ભારતીય રસોડામાં ભોજનને સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનાવવા માટે ઘણી બધી રીતો છે, અને એમાં પણ કોઈ પણ પ્રકારના ભોજનનો સ્વાદ વધારવા માટે તો ચટણીનું અગ્રણી છે. ભારતીય ભોજન વ્યવસ્થામાં ચટણી એક એવી વાનગી છે, જેને મોટેભાગે દરેક વાનગી સાથે આરોગી શકાય છે. અને નાનાથી લઈને મોટાઓને ચટણીઓ ખુબજ ભાવતી હોય છે.
ચટણી, એ સ્વાદ વગરના કોઈ પણ ભોજનને મસાલેદાર સ્વાદવાળું ભોજન પણ બનાવી શકે છે. અને એમાં મજાની વાતતો એ છે કે જેટલી ચટણી ખાવામાં સ્વાદિષ્ટ અને મસાલાઈડર લગતી હોય છે, તેટલીજ ચટણીને બનાવવી પણ સરળ હોય છે. પણ, બસ જરૂરત હોય છે એમાં વપરાતા મસાલાનું સચોટ માપ - Dahi chutney banavani rit
આમતો, ચટણીઓ ઘણા બઘી જાતની અને અલગ અલગ પ્રકારની હોય છે. જેવીકે, લસણની ચટણી, કેરીની ચટણી, ટામેટાની ચટણી વગેરે વગેરે. પરંતુ, આજે અમે તમને દહીંની ચટણી બનાવવાની એક અલગજ અને સરળ રીત વિશે જણાવીશું. જેને તમે સમોસા, ભજીયા, ચિલ્લા, ઈડલી, ઢોસા, સેન્ડવીચ અને બીજી ઘણીબધી વાનગી સાથે પીરસી શકો છો - Dahi chutney banavani recipe
દહીંની ચટણી બનાવવાની રેસિપી
દહીંની ચટણી બનાવવા માટેની સામગ્રી :-
- 1 કપ મોળું દહીં
- અડધો કપ સમારેલી કોથમીર
- ૪ થી ૫ નંગ ફોલેલું લસણની કળીઓ
- 3 નંગ લીલા મરચા ( સહેજ તીખા )
- 1/2 નાની ચમચી જીરું પાવડર
- સ્વાદ મુજબનું મીઠું
દહીંની ચટણી બનાવવાની રીત :- Dahi Chutney Recipe In Gujarati
દહીંની ચટણી બનાવવા માટે સૌ પ્રથમ તાજી અને સ્વચ્છ કોથમીરને લઈને એને સારી રીતે ધોઈ લેવી. જેથી કરીને બજારમાંથી લાવેલી કોથમીરમાં જો માટી ચોટેલી હોય તો એમાંથી નીકળી જાય. ત્યારબાદ એ કોથમીરને એક મિક્ચર બાઉલમાં ઉમેરો અને એમાં લીલા મરચા, લસણની કળીઓ, અને બાકી વધેલ અન્ય સામગ્રીને પણ મિક્સર ગ્રાઇન્ડરમાં ઉમેરો.
હવે આ બધી સામગ્રીને સારી રીતે એક રસ થઇ જાય એ રીતે બરોબરપીસી લો. તમારી ઈચ્છા મુજબ તમે તેમાં થોડું પાણી પણ ઉમેરી શકો છો. બધી સામગ્રી સારીરીતે પીસાઈ ગયા બાદ એ પીસાઈ ગયેલ સામગ્રીને એક સ્વચ્છ મોટા બાઉલમાં કાઢી લો. અને એને ૫ મિનિટ બહાર એમજ રહેવાદો.
ત્યાર બાદ આ સારી રીતે પીસાઈ ગયેલા મિશ્રણમાં દહીં ઉમેરો. અને તેને સારી રીતે હલાવીને બધું એક રસ થઇ જાય એમ મિક્સ કરી લો. હવે તેમાં તમારા સ્વાદ અનુસાર મીઠું નાખીને ફરીએક વાર મીઠું મિક્સ થઇ જાય એ રીતે હલાવી લો. હવે આપણી દહીંની ચટણી તૈયાર છે અને એને થોડીવાર માટે ફ્રિજમાં મૂકી દો. આ ચટણીને તમે ફ્રિજમાં ૧ અઠવાડિયા સુધી સાચવી શકો છો - Chutney recipe in gujarati
જયારે પણ તમે ઘરે પરોઠા, સમોસા, ભજીયા, એ બીજી અન્ય સ્વાદિષ્ટ વાનગી બનાવી હોય ત્યારે તમે એ વાનગીને આ ચટણી સાથે સર્વ કરી શકો છો. નાના બાકળો થી લઈને મોટાઓને આ ચટણી ખુબજ ભાવશે. અને બદલામાં તમને એમના વખાણ જરૂર સાંભળવા ગમશે.
- 10+ ઉપયોગ માં આવે તેવી કિચન ટિપ્સ અને ટ્રિક્સ - Useful kitchen tips in gujarati
- આ 7 સરળ કુકીંગ ટિપ્સ જે તમારી રસોઈને બનાવશે એકદમ લિજ્જતદાર
- 4 અલગ અલગ પ્રકારની લસણની ચટણી બનાવવાની રીત - Gartlic chutney recipe in gujarati
- ધરે બનાવો હોટલમાં મળતા ક્રિસ્પી પેપર ઢોસા બનાવવાની રીત
- આ ઉનાળાની ગરમી માં ઘરેજ બનાવો પાન ફ્લેવર નો આઈસ્ક્રીમ, પાન ફ્લેવર નો આઈસ્ક્રીમ બનાવવાની રીત
- ફરસાણની દુકાને મળતી એક દમ ફૂલેલી અને ક્રિસ્પી મગ દાળ કચોરી , ખસ્તા કચોરી પરફેક્ટ માપ સાથે બનાવવાની રીત - Khasta kachori recipe in gujarati
- ટેસ્ટી ટેસ્ટી પનીર ભુરજી બનાવવાની રીત - Paneer bhurji recipe in gujarati
- વાટી દાળ ના ભરેલા કારેલા ના રવૈયા
- બજાર જેવા ક્રિસ્પી વેજ પફ બનાવવાની એકદમ સરળ રીત - Puff recipe in gujarati
- બહાર તૈયાર પેકેટમાં મળતો ચાટ મસાલો આ સરળ રીતે ઘરે જાતે જ બનાવો
- એકદમ ટેસ્ટી લીંબુ મરી મસાલાથી ભરપુર જુવાર પોંક જાતેજ ઘરે બનાવો સુરતી પોંક બનાવવાની આસાન રીત
0 ટિપ્પણીઓ