાં માટેની સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ તો ચિંતા કરશો નહીં. બજારથી લાવેલા ભીંડા ઉપર થોડું સરસવનું તેલ લગાવીને મુકીદો. આમ કરવાથી ભીંડા લાંબા સમય સુધી તાજા રહેશે.

Gujarati Recipe Whatsapp Group 
  
બીજી અન્ય રેસિપી જે તમને જરૂર ગમશે 


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ